
ધ્યાન કશુંક કરવાની ઘટના નથી, એ તો કશું જ ન કરવાની અવસ્થા છે.- ભાણદેવ
ફૂલની સુગંધ પવનની દિશામાં જ ફેલાય છે, પણ માણસની સારપ ચારેય દિશામાં ફેલાતી હોય છે.-ચાણ્કય
ઈશ્વરની પ્રાપ્તિ માટે અહમનું વિસર્જન જરૂરી છે.- સ્વામી પિયૂષાનંદ સરસ્વતિ
મનુષ્યનું જીવન નદીના વહેણ જેવું છે કે જે વહેણ દ્વારા પોતાનો માર્ગ શોધી લે છે. - રવિન્દ્રનાથ ટાગોર
જેમ શરીર માટે વ્યાયામની જરૂરિયાત છે તેવી જ રીતે મગજ માટે અભ્યાસ જરૂરી છે.- જોસેફ અડિસન
જેને વાંચનનો શોખ હોય છે, તે બધી જગ્યાએ સુખી હોય છે.- ગાંધીજી
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે, દોરો પરોવેલી સોય જેમ ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડતું નથી.- શ્રીમદ્ રાજચંદ્ર
જેમ જળ વડે અગ્નિ શાંત કરાય છે તેમ જ્ઞાન દ્વારા મનને શાંત રાખવું જોઈએ.-વેદ વ્યાસ