Home >> Madhya Gujarat >> Anand District >> Sojitra
 • સોજિત્રા |સોજિત્રા વિધાનસભાના વરસડા, ગોરાડ, પાદરા અને જાફરાબાદ પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે આંખ ચેકઅપ કરી મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતાં. કેમ્પમાં 1500 ઉપરાંત દર્દીઓએ ભાગ લીધો હતો. કેમ્પનું આયોજન ધી આશાપુરી કો.ઓપ. ક્રેડીટ સોસાયટી લી. પીપળાવના ચેરમેન અને કરમસદ પાલિકાના કાઉન્સિલર દિલીપભાઈ ડી. પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ગામના સરપંચો, સામાજિક કાર્યકર, આશાપુરી ક્રેડીટ સોસાયટીનો સ્ટાફ વગેરે હાજર રહ્યા હતાં. સોજિત્રાના 4 ગામમાં આંખ ચેકઅપ કેમ્પ યોજાયો
  May 18, 02:15 AM
 • સૌરાષ્ટ્રનાખેડૂતોના હિત માટે સંગઠીત સૌરાષ્ટ્ર ખેડુત હક યાત્રા દ્વારા આગામી જૂન માસમાં હક યાત્રા શરૂ કરાશે. સૌરાષ્ટ્રના દરેક જિલ્લા, તાલુકા કક્ષાએ ખેડુતોના હક માટે લડવા ઇચ્છુકોને જવાબદારી સોંપવામાં આવશે. ખેડુતોને પોતાના હકના ભાવ પણ મળતા અને પાક નિષ્ફળ જતા સરકાર તરફથી મળવા પાત્ર સહાયના અભાવે અનેક ખેડુતો આત્મહત્યા કરે છે. આવી સ્થિતિ સામે રાજેશભાઇ સખીયા, રમેશભાઇ સોજિત્રાએ સરકાર સુધી વાત પહોંચાડવાની અભિયાન શરૂ કર્યું છે.
  May 12, 02:55 AM
 • સોજિત્રા | સોજિત્રાતાલુકાની મહિયારી પ્રા.શાળામાં જીચકા અને આંબલીયારા પ્રા.શાળાના વિદ્યાર્થીઓની આંખો તપાસવા માટે ધી આશાપુરી કો.ઓ. ક્રેડીટ સોસાયટી દ્વારા વિનામૂલ્યે આંખ ચેકઅપ કેમ્પ તથા ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 2100થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રાહતદરે ચશ્મા વિતરણ કરાયું હતું. પ્રસંગે માજી ધારાસભ્ય અંબાલાલ રોહિત, ગામના સરપંચ મફતભાઈ હરિજન, ભાનુભાઈ જોશી વગેરે હાજર રહ્યા હતા. મહિયારી પ્રા.શાળામાં આઇ ચેકઅપ કેમ્પ યોજાયો
  May 8, 03:55 AM
 • ન્યૂઝ ફટાફટ
  સોજિત્રા | સોજિત્રાતાલુકામાં ઇસરવાડા પ્રાથમિક શાળામાં આદરુજ અને માલપુર શાળાના વિદ્યાર્થીઓ માટેે આંખ ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 1500 વિદ્યાર્થીઓની આંખો તપાસીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે માજી ધારાસભ્ય અંબાલાલ રોહિત, જયવીરભાઈ પટેલ, સમીરભાઈ પટેલ, ઇસરવાડાના સરપંચ, અશોકભાઈ સોલંકી, લાખાભાઈ ભરવાડ વગેરે હાજર રહ્યા હતા. ઇસરવાડા પ્રાથમિક શાળામાં આંખ ચેકઅપ કેમ્પ યોજાયો
  May 2, 03:40 AM
 • ગોંડલમાં ૩૦ વીઘા જમીનમાં ડુંગળી વાવી હતી વાવેતરખર્ચ પણ નીકળતાં હતાશ થઈ ગયા હતા ખેડૂતોનેતેના ઉત્પાદનોના પુરતા ભાવ મળવાથી હતાશ થઈ ખેડૂતે અંતિમ પગલું ભરવાના કિલ્લા વારંવાર બનતા રહે છે. તેવામાં ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા ખેડૂત મહેશભાઈ કરશનભાઈ સોજીત્રાએ ડુંગણીના પોષણક્ષમ ભાવ મળતાં ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં ગોંડલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓએ જણાવ્યું હતું કે દિવસ રાત કાળી મહેનત મજુરી કરી ૩૦ વિઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ડુંગળીની ઉપજ પણ સારી થવા પામી...
