ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
નડિયાદ શહેરના રબારીવાડ વિસ્તારમાં એક મકાનમાં જાણભેદું તસ્કરોએ ત્રાટકી સોનાના દાગીના તથા રોકડ સહિત કુલ રૂ. ૨૮.૮૫ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દરમિયાન મરીડા ભાગોળ વિસ્તારમાં આવેલી એક કચરા પેટીમાંથી ૯ કલાક બાદ ચોરીમાં ગયેલા ૧૩૨ તોલાના સોનાના દાગીના એક બેગમાંથી મળી આવ્યા હતા. આ સંદર્ભે પોલીસે મકાનમાં રહેતી ૧૧ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ લઈ એફએસએલમાં તપાસ માટે મોકલી આપી હોવાનું ડી-સ્ટાફ પોસઈ વી.પી.પટેલે જણાવ્યું હતું.
બનાવની વગિત જોઈએ તો, શહેરના રબારીવાડ...
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
કપડવંજ સેવાસંઘ સંચાલિત કાંટાવાળા પરિવાર અને લાયન્સ કલબ અમરધામ-સ્મશાનને અધ્યતન બનાવવા તથા વિકાસ માટે કાયમી મૂડી ભંડોળ એકત્ર કરવા એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
બીજી જુનને શનિવારે રાત્રે ૯ કલાકે ટાઉન હોલ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં રીટાબહેન દવે, શ્યામ ગઢવી અને મહેબુબ જેવા કલાકોર ઉપસ્થિત...
ભાસ્કર ન્યૂઝ. આણંદ
આણંદ જિલ્લાના એક કૂખ્યાત સ્થળેથી કતલ કરાયેલા ગાયનાં માસ સાથે ચાર ઇસમને પકડવાના મામલે એક ઉચ્ચ પોલીસ અધિકારી અને આરોપીઓ પકડનારા પોલીસ જવાનો વચ્ચે ‘તું તું મૈં મૈં થતાં જવાનોના મોબાઇલ છીનવી લેવા સુધીની નોબત આવી ગઈ હતી.
આણંદ જિલ્લા પોલીસ જવાનોએ તાજેતરમાં કતલ કરાયેલી ગાયના માંસ સાથે કુલ ચાર ઇસમને ઝડપી પાડ્યાં હતાં. પોતાની હદ...
ભાસ્કર ન્યૂઝ. પેટલાદ
અત્રેનું પરીખ ચં.કે.સાર્વજનિક પુસ્તકાલય ૧૩૯ વર્ષથી નગરના વાંચનપ્રેમીઓની સેવામાં તૈનાત છે. પુસ્તકાલય ખાતે તાજેતરમાં બાળકો ને યુવાનો માટે પરીખ અમૃતલાલ રમણલાલ બાળ પુસ્તકાલય માટે નવીન અધ્યતન હોલનો શુભારંભ કરાયો છે. રાજ્યના ગ્રંથાલય વિભાગ તરફથી સને. ૨૦૦૮-૦૯ અને ૨૦૦૯-૧૦ના વર્ષ માટે યોજાયેલ સ્પધૉમાં પેટલાદના પુસ્તકાલયે ભાગ...