Home >> Madhya Gujarat >> Anand District >> Borsad
 • બોરસદ નગરપાલિકાએ ઘટના બન્યા બાદ કાર્યવાહીના નામે તાત્કાલિક હોટલના સત્તાધીશોને નોટિસ પાઠવી હતી. નોટિસમાં તેમણે ખાળકુવા પાસે તારની ફેન્સીંગ અને લાઈટની વ્યવસ્થા 24 કલાકમાં કરવાની રહેશે તેમજ તે જગ્યાએ પાકો સ્લેબ ભરીને ખાળકુવો બંધ કરવાનો રહેશે તેમ જણાવ્યું છે. જો નોટિસનું પાલન નહીં કરવામાં આવે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
  May 27, 02:55 AM
 • બોરસદનગરપાલિકાના સામાન્ય સભા પ્રમુખ અંજનાબેન પટેલના અધ્યક્ષસ્થાને અને ઉપ પ્રમુખ યુસુફબેગ મીરઝા તથા ચીફ ઓફિસર હિરલબેન ઠાકરની ઉપસ્થિતિમાં પાલિકા સભાખંડમાં યોજાઇ હતી.જેમાં એજન્ડાના 4 કામો અને વધારાના 17 એમ કુલ 21 કામો મંજૂર કરવામાં આવ્યા હતાં.આ સભામાં 28 સભ્યો હાજર રહ્યાં હતા અને 8 સભ્યો ગેરહાજર રહ્યાં હતાં સભામાં બોરસદ શહેરમાં 12 જેટલા ભાડુઆતોને ભાડા પટ્ટા રીન્યુ કરી 50 ટકા ભાડા વધારા બાબત,બીપીએલ યાદીમાં ખોટા લોકોનો સમાવેશ હોવાથી યાદીનંુ રી સર્વે કરી નવી યાદી બનાવવા ,પાલિકાને મળેલ 56.91લાખની...
  May 26, 02:45 AM
 • બોરસદમાં ગેરકાયદે દિવાલ સહિતના દબાણો દૂર કરાયા
  બોરસદમાંભોભાફળી વિસ્તારમાં જૂની દૂધની ડેરી પાસે બે ફળિયા વચ્ચે ગેરકાયદે બનાવેલી દિવાલ સહિત આસપાસના મકાનો આગળ કરાયેલા દબાણો પાલિકા દ્વારા દૂર કરાયા છે. પાલિકા દ્વારા નોટિસ અપાઇ હોવા છતાં દબાણકર્તા દ્વારા દબાણ દૂર ના કરાતાં પાલિકાએ કડક કાર્યવાહી કરી હતી. બોરસદમાં ભોભાફળી વિસ્તારમાં જૂની દૂધની ડેરી પાસે કરાયેલા દબાણો વિશે જાગૃત નાગરીક દ્વારા પાલિકામાં રજૂઆત કરાઇ હતી. જેના પગલે પાલિકા દ્વારા દબાણકર્તાઅોને નોટિસ અપાઇ હતી. છતાં દબાણકર્તાઓ દ્વારા દબાણ દૂર નહીં કરાતા ગુરુવારે પાલિકાના...
  May 26, 02:45 AM
 • બોરસદ| બોચાસણગામે આવેલ બીએપીએસ સંસ્થાના પ્રથમ શિખરબદ્ધ મંદિરનો 110મો પાટોત્સવ રવિવારે ઉજવવામાં આવ્યો હતો. જેમાં ભક્તિપ્રિય સ્વામી (મુંબઇ)ના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સવારે 8 કલાકે પંચામૃત અભિષેકવિધિ સવારે 8.30 કલાકે, મહાપૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ સત્સંગ સભા યોજાઇ હતી. જેમાં સંતોએ આર્શિવચન પાઠવ્યા હતા. બીએપીએસ મંદિરનો 110મો પાટોત્સવ ઉજવાયો
  May 24, 02:25 AM
 • બોરસદ તાલુકાના ભાદરણ ગામે દરવાજા ભાગોળ વિસ્તારમાં મંગળવાર સવારે એક
  બોરસદ તાલુકાના ભાદરણ ગામે દરવાજા ભાગોળ વિસ્તારમાં મંગળવાર સવારે એક રખડતો આખલો ખાડામાં પડી ગયો હતો. જેને બહાર કાઢવા સ્થાનિક લોકો અને પંચાયતના સ્ટાફે મહામહેનત કરી હતી. આમ છતાં તે બહાર નીકળતાં જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. આથી તંત્રે હાશકારો અનુુભવ્યો હતો. ભાદરણમાં ખાડામાં પડેલાં આખલાને JCBની મદદથી બચાવાયો
  May 24, 02:25 AM
 • રોડ પર લટકી રહેલી ડાળીથી અકસ્માતનો ભય
  સુંદરણાથી ગોરેલ રોડ પર જોખમી વૃક્ષ દુર કરવા માગ બોરસદતાલુકાના સુંદરણા ચોકડીથી ગોરેલ તરફ જતાં રોડ પર છેલ્લા કેટલાય સમયથી એક બાવળનું વૃક્ષ નમી પડ્યું છે. રોડથી માત્ર 5 થી 6 ફૂટ ઉંચે ઝાડની ડાળીઓ લટકી રહી છે. તેના કારણે રાત્રિના સમયે અકસ્માતની સંભાવનાઓ વધી ગઇ છે. ત્યારે તાત્કાલિક વૃક્ષ દુર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુંદરણા ચોકડીથી ગોરેલ માર્ગ પર ભારેલ ગામની સીમમાં એક બાવળનું વૃક્ષ નમી પડ્યું છે. તે વાતને ઘણો સમય થઇ ગયો છે. અંગે પંચાયતને રજુઆત કરવા છતાં રોડ પરથી...
