Home >> Madhya Gujarat >> Anand District >> Anklav
 • આંકલાવતાલુકાના મુંજકુવા ગામે આવેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની સરકારી દુકાનમાંથી બોગસ રેશનકાર્ડ અને ત્યાર બાદ ઘઉંનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ પકડાયું હોવા છતાં પગલાં પુરવઠા વિભાગ દ્વારા પગલાં ભરાતાં મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. આંકલાવ તાલુકા પંચાયતના સભ્ય ડાહ્યાભાઈ હરમાનભાઈ પઢિયાર મુંજકુવા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદ કરી હતી. ભંડારમાંથી 100 બોગસ રેશનકાર્ડ મળ્યા હતા.
  March 24, 03:40 AM
 • આંકલાવતાલુકા પંચાયતમાં શનિવારે બજેટ મંજુર કરાયું હતું. કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં પ્રમુખ મોડા આવતાં ભાજપના વિપક્ષના તમામ સભ્યોએ વોક આઉટ કર્યું હતું. જેથી વિપક્ષની ગેરહાજરીમાં બજેટ મંજુર કરાયું હતું. અંગે વિપક્ષ નેતા રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમને ત્રણ વાગે બજેટની બેઠકમાં આવવા માટે લેખીતમાં જાણ કરવામાં આવી હતી. જેથી અમારા તમામ સભ્યો સમયસર હાજર થઇ ગયાં હતાં. જેમાં 3-30 વાગ્યા થવા છતાં પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી આવ્યાં નહતાં. જ્યારે નાયબ ટીડીઓએ આવીને હજુ અડધો કલાક રાહ જોવા...
  March 19, 02:40 AM
 • આંકલાવ નગરપાલિકાના પાલિકા હસ્તક તમામ મિલકતોનો છેલ્લા કેટલાય સમયથી વેરો ભરતા હોવાથી એક કરોડથી પણ વધુ વેરો બાકી પડે છે.જેથી 700 મિલકતધારકોની નોટીસ બજાવવામાં આવી છે.વેરો ભરનાર મિલકતધારકોની મિલકતનો 15 માર્ચથી પાલિકા સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આંકલાવ શહેરમાં મકાન,ગોડાઉન,કોમ્પલેક્ષ અને અન્ય મિલકત ધરાવતાં મિલકતધારકો ઘણા સમયથી પાલિકાનો વેરો ભરતા નથી.જેથી પાલિકાની આર્થિક સ્થિતિ નબળી થઇ ગઇ છે.તેને ધ્યાનમાં લઇ ચીફ ઓફિસર બાબરભાઇ વસાવાએ 700 નોટીસ મિલકતધારકોને બજાવી છે.તેમ છતાં પણ...
  March 11, 02:05 AM
 • આંકલાવમાં ઘરેલુ હિંસા અંગે મહિલાઓને માહિતી અપાઇ
  આંકલાવમાંઇન્ટરનેશનલ વુમન ડેની ઉજવણી નિમિત્તે તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા કાનુની શિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં આંકલાવ તાલુકાના સીડીપીઓ પારુલ ડી. વ્યાસ, આંકલાવ બાર એસોસીએશનના ઉપપ્રમુખ સ્નેહાબેન પટેલ, સેક્રેટરી એમ.જી. ઠક્કર, એડવોકેટ જે.સી. તળપદા, આર.ડી. સોલંકી, એસ.આર. પરમાર તથા આંગણવાડીના મહિલા કર્મચારીઓ તથા અન્ય મહિલાઓ મળી આશરે 150થી 200 જેટલી સ્ત્રીઓ હાજર રહી હતી. પ્રસંગે તાલુકા કાનુની સેવા સમિતિના સેક્રેટરી જે.એન. કણઝરીયાએ ભરણપોષણનો કાયદો, ઘરેલું હિંસાખોરીથી સ્ત્રીનાં રક્ષણ...
  March 11, 02:05 AM
 • મોલેસલામ ગરાસિયા સમાજની સ્થિતિ જાણવા સર્વે કરાશે
  આંકલાવતાલુકાના ઉમેટા ગામે ગુજરાત મોલેસલામ ગરાસિયા સમાજનું સમેલન યોજાયું હતું. જેમાં શિક્ષણ, રાજકીય, આર્થિક, સામાજિક અને સંગીન બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સમાજના આગેવાનોએ દરેક મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને સમાજમાં શિક્ષણનું સ્તર કઇ રીતે ઉપર લાવી શકાય તે બાબતે વિવિધ મુદ્દાઓ રજુ કર્યાં હતાં. ઉમેટા ગામે સમસ્ત મોલેસલામ ગરાસિયા સમાજના સંમેલનમાં સમગ્ર રાજ્યમાંથી મોટા પ્રમાણમાં યુવાનો, વડીલો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. રાજ્યમાં લગભગ 480 ગામડાઓમાં વસતા અંદાજીત 12...
