‘જો ટમે એ ડફોરનું એડ્રેસ ની આલહો, ટો ટમારો આટ્મા સરીરઠી છુટો પડી જાય ટાં હુઢી અમારી ‘પ્રેમઢુલાઇ’ ચાલહે...’
મેં એવું સાંભળ્યું છે કે રિમાન્ડ પર લેવાય ત્યારે પોલીસસ્ટેશનમાં ઊંધા લટકાવીને ગુનેગારોની ધોલાઇ થતી હોય છે! અહીં ‘પ્રેમ’ના નામે અવશ્ય ધોલાઇ થશે, એવું મને લાગવા માંડ્યું હતું. જો કે ગનપટ હુરટી કદાચ મારી દયા ખાય, એવું પણ લાગતું હતું! ટૂંકમાં...
અવતાર અને રવિરાજ ઘરના વરંડામાં બેઠા બેઠા એકાના કેસની સાથોસાથ સદાનંદના કેસની પણ ચર્ચા કરી રહ્યા હતાં.
સિગારેટના ઠૂંઠાથી ભરાયેલી એશટ્રે જોતાં અવતાર બોઝ બોલ્યો, ‘ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, છોડી દે!’ રવિરાજે નવી સિગારેટ સળગાવીને મિત્રની દિશામાં ધૂમાડો ફેંકતાં કહ્યું, ‘પોલીસખાતાની નોકરી એનાથીય હાનિકારક છે. તું કહે તો એ પણ છોડીને...
અન્નાના ચહેરા પરની રેખાઓ અચાનક તંગ થઇ ગઇ.અન્નાએ વેંકટેશને કહ્યું, ‘તમારી વાઇફને કારણે પોલીસવાળા મારા માણસને જેલમાં ઘસડી ગયા છે. જો એણે મોઢું ખોલ્યું તો મને પણ ત્યાં પહોંચતાં વાર નહીં લાગે. ’ ‘આવો, ‘આવો ડોક્ટર સાહેબ’ નાની કેબિન ગણાય એવી ઓફિસમાં વેંકટેશને આવકારતાં અન્નાએ કહ્યું એની બરાબર પાછળની દીવાલ પર ગોલ્ડન ફ્રેમમાં ભગવાન તિરૂપતિ...