Home >> Literature >> Navalika
 • વટને વરેલા વર
  વટને વરેલા વર ભણ્યું ભા, મારી શીણ માથે ઇ ગોરા સાબની બેઠક નો હોય! કાથડ વરુએ કોઈ જાતની ભે રાખ્યા વગર ભડ દઈને કહી દીધું. સાંભળનારા મોંમાં આંગળીયું નાખી ગયા. થયું કે કાથડ વરુ મસમોટા ડુંગરા જેવડી ભૂલ કરે છે. ખરો મોકો છે, જાવા નો દેવાય... ગામ-ગરાસ હાથમાં હશે તો બાકીનું બધું થઇ રહેશે, મળી રહેશે. પણ કાથડ વરુ એક ટળીને બે નો થયા. સામે હરપાલ વરુને થયું કે સોનાની જાળ નાહકની પાણીમાં નાખી! કર્નલ વોકરે બગસરા પાસેના માણેકવાડા ગામમાં કેમ્પ નાખ્યો હતો. તેમાં નાના-મોટા રાજાઓ, મૂળ ગરાસિયાઓ અને તાલુકેદારો સાથે કરાર...
  April 29, 08:03 PM
 • પાણિયારું-પાણિયારે તારા દાદાના વખતથી રોજ સાંજે દીવો થતો આવ્યો છે.’
  પાણિયારું હરિવદનભાઈ એક છેલ્લી વાર પોતાના દાદાના સમયના ઘરને જોઈ રહ્યા. પંચોતેર વર્ષે હવે આ ઘરને છોડીને દીકરા સાથે મુંબઈ રહેવા જવું પડે એમ જ હતું. બેટા, આ પાણિયારે તારા દાદાના વખતથી રોજ સાંજે દીવો થતો આવ્યો છે. બાપુજી, હવે આ ઘર આપણે ચોકસીભાઈને વેચી દીધું છે, એ લોકો આખું ઘર રિનોવેટ કરાવવાના છે, હવે આ પાણિયારાની માયા રાખવી ખોટી. દીકરાએ કહ્યું. સાત વર્ષે હરિવદનભાઈ, કુટુંબના લગ્નપ્રસંગમાં હાજરી આપવા પોતાને ગામ આવ્યા હતા. આવી ગયા દાદા. સ્ટેશને ઊતરતાં જ જાણીતો રિક્ષાવાળો કિશન હરિવદનભાઈના...
  April 25, 09:39 PM
 • ગવાહ- મમ્મી, હમણાં ઓસરીની બારીમાં એક ઓછાયો ડોકાયો
  આ વર્ષે દિવાળીની રજા પૂરી થયા પછીય રણજિતને વતન રૂપગઢમાં રોકાયે દસ દિવસ થઈ ગયા. ત્યારે એણે પૂના જવા માટે રિઝર્વેશન કરાવ્યું. કારણ રણજિત ઘણા સમયથી પૂના એક ઓટો કંપનીનાં વર્કશોપમાં સર્વિસ કરતો હતો અને ચાર-છ મહિને કે અન્ય તહેવારે એ રૂપગઢ આવતો હતો. રૂપગઢમાં તેની પત્ની હેતલ, બાર વર્ષની પુત્રી જયશ્રી અને આઠ વર્ષનો પુત્ર તરુણ હતાં. બન્ને છોકરાંઓ સાથે હેતલ એકલી રહેવા માટે ટેવાઈ ગઈ હતી. રણજિત આવે ત્યારે જરૂરી રકમ આપતો હતો. ઘરમાં કોઈ ચીજની કમી ન હતી. હેતલે રસ્તામાં કરવા માટે નાસ્તો બનાવી આપ્યાં. સમય...
