Home >> Madhya Gujarat >> Anand District >> Khambhat
 • ખંભાતધર્મજ રસ્તા નિર્માણની કામગીરી હાલમાં ચાલી રહી છે પરંતુ રસ્તાને અડીને આવેલા વૃક્ષો દુર કરતા વાહન ચાલકો માટે જોખમ ‘જૈસે થે’ જેવું રહ્યું હોઈ અસંતોષ વ્યાપ્યો છે. અંગે ધારાસભ્ય સંજયભાઈ પટેલે પણ મારગ અને મકાન વિભાગને રજૂઆત કરી હતી.વાહનચાલક જીગ્નેશ પંડ્યાના જણવ્યા મુજબ મારગ ઉપર ઓએનજીસી,અમુલ તેમજ રાઈસ મિલના વાહનો સતત આવનજજાવન કરે છે.ઉપરાંત ૨૦ ગામોનો ટ્રાફિક પણ હોઈ છે.રોડ ઉપર જો બે વાહન ભેગા થાય તો અકસ્માતની સંભાવના રહે છે.
  38 mins ago
 • ખંભાત |ખંભાતના કલમસર ખાતે આવેલ હઝરત બાબુશાપીર વલીની દરગાહે સંદલ શરીફ અને ઉર્શ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે જિલ્લાભરના મુસ્લિમ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પ્રાચીન તીર્થ સ્થળ કલમસર ખાતે આવેલ હઝરત બાબુશાપીર વલીની દરગાહ હિંદુ-મુસ્લિમ શ્રદ્ધાળઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં દર વર્ષની જેમ ઉજવણીના ભાગરૂપે દરગાહને રંગબેરંગી લાઇટો થકી શણગારી સુશોભિત કરવામાં આવી હતી. સ્થાનિક કમિટી તેમજ હિંદુ સહયોગીઓ દ્વારા કુરાન ખ્વાની, કવ્વાલી સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા....
  38 mins ago
 • ખંભાત |ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત માધવલાલ શાહ હાઇ. ખાતે 39 વર્ષની સુદીર્ય સેવા આપનાર શિક્ષક રણજિતસિંહ બારડનો વિદાય સમારંભ યોજાઇ ગયો. જેમાં સંસ્થાના મંત્રી હેમેન્દ્રભાઈ શાહ, ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, ટ્રસ્ટી બી. એ. દેશમુખ, આચાર્ય રોહિતભાઈ સુથાર, એ. પ. એમ. સી.ના ચેરમેન મયુરભાઈ રાવલ, ખંભાત શહેર કોંગ્રેસ અધ્યક્ષ્ દિગ્વિજયસિંહ ગોહીલ, પૂર્વ એપીએમસી ચેરમેન હઠીસિંહ વણાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે આચાર્ય રોહિતભાઈ સુથારે વયમર્યાદાને કારણે નિવૃત થઇ રહેલ રણજિતસિંહ બારડની...
  April 26, 02:55 AM
 • હવે, બાલાિસનોર નગરમાં રોજ પાણી નહીં મળે
  બાલાસિનોરનગરમાં હવે, રોજે રોજ મળતું પાણી આંતરે દિવસે આપવામાં આવશે. તેવો નિર્ણય નગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. લસુન્દ્રા જુથ પાણી પુરવઠા યોજનાના અધિકારીઓએ પાણી આપવાનો ધરાધર ઇન્કાર કરતાં તેમજ મહિકેનાલનું સમારકામ ચાલુ હોવાથી નગરની જરૂરિયાત 42 લાખ લિટરની સામે માત્ર 23 લાખ લિટર મળતાં નિર્ણય લેવાયો છે. જેથી ભર ઉનાળામાં નગરજનોને પાણી ખુબ વિચારીને વાપરવું પડશે. દરવર્ષે ઉનાળાના સમયમાં બાલાિસનોર નગરજનોને પાણીની મુશ્કેલી વેઠવી પડે છે. નગરજનો પાણી માટે પાિલકામાં રજૂઆતો કરી છે. પરંતુ વર્તમાન...