  May 23, 02:10 AM
 • આંકલાવખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઉપક્રમે આંકલાવ, બોરસદના યુવાનોને માર્ગદર્શન મળે તે હેતુથી આંકલાવના મધુસુદન હોલમાં બુધવારે બપોરે 12 વાગ્યે કારકિર્દી, શૈક્ષણિક અને માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. આંકલાવ ધારાસભ્ય અમિત ચાવડાના જણાવ્યાનુસાર શિબિરમાં ધો.10 અને ધો.12 પછીના અભ્યાસક્રમો અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન તેમજ ધંધાકીય અને વ્યવસાયલક્ષી માર્ગદર્શન અપાશે.
  May 23, 02:10 AM
 • બોરસદ | ઉનાળાની કાળઝાળ ગરમી ઘડી રહી છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગરમીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા બોરસદ શહેર દ્વારા વિના મૂલ્યે ઠંડા લીંબુ પાણીનું વિતરણ કરવામા આવ્યંુ હતું. પ્રસંગે બોરસદ શહેર સંગઠન પ્રમુખ કૌશિક પટેલ, મહામંત્રી શૈલેષ શાહ, દિપક પટેલ યુવા પ્રમુખ કોકો રાવ, મહામંત્રી તુષાર પટેલ, માજી પ્રમુખ દુષ્યંત (ડીસી) પટેલ તેમજ કાર્યકર્તા જનક પટેલ, હરદીપ પઢીયાર, સ્મિત સુખડીઆ, અંકિત શાહ, સુનિલ પટેલ, નિલકંઠ પટેલ, બુલંદ પટેલ, ધ્રુવિન પટેલ ઉપસ્થિત રહ્યા...
  May 22, 04:50 AM
 • એન્જીિનયર સાથે મળી ડ્રેનેજના ટેન્ડર પ્રક્રિયામાં ભારે ગોલમાલ કરી હોવાનો આક્ષેપ કરાયો બોરસદપાલિકા દ્વારા ગત તા 24-05-2016ના રોજ ડ્રેનેજ વિભાગની કુંડીઓ તથા મેઇનહોલ બનાવવા અને ડ્રેનેજ લાઇન રીપેર કરવા માટે વાર્ષિક કોન્ટ્રાકટ આપવા માટે અખબારમાં જાહેરાત આપી મંગાવવામાં આવ્યા હતાં. જેમાં વોર્ડ નં-5ના અપક્ષ કાઉન્સિલર શાહીનશા મહેબુબશા દિવાને જે તે સમયના પાલિકાના એન્જીનિયર સાથી મળી જઇને પિતા એમ.જી.દિવાનના નામે ટેન્ડર ભર્યુ હતું.ત્યારબાદ મંગાવેલ ટેન્ડર તા 13-05-2016ના રોજ ખોલવામાં આવ્યા હતાં જેમાં ચાર...