  April 25, 09:39 PM
 • હાતમે માળે રહેતી બેનપણી
  હાતમે માળે રહેતી બેનપણી હાય્શ ભગવાન. હંસાકાકી હાશકારો કરતાં ઓટલે બિરાજ્યાં. આ... બાર મહિનાના મસાલા થઈ ગ્યા એટલે ગંગા નાહ્યા. કહેતાં કંકુમાસીય આવ્યાં. હવે સારેવડાંનો વારો ક્યારે કાઢવો છે નક્કી કયરું? કારણ કે એક આખાય સપ્તાહનું સેટિંગ પાડસુ, તંઈ મેળ પડસે. આપડા બધાયના ઘરનાં સારેવડાં અને હાબુદાણાની ચકરી બધુંય બાકી જ છે. સવિતામાસીએ નવા જ વિષય સાથે એન્ટ્રી પાડી. વાતો ચાલતીતી, ત્યાં મંજુબેન પસાર થયાં. એટલે કંકુમાસી ટહુક્યાં,લીંબુનું અથાણું બનાયું, તેમાં આવો ખાટ્ટા કલરનો હાડલો પેરીને નીકળી મંજુ!...
  April 24, 10:17 PM
 • બે ચાર ડબ્બા મસાલાના
  તાળીઓના ગડગડાટે નીલિમા ગાંધીને વધાવી લીધાં. વહુવારુ સંસ્થા આયોજિત ખોલી દો સોનાનાં પીંજર, ઊડવા દો વહુને ગગન પાર વિષય પર જોરદાર, ધારદાર, ભલભલાને ધરમૂળમાંથી હચમચાવી દે એવું વક્તવ્ય નીલિમા ગાંધીએ આપ્યું. નીલિમા ગાંધી એમનાં વક્તવ્ય દરમ્યાન બોલ્યાં, બે-ચાર મસાલાના ડબ્બા પૂરતી સીમિત વહુની ટેલેન્ટ ન રાખો. વહુની રસરુચિ, ટેલેન્ટને પારખી એને મુક્ત ગગન આપો. એનો હોંસલો વધારો. એની પડખે ઊભા રહો. એ પણ એક સ્વતંત્ર વ્યક્તિ છે. એના વ્યક્તિત્વને વિકસવા દો. આજની વહુ એ આવતી કાલની પેઢીના વિકાસની જનેતા છે વગેરે...
  April 24, 09:05 PM
 • કનૈયાલાલની પ્રણય-લીલા
  કનૈયાલાલની પ્રણય-લીલા હું શું કરું? લીલાને છોડવા જઈશ તો મોત આવશે, લક્ષ્મીને છોડવા જઈશ તો આત્મતિરસ્કારમાં મોત સિવાય બીજો રસ્તો નથી. પ્રણયની પરાકાષ્ઠા પછીની કનૈયાલાલ મુનશીની આ વ્યથા હતી. નજર મળતાં જ જાણે ભવપુરાણી પ્રીત સાગરની જેમ ઊછળી. નમસ્કાર કરીને નોખાં પડ્યાં પણ હૈયું હણાઇ ને હરખાઈ ગયું હતું. લોકહૈયે વસેલો સમર્થ સર્જક કનૈયાલાલ મુનશી લાગણીભીના પરિચય પછી લખે છે: મોટી આંખો હસતી દેખાઈ. ચાલવાની રીત પણ મારી નજર બહાર ન રહી. લીલા વિશે મને ઘણાએ વાતો કરી હતી. પ્રથમ નજરે જ મનને મોહિત કરે એવી આકર્ષક...
  April 21, 08:12 PM
 • પુરાવો-કોલ્ડ્રિંકના ખાલી ગ્લાસ અને મગના ફિંગરપ્રિન્ટ મળી ગયા
  નિહારિકા બંગ્લોઝ નંબર સાતમાં રહેતા પરેશકુમાર રાઠોડના સાત વર્ષના પુત્ર કરણે ઘરે આવી ડોરબેલની સ્વીચ દબાવી, પણ બારણું ખૂલ્યું નહીં કે ન કશો સળવળાટ થયો. એ મૂંઝાણો કે મમ્મી આટલી વાર સુધી સૂવે નહીં. એણે પાડોશમાં આજુબાજુ જાણ કરી. કશું શંકાસ્પદ લાગતાં ભેગા થયેલાઓમાંથી પોલીસ સ્ટેશને જાણ કરી. પરેશ કોઈ વીમા કંપનીમાં ડી.ઓ. તરીકે સર્વિસ કરતો હતો. પરિવારમાં પત્ની વૈશાલી અને પુત્ર કરણ કુલ ત્રણ સભ્યો જ હતા. એક છોકરાની મા હોવા છતાં વૈશાલી હજુ છોકરી જેવી લાગતી હતી. પોલીસ અધિકારી રાજદેવ અને એમના કાબેલ...
