જીવનમાં જે મળે તે ગમે તેનું નામ આનંદ અને જીવનમાં જે ગમે તે મળે તેનું નામ સુખ.- સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
તમે શબ્દોને બદલે તમારાં કર્મોથી બહેતર ઉપદેશ આપી શકો છો.- ઓલિવર ગોલ્ડસ્મિથ
પડકારોનો સામનો કરવા માટે આત્મવિશ્વાસ અને અતૂટ ઈશ્વરશ્રદ્ધા કેળવો.- અજ્ઞાત
બીજાને દુશ્મન બનાવ્યા વગર પોતાની વાત સાચી ઠરાવવી તેનું નામ કુનેહ.-અજ્ઞાત