  May 19, 02:10 AM
 • બોરસદ | સીસ્વાપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સારોલ સ્વામિનારાયણ મંદિર ખાતે ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં એમપીએચડબલ્યુ તથા આશા વર્કર બહેનોને ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકનગુનિયા જેના પાણી જન્ય રોગો વિશે માહિતી મેડિકલ ઓફિસરે આપી હતી.જેનો લાભ ગ્રામજનોએ મોટી સંખ્યા લીધો હતો. બોરસદના સારોલમાં ડેન્ગ્યુ દિનની ઉજવણી કરાઇ
  May 19, 02:10 AM
 • અલારસાનારાજેશભાઇ પટેલે ભાણા સાગરને અમેરિકા મોકલવા માટે ત્રણ વર્ષ અગાઉ એજન્ટ મનીષ તથા ભગાને 10 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ તબક્કાવાર બંને એજન્ટો નાણાં પડાવતા હતા. તેમ છતાં ત્રણ વર્ષથી સાગર અમેરિકા પહોંચ્યો નથી. તેને જુદા જુદા ટાપુ પર ફેરવવામાં આવી રહ્યો છે. બીજી બાજુ એજન્ટો રાજેશભાઈ પાસે સાગર અમેરિકા પહોંચાડવા માટેના નાણાં સતત માંગી રહ્યા છે. જેથી રાજેશભાઈ વ્યાજે નાણાં લઇ તેઓને ચુકવતા હતા. અને વ્યાજ આપનાર શખસો ઉઘરાણી કરી રહ્યા હતા. તેથી કંટાળીને શનિવારે તેઓએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં...
  May 15, 02:10 AM
 • બોરસદતાલુકાના અલારસા ગામે તાજેતરમાં યોજાયેલ ગ્રામપંચાયતની ચૂંટણીમાં વોર્ડ નં.12ના એક સભ્યએ ત્રણ બાળકો હોવા છતાં ઉમેદવારીપત્રમાં બે બાળક હોવાનું દર્શાવી ચૂંટણી લડ્યા હતા. ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. જે અંગે એક અરજી આવી હતી. તેના આધારે તમામ દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ બોરસદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીએ તેઓને સભ્યપદેથી ગેરલાયક ઠેરવ્યા છે. બોરસદના અલારસા ગામે તાજેતરમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ગામના વોર્ડ નં.12માં અરવિંદભાઈ પ્રભાતભાઈ સોલંકીએ ઉમેદવારીપત્ર ભર્યુ...
  May 13, 02:15 AM
 • પાદરા-બોરસદરોડ પર ગંભીરા પુલ નજીક ટ્રક ચાલક ઓવરટેક કરવા જતા સામેથી આવતા મોટર સાઇકલને અડફેટમાં લેતાં પાદરા તાલુકાના ઉમરાયા ગામના એકજ કુટૂંબના જયદીપભાઇ પુનમભાઇ સિંધા, અલ્પેશ ધીરવતસિંહ સિંધા અને બે વર્ષનો રાહુલ જયદીપ સિંધા ત્રણેયના મોત નિપજ્યાં હતાં. અાંકલાવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત કરનાર ટ્રક ચાલકને પકડી જેલભેગો કર્યો હતો.
  May 8, 03:50 AM
 • બોરસદના સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારો રઝળ્યાં
  બોરસદશહેરમાં બુધવારના રોજ યોજાયેલાં સેવા સેતુ કાર્યક્રમમાં ફોટાના મુદ્દે અરજદારોને ભારે રઝળપાટ કરવો પડ્યો હતો. બોરસદ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં એટીવીટી વિભાગમાં કોમ્પ્યુટર રાખવામાં આવ્યું હોવાથી અવ્યવસ્થા સર્જાઈ હતી. અરજદારો આવકના દાખલા માટે સવારથી આવી ગયા હતા અને તમામ કામગીરી પતાવી મામલતદારની સહી મેળવી ફોટો પડાવવા જતા ત્યાં હાજર કર્મીઓએ અરજદારોને મામલતદાર કચેરીમાં ફોટો પડાવવા જવાનું કહ્યું હતું. જેને લઇ અવ્યવસ્થા સર્જાઇ હતી. અરજદારોને પૈસા ખર્ચી મામલતદાર કચેરીમાં ફોટો પડાવવા...
  May 5, 02:10 AM
 • બોરસદ | બોરસદ-ધર્મજરોડ પર બુધવાર રાત્રે વેદાન્ત હોટલ પાસે ખેતરમાંથી એક ટ્રકચાલકનું મૃતદેહ મળ્યો હતો. જ્યારે તેની સોયાબીન ભરેલી ટ્રક રોડ સાઇડમાં પડેલી હતી. ટ્રકની કેબીનમાં રોકડા રૂ.50 હજાર યથાવત િસ્થતિમાં મળ્યા હતા. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ યુપીના અને હાલ સુરત રહેતાં તીતલાપ્રસાદ યાદવ અને દિકરો આલોક ગાંધીધામ લક્ષ્મી ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. બુધવાર રાત્રે તીતલાપ્રસાદ યાદવ ટ્રકમાં સોયાબીન તેલનો જથ્થો ભરીને સુરતથી રવાના થયા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું.