  April 18, 07:56 PM
 • નીચી વરણ
  નીચી વરણ બોન, લોટો પાણી આલજોને. કોલોનીના છેડે બંધાતા બંગલા માટે ઈંટો ભરીને લાવતા ગાડાવાળાએ નિલીમાબહેનના ઘરના ઝાંપે આવીને કહ્યું.રોજ અહીંયાં પાણી માગવા આવો છો તો તમારા કોન્ટ્રાક્ટરને કહોને પાણીની સગવડ કરી આપે? બંગલા બીજાના બંધાય અને પાણીની પરબ અમારે બાંધવાની? નિલીમાબહેન તાડૂક્યાં. બેટા, આવા મોંઘાદાટ રમકડાં લઈને ઓટલા પર રમવાનું નહીં, આ નીચી વરણનો કોઈ ભરોસો નહીં. પાણી લેવાને બહાને ક્યારે હાથ સાફ કરી જાય એ ખબર પણ ના પડે. નાનકડા નિલય પાસેથી વીડિયોગેમ લઈ લેતાં નીલિમાબહેન બોલ્યાં....
  April 18, 07:51 PM
 • છોકરાવાળાને નાસ્તો કરાવવાનું ટેન્સિન
  છોકરાવાળાને નાસ્તો કરાવવાનું ટેન્સિન આવી શીતળ ચાંદનીમાં ક્યાં હેંડ્યાં સવિતાબેન? સવિતામાસીને જતાં જોઈને કંકુમાસીએ સ્વાભાવિક પૃચ્છા કરી. સવિતામાસી આકરે પાણીએ થયાં, બસને, કર્યોને ક્યાં-કારો! હવે જો કામ સક્શેશ નઈ જાય, તો ઓળિયોઘોળિયો તમારે માથે જ. તે તમારે વળી કયો કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો છે, તે આટલું અમથું પૂછ્યું એમાં ચિડાઈ ગ્યાં? તે ચિડાઈ જ જાયને. રૂપિયાનો નહીં, કોકના જીવનનો સવાલ છે આમાં તો! જાયદાદ ઉપર સહી કરવાની છે? કોકના કોર્ટકેસમાં જામીન તરીકે સહી... અરે! શું બધાં ક્યારુનાં સહી સહી...
  April 17, 08:38 PM
 • ચાર આંસુ હ્દયના
  ચાર આંસુ હ્દયના એમ.બી.એ. થયેલી સુંદર, સુશીલ નક્ષત્રીનાં લગ્ન અમેરિકાનાં ગ્રીનકાર્ડ હોલ્ડર એન.આર.આઇ. પરોક્ષ સાથે ધામધૂમથી થયાં. ત્રણ મહિનાની અંદર નક્ષત્રીને વિઝા પણ મળી ગયા. અનેરા કોડ અને થનગનાટ સાથે નક્ષત્રીએ યુ.એસ.એ.ની ધરતી પર પગ મૂક્યો. સાત સમંદર પાર કરીને ગયેલી નક્ષત્રીને એરપોર્ટ પર કોઈ આવકારવા સુધ્ધાં ન આવ્યું. અજાણી ધરતી પર નક્ષત્રી મૂંઝાઈ, પણ હિંમત એકઠી કરી તે પરોક્ષના ઘેર પહોંચી, પણ આ શું!? સૌનો ઠંડોગાર પ્રતિસાદ! નક્ષત્રી હચમચી ગઈ. એને પરોક્ષનો વ્યવહાર પણ બદલાયેલો લાગ્યો. એને એનાં...
  April 17, 07:55 PM
 • સાક્ષાત્ જોગમાયા છો!