  April 26, 02:55 AM
 • અવસર અનોખો | દરિયાઈ ખાડીથી 7 કિલોમીટરના અંતરે વાવ સ્થિત મંદિરના દર્શનાર્થે ભાવિકોની ભીડ
  ખંભાતનાદરિયા કિનારાથી સાત કિલોમીટર દુર આવેલા વડુચી માતાના મંદિરના દર્શન માટે અનોખો સંઘ નીકળે છે. સંઘની યાત્રાનો તમામ ખર્ચ સંઘ લઇ જનાર શ્રદ્ધાળુ ભોગવે છે. અંગે શ્રદ્ધાળુ ચંદ્રકાન્તભાઈ શાહે જણાવ્યું હતું કે ‘વાવના પાણીમાં ડૂબીને રહેલા વડુચી માતા તેમના અનુયાયીઓ પૈકીના કોઇ એક અનુયાયીને સ્વપ્નમાં દર્શન આપે છે. દાર્શનીક પોતાને થયેલા માતાજીનાં દર્શનની વાત પોતાના જ્ઞાતિજનોને કહે છે અને તેમની સાથે ચર્ચા કરીને યાત્રાસંઘ ઉપાડવાનું નક્કી કરે છે. વડુચી માતાના દર્શને જતો સંઘ બહુ ખર્ચાળ છે અને...
  April 26, 02:55 AM
 • ખંભાતમાં શ્રીમદ વલ્લભાચાર્યજીના 540માં પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી
  ખંભાતનાગુંસાઈજી બેઠક મંદિરે શ્રીમદ વલ્લભાચાર્યજીના 540મો પ્રાગટ્ય ઉત્સવની શ્રદ્ધાભેર અને ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. અંગે મુખ્યાજી કુશલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ‘દેશભરમાં મહાપ્રભુજીની 84 બેઠકો અને ગુંસાઈજીની 28 બેઠકો આવેલી છે. દર વર્ષની જેમ ખંભાતમાં આવેલા ગુંસાઈજીની બેઠક મંદિરે શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરાઈ હતી. પ્રાગટ્ય ઉત્સવની ઉજવણીના ભાગરૂપે સવારે પ્રભાતફેરીનું આયોજન કરાયુ હતું. બાદમાં કપાસીપોળ ખાતે આવેલા નવનીતપ્રિયાજીના મંદિરેથી શોભાયાત્રા નીકળી બેઠક...
  April 26, 02:55 AM
 • પશ્ચિમ વિભાગનો સ્ટીલ પ્રોજેક્ટ ભાવનગરને ફાળવવા રજૂઆત થઈ ભાવનગરમાં સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરવા PM સમક્ષ માંગ તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ ‘મેક ઇન સ્ટીલ’ કોન્ફરન્સમાં ભારત સરકાર સ્ટીલના ઉત્પાદનને વેગ આપવા માટે દેશમાં બે સ્ક્રેપ આધારીત સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે વિચારણા કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતુ. ભાવનગરમાં વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના ત્રણ પૂર્વ પ્રમુખો ટી. એમ. પટેલ, ગીરીશ શાહ અને મેહુલ વડોદરિયા દ્વારા ભાવનગર જિલ્લામાં સ્ટીલ...
  April 25, 03:35 AM
 • સમાજ સંગઠન |ખંભાતમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં આંકલાવના ધારસભ્ય અમિત ચાવડાએ નવયુવાનોને વિકાસ કરવા હાંકલ કરી હતી..
  ખંભાતશહેરના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન રવિવારના રોજ યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉમટી પડ્યો હતો. પ્રસંગે હાજર આગેવાનોએ ક્ષત્રિય સમાજને વ્યસનથી દુર રહેવા હાંકલ કરી હતી. જ્યારે સમાજને આગળ આવવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં 851 દિવડાં દ્વારા મહાઆરતી કરાઈ હતી. પ્રસંગે ભાથીજી સેના ક્ષત્રિય યુવા સંગઠનના ઉપપ્રમુખ રજનીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે ‘ભાથીજી સેના ક્ષત્રિય યુવા સંગઠનની શરૂઆત 1લી માર્ચ, 2015ના રોજ ખંભાતના કાણીસા ગામથી કરવામાં આવી છે. ક્ષત્રિય...