  April 23, 04:00 AM
 • ન્યૂઝ ફટાફટ
  સોજિત્રા |સોજિત્રા તાલુકાના ભંડરેજ અને ઉંટવાડા પ્રાથમિક શાળામાં આશાપુરી ક્રેડીટ સોસાયટી દ્વારા આંખ નિદાન કેમ્પ તથા ચશ્મા નિદાન કાર્યક્રમ યોજાયો જેનો લાભ 1797 વિદ્યાર્થીઓ લીધો હતો. પ્રસંગે ક્રેડીટ સોસાયટીના ચેરમેન દિલીપભાઈ પટેલ, માજી ધારાસભ્ય અંબાલાલ રોહિત સરપંચ મેઘનાબેન ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા. ભંડરેજ પ્રાથમિક શાળામાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો
  April 19, 05:35 AM
 • સોજિત્રા |21 ગામ લેઉઆ પાટીદાર સમાજની કારોબારી સભા બાંધણી મુકામે સમાજના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ (આચાર્ય-ડભોઉ હાઇ)ના નેજામાં યોજાઇ ગઇ. સમાજનો લગ્ન પસંદગી મેળો પીપળાવ ખાતે પીપળાવ યુનિટ જે.સી.પટેલ ટીમ દ્વારા તા.4-6-17ના રોજ સવારે 9 કલાકે યોજાશે. તેના ફોર્મ સમાજ પ્રતિનિધિઓએ ભરીને 10-5-17 સુધીમાં પીપળાવ ખાતે મોકલી આપવાના રહેશે. પીપળાવ ખાતે પાટીદાર સમાજનો લગ્ન પસંદગી મેળો
  April 13, 06:20 AM
 • સોજિત્રા| સોજિત્રાવિધાનસભાના રામોદડી પ્રાથમિક મિશ્ર શાળા તથા ભડકદ પ્રાથમિક શાળામાં ધી આશાપુરી કો.ઓપ. ક્રેડીટ સોસાયટી લી. પીપળાવના ચેરમેન દિલીપભાઈ ડી. પટેલ (ભાજપ કાઉન્સિલ, કરમસદ નગરપાલિકા, ડિરેકટર ધી ખેડા જિલ્લા, મ. સ. બેંક)ના દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વાર્ષિક જન્મદિનની ઉજવણી નિમિતે વિનામૂલ્યે આંખ ચેકઅપ કરી મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં બંને ગામના 1247 લાભાર્થીએ આંખોનું ચેકઅપ કરાવ્યું તથા 1014 લાભાર્થીએ ચશ્માનો લાભ લીધો હતો. રામોદડી ગામે વિનામૂલ્યે નેત્ર...
  April 6, 02:25 AM
 • રૂણ |રામોલ-ડભોઉ-સોજિત્રા રોડ ઉપર દિવસ-રાત ઘણા મુસાફરો, ફેરીયા રીક્ષા ઊંટગાડી
  રૂણ |રામોલ-ડભોઉ-સોજિત્રા રોડ ઉપર દિવસ-રાત ઘણા મુસાફરો, ફેરીયા રીક્ષા ઊંટગાડી વગેરે વાહનોથી ધમધમતા રોડ ઉપર ટ્રસ્ટ દ્વારા ઠંડા-પીણાની પરબ મણીનગર મુકતજીવન સ્વામિબાપા મંદિરના આચાર્ય પુરુષોતમપ્રિયદાસજી મહારાજના આર્શિવાદ અને ખેડા મુક્તજીવન સ્વામિબાપા પ્રાગટ્ય ધામ મંદિરના કોઠારી મુનિશ્વર સ્વામિની પ્રેરણાથી ત્રાહિમામ પોકારાય તેવી ગરમીમાં લોકોને ઠંડાપાણીની સુવિધા મળે તેવા શુભઆશયથી રૂણ વિશ્વજ્યોત ટ્રસ્ટના મંત્રી હરિભાઈ પટેલ દ્વારા પરબનું આયોજન કરવામાં આવ્યું. ગામના આગેવાન મુસ્લીમ...
  April 6, 02:20 AM
 • રાજકોટ |ધ્રોલવાળાઆડેસરાશાંતિલાલરવજીભાઇના પુત્ર શશીકાંતભાઇ તે આશિષ, પરેશના પિતા તથા વાંકાનેર સોની મોહનલાલ મોતીચંદ કલાડીયાના જમાઇનું તા. 30ના અવસાન થયું છે. બન્નેપક્ષનું બેસણું તા. 1ના બપોરે 3 થી 5 સોની સમાજની વાડી, ખીજડાવાડી યુનિટ નં-1, રાજકોટમાં રાખવામાં આવેલ છે. બ્રહ્મક્ષત્રિયસ્વ.કનૈયાલાલવનમાળીદાસ પડિયાના પુત્ર યોગેશ તે હર્ષદ, જયેશ કનૈયાલાલ પડિયાના ભાઇ તા. 31ના અવસાન પામેલ છે. ઉઠમણું તા. 1ના સાંજે 5.30 કલાકે શિતળા માતાજી મંદિર, ભાવનગર રોડ રાજકોટમાં રાખેલ છે. નારણભાઇસવજીભાઇચુડાસમા(ચરખડીવાળા...