  સાક્ષાત્ જોગમાયા છો! (ગતાંકથી ચાલુ) ઘરનું ઊજળું ફળિયું એકકાને થઇ ગયું. ઓસરીથી મોભ લગી અડીખમ ઊભેલી ખોરડાની ખાનદાની બેઘડી ઝોલે ચઢી ગઇ. ઊગતા પહોરનું કુમળું વાતાવરણ બરછટ થાવા લાગ્યું. આલીગવાળાનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જીભ ઊપડે એમ નહોતી ને કાંઇ બોલે તો કયા મોંએ બોલે ?પણ સામે સાત ખોટના દીકરાની દુવાય તીર તાણીની ઊભી હતી. આલીગવાળાએ સોખમણ સાથે કહ્યું: ઘેરથી નીકળ્યો તંઇ કાઠિયાણીએ ખાડિયાના ખિસ્સામાં રૂપિયાની કોથળી મૂકીતી, ઇ કોથળી નથી... આવું સાંભળતા બે-ચાર પળ તો કાંઇ સમજાયું નહીં. પણ પછી ધડાકો થયો....
  April 15, 08:12 PM
 • જૂનો હિસાબ-બાદલ જ્વેલર્સને ત્યાં આવ્યો અને સોનાની ચેઇન વેચવા આપી
  તેજલપુરના શેઠ રતીલાલના ચાર પુત્રોમાં બાદલ ઉર્ફે બાટલી સૌથી નાનો લાડકો હતો. એ જુવાન થયો ત્યારે લુખ્ખાગીરી કરી જુગારમાં વર્લી મટકાનો નાના પાયે ધંધો કરી પૈસા કમાતો હતો. અણહકની કમાણીનો પૈસો, મિત્રો સાથે મળીને દારૂ અને જુદા જુદા ડ્રગના નશામાં એ વાપરી નાખતો હતો. જ્યારે મોજ મસ્તી કરવા માટે તે રૂપજીવીનીઓની બજારમાંય જવા લાગ્યો હતો. આ વાતની રતીલાલ શેઠને જાણ થઈ ત્યારે એણે પોતે બાદલને ખોટે રસ્તે ન જવા માટે ખૂબ સમજાવ્યો. જોકે, હવે બહુ મોડું થઈ ગયું હતું. એ દોસ્તોની સાથે છેક તેજલપુરથી મુંબઈ રેડલાઇટ...
  April 11, 08:14 PM
 • બાયલો-તો ભાંડરડા ને બા, બાપુનો વસ્તાર સે.’ રૂખીએ સામો છણકો કર્યો.
  બાયલો એમાખણ જેવાં કૂણાં દાતણ લઈ લ્યો... રૂખીએ ટહુકો કર્યો. આઘી બેસતી હોય તો, તારી વાંહે મારા દાતણ કોઈ લેતું જ નથી. રઘો છંછેડાયો. તારે વાંઢાને કેટલું જોઈ? મારે તો ભાંડરડા ને બા, બાપુનો વસ્તાર સે.રૂખીએ સામો છણકો કર્યો. પણ મને પૈણ્યા પસે તો તું મારી હાટું જ દાતણ વેંચવાનીને? રઘો કોઈ સાંભળી ન જાય એમ ધીમેથી બોલ્યો. મને સોનાની કોરવાળી બંગડી લઈ આલીશ તો જ પૈણીશ. રૂખીએ લટકો કરતાં કહ્યું. હું પણ, તારા ખોડા બાપુ નવા જોડા લઈ દે તો જ તને ઘરે બેહાડવાનો. રઘાએ જાહેર કર્યું. દાતણ વેચનારાં બન્ને પ્રેમીઓ વાતમાં...