  February 28, 02:05 AM
 • આંકલાવતાલુકામાં બનાવવામાં આવેલા શૌચાલયમાં ભારે ગેરરીતિ થઈ હોવાનો મુદ્દો સ્વાગત કાર્યક્રમમાં ઊઠ્યો હતો. આંકલાવ તાલુકા પંચાયતના સભ્ય અને મુંજકુવાના રહેવાસીએ મુંજકુવા ગામે શૌચાલયમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ કરી હતી. જેમાં તેઓએ ટીડીઓ પર પણ આક્ષેપ કરતાં થોડા સમય માટે વાતાવરણ ગરમ થઇ ગયું હતું. આંકલાવ મામલતદારની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુંજકુવા ગામના શૌચાલય બનાવવામાં આવ્યાં હતાં, તેમાં ગેરરીતિ થતી હોવાનું માલુમ પડતાં મુંજકુવાના રહિશ અને આંકલાવ...
  February 28, 02:05 AM
 • વાલીઓની ચીમકી|શિક્ષકની બદલી નહીં કરાય તો તાળાબંધી કરશું આંકલાવતાલુકાના અંબાવ ગામે પ્રાથમિક શાળામાં 5 દિવસ અગાઉ માથાભારે શિક્ષક શાળાના આચાર્યાબેન સાથે ઝઘડો કરી અપશબ્દો બોલીને જાહેરમાં અપમાનિત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંગે છેલ્લા એક સપ્તાહથી આચાર્યા અને શિક્ષક વચ્ચે ચાલતી બબાલને લઇ મામલો ઉશ્કેરાયો છે. જેના કારણે શાળાના બાળકોને અભ્યાસ પર માઠી અસર પડી છે. અંગે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરાઇ છે. મંગળવારે એસએમસીના સભ્યોની...
  February 22, 02:05 AM
 • આંકલાવતાલુકાના અંબાલીમાં મિત્રને ઘરે લાવવા જેવી નજીવી બાબતને લઈને પિતા અને ભાઈ અને તેની પત્નીએ યુવકને માર માર્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાલી ચોકડી પાસે રહેતા રમેશભાઈ ઉર્ફે પટીયો જગદીશ ડાભી શુક્રવારે મોડી સાંજે મિત્ર બાલાભાઈ મહીડાને ઘરે લાવ્યા હતા. જેને પગલે તેના પિતા જગદીશ ડાભી, ભાઈ વિષ્ણુ ડાભી અને ભાભી મીનાબેને તેને ઘરે કેમ લાવ્યો તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. વધુમાં જગદીશ ડાભીએ પગ પર દંડો મારી તેમજ બચકુ ભરી લીધું હતું.
  February 12, 02:00 AM
 • આંકલાવના ભેટાસી ગામે BJPની કારોબારી બેઠક યોજાઇ
  આંકલાવતાલુકા ભાજપ કારોબારીની બેઠક ભેટાસી ગામે યોજાઇ હતી. જેમાં વિધાનસભા જંગમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા કાર્યકરોને રાજ્યસભાના સાંસદ લાલસિંહ વડોદીયાએ હાંકલ કરી હતી. આંકલાવ તાલુકા ભાજપ કારોબારીની બેઠક તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પઢિયારના અધ્યક્ષ સ્થાને ભેટાસી મુકામે યોજવામાં આવી હતી. જેમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યકર્તાઓને પોતાના ગામમાં કે સીમ વિસ્તારમાં ઘરે ઘરે ફરી સરકારે કરેલા પ્રજાલક્ષી કામોની માહિતી પહોંચાડવા અને કોંગ્રેસના ગઢમાં ગાબડાં પડે તેવા પ્રયત્નો હાથ ધરવા...
  February 9, 03:35 AM
 • મિસ ઇન્ડિયા યુએસએ 2015નું બિરુદ મેળવનાર અને મૂળ આંકલાવની કરીના
  મિસ ઇન્ડિયા યુએસએ 2015નું બિરુદ મેળવનાર અને મૂળ આંકલાવની કરીના કરણભાઇ કોહલીએ આંકલાવ હાઇસ્કૂલની મુલાકાત લીધી હતી. આંકલાવ હાઇસ્કૂલના આચાર્ય વિપુલભાઇ પટેલે તેઓનો પરિચય આપ્યો હતો. શાળાના 125 વિદ્યાર્થી દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. મૂળ આંકલાવની અને અમેરિકામાં સ્થાયી થયેલ વર્ષ 2015માં મિસ ઇન્ડિયા યુએસએનું ખિતાબ મેળવાનાર કરીના કોહલીના હસ્તે શાળા સંકુલમાં ધ્વજવંદન કરાયું હતું. પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ, સેક્રેટરી, કારોબારી સભ્યો, ગ્રામજનો હાજર હતા. કાર્યક્રમનું સંચાલન...