  April 25, 03:35 AM
 • ખંભાતના દાઉદી વહોરા તીર્થ સ્થળ સુધીનો માર્ગ બનશે
  ખંભાતનાપ્રાચીન દાઉદી વહોરા સમાજ તીર્થ સ્થળ કાકા અકેલા જવાનો માર્ગ બનાવવાનું નક્કી કરાયું છે. ખંભાત તાલુકામાં આવેલાં શકરપુર ગામે બળિયાદેવ મંદિરથી કાકા અકેલા રોડનું ભૂમિપૂજન ખંભાતના ધારાસભ્ય સંજયભાઈ પટેલ, ખંભાત તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઇ પટેલ, સરપંચ કલોદરા, દિનેશભાઈ પટેલ,ગામ પંચાયતના સભ્યો તથા ગામજનોની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું.
  April 25, 03:35 AM
 • ખંભાત તાલુકાના રાલેજ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા આયોજીત ત્રીજા સમુહ
  ખંભાત તાલુકાના રાલેજ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા આયોજીત ત્રીજા સમુહ લગ્નોત્સવમાં 41 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. લગ્નગ્રંથીથી જોડાનાર યુગલને ગૃહઉપયોગી સામગ્રી આપવામાં આવી હતી. પ્રસંગે ખંભાત ધારાસભ્ય સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ખર્ચ ઘટાડી પ્રસંગો ઉજવવાની જરૂર છે. ખોટા ખર્ચા પરિવારને મુશ્કેલીમાં મુકી દે છે, દેવુ થાય છે. સમયે સમૂહ લગ્નો એક ઉત્તમ વિચાર છે. જેમાં દરેકે સામેલ થવું જોઈએ. સમુહલગ્નોત્સવમાં પીનાકીન બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત સભ્ય અમરસિંહ ઝાલા, ખંભાત...
  April 25, 03:35 AM
 • ખંભાતનાપશ્ચિમ વિસ્તારમાં આવેલા અલીંગ વિસ્તારમાંથી પસાર થતા માર્ગ પર સ્થાનિક રહીશોએ મોટા પાયે દબાણ ઉભુ કરતા પશ્ચિમ વિસ્તારના લોકોની ફરીયાદો ઉઠવા પામી છે. પાલિકામાં વારંવાર રજૂઆત પછી પણ દબાણો દુર થતા હાલ તો માણસ માટે પણ ગલીમાંથી ચાલવું મુશ્કેલ બનેલ છે. અંગે સ્થાનિક રહેવાસી અલ્પેશ રાણાએ જણાવ્યું હતું કે ‘ખંભાતના અલીંગ વિસ્તારમાં ઠેર-ઠેર દબાણો છે. અહીં આવેલી દલાલની ખડકી વિસ્તારમાં તો સાયકલ સવાર કે માણસ પણ પસાર થઇ શકે તેવી સ્થિત સર્જાઈ છે. પાલિકા દ્વારા સત્વરે દબાણો દુર નહિ કરાઈ તો અમારે...
  April 24, 02:05 AM
 • ખંભાત |ખંભાત તાલુકામાં આવેલ પીપળોઇ ગામે ઘણા વર્ષોથી ચોમાસુ પાણી ભરાતું હોઇ ગ્રામજનો ચોમાસામાં કફોડી સ્થિતિમાં મુકી જાય છે. નાળુ બનવાથી ખેત વિસ્તરમાં ખેતી કાર્યોમાં અનુકૂળતા રહેશે અને અંતર ઘટશે. જેન સમાધાન રૂપે નાળું બનાવવાની યોજના હાથ ધરનાર હોઇ ગ્રામજનોમાં અાનંદ વ્યાપ્યો હતો. પીપળોઇ કાંસ ઉપર નાળુ બનાવવાના કામનું ભૂમિપૂજન સમારોહમાં ખંભાતના ધારાસભ્ય સંજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય અમરસિંહ ઝાલા, ખંભાત તાલુકા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ અને પ્રકાશભાઈ રબારી, સરપંચ, તાલુકા પંચાયત સભ્ય...