  April 11, 08:12 PM
 • ગોબલ વોમિગ ઓછું થાય
  ગોબલ વોમિગ ઓછું થાય સાડા નવમાં ખાંચામાં ધડ દઈને જાળી ખૂલવાનો અવાજ આવ્યો અને આ જરા વધારે પડતુ છે હોં! ઉનાળો છે તે પડે, એનો વાંધો નઈ, પણ આટલી બધી તો ના જ પડવી જોઈએને! આ તો હદ થઈ ગઈ. સેકાઈ જવાય છે. રસ હોય, એટલે રોટલીય વધારે જ જોઈએ. રોટલી કરતાં તો નહાઈ રહેવાય છે. બપોરે પડે તોય માન્યું, પણ હવ્વારથી હું છે તે આટલા તીખા તડકા પડે છે? વધારે પડતું કશું સારું નહીં. સિઝનમાંય જો વાજબી રીતે વાતાવરણ રહેને તો મગજેય સાંત રહે. કંકુમાસી ઉગ્રતાથી વાક્બાણો છોડતાં આવીને બેઠાં. કંકુમાસીએ નક્કી કરેલા માપે ગરમી પડી હોત તો એ...
  April 10, 08:24 PM
 • વેશભૂષા-એને તો બનવું હતું ડોક્ટર કે પોલીસ... એની આ ઇચ્છા સાકાર થઇ?
  વેશભૂષા-એને તો બનવું હતું ડોક્ટર કે પોલીસ... એની આ ઇચ્છા સાકાર થઇ? રસ્તા પર પડેલા પથ્થરના ટુકડાને પોતાના પગની ઠેસથી આગળ ધકેલી, ઊડતી ધૂળની મજા લેતો 12 વર્ષનો માસૂમ બાળક વ્યસ્ત સડક પાસેની પગદંડી પર ચાલતો જતો હતો. તેના દેખાવ પરથી તેની માસૂમિયત ચહેરા પર ઝાંખી થઈ ગયેલી અને તેની જગ્યા ચિંતાઓએ લઈ લીધી હતી. પગથી માથા સુધી તે નિરીક્ષણ કરતાં તેને કોઈ રીતે સ્વચ્છ તો ન જ કહી શકાય. તેના ગંદા વાળ વિખેરાઈ ગયા હતા. તેણે પહેરેલાં પેન્ટ અને શર્ટ માપ કરતાં મોટાં તેમજ ગંદાં અને ક્યાંક ક્યાંક મોટાં થીગડાંનાં...
  April 10, 07:39 PM
 • જાતરા આયાં પૂરી થઈ
  જાતરા આયાં પૂરી થઈ રૂઝુંવેળા થાવા આવી હતી. સૂરજ અવનિમાં ઊતરવાની તૈયારીમાં હતો. આવા કહુલા ટાણે એક ઘોડેસવાર ગામના ચોરા આગળ આવીને ઊભો રહ્યો. આમ તો ગામ માટે પોતે અજાણ્યો હતો અને પોતાના માટે ગામ અજાણ્યું હતું. પણ આગળ જવા અહીં રાતવાસો કર્યા વગર છૂટકો નહોતો. અસવારે ચોરા પર બેઠેલા ડાયરાને રામ..રામ...કર્યા. કોઈએ પૂછ્યું: ભાઇ, અજાણ્યા લાગો છો!? હા, આવું છંવ તો ગાયકવાડી પરગણાના એક ગામથી. ને આ પંથકથી અજાણ્યો છું! પછી આગળ કહ્યું: દ્વારકાની જાતરાએ નીકળ્યો છંવ, અહુર થઇ છે તે, રાતવાહો કરવા... પછી ઉમેરીને કહ્યું:...
  April 8, 07:23 PM
 • પિકનિક-જાત ચાલતી ત્યારે એવી એક પણ રજા ન હતી
  પિકનિક રજાના દિવસે સવારથી ઘરમાં દોડધામ ચાલુ હતી. ઘરથી દૂર આવેલા રિસોર્ટમાં કુટુંબ સાથે દિવસ ગાળવાનો પ્રોગ્રામ સૌમિલભાઈએ બનાવ્યો હતો. વ્હીલ ચેરમાં બેઠેલા નવનીત રાય કુટુંબના તમામ સભ્યોની દોડાદોડી જોઈ રહ્યા હતા. ક્રિકેટનો સામાન, ટેનિસ રેકેટ્સ, બોર્ડ ગેમ્સ, તમામ વસ્તુઓનો ખડકલો થઈ ગયો હતો. બેટા, ચાલને હું પણ આવું. સૌમિલને કહેવા માટે ગોઠવેલા શબ્દો નવનીત રાયને હોઠે આવતા પહેલાં અચકાઈ જતા હતા. બાર વાગ્યે બાપુજીને બે રોટલી અને શાક ગરમ કરીને આપી દેજે. પુત્રવધૂ સલોની કામવાળી બાઈને કહી રહી હતી....
