આ પ્રેમ નામે ગ્રંથનો ફેલાવો વધવો જોઈએ, જો પ્રત કદી ખૂટી પડે તો સંસકરણ કરતા રહો... ટ્રસ્ટીની ભલામણ હોવાથી તે બહેનને કશું કહેવાનું હતું નહિ. અરૂપ ‘પરીની’ને તેડીને અને ઇતિ ‘પરમ’ને તેડીને બહાર નીકળ્યાં ત્યારે ઇતિની આંખો ચમકતી હતી. અરૂપ છલકતો હતો. બાળકો કશું સમજ્યાં સિવાય બંનેને ચોંટી રહ્યાં હતાં. સમય પણ આજે સાક્ષીભાવે નિર્લિપ્ત રહી શક્યો હશે કે પછી...
કલાક પછી અરૂપ અને ઇતિ બહાર નીકળ્યાં. ક્યાં જવાનું છે તે ઇતિએ કશું પૂછ્યું નહિ અને અરૂપે કહ્યું નહિ. કદાચ ઇતિએ માની લીધું હશે કે અરૂપની કોઈ પ્રિય જગ્યાએ લંચ માટે જતાં હશે. જોકે આમ તો આવું કશું વિચારવાની ક્ષમતા ઇતિમાં ફરીથી આવી હતી કે કેમ? તેની જાણ ક્યાં હતી?થોડી વારમાં ગાડી શહેરના એક અનાથાશ્રમ પાસે આવીને ઊભી. અરૂપ નીચે ઊતર્યો. ઇતિ જોઈ રહી આ ક્યાં...
વેંકટેશની નજરે પરફેક્ટ લાગે એવો પ્લાન હતો. એકાને એણે કહેલું કે મેડિકલ કોન્ફરન્સ માટે દિલ્હી જવાનું છે અને હોસ્પિટલમાં કામ પતાવીને સીધો એરપોર્ટ જવા નીકળી જશે. હોસ્પિટલમાં રૂટિન કામ પતાવ્યા બાદ એણે સાંજ સુધીમાં પોતાના ટેબલ પર ફાઇલો અને કાગળોનો પથારો કરી એવો દેખાવ સર્જી દીધો કે પુષ્કળ પેપરવર્ક ભેગું થઇ ગયેલું અને એ પતાવવા મોડી રાત સુધી...
આગળ જતા શિયાળને જોઈ પરીની બોલી ઊઠી,‘આંટી, શિયાળની વાર્તા મને આવડે છે હોં. દ્વાક્ષ ખાવા તેણે કેવા કૂદકા માર્યા હતા અને પછી પહોંચાતું નહોતું તેથી દ્વાક્ષ ખાટી છે એમ કહી દીધું હતુંને?’‘મને તો શિયાળની એક જ નહિ, ઘણી વાર્તા આવડે છે. હેં આંટી, શિયાળ તો લુચ્ચું હોયને?’‘આંટી, આ પરમ પણ બહુ લુચ્ચો છે હોં. મને રોજ હેરાન કરે છે.’ ઇતિની કોર્ટમાં પરીનીએ પોતાની...