  April 1, 04:00 AM
 • સોજિત્રા | ડભોઉ સ્થિત બી.બી. પટેલ હાઈસ્કૂલમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડ દ્વારા ધો.6થી 9 માટે ઊર્જા સંરક્ષણના સંદર્ભમાં ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે વાઘેલા અભિષેક રણજીતસિંહ અને બીજા નંબરે ધોબી કમલ દશરથભાઈ વિજેતા બન્યાં હતાં. જ્યારે શ્રેણી-ખમાં પ્રથમ નંબરે પરમાર ખુશીબેન ધર્મેન્દ્રભાઈ, બીજા નંબરે પંચાલ અંજલી ધર્મેન્દ્રભાઈ વિજેતા બન્યાં હતાં. સ્પર્ધાનું આયોજન આચાર્ય ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સોજિત્રાના ડભોઉ હાઈ.માં...
  March 24, 04:10 AM
 • સોજીત્રા |સોજીત્રા તાલુકાના ડભોઊના વતની ભાજપ કાર્યકર એવા વિપુલભાઇ વિનુભાઇ પટેલ ડભોઊવાળાની ભાજપ પ્રદેશ અધ્યક્ષ માન.શ્રી જીતુભાઇ વાધાણી સાથે પરામર્શ કરી કિશાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ બાબુભાઇ જેબલીયાએ પ્રદેશ કિશાન મોરચાના ઉપપ્રમુખ તરીકે નિમણૂંક કરતા સોજીત્રા - તારાપુરના ભાજપના કાર્યકરોમાં આનંદ છવાયો હતો. વિપુલભાઇ પટેલને અભિનંદન આપ્યા હતા. ભાજપના પ્રદેશ કિશાન મોરચાના ઉપ પ્રમુખ વરાયા
  March 23, 04:10 AM
 • સોજીત્રા | સોજીત્રા વિધાનસભાના માણેજ ગામે હાઇસ્કૂલમાં તથા કણીયા ગામે પ્રાથમિક શાળામાં ધી આશાપુરી કો.ઓ. ક્રેડીટ સોસાયટી લી. પીપળાવના ચેરમેન દિલીપભાઈ ડી. પટેલ (ભાજપ કાઉન્સિલર, કરમસદ નગરપાલિકા, ડિરેકટર ધી ખેડા જિલ્લા મ. સ. બેંક)ના ઉપસ્થિતિમાં દેશના પ્રધાનમંત્ર નરેન્દ્રભાઈ મોદીના વાર્ષિક જન્મદિનની ઉજવણી નિમિતે વિનામુલ્યે આંખ ચેકઅપ કરી મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું તેમાં બંને ગામના 1091 લાભાર્થીઓ આંખોનું ચેકઅપ કરાવ્યું તથા 901 લાભાર્થીએ ચશ્માનો લાભ લીધો હતો.
  March 21, 04:15 AM
 • અમરેલીમાં દિવ્ય ભાસ્કર આયોજીત ઓટો એક્સ્પોનું આજે ઉદઘાટન
  ત્રણ દિવસ સુધી જીમખાના ગ્રાઉન્ડમાં સવારના 11 થી રાતના 9 સુધી પ્રદર્શન : બાળકો માટે વિવિધ સ્પર્ધા યોજાશે અમરેલીમાંસતત કંઇક નવુ કરવાની પરંપરા જાળવી રાખી દિવ્ય ભાસ્કર અમરેલી દ્વારા 10મી માર્ચથી 12મી માર્ચ સુધી અહિંના જીમખાના ગ્રાઉન્ડમાં ઓટો મોબાઇલ એક્સ્પોનું આયોજન કરાયુ છે. સવારે 11 કલાકે જીલ્લા કલેક્ટરના હસ્તે તેનું ઉદઘાટન કરવામાં આવશે. મુખ્ય સ્પોન્સર અતુલ મોટર્સ પ્રા.લી. તથા કો-સ્પોન્સર જય ગણેશ ટોયોટાના સહયોગથી યોજાનારા ઓટો મોબાઇલ એક્સ્પો દરમિયાન જીલ્લાના લોકો સવારના 11 થી રાત્રીના 9 સુધી...
