Home >> Madhya Gujarat >> Anand District >> Umreth
 • ઉમરેઠનાસુંદલપુરા માર્ગ પર આવેલી એક સોસાયટીના ચાર મકાનોને તસ્કરોએ િનશાન બનાવતા ચકચાર મચી ગઈ હતી. જોકે, ત્રણ મકાનના રહીશો હાલ બહાર હોઈ કેટલી મત્તાની ચોરી થઈ હતી તે હજુ ખૂલ્યું નથી. બીજી તરફ બનાવ અંગે હાલમાં કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી. સુંદલપુરા રોડ પરની દ્વારકેશ રેસીડન્સીના મકાન નં 16માં રહેતા રાજુભાઈ દરજીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ દરજીકામ કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. હાલમાં સીઝન ચાલતી હોઈ તેઓ ઉમરેઠ ઓડબજારમાં આવેલા તેમના બીજા મકાનમાં ફેમીલી સાથે...
  May 19, 02:20 AM
 • ઉમરેઠમાંછેલ્લા કેટલાય સમયથી વીશ રૂપિયાના સ્ટેમ્પની અછત હોવાને કારણે અરજદારો વીશના બદલે 50 રૂપિયાના સ્ટેમ્પનો ઉપયોગ કરવા મજબુર થઈ રહ્યા છે. એક તરફ વિવિધ સરકારી કામ માટે અવનવી એફીડેવીટ કરાવવા સરકારી કચેરીના ધરમ ધક્કા ખાવા પડે છે. તેવા સમયે વીશ રૂપિયામાં પતતા કામ માટે 50 રૂપિયા ખર્ચ કરી પડતા પર પાટું નો અહેસાસ નગરજનો કરી રહ્યા છે. પ્રાપ્ત માહીતી મુજબ, હાલમાં સરકારી યોજનાઓ સહીત અન્ય વહીવટી કાર્ય માટે ઉમરેઠમાં અરજદારોને આવકના દાખલા, જાતિનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ, તેમજ અન્ય યોજના માટે...
  May 19, 02:20 AM
 • ઉમરેઠમાં વ્યાજખોરોથી ત્રસ્ત યુવકે આપઘાત કર્યો
  મૂળઉમરેઠના ત્રિવેદી વગામાં અને હાલ વડોદરાના વાસણા રોડ ખાતે રહેતા અલ્પેશે સાતેક વર્ષ અગાઉ વડોદરાના રાજેશ શાહ, સાજન શાહ તેમજ હિરેન શાહ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. દરમિયાન સાત વર્ષમાં તેમણે એક લાખની સામે ત્રીસ લાખ જેટલી રકમ હપ્તે હપ્તે પરત કરી હતી. પરંતુ વ્યાજખોરો દ્વારા અવારનવાર યુવકને ધમકી આપી પૈસાની ઉઘરાણી કરાતી હતી. જેને પગલે યુવક કંટાળી ગયો હતો. તે ઉમરેઠ સ્થિત તેના પૈતૃક ઘરે આવ્યો હતો અને તેણે પંખે સાડીનો ગાળિયો બનાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ મૃતકના પિતા કમલેશભાઈ...
  May 19, 02:20 AM
 • ઉમરેઠ| ઉમરેઠમાંખુશીધરા ચેરીટેબલ ટ્રસ્ટ અને એક ખાનગી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે
  ઉમરેઠ| ઉમરેઠમાંખુશીધરા ચેરીટેબલ ટ્રસ્ટ અને એક ખાનગી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે બાર વર્ષથી નાના બાળકો માટે આઇ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં શંકરા આઇ હોસ્પિટલ મોગરના ડોકટરોએ પોતાની સેવા આપી હતી. કેમ્પમાં કુલ 27 બાળકોએ લાભ લીધો હતો. જેમાં બાળકોને ગરમીમાં આંખની કાળજી લેવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સદર કેમ્પમાં ખુશીધરા ટ્રસ્ટના પ્રમુખ ધનંજય શુકલ તેમજ કીડઝી સ્કૂલના સમીરભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. અને કેમ્પ સફળ બનાવ્યો હતો. ઉમરેઠ શહેરમાં બાળકોની નિ:શુલ્ક આંખની તપાસ
  May 18, 02:20 AM
 • ઉમરેઠતાલુકાના પરવટા સીમમાં પત્તા-પાનાનો જુગાર રમી રહેલા 17 શખ્સને ઉમરેઠ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા. પોલીસે તેમની પાસેથી કુલ રૂા. 2.27 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠ પોલીસે બુધવારે મોડી સાંજે પરવટા સીમમાં આવેલા ભરત રમણભાઈ રાઠોડના ખેતરમાં ઝાડ નીચે ખુલ્લામા કેટલાંક શખ્સ જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં 17 શખ્સને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમના...
