Home >> Literature >> Navalkatha
 • સારા વજૂદ ખુશ્બુ સે ભર ગયા શાયદ તેરા ખયાલ હદોં સે ગુજર ગયા
  સારા વજૂદ ખુશ્બુ સે ભર ગયા શાયદ તેરા ખયાલ હદોં સે ગુજર ગયા હં...મ...મ...મ...! મેં ચૌલાનો સોનોગ્રાફી રિપોર્ટ વાંચીને હજુ તો આટલું જ કહ્યું એટલામાં તો એનો પતિ સ્નેહલ આકળવિકળ થઈ ઊઠ્યો. આંખોમાંથી ચિંતા ટપકવા લાગી. ચહેરો તો આખેઆખો ચિંતાનો નકશો બની ગયો. સર, શું છે રિપોર્ટમાં? મારી ચૌલાને કંઈ થઈ તો નહીં જાયને? અરે! ના રે ના! રિપોર્ટ તદ્દન નોર્મલ છે. મેં કહ્યું. પણ તો પછી તમે હં...મ...મ...મ કેમ કહ્યું? અચ્છા, મેં એટલું કહ્યું એમાં તમે ગભરાઈ ગયા એમને? પણ ચિંતા કરવા જેવું કંઈ નથી. તમારી વાઇફનો સોનોગ્રાફી રિપોર્ટ સાવ...
  March 21, 07:58 PM
 • ‘રાજુ, માન ન માન, એ નગમામાં કંઈક મેજિક તો છે’
  રાજુ, માન ન માન, એ નગમામાં કંઈક મેજિક તો છે પ્રકરણ - 9 પાર્થના પગ થંભી ગયા. એ તો પૂરા ઉત્સાહથી નગમાને પ્રપોઝ કરવા આવ્યો હતો. ગુલાબનાં ફૂલોનો ગુલદસ્તો અને રાતરાણીનાં ફૂલોની એક કલગી પણ સાથે લીધી હતી. નગમાનો એ જૂની હવેલીનાં ઘસાયેલાં પગથિયાં તે ચડી જ રહ્યો હતો ત્યાં તેને ઉપરના ખંડમાંથી નગમાની અમ્મીજાનનો અવાજ સંભળાયો: પતા હૈ નગમા? જબ તુમ નમાજ પઢ રહી થી તબ તુમ્હારે અબ્બુ કા ફોન આયા થા. વો યહાં આ રહે હૈ... પાર્થને લાગ્યું કે એણે ઊભી કરેલી આખી પત્તાંની ઇમારત એક જ ફૂંકથી હવામાં ઊડી જશે. પોતાના કેન્વાસ...
  March 18, 08:31 PM
 • ‘ગની’ પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ કોઈ પાંપણો ઢળ્યા ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું
  ગની પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ કોઈ પાંપણો ઢળ્યા ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું પ્રોસત્યકામ પોતાની કરિયરનું પ્રથમ લેક્ચર આપવા માટે કૉલેજના વર્ગખંડમાં પ્રવેશ્યા. માત્ર પચીસ જ વર્ષની તરોતાજા યુવાની. માપસરની ઊંચાઇ. કસાયેલું શરીર. કસરતી ભૂજાઓ. ગોળ, ભાવપૂર્ણ ચહેરો, નિર્મળ પાