Home >> Madhya Gujarat >> Anand District >> Petlad
 • પેટલાદપાલિકામાં મંગળવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ભાજપના વિપક્ષ નેતા દીપાલી બેન શાહે 22 સભ્યોની બહુમતીથી અધ્યક્ષ સ્થાન લેતાજ વિટો પાવરનો ઉપીયોગ કારીને બોર્ડને મુલતવી રાખી હતી. અગાઉ 3જી મેના રોજ હાઇકોર્ટમાં મુદત હોઈ સાત દિવસની અંદર ફરી એજન્ડા બહાર પાડી બોર્ડ મીટીંગ બોલાવવા જણાવ્યું હતું. જેની સત્તા ઉપ પ્રમુખ પાસે તા. 29 સુધી છે જેનો ઉપયોગ કરતા સત્તાધારી કોંગ્રેસ પક્ષના ઉપ પ્રમુખ ઇમદાદ અલી બાપુ બરાબર સાત દિવસનો સમય જોઈને 3જી મેના બોર્ડ બેઠક બોલાવીને પાલિકાના રાજકારણમાં ભારે ગરમાવો...
  39 mins ago
 • પાલિકામાં ધમાલ સાથે સભા મૌકૂફ
  પેટલાદ પાલિકામાં કોંગ્રેસ પાસેથી પદ ગયું, હવે સત્તા? હવેની સભામાં ભાજપે સત્તા માટે બહુમત સાબિત કરવો પડશે એજન્ડા મળ્યા બાદ ફરી સભા મળશે પેટલાદપાલિકામાં મંગળવારના રોજ યોજાયેલી સામાન્ય સભા ઐતિહાસિક રહી હતી. સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામેની દરખાસ્ત લેવાની હોવાથી અધ્યક્ષ પદે કોણ બેસે ? તે બાબતે ભારે તૂતૂ મેંમેં થઇ હતી. જોકે, મામલે પણ વિપક્ષ ફાવી ગયું હતું. વિપક્ષે બહુમતી સાબિત કરતાં ધમાલના અડધા કલાક બાદ વિપક્ષ નેતા અધ્યક્ષપદે બેઠાં હતાં અને બેઠતાં વેંત સભા મોકૂફ રાખવા નિર્ણય લીધો હતો....
  April 26, 03:10 AM
 • પેટલાદનગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત અંગે મંગળવારના રોજ બેઠક યોજાવાની છે. ત્યારે પેટલાદના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે. ગત 31મી માર્ચના રોજ ભાજપે પ્રમુખ-ઉપપ્રમુખના અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ પોતાની સત્તા જાળવવા માટે 24 સભ્યોની સંખ્યાબળ કરવા માટે એટીચોટીનું જોર લગાવી રહ્યા છે. બંને પક્ષોની આબરૂ દાવ પર છે ત્યારે સોમવારના રોજ વિપક્ષના નેતાઓએ હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન દાખલ કરતાં રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે....
  April 25, 03:50 AM
 • પેટલાદજીઆઇડીસીમાં રઘુવીર ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના માલિક જયંતીભાઇ કાનજીભાઇ પટેલે દેનાબેંકમાંથી 65 લાખની કેશ ક્રેડિટ લોન તથા 45.5 લાખની ટર્મ લોન બે પ્લોટ અને મકાન ઉપર લોન લીધી હતી. ત્યારબાદ સમયસર લોન ભરપાઇ કરી હતી.જેથી બેંકે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેથી કલેકટરે પેટલાદ મામલતદારને બેંકને નાંણા વસુલાત માટે મદદરૂપ થવા જણાવ્યું હતું. જેથી દેનાબેંકના અધિકારીઓએ મામલતદાર તથા પોલીસની મદદથી જયંતિ પટેલની જીઆઇડીસીની મિલકતો તથા મકાનને સીલ કરી તેનો કબજો લીધો હતો.
  April 21, 02:50 AM
 • પેટલાદનગરપાલિકામાં સત્તાનો તાજ મેળવવા માટે કોંગ્રેસ અને વિપક્ષ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ભારે ખેંચતાણ ચાલી રહી હતી. 30 દિવસ અગાઉ પાલિકાના પ્રમુખ સામે ભાજપ તથા અપક્ષ ઉમેદવારોએ ભેગા મળીને અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી. તેને લઇને વિધાનસભાની ચૂંટણી અગાઉ પાલિકાનું રાજકારણ ગરમાતાં ધારાસભ્ય નિરંજનભાઈ પટેલની છબી ખરડાઇ હતી. અવિશ્વાસની દરખાસ્ત નીચે ઘણો સમય થયો છતાં પાલિકા પ્રમુખે સામાન્ય સભા બોલાવતાં ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે ઉપપ્રમુખને 15 દિવસમાં સામાન્ય સભા બોલાવાની તાકીદ કરી હતી. તેથી...
  April 19, 05:35 AM
 • પેટલાદ |પેટલાદ શહેર યુવા મોરચા ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત
  પેટલાદ |પેટલાદ શહેર યુવા મોરચા ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત પેટલાદ શહેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પટાંગણમાં સફાઇ કાર્યક્રમ યોજીને સ્વહસ્તે સફાઇ કરવામાં આવી હતી. જેમાં પેટલાદ શેર યુવામોરચા પ્રમુખ જય ભરત પટેલ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પરીખ, ધર્મેન્દ્ર પટેલ ભાવિન પટેલ, દિપાલીબેન શાહ, નયનાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપ સંગઠન હોદ્દેદારો હાજર રહીને સ્વચ્છતા અભિયાન પાર પાડ્યું હતું. શહેર યુવા મોરચા ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન
  April 18, 02:50 AM
 • પેટલાદ |પેટલાદ યુનિટ દ્વારા કોમી એકતાના પ્રતિકરૂપ અર્જુન શાહ બાવાનો ઉ.ર્સ 805 પ્રસંગે, દરગાહ પર જઇ બાબાને ચાદર પેશ કરી હતી. પ્રસંગે આપ પેટલાદના મુસ્લિમ કાર્યક્રતા/હોદ્દેદારો સાથે હિન્દુ કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી, કોમી એકતાનો પરચો બતાવ્યો હતો. પ્રસંગે જિલ્લા આગેવાન રાવજીભાઈ, ભાવેશ ઉપાધ્યાય, પેટલાદ પ્રમુખ ઠાકોરભાઈ, શહેર પ્રમુખ જલાલભાઈ હાજર હતા. આમ આદમી પાર્ટીએ દ્વારા દરગાહ પર ચાદર પેશ કરી
  April 18, 02:50 AM
 • પેટલાદશહેરમાં ખોડિયાર માતા ભાગોળમાં રહેતા દીપકભાઈ પ્રજાપતિની પત્ની મીનાબહેન પ્રજાપતિ (ઉ.વ.32) સવારે ઘરમાં દિવાબત્તી કરતાં હતાં. તે સમયે અચાનક ભડકો થતાં મીનાબહેન પણ આગની લપેટમાં આવી ગયાં હતાં. તેમની બુમાબુમથી તેમના પતિ દિપકભાઈ દોડી આવ્યાં હતાં અને આગ બુઝાવી દીધી હતી. જોકે, તે પહેલા મીનાબહેન ગંભીર રીતે દાઝી ગયાં હતાં. આથી, તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
  April 17, 08:25 AM
 • પેટલાદ | ચૈત્રીપુનમ હનુમાન જયંતિ નિમિત્તે પેટલાદ શહેર સ્થિત અતિ પૌરાણિક હનુમાનજીના મંદિરે વિશ્વ કલ્યાણ અર્થે દિવ્ય મારુતિ યાગ કરવામાં આવ્યો હતો. પ્રસંગે સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટીયુ હતું. જેમાં સુંદરકાંડ તથા ભજન થકી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. યજ્ઞમાં મહાબલી યુવક મંડળના સેવકો પણ હાજર રહ્યાં હતાં
  April 17, 08:25 AM
 • પેટલાદનાઅતિ પૌરાણિક અર્જુનશાહ બાબા(ર.અ)નો 805માં ઉર્સ પ્રસંગે મુરાદ શહિદ બાબાની દરગાહ ખાતેથી શાનો શોકતથી અંદ શરીફની પેશગીનો જુલુશ નિશાનોની ગાદી તથા મિલાદ કમિટીના સથવારે પેટલાદના રાજમાર્ગો પર ફર્યા બાદ શુક્રવારના રોજ સંદલ પેશગી કરાઇ હતી. વર્ષો જૂની પરંપરા મુજબ ધોબી સમાજના લોકો દ્વારા સંદલને ઘસીને તેમના અત્તર ગુલાબ જળ ઘસીને ખુસબૂદાર બનાવી દરગાહ પર પેશ કરવામાં આવી હતી. જેનો લાભ મોટી સંખ્યામા બાબાના અકિમંદોએ લીધો હતો.