  March 10, 03:15 AM
 • સોજિત્રાગામે આવેલ કેળવણી મંડળ સંચાલિત હાઇસ્કૂલમાં સોજિત્રા તાલુકાકક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં તાલુકાની વિવિધ શાળાના બાળકો પોતાના પ્રોજેકટ રજુ કર્યા હતા. પ્રદર્શનનું ઉદ્દઘાટન જિલ્લા શિક્ષણાધિકારી એમ. કે. પરમાર અતિથિવિશેષ શ્રદ્ધા પરમાર તથા રાજુભાઈ ચૌહાણે ખુલ્લુ મુક્યુ હતું. પ્રદર્શનમાં સોજિત્રા, કાસોર, ગાડા, રૂણજ, મઘરોલ, પીપળાવ, મલાતજ, વિરોલ, પાળજ ગામની શાળાના બાળકોએ પોતાની કૃતિઓ રજુ કરી હતી.
  March 3, 02:25 AM
 • સોજિત્રા | સોજિત્રા તાલુકાના કાસોર ગામની એમ. વી. પટેલ ધોળેશ્વર વિનય મંદિરને રૂ.13 લાખનું માતબર દાન મળ્યું હતું. જેમાં શાળાના રિનોવેશન માટે રમેશભાઈ જશભાઈ પટેલ તથા વીનુભાઈ શંકરભાઈ પટેલ તરફથી રૂ.5 લાખ તથા બળદેવભાઈ જી. પટેલ દ્વારા 2 લાખનું દાન મળ્યું છે. ઉપરાંત રશ્મીકાન્ત આશાભાઈ પટેલ, હસમુખભાઈ મણીભાઈ પટેલ અને ઇશ્વરભાઈ મોતીભાઈ પરમાર તરફથી પણ દાન મળ્યું છે. તે બદલ શાળાના આચાર્યએ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
  February 28, 03:40 AM
 • સોજિત્રા | મઘરોળ ગામે કૃષિ શિક્ષા યોજના હેઠળ ચાર દિવસની
  સોજિત્રા | મઘરોળ ગામે કૃષિ શિક્ષા યોજના હેઠળ ચાર દિવસની ટ્રેનિંગ શિબિર યોજાઇ હતી. દેશભરમાં 27 કેન્દ્ર શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં મઘરોલથી શિબિરની શરૂઆત કરાઈ છે. શિબિરમાં ખેડૂતોને જૈવિક ખેતી તરફ વાળવાનો સરકારનો પ્રયાસ છે. જેમાં ખેડૂતોને જૈવિક ખેતી અંગેની માર્ગદર્શન અપાયું હતું. મઘરોલ ગામમાં ચાર દિવસની તાલીમ શિબિર યોજાઇ
  February 26, 03:20 AM
 • સોજિત્રા | સોજિત્રા તાલુકાની બાલીન્ટા પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોમાં માતૃભાષા પ્રત્યે ગૌરવની ભાવના વિકસે તે હેતુથી શાળામાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃભાષા દિવસની ઉજવણી માટે પ્રાર્થના સંમેલનમાં ગામની સૌથી વધુ ભણેલી દીીકરી તનુજાબેન વહોરા દ્વારા પ્રેરક વકતવ્ય આપવામાં આવ્યું હતું. બાલીન્ટા પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી
  February 22, 02:25 AM
 • સોજિત્રા : પલોલમાંરોડ પર આવેલા લીમડામાંથી ત્રણ દિવસથી સફેદ કલરનું ચીકણું પ્રવાહી નીકળતા લોકોના ટોળા ઉમટ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યુ કે ‘આ લીમડાના થડમાંથી 4 વર્ષ પહેલા પણ પ્રવાહી નીકળતું હતું. શિયાળાની ઋતુના અંતિમ સમય દરમિયાન 4-5 વર્ષના ગાળામાં લીમડામાંથી આવું પ્રવાહી નીકળે છે.’
  February 22, 02:25 AM
 • સોજિત્રાનાએક રાજકીય અગ્રણીને કેટલાક વ્યક્તિએ ઘરે પહોંચી ઢોર મારમારતાં ભારે હોબાળો મચ્યો હતો. જોકે, હુમલા પાછળ રાજકીય અગ્રણીએ યુવતીની છેડતી કરી હોવાનું કારણ બહાર આવતાં મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. રાજ્યમાં નલિયાકાંડની સહી સુકાઇ તે પહેલાં સોજિત્રાના એક અગ્રણીએ યુવતીની છેડતી કરતાં હોહા થઇ છે. સોજત્રાના એક રાજકીય અગ્રણીએ વેલેન્ટાઇનના દિવસે એક યુવતીને પ્રપોઝ કરી હતી અને આટલેથી અટકતાં તેને પરેશાન પણ કરી હતી. બાબતે યુવતીને તેના પરિવારજનોને જાણ કરતાં તેઓ ઉશ્કેરાઇ ગયાં હતાં અને સીધા...
  February 17, 04:20 AM