  May 18, 02:20 AM
 • ઉમરેઠનાત્રણ સિનિયર સીટીઝન ફોરમના પ્રમુખો દ્વારા નગરમાં આર્યુવેદ દવાખાનું શરૂ કરવાની માંગ સાથે આરોગ્ય મંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. અંગે નિયામક દ્વારા નગરમાં આયુર્વેદ દવાખાનું શરૂ કરવા વિવિધ પાસાઓ અંગે તપાસ કરવાનો પત્ર પણ આરોગ્ય ખાતાના સચિવને પાઠવી દેવામાં આવ્યો છે જેને કારણે નગરના વયસ્કોને આર્યુવેદ દવાખાનું નગરમાં પુન: ધમધમતુ થશે તેવી આશા જાગી છે. ઉમરેઠ ઓડ બજાર સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ રમેશભાઈ કાછીયા, સદભાવના સિનિયર સીટીઝનના પ્રમુખ કમલ વ્યાસ (પેઈન્ટર) તેમજ સંતરામ વડીલોનું...
  May 17, 03:40 AM
 • ઉમરેઠ |શહેરના સિનિયર સિટીઝન ફોરમની હોદ્દેદારોની નિમણુક માટેની મીટીંગ યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે મુકુન્દભાઈ તલાટી (વકીલ), ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ રાઉલજી, મંત્રી તરીકે રમેશભાઈ રાણા, સહમંત્રી તરીકે ઘનશ્યામભાઈ પરમાર તથા ખજાનચી તરીકે લાલજીભાઈ દેસાઇની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. બેંકના દર અઠવાડિયે જુદા જુદા મેડિકલ કેમ્પોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમના હોદ્દેદારો નિમાયા
  May 17, 03:40 AM
 • ઉમરેઠમાં દશા ખડાયતા જ્ઞાતિનો સમારોહ
  ઉમરેઠશહેરમાં દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા સન્માન સમારંભનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડો. પરિમલ દેસાઇનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. મુળ ઉમરેઠના અને આઇ સર્જન ડો. પરિમલ દેસાઇનું મેડિકલ ક્ષેત્રે પ્રતિષ્ઠીત તેમજ સર્વોચ્ચ કહેવાતા ડો. બી.સી. રોય એવોર્ડ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે પ્રાપ્ત થયો હતો. જેથી દશા ખડાયતા જ્ઞાતિના શુભેચ્છકો દ્વારા ડો. પરિમલ દેસાઇનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે અધ્યક્ષ સ્થાને ચીમનભાઈ ચોક્સી હાજર રહ્યાં...
  May 16, 03:35 AM
 • ઉમરેઠમેલોડી ગ્રુપ અને યુવા ક્રાંતિ મંચના સંયુક્ત ઉપક્રમે એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એક્સ આર્મીમેન હરિશભાઈ પંચાલ, નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર દિપકભાઈ જાની વિગેરે હાજર રહ્યાં હતાં અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોને મશાલ અને મીણબત્તી પ્રગટાવી શહીદ જ્યોત પ્રજવલ્લીત કરી શ્રધાંજલી અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મેલોડી ગૃપના હરીશભાઈ શાહ (લીંગડાવાળા)એ સ્વાગત પ્રવચન કર્યું હતુ અને ઉપસ્થીત મહાનુભાવોનો પરિચય આપ્યો હતો....
  May 15, 02:25 AM
 • ઉમરેઠ | ઉમરેઠમાંમેલોડી ગૃપ અને ઉમરેઠ યુવા ક્રાંતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે એક શામ શહીદો કે નામ કાર્યક્રમ નું આયોજન તા.૮.૫.૨૦૧૭ને સોમવારના રોજ રાત્રે ૮.૩૦ કલાકે કરવામાં આવેલ છે. અને શહીદ જ્યોત પ્રજવલિત કરશે. કાર્યક્રમમાં ઉમરેઠ ની દેશપ્રેમિ જનતાને ભાગ લેવા આયોજકોએ જણાવ્યું હતું. ઉમરેઠમાં એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાશે.
  May 7, 02:05 AM
 • ડાકોરમાં ફાયર સ્ટેશનનું લોકાર્પણ
  ડાકોરમાંશોપીંગ સેન્ટર અને નવા ફાયર સ્ટેશનની લોકાર્પણવિધી યોજાઇ હતી. ડાકોર પાલિકા દ્વારા પ્રજાજનોના સુખાકારી માટે સુવિધા વિકસાવી છે. પ્રસંગે સંતરામ મંદિર ઉમરેઠના ગણેશદાસજી મહારાજ તેમજ ધારાસભ્ય રામસિંહ પરમાર હાજર રહ્યાં હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ડાકોર નગરપાલિકા દ્વારા નવનિર્મિત જય રણછોડ શોપિંગ સેન્ટર તથા નવા ફાયર સ્ટેશન જયમહારાજ બનાવવામાં આવ્યું છે. સેવા ભવનનું લોકાર્પણવિધિ ગુરૂવારે સવારે 9:30 કલાકે યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં પાલિકા ચીફ ઓફિસર...
