અન્ના સાથે વાત કરી રીબુએ ફોન મૂક્યો અને માથું ખંજવાળ્યું. ક્યાંક કોઇની ભૂલ કે પછી ગેરસમજ થતી હોય એવું એને લાગતું હતું. જે સ્ત્રીની હત્યા માટે એને રાયપુર જવાનું કહેવાયેલું એ તો અત્યારે ચિત્રકોટમાં હતી. રીબુએ આ શંકા ત્યારે ને ત્યારે અન્ના સામે પ્રગટ કરવાનું ટાળ્યું. સ્પષ્ટીકરણ આપતાં કે માગતાં પહેલાં પોતે પૂરતી તપાસ કરી લેવામાં એને વધારે ડહાપણ...
પશ્વાતાપમાં ડૂબી ‘ઐયો ઐયો....’ ના પોકાર સાથે કલ્પાંત કરતા રેડ્ડીને ટીવી સ્ક્રીન પાસેથી ખેંચી લાવી અમે સોફામાં બેસાડ્યો. અમે દેવી ગીતાંજલિ ઉર્ફે ગીતા પટેલનો પ્રેરક કાર્યક્રમ જોવામાં ફરી વ્યસ્ત બન્યા. ‘જો પ્રેમ, શંકા અને કલહ નજરે પડે, તો સમજી લેવું કે ત્યાં સ્ત્રી હશે! કલહ તો પછીની વાતછે, પણ હે પ્રેમપંખિણીઓ, પ્રેમનિમિત્તે કોઇ શંકાઓ હોય તો મને...
‘આપ કા સવાલ મેં ભઠિયા નીં હૈ, ફિર બી મૈં જવાબ ડેટા, બસ વાટ પૂરી! પ્રેમ કે બિના જીવન મેં કબી બી ભિઠયા નીં હો સકટા. કોઈ ટુમારી લવર કો ભગા કે લે ગીયા ઓર ટુમ ડફોર કી માફિક ડેખટા રહા.’‘જોયું ડેંગુચા સાહેબ?’ મેં ડેંગુચાને કહ્યું, ‘કોઇ પ્રકારના પ્લાન વિના આપણને ગનપટ હુરટી જડી ગયોને? અગાઉ આપણે કોઈ પ્લાનિંગ ન કર્યું હોત, તો ગનપટ વહેલો જડી જાત હોં!’આ...
‘હેલો ડોક્ટર વેંકટેશ!’ વોશરૂમમાંથી બહાર નીકળેલા વેંકટેશના પગ જ નહીં, આખું શરીર, અરે! લોહી પણ જાણે થીજી ગયું. સામે ગ્રીષ્મા ઊભી હતી, પણ મુંબઇથી સેંકડો માઇલ દૂર આ રાયપુર એરપોર્ટ હતું. મધરાત થઇ ગયેલી. કદાચ આ સપનું હતું વેંકટેશને લાગ્યું. ગ્રીષ્માએ એના હાથ પર ચીમટો ભરતાં કહ્યું, ‘નો, તું સપનામાં નથી.’ ‘ઓ, ઓ...’ વેંકટેશથી સીસકારો ભરાઇ ગયો. એણે પૂછ્યું,...