  April 15, 02:10 AM
 • પેટલાદ |પેટલાદના પંડોળી ગામે આવેલું રેલવે સ્ટેશનને પાંચ વર્ષ પહેલા દોઢ કરોડના ખર્ચે અદ્યતન બનાવવામાં આવ્યું હતું. યોગ્ય માવજત થતાં ટુંકા ગાળામાં ખંડેર હાલતમાં ફેરવાઇ ગયું છે. સંદર્ભે ગામના સરપંચ સહિત આગેવાનોએ તાત્કાલિક રીપેરીંગ તથા પીવાના પાણી માટે વ્યવસ્થા કરવી જરૂરી બન્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર, પેટલાદ તાલુકાના પંડોળી ગામના રેલવે સ્ટેશનમાં પાયાની સુવિધા હોવાથી અપડાઉન કરતાં હજારો મુસાફરો હાલાકી ભોેગવી રહ્યા છે. પંડોળીના રેલવે સ્ટેશનની સુવિધા ઊભી કરવા માગ
  April 15, 02:10 AM
 • પેટલાદ | ધાર્મિકસ્થળો શ્રધ્દ્વા અને એકતાના પ્રતિસ સમા પેટલાદના પીર ઉર્જુનશા બાબા (રેહ.અ)ની પંથકમાં ભારે બોલબાલા છે.તેમના 805માં ઉર્સ પ્રસંગે ચાર દિવસીય ઉજવણીનો આરંભ થયો છે.સંદલ જુલુસ પીર મુશદશાહ બાબા રહે.અની દરગાહે નીકળી સલાતો સલામ સાથે ગલેફ મુબારક સહિતના રાજમાર્ગો પર ફરી સાંજે દરગાહે પહોંચી હતી.જેમાં હજારો ચાહકોએ લાભ લીધો હતો. શુક્રવારને તા 14-4-17ના રોજ વહેલી સવારે 4-00 કલાકે હજારો અકીદત મંદોની ઉપસ્થિતિમાં સંદલ મુબારક પેશ કરાશે. પેટલાદ પીર ઉર્જુનશાહ બાબાના ઉર્સનો પ્રારંભ થયો
  April 14, 02:55 AM
 • બોરસદમાં દારૂના નાશ કરવા ટાણે બોટલ સરકાવી લેતાં DySP ભડક્યાં
  4 મથકના 36 લાખના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું પેટલાદડિવિઝનમાં આવતાં ચાર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનામાં પકડાયેલાં 36 લાખ ઉપરાંતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જોકે, દારૂના નાશ કરતા સમયે કેટલાંક પોલીસ કર્મચારીએ દારૂની બોટલ કાઢી લેતાં ડીવાયએસપી ભડક્યાં હતાં અને બોટલનો નાશ કરાવ્યો હતો. બોરસદ શહેર, બોરસદ ગ્રામ્ય, ભાદરણ, આંકલાવ પોલીસ દ્વારા પકડી પાડેલા વિદેશી દારૂનો નાશ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત બુધવારના રોજ બોરસદ તારાપુર ધોરી માર્ગ પર 36 લાખના વિદેશી દારૂ પર...
  April 13, 06:05 AM
 • પેટલાદપાલિકાના સભાખંડમાં સેવા સેતુ કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં અલગ અલગ મળી કુલ 25 વિભાગીય યોજના હેઠળ રેશનકાર્ડ લાગતા પ્રશ્નો 43, જાતિ પ્રમાણપત્ર 7, મેડિસિન સારવાર 15, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના 5, વૃદ્ધ નિરાધાર સહાય 1, પ્રોપર્ટી ટેક્ષ 7, જન્મ મરણ પ્રમાણપત્ર 40, આવકના દાખલા 38, સોગદનામા 3 સહિત 210 લાભાર્થીઓની અરજીનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
  April 13, 06:05 AM
 • પેટલાદ |પેટલાદમાં દશા દિશાવળ જ્ઞાતિની વાડીમાં પૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન
  પેટલાદ |પેટલાદમાં દશા દિશાવળ જ્ઞાતિની વાડીમાં પૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન યોજાયું હતું. આશરે 35 વર્ષ બાદ 100 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓને સ્નેહ મિલન સમારંભ ગુરૂજીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. વર્ષો બાદ મળેલ વિદ્યાર્થીઓ પૈકી આજે કોઇ ઉચ્ચ હોદ્દો ધરાવે છે, તો કોઇ ડોકટર કે એન્જિનિયર પણ છે. સોમવારે મળેલ સ્નેહ મિલન સમારંભમાં રાજ્યના ખૂણેખૂણેથી પૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. પેટલાદ શહેરમાં પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું
  April 13, 06:05 AM
 • ભારતીયજનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજીત “સ્વચ્છતા અભિયાન અંતર્ગત પેટલાદ શહેર યુવા મોરચા દ્વારા “સ્વચ્છતા અભિયાન’નો કાર્યક્રમ યોજાયો હતો. પેટલાદ શહેરની સરકારી હોસ્પિટલ કમ્પાઉન્ડ ખાતે સ્વચ્છતા કાર્યક્રમ જય પટેલ ( યુવા મોરચા પ્રમુખ ) તથા ધર્મેન્દ્ર પટેલ (જિલ્લા યુવા મોરચા મંત્રી ) દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પરીખ, મહામંત્રી રુચિતભાઈ સહિતના જોડાયા હતા.
  April 11, 03:10 AM
 • ખંભાત પેટલાદ માર્ગ પર ઝાડ તૂટી પડ્યું, અકસ્માત થતાં બચ્યો
  સ્કૂલબસ અને એસટી બસનો બચાવ, ચાલકની સતર્કતાથી જાનહાનિ ટળી ચરોતરનાછેવાડાના પેટલાદ ખંભાત માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી વૃક્ષો જમીન દોસ્ત થવાની ઘટના વધી રહી છે, જેને કારણે ટ્રાફિક જામ ઉપરાંત ઘણી વખત વાહનો પર વૃક્ષ પડતાં અકસ્માત પણ થઇ રહ્યાં છે. આવો એક અકસ્માત ગુરૂવારના રોજ સહેજમાં થતો રહી ગયો હતો. તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર રોડ ઉપર નમી ગયેલ તેમજ જર્જરીત વૃક્ષોનો નિકાલ કરતી નથી. પેટલાદ ખંભાત માર્ગ પર નામી પડેલું વૃક્ષ એકાએક ધરાશયી થતાં એસ.ટી બસમાં સવાર મુસાફરો માંડ બચ્યા હતા. બીજી...
  April 10, 04:05 AM
 • બોરીઆવી | બોરીયાવી કેળવણી મંડળ સંચાલિત સરદાર પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા વિશ્વ આરોગ્યની ઉજવણી ભાગરૂપે એસ.એસ. હોસ્પિટલ પેટલાદના સહયાગથી આરોગ્ય જાગૃતિ સપ્તાહ અંતર્ગત હેલ્થ એવરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના આચાર્ય ઠાકોરભાઈ પટેલ, એસ.એસ.હોસ્પિટલના ડો. પારૂલબેન વસાવા, નયનભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ માનસિક સ્વાસ્થ્ય એટલે શું તે વિષય પર પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. બોરીઆવી ગામે હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
  April 8, 02:10 AM
 • નડિયાદ : નડિયાદપેટલાદ ફાટક નજીક શુક્રવારે સાંજે ઇન્ટરસીટી ટ્ર્ેનની અડફેટમાં 55 વર્ષની એક અજાણી મહિલા આવી જતાં તેણીને શરીરે ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર મૃત્યુ નીપજયું હતું.આ અંગેની જાણ થતાં નડિયાદ રેલવે પોલીસ સ્થળ પર પહોંચીને મહિલાનો મૃતદેહ કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે નડિયાદ સિવિલમાં મોકલી આપી હતી. મૃતકે પીળા કલરની સાડી અને પીળા કલરનો બ્લાઉઝ રહેલો હતો. રેલવે પોલીસે ગુનો નોંધીને મૃતકના વાલી વારસોની શોધખોળ આરંભી હતી.
  April 8, 02:10 AM
 • પેટલાદશહેર પોલીસે બાતમીના આધારે દેવાકુવા વિસ્તારમાં ગુરૂવારના રોજ બપોરે રેડ પાડીને એક મકાનમાં પતાપાનાનો જુગાર રમતાં 11 જુગારીઓને ઝડપી પાડયા હતાં.તેમની સામે ગુનો દાખલ કરીને તપાસ હાથધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પેટલાદ શહેર પોલીસને બાતમી મળી હતી કે દેવાકુવા ફળિયામાં રહેતા સ્લીમદિન અજિમુદિન શેખ પોતાના મકાનમાં અંગત ફાયદા સારું પત્તાપાનાનો જુગાર રમાડી રહ્યાં છે. તે બાતમીના આધારે પોલીસે ગુરૂવાર બપોરે સ્લીમુદિન શેખની મકાનમાં રેડ પાડી હતી,જુગાર રમતાં11 શખ્સોને ઝડપી પાડયા...
  April 8, 02:10 AM