  May 5, 02:10 AM
 • બોરસદની વાસદ ચોકડીએ કારમાંથી વિદેશી દારૂ ઝબ્બે
  બોરસદપોલીસે વાસદ ચોકડી પાસે રોકેલી કારની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જે સંદર્ભે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, બોરસદની વાસદ ચોકડી પર વાસદ તરફથી આવી રહેલી કારને બાતમીના આધારે પોલીસે પકડી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારનો કબ્જો લઇ પોલીસ મથકે લાવવામાં આવી હતી. જેમાંથી 144 બોટલો મળી આવી હતી. જેની કિંમત 57,600 રૂપિયા અને કાર સાથે મુદ્દામાલની કિંમત એક લાખ 37 હજાર રૂપિયા થઇ હતી પોલીસએ એક વ્યક્તિની ધરપકડ કરી છે. કારને...
  May 4, 02:20 AM
 • ધરોહરની ઉપેક્ષા | સફાઇ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરાતા આખરે ચીફ ઓફિસરે સ્વચ્છતા માટેની આગેવાની લીધી
  બોરસદનીઐતિહાસિક અને એક સમયે મામલતદાર કચેરી બનાવવા પાછળ જે વાવની દુહાઇ આપી રાજકીય અખાડો બનાવી દીધી હતી, વાવનું પુરાતત્વ વિભાગે રંગરોગાન કર્યું હતું. પરંતુ સફાઇ કરતાં સ્થિતિ જૈસે થે હતી. બાબતે કેટલાક સ્થાનિક વેપારીઓએ ચીફ ઓફિસરને રજુઆત કરતાં તેઓએ સોમવારના રોજ જાતે ટીમ બનાવી સફાઇ હાથ ધરી હતી. બોરસદ શહેરના ઇતિહાસની ધરોહર બનેલી નગરપાલિકા નજીક આવેલી વાવને રાષ્ટ્રીય મહત્વનાં સ્થળ તરીકે જાહેર કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા અહીં નજીકમાં મામલતદાર કચેરી બનાવવાની જાહેરાત થતાં તે પ્રકાશમાં...
  May 2, 02:30 AM
 • બોરસદ |ચોવીસ ગામ કેળવણી મંડળ સંચાલિત ધી એક્સેલન્ટ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ વહેરામાં કેરિયર ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધો.10, 11, 12ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રસંગે ચોવીસ ગામ કેળવણી મંડળના માનદ મંત્રી વિઠ્ઠલભાઈ કે. પટેલ હાજર રહ્યાં હતાં. સંસ્થાના ડિરેક્ટર ડો. દિવ્યેશ વ્યાસ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડો. હિતેશભાઈ રાવલ, પ્રો. પાર્થેશ મનકોડી, પ્રો. હસમુખ પટેલ, પ્રો. મયુર પટેલ વિગેરે હાજર રહ્યાં હતાં. બોરસદના વહેરામાં...
  April 29, 03:00 AM
 • નડિયાદ | બોરસદ તાલુકાના નાપાવાટા ગામે આવેલા પીરે તરીકત સૈયદ મહંમદ હુશેન ઉર્ફે સરવર શાહના મજાર શરીફ પર હજરત પીરે તરીકત હાજી જહુર અહેમદ ઉર્ફે મસ્તાનશાહ સરવરી કાદરી તેમજ પીરે તરીકત શકિલ અહેમદની અધ્યક્ષતામાં ભવ્ય ઝુલુસ અને સંદલ શરીફનો કાયૃક્રમ રાખવામાં આવ્યો છે. તા. 26મીના રોજ બુધવારે સાંજે 6:00 કલાકે કાર્યક્રમ યોજાશે. જેનો લાભ લેવા માટે સર્વે મુસ્લિમ બિરાદરોએ જણાવ્યું છે. નાપાવાટામાં આજે સંદલ શરિફનો કાર્યક્રમ યોજાશે
  April 26, 02:20 AM
 • બોરસદપાલિકામાં કાઉન્સિલરો વચ્ચે કમિટી સભ્યપદે રાજીનામા આપવાની હોડ ચાલી છે. છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ કાઉન્સિલરોએ કમિટીના સભ્યપદેથી રાજીનામા આપી દેતાં પાલિકાના રાજકારણ ગરમાયું છે. બોરસદ પાલિકામાં કાઉન્સિલર હિદાયતખાન શરીફખાન પઠાણે મંગળવારના રોજ ચાર કમિટીના સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. તેઓએ આઇડીએસએમટી, એસજેએસઆરવાય, ગુમાસ્તાધારા અને ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. અગાઉ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ અને નઇનબીબી પઠાણે પણ રાજીનામા આપ્યા હતા. હજુ પણ વધુ રાજીનામા પડે...
  April 26, 02:20 AM