‘ધી મની ધેટ યુ સેવ, ઇઝ ધી મની ધેટ યુ અર્ન!’ એમના છેલ્લા વાક્યનો ભાવાનુવાદ કંઈક આ પ્રમાણે થાય, ‘તમે જે કમાવ છો એનાથી નહીં, પણ જે બચાવો છો એનાથી ધનવાન બનો છો.’
ડો.પટેલસાહેબ મેં જોયેલા તમામ કંજુસોમાં શિરમોર હતા. કંજુસ માણસે ચીવટવાળા પણ થવું જ પડે. પટેલસાહેબની ચીવટ જગવિખ્યાત હતી. જ્યાં સુધી હું એમને નહોતો મળ્યો ત્યાં સુધી મેં કહેવત સાંભળી હતી : ત્રેવડ...
માવતરને ત્યાં બધું થાય, પણ સાસરે આવીને ગંભીર બનીને રહેવામાં ન તો મેધા માનતી હતી, ન તો હું કે મારાં માતાપિતા.
છોકરી કુંવારી હોય ત્યારે જ મજાકમસ્તી કરાય, સાસરે જાય ત્યારે બધું પિયરમાં ભૂલીને આવવાનું. એ અલ્લડતા, માછલી જેવી ચંચળ અને ચપળતા માવતરના ઘરે મૂકીને સાસરે ગંભીરતાનું આવરણ ઓઢીને શા માટે બેસવાનું? મેધાની દલીલો રેવાબહેનને પરેશાન કરી મૂકતી હતી....
ખાદીનાં ધોતિયાં અને ધોળી ટોપીઓએ અંગ્રેજ જેવી સત્તાના લબાચા બંધાવી દીધા, તો વળી પાકિસ્તાન કે જૂનાગઢ કઈ વાડીનો મૂળો? બાબરિયાવાડનો વિરોધ કરાવશું! બાબરિયાવાડ આખો નવાબની સત્તા સામે માથું ઊંચકશે.
‘આ તો ઉત્પાત થયો, કનુભાઈ! પાકિસ્તાનની સળગતી ઉંદરડી આપણા રાજુલામાં ગરી! ભીંતનો ભોરિંગ અને વેરી હાર્યો વાસ...!’‘ઉંદરડી ક્યાં સાવજ છે કે રાજુલાને રંજાડે!...
ચાર વર્ષનો જેલવાસ ભોગવીને જ્યારે તાજુબી બહાર આવી ત્યારે એ ઓળખી શકાય તેવી રહી ન હતી. રૂપ આથમી ગયું હતું.
તાજુબી આજે બેવડી ખુશીથી ઝૂમી રહી હતી, એક તો આજે એ પોતાની સગાઈ પછી પ્રથમ વાર ત્યાગને મળવા માટે જતી હતી અને બીજું કારણ એ કે આજે એને કોલેજની સૌંદર્યસ્પર્ધામાં ‘મિસ કોલેજ’ ના ખિતાબથી નવાજવામાં આવી હતી. આ સમાચાર એ સૌથી પહેલા પોતાના મંગેતરને જણાવવા...