જનમાનસ સત્તાના દુરુપયોગને રોકે તથા સાચી દિશામાં તેને વાળવાની શક્તિ તથા ક્ષમતા જગાડે તે જ સ્વરાજની અનુભૂતિ છે. - મહાત્મા ગાંધી
ધાર્મિક કથા સાંભળીને, સ્મશાનની ધરતી પર અને રોગીષ્ઠ વ્યક્તિના મનમાં જે સદવિચારો ઉત્પન્ન થાય છે તે હંમેશા સ્થિર રહે તો સંસારની મોહમાયા દૂર થાય.-ચાણક્યનીતિ
મન એવું રાખો જે કદી ખોટું ના બોલે, દિલ એવું રાખો કે જે કદી દુ:ખી ન કરે, સ્પર્શ એવો રાખો કે જેનાથી દર્દ ન થાય અને સંબંધ એવો રાખો જેનો કદી અંત ન હોય.-અજ્ઞાત
સમસ્યાઓ તો પર્વત જેવી હોવાની, આપણે ટચલી આંગળી જેટલી શ્રદ્ધા રાખીએ તો બસ.-અજ્ઞાત