  May 5, 02:20 AM
 • ઉમરેઠનગરપાલીકા દ્વારા વેરા વસૂલાતની ઝુંબેશ શરૂ કરવામા આવી છે, જે અંતર્ગત નાના મોટા તમામ બાકીદારોને નોટીસ આપવામા આવી છે. ઉપરાત 100થી વધુ બાકીદારોને સાત દિવસમાં ટેક્ષ નહી ભરે તો નળ તથા ગટર કનેકશન કાપી નાખવામાં આવશે તેવી નોટીસ આપી હતી. ઉમરેઠ પાલિકાના પ્રમુખ સંગીતાબેન પટેલએ જણાવ્યું હતું કે ‘હાલ કરવેરાની ભરપાઇ નથી કરાઇ તેવા તમામ બાકીદારોના ઘેર જઇ જંગમ તથા સ્થાવર મીલ્કતોનો વેરો વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત સો જેટલા બાકીદારો કે જેમની મોટી રકમના વેરા બાકી છે. તેમને સાત...
  May 5, 02:20 AM
 • ઉમરેઠ રણછોડજી મંદિર ખાતે સોમવારે ભાગવત કથાનો પ્રારંભ થયો હતો.
  ઉમરેઠ રણછોડજી મંદિર ખાતે સોમવારે ભાગવત કથાનો પ્રારંભ થયો હતો. જેનો પ્રારંભ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ, ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના મહંત, રઘુવીરચરણદાસજી મહારાજ તથા બ્રહ્માકુમારી નીતાબેને દિપ પ્રગટાવીને ખુલ્લો મુકયો હતો. ઉમરેઠ પાલિકાના પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ પટેલના ઘરેથી બપોરે 2 કલાકે પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં નગરજનો, ભજન મંડળીઓ જોડાઇ હતી. યાત્રા ખરાદી કોટથી નીકળી પંચવટી, ઓડ બજાર, મોચીવાડ, કોટ રોડ, વડાબજારથી રણછોડજી મંદિર પહોંચી હતી. કથાના...
  May 4, 03:55 AM
 • તાજેતરમાંઉમરેઠ તાલુકામાં મહિલાના ખાતાનો પિન નંબર જાણી લઈ 19 હજારની ઉઠાંતરી કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જોકે, અંગેની કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ ઉમરેઠ પોલીસ સ્ટેશને નોંધાઈ નહોતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠના રહેવાસી વૈશાલીબેન પટેલ સ્ટેટ બેન્કમાં બચત ખાતુ ધરાવે છે. તેમને 3 એપ્રિલે બપોરે 2.45 કલાકે 8877830929 ઉપરથી ફોન આવ્યો હતો. જેમાં સામેથી બોલનારા વ્યક્તિએ સ્ટેટ બેન્કના અધિકારી તરીકે ઓળખ આપી તેમનું એટીએમ કાર્ડ જે બંધ થઈ ગયું છે તે ચાલુ કરાવવા એટીએમનો નંબર સહિતની વિગતો માંગી હતી. વિગત મેળવી...
  May 4, 03:55 AM
 • ઉમરેઠ ડાકોર રોડ પર રેલવે ફાટક નં.28 પાસે બુધવાર સવારે
  ઉમરેઠ ડાકોર રોડ પર રેલવે ફાટક નં.28 પાસે બુધવાર સવારે પુરઝડપે જઇ રહેલ કન્ટેનર અચાનક પલટી ખાઇ જતાં રોડ પર આડુ થઇ ગયું હતું. જેના કારણે રોડ બ્લોક થઇ ગયો હતો. જેથી ડાકોર અને ઉમરેઠ તરફના માર્ગ પર ચાર કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી ગઇ હતી. બનાવ અંગે ઉમરેઠ પોલીસને જાણ કરવા છતાં સમયસર પહોંચતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આખરે પોલીસે સ્થળે આવી રોડ વચ્ચે આડુ પડેલ કન્ટેનર ક્રેઇનની મદદથી ખસેડીને ચાર કલાકે વાહન વ્યવહાર પુન: ચાલુ કર્યો હતો. પોલીસ મોડી આવી|ઉમરેઠ ડાકોર રોડ પર કન્ટેનર પલટી ખાઇ જતાં 4 કલાક...
