આજે તમારી શંકાનું કાયમી સમાધાન કરી લો... સમ છે મારા... જોઇ લો આ ખભા લાકડા જેવા સ્ટીફ છે કે નહીં? શુક્લ સાહેબ, પ્લીઝ,... ફરી વાર આવી તક નહીં મળે...
ઢીલોઢસ હેમાંગ ધીમા અવાજે બોલતો હતો. સામે બેઠેલો પ્રતીક ધ્યાનથી સાંભળતો હતો.‘પ્રતીકકુમાર, તમે માનો કે ના માનો પણ હકીકત એ છે કે પૂજાના ઘરે જતી વખતે આખા રસ્તે મારા મગજમાં એક જ વિચાર ઘૂમરાતો હતો... એ ડફોળ છોકરી...
પ્લીઝ, આવી અંચઇ ના ચાલે. ક્યારેક સારા મેસેજ હોય તો ફોરવર્ડ કરી શકાય. એણે આંખો નચાવીને ઉમેર્યું. ઓન્લી ફોર જેન્ટ્સ જેવા હોય તો પણ પ્રેમથી મોકલો, મજા આવશે. મારી એક ફ્રેન્ડને એવા મેસેજનો ગાંડો શોખ છે. એને ફોરવર્ડ કરીશ તો એ બાપડી રાજી રાજી થઇ જશે.
‘આ હેમલો હવે પોળમાં જ રહેશે કે પાછો નારણપુરા જશે?’ લગ્નગાળાને લીધે બકા દરજીનું નસીબ ઊઘડી ગયું હતું....
તમારી વાત સાચી છે. આવી નિંદા અને કૂથલી કરવામાં જાણે ગોળનું ગાડું મળી ગયું હોય એમ લોકોને જલસા પડે એ હકીકત પણ સાચી છે. એ છતાં આઇ એમ શ્યોર કે રસિલાની વાતમાં લોકો સાવ ખોટા નથી...
આ હલકટ બાઇએ હાથ લંબાવીને ચીસો પાડીને કહ્યું કે જા...જા... બાયલા! તું શું મરવાનો? આ શબ્દો સાંભળીને એ ખુલ્લા પગે જ નીકળી ગયા. મીઠાખળી અન્ડરબ્રિજ પાસે ટ્રેન નીચે પડતું મૂક્યું!......
એક કોન્સ્ટેબલ પલંગ તરફ આગળ વધ્યો અને બંને હાથથી ગાદલું ઊંચું કરવા માટે ઝૂકયો. પ્રતીકની નજર હેમાંગના ચહેરા સામે હતી. એ બાપડાના જાણે હમણાં શ્વાસ અટકી જશે એ હદે ભયભીત ચહેરા પર પરસેવો ચમકતો હતો.
પોળમાંથી નીકળીને પ્રતીકની બાઇક નારણપુરા તરફ આગળ વધતી હતી. એની નજર ટ્રાફિક સામે હતી એ છતાં પાછળ બેઠેલા હેમાંગના ગભરાટને એ પારખી શકતો હતો. એ દિવસે મનીષા...