  April 4, 07:36 PM
 • ‘એમની’ મદદ કરવાની ભાવના
  કંકુ-કલાની જોડી બાંકડે બેસીને વાતો કરતીતી, ત્યાં સવિતામાસીય ગોઠવાયાં. મંજુબેન પણ ખાંચામાંથી ઊતર્યાં, પણ (પંચાત-પંચના પાંચમા સભ્ય) હંસાગૌરી કેમ હજી સુધી ના દેખાયાં? હું વિચારતી જ તી, ત્યાં તો હંસામાસી બહાર આવ્યાં અને ઊભરો જ કાઢવા માંડ્યાં, આ તમાર ભાઈ તો ભૈસાબ એક કામમાં ભલીવાર નહીં. મોટા ઉપાડે મદદ કરવા આયા લો! હુ કાંદો કાઢ્યો? આવાં પરાક્રમો કરે, એના કરતાં તો છાપું લઈને બેહી રે એ પોહાય. આ લોકોનો પોબ્લેમ જ આ છે યાર. કોઈ જાતની ટ્રેનિંગ જ નથ દીધી માવરુયુએ. અમારે આમનુંય એવું જ. વરહને વચલે દહાડે એક કામ...
  April 3, 07:32 PM
 • પીડાની પરાકાષ્ઠા
  પીડાની પરાકાષ્ઠા વાતાવરણ તો કોઈ ઉત્સવ ઊજવાઈ રહ્યો હોય એવું જ લાગી રહ્યું હતું. નવાં કપડાં પહેરીને સ્ત્રીઓ અવરજવર કરી રહી હતી. કૌમાર્યાવસ્થા વટાવીને યૌવનના ઉંબરે પહોંચેલી યુવતીઓની આંખો અને ચહેરાનો જોકે આ આખા માહોલ સાથે મેળ ખાતો નહોતો. એના વર્તનમાં એક ઉદાસીનતા વર્તાતી હતી. પ્રૌઢ વયની અને વૃદ્ધ કહેવાય એવી સ્ત્રીઓ ઓરડામાં જઈ શકતી. યુવતીઓને અંદર જવાની મનાઈ હતી. કારણ? ઓરડાની અંદર જે ઘટના બનવાની છે, એમાંથી એ યુવતીઓ 2-4 કે 5 વરસ પહેલાં પસાર થઈ ચૂકી છે અને એ વખતે વેઠેલી વેદનાની કળ હજી વળી ન હોય એવું...
  April 3, 06:59 PM
 • ચાલ જિંદગી જીવી લઇએ
  ચાલ જિંદગી જીવી લઇએ સખી ગુજરાતી પરિવારનાં નીરુ અને દીપકના અરેન્જ મેરેજ હતાં. બંને સ્વભાવે મીઠાબોલાં, મળતાવડાં અને એટલાં જ સમજદાર હતાં. લગ્ન પછી થોડા સમયમાં બંને એકબીજાને પૂરક થઈ ગયાં. મા-બાપે આપેલા સંસ્કારોને પગલે બંને પરિવારનાં સુખને પોતાનું સુખ માનીને એકબીજા સાથે ખુશ રહેતાં હતાં. દીપક સોફ્ટવેર એન્જિનિયર હતો. થોડા વખત પહેલાં એને અહીં અમદાવાદની એક પ્રતિષ્ઠિત સોફ્ટવેર કંપનીમાં સારા પગારવાળી નોકરી મળી હતી. છતાં તેનું સ્વપ્ન હતું કે આઈટીના ભણતર બાદ થોડો સમય માટે પણ અમેરિકા જવું, દરેક...
  April 3, 06:49 PM