  April 23, 03:30 AM
 • ખંભાત | ખંભાતતાલુકાના તલાટીઓની મીટીંગમાં બાળકોના અધિકાર માટે માહિતી આપવામાં
  ખંભાત | ખંભાતતાલુકાના તલાટીઓની મીટીંગમાં બાળકોના અધિકાર માટે માહિતી આપવામાં આવી જેમાં તલાટીઓ અને જિલ્લામાંથી જિલ્લા બાળ સુરક્ષા એકમ તરફથી જીમી પરમાર તેમજ ખંભાત તાલુકા બાળ સુરક્ષા સમિતિના એનજીઓના પ્રતિનિધિ તરીકે જનહિત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુકેશ રાઠોડ ઉપસ્થિત રહી બાળકો અને દિવ્યાંગો માટે સરકારી યોજના વિશે માહિતી આપી હતી. બાળકોના અધિકાર માટે માહિતી આપવામાં આવી
  April 22, 03:15 AM
 • કુદરતી સૌંદર્ય | નેચરલ વાતાવરણના કારણે પ્રવાસીઓ અને ફિલ્મ નિર્માતાઓ માટે ગામ પસંદગીનું સ્થળ બન્યું
  મધ્યગુજરાતમાં પ્રવાસન સ્થળોની કમી છે, તેવા સંજોગોમાં પ્રાચીન નવાબી નગરી નેજાથી કનેવાલ સુધીના વિસ્તારમાં તાડના વૃક્ષો તેમજ પાણીના છીંછરા ઝરાં અને તળાવોને કારણે ફિલ્મ નિર્માતાઓ માટે ફિલ્મ શુટિંગનું આદર્શ કેન્દ્ર બની રહ્યું છે. અંગે ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા ગોવિંદ બારોટે જણાવ્યું હતું કે ‘મેં અહીં વિડીયો માટે શુટિંગ કર્યું છે. કારણ કે અહીં નેચરલ વાતવરણ છે. કુદરતી વાતાવરણ અને કેરેલા જેવા દ્રશ્યો અહીં મળે છે. જો સરકાર અહી રીફ્રેશમેન્ટ માટે વ્યવસ્થા ઉભી કરે તો વધુ નિર્માતાઓ-પ્રવાસીઓ...
  April 22, 03:15 AM
 • ખંભાત | ડૉ.બાબા સાહેબ આંબેડકરના જીવન-સંઘર્ષ પર આધારિત \"ભીમ સંઘર્ષ ગાથા’નું આયોજન કરાયું છે . \"જય ભીમ-નમો બુદ્ધાયને ચરિતાર્થ કરતી’ ભીમ સંઘર્ષ ગાથા \"આંબેડકર ફળિયું, ગામ-ખડા, તાલુકો તારાપુર ખાતે 29 એપ્રિલ, શનિવાર રાત્રે યોજાશે. પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ભાનુબેન પરમાર (સામાજિક કાર્યકર), કિરણભાઈ વેગડા (પ્રખર આંબેડકરવાદી) ઉપસ્થિત રહેશે. ડૉ.બાબા સાહેબની ભવ્ય ભીમ સંઘર્ષ ગાથા રજૂ થશે
  April 21, 02:50 AM
 • ખંભાતમાંબુધવારે સવારે લાલ દરવાજા તરફ જઇ રહેલા યુુવકને રખડતી ગાયે હડફેટમાં લઇ શિંગડા વડે ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ખંભાતમાં રખડતી ગાયે અનેકને દોડાવતા જીવ પડીકે બંધાયો હતો.સવારના સમયે રોડ વચ્ચે ઉભેલા ગાયોના ટોળામાંથી ભડકેલી ગાયે યુવકને અડફેટમાં લઇ રોડ ઉપર પછાડી શિંગડા વડે ગળાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. અત્રે નો઼ધનીય છે કે, પખવાડીયા અગાઉ ગવારા ટાવર અને કંસારી પાસે બે વ્યક્તિઓને ગાયે ઘાયલ કર્યા હતા.