  February 7, 04:45 AM
 • આવનારવિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતની પ્રજા પરિવર્તન ઇચ્છી રહી છે. તેઓ વર્તમાન સરકારના ઠાલા વચનોનો જવાબ આગામી ચૂંટણીમાં આપશે. તેમ બાલાસિનોર તાલુકાના પરબિયા તાબે કડી ખાતે યોજાયેલા મહિસાગર અને ખેડા તાલુકાના સરપંચ અને ડે.સરપંચના સન્માન સમારંભ પ્રસંગે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું. પ્રસંગે જિલ્લા કોંગ્રસના પ્રમુખ સહિત બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચાૈહાણ અને સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ...
  February 6, 04:40 AM
 • દારૂની મહેફિલ માણતા 11 યુવક-યુવતી ઝડપાયા
  આંકલાવનારંજેવાડ સીમમાં વિદેશી દારૂની મહેફિલ માણી રહેલી વડોદરા-અમદાવાદની પાંચ યુવતીઓ સહિત 11 જણાંને આંકલાવ પોલીસે બાતમીના આધારે સોમવારે મોડી રાત્રે ઝડપી પાડ્યા હતા. આંકલાવનો એનઆરઆઈ યુવક અમેરિકાથી પરત આવ્યા બાદ તેણે તેના મિત્રોને બોલાવી પાર્ટીનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. બનાવમાં આંકલાવ પોલીસે બે ટુ વ્હીલર સાથે કુલ રૂા. 67 હજારનો મુદામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આંકલાવના રંજેવાડ સીમમાં રજનીકાન્ત પરસોત્તમભાઈ પટેલના...
  January 18, 03:35 AM
 • આંકલાવનારંજેવાડ સીમમાં આવેલા રજનીકાન્ત પટેલના ખેતરમાં યુવક-યુવતીઓ ભેગા મળીને વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી આંકલાવ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે સીમમાં આવેલા ખેતરમાંના ખુલ્લા મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડોમાં પાંચ યુવતીઓ મળી કુલ 11 જણાંને ઝડપી પાડ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા યુવકો આંકલાવના, ચાર યુવતીઓ વડોદરાની અને એક યુવતી અમદાવાદની હોવાનું જણાવ્યું હતું. જેમાં નિખીલ શાહ, અકમઅલી સૈયદ, દિપક પંચાલ, નિલેશ પટેલ, સંજય પટેલ, મનીષ પ્રજાપતિ, જાનકી પટેલ, સોનલ દાંતી,...
  January 18, 03:35 AM
 • ભેટાસી ગામમાં આખલાએ અડફેટમાં લેતાં આધેડનું મોત
  આંકલાવનાભેટાસી ગામે બુધવારના રોજ વિફરેલા આખલાએ એક આધેડને અડફેટમાં લઇ શરીરે ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર માટે અમદાવાદ સિવીલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાદ બાદ મોત નિપજ્યું હતું. ભેટાસીમાં છેલ્લા એક માસથી આખલાએ આંતક મચાવતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આખલો જે વિસ્તારમાં ફરતો હોય તે વિસ્તારમાંથી કે તેની આજુબાજુથી પસાર થતાં લોકો ગભરાતાં હતાં. બુધવારના રોજ કાળુભાઇ મોતીભાઇ પરમાર (ઉ.વ.68) ગામની પરબડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા આખલાએ તેમની ઉપર હુમલો કરીને શીંગડે...
  January 6, 03:45 AM
 • નોટબંધીના 50 િદન બાદ પણ સામાન્ય પ્રજા હાલાકી યથાવત
  નોટબંધીના50 િદવસ બાદ પણ સામાન્ય પ્રજા ભારે હાલાકી અનુભવી રહી છે. બેંકમાં પોતાના નાણાં હોવા છતાં નાણાં લેવા માટે ખાતેદારોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. 50 િદવસ બાદ પણ હજુ સુધી કોઈ પરિસ્થિતિમાં સુધારો આવ્યો નથી અને પ્રજાજનો ત્રસ્ત થઈ ગયા છે. તેમ આંકલાવના ધારાસભ્ય અમીત ચાવડાએ નડિયાદમાં જણાવ્યુ હતું. નડિયાદ સરકીટ હાઉસમાં ધારાસભ્ય અમીત ચાવડાએ યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, વડાપ્રધાન દ્વારા તા.8મી નવેમ્બરથી રાત્રે નોટબંધીનો જે નિર્ણય લાદવામાં આવ્યો છે. તેના લીધે સામાન્ય...
  January 3, 02:40 AM