  May 4, 03:55 AM
 • ‘સમુહ લગ્ન એકતા તથા અખંડીતતાનું નિર્માણ કરે છે’
  ‘સમુહલગ્નોત્સવ સમાજમાં એકતા તથા અખંડીતતાનું નિર્માણ કરે છે તથા સમાજની અંદર રહેલી લઘુતાગ્રંથીને દૂર કરવાનું કામ કરે છે અને સમાજને આર્થીક રીતે પગભર બનાવે છે.’ તેમ વડતાલ સ્વામીનારાયણ મંદીરના ગાદીપતી અજેન્દ્રપ્રસાદજીએ ઘોરા ગામે રાજપૂત સમાજના સમુહ લગ્ન પ્રસંગે આશીર્વાદ આપતામાં જણાવ્યું હતું. ચરોતર રાજપૂત સમાજ તથા ઘોરા રાજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે ઉમરેઠના ઘોરા ગામે આવેલા સહજાનંદ ધામમાં શુક્રવારે ચરોતર રાજપૂત સમાજનો 12મો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. રાજપૂત સમાજના 35 નવયુગલોએ પ્રભુતામાં...
  April 29, 04:15 AM
 • બાલાિસનોરમાંલાયન શતાબ્દી ઝોન સોશ્યલની શાનદાર ઉજવણી અને ક્લબના હોદ્દેદારોનું સન્માન કરાયું હતું. લાયન્સ ક્લબના 100 વર્ષની શતાબ્દી ઝોન સોશ્યલના ઝોન ચેરમેન લાયન જયંતિભાઈ પટેલ અને યજમાન બાલાિસનોર લાયન્સ ક્લબના ઉપક્રમે ઉજવણી કરવામાં આવી હતી. લાયન્સ ક્લબમાં િદપ પ્રગટાવી ઝોન સોશ્યલનો પ્રારંભ આર.સી ચેતન શાહ (કલરવાળા)એ કર્યો હતો. ઝોનમાં સમાવિષ્ટ લાયન્સ ક્લબ કપડવંજ, ઉમરેઠ, ખેડા અને બાલાસિનોરની ક્લબના પ્રમુખ- મંત્રીનું પુષ્પગુચ્છ મોમેન્ટોથી સન્માન કરાયું હતું. લાયન પ્રમુખ ડો. વિમલ પટેલે સંસ્થા...
  April 25, 04:15 AM
 • ઉમરેઠ |ઉમરેઠમાં મહાપ્રભુજી પર્વની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મહાપ્રભુજી પ્રાગટ્ય પર્વને ધ્યાનમાં રાખીને રાત્રે રજનીનગર સોસાયટી ખાતે ગાેપાલભાઈ ગાંધીના નિવાસ સ્થાને કિર્તન રાખવામાં આવ્યા હતા. ઉપરાંત તા.22-4-17ના રોજ મંદિરવાળી પોળ ખાતેથી સાંજે 4 કલાકે પ્રતિભાબેન ગાંધીના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા નીકળશે. ઉમરેઠ શહેરમાં મહાપ્રભુજી પ્રાગટ્ય પર્વનો પ્રારંભ થયો
  April 22, 04:15 AM
 • ઉમરેઠ ઓડ બજાર વિસ્તારમાં હનુમાન જયંતિ ઉજવાઇ
  ઉમરેઠ | ઉમરેઠના ઓડબજાર વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદીરે હનુમાનજીના જન્મોત્સવને લઇને મારૂતી યજ્ઞ યોજવામાં આવ્યો હતો. શહેરના અગ્રણી ઇશ્વરભાઈ પટેલના યજમાન પદે યોજાયેલા મારૂતી યજ્ઞ નિમિત્તે હનુમાનજીને ચાંદીના સાત નવા વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યાં હતાં. જેમા આસપાસના ગ્રામજનો યજ્ઞમાં જોડાયા હતાં.
  April 17, 08:30 AM
 • ઉમરેઠ |ઉમરેઠ મામલતદાર કચેરીમાં પીવાના પાણીની હાલાકી સંદર્ભે ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર દ્વારા તાત્કાલિક કુલર મુક્યું હતું. ઉમરેઠ મામલતદાર કચેરીમાં વોટરકૂલર મશીન બીલકૂલ કામ કરતું નથી. મશીનને કાટ લાગી ચૂક્યો છે. તેની યોગ્ય દેખભાળ થવાથી પીવાનું પાણી પણ અરજદારોના નસીબમાં નથી. એવા અહેવાલ 3જી એપ્રિલના રોજ ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં. ઉમરેઠ મામલતદાર કચેરીમાં વોટર કુલર લાગ્યું
  April 15, 02:10 AM