  April 21, 02:50 AM
 • ખંભાતતાલુકાના પૂર્વપટ્ટીના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેતરોમાં ભૂંડે આતંક મચાવ્યો છે. ખેતરોમાં ઘુસી જતા ભૂંડ અને નીલગાય ને કારણે ઉનાળુ બાજરી સહીત શાકભાજીના ઉભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. જેના કારણે ખેડૂતોમાં ભૂંડો અને નીલગાયને કારણે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. વહેલી તકે ભૂંડ અને નીલગાય પકડવાની વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઉઠી છે. ખંભાત તાલુકાના પૂર્વપટ્ટીના ગામોમાં છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકમાં આવતા રોગને કારણે ખેડૂતોએ...
  April 21, 02:50 AM
 • એકસમય એવો હતો કે દેશી કેરીનું મબલખ ઉત્ત્પાદન થતું હોઈ સ્થાનિક આંબા આશીર્વાદ રૂપ બનતા હતા.રસ્તાઓ તેમજ ખેતરમાં દેશી કેરી મોટા પ્રમાણમાં થતી તેનો ઉપયોગ પરિવારજનો કરતા હતા.જો કે દેશી કેરી વાતાર્વાર્નમાં પલટો તેમજ અન્ય કારણોસર નામશેષ થવા માંડી અને દેશી કેરીનું સ્થાન કેસર કેરીએ લઇ લીધુ છે. છેલ્લા એક દાયકામાં માવઠું તેમજ આંબા રોપાવમાં ઉદાશીનતાને કારણે દેશી કેરી દુર્લભ થવા લાગી હતી પરંતુ ચાલુ વર્ષે અનુકુળ વાતાવરણ અને જીવાત પડવાથી ઉત્ત્પાદન વધશે. શબ્દો ખેડૂત અગ્રણી અને આંબાવાડિયું સંભાળતા...
  April 20, 04:55 AM
 • કપડવંજ તાલુકાના નારના મુવાડા ગામે ગામના વિકાસના કાર્યોમાંના પ્રથમ પગથિયા સમાન ગામમાં પ્રવેશવાના સ્થળ પર ‘હરગોવિંદદાસ રણછોડદાસ પટેલ’ પ્રવેશદ્વારનું લોકાર્પણ શુક્રવારે પૂર્વમંત્રી િબમલભાઈ શાહના હસ્તે કરાયુ હતું. નારના મુવાડાના હરગોવિંદદાસ રણછોડદાસ પરિવાર તથા ગ્રામજનો આયોજીત કાર્યક્રમમાં પ્રમુખસ્થાને પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક અને અતિથિ વિશેષપદે પૂર્વ મંત્રી જયેન્દ્રભાઈ ખત્રી (ખંભાત) તથા કપડવંજના ઉદ્યોગપતિ એચ.એમ.પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખંભાતના ઉદ્યોગપતિ ભૂપેન્દ્રભાઈ...
  April 20, 04:55 AM
 • વસોબસ સ્ટેન્ડમાં બનાવવામાં આવેલા શૌચાલય છેલ્લા મહિનાથી તાળા મારવામાં આવ્યા છે. જેનાકારણે બસ સ્ટેન્ડમાં જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવાછતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. શૌચાલયને અભાવે મહિલાઓ અને વૃધ્ધોને શોભજનક સ્થિતીમાં મુકાવવાનો વારો આવે છે. બાબતે તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરાય તેવી માંગ છે. અંગેની વધુ માહિતી જોવામાં આવે તો, વસોને તાલુકા કક્ષાનો દરજજો મળ્યો બાદ તેના બસ સ્ટેશનનું રિનોવેશન કરવામાં આવ્યું છે. જેમાં નવા...
  April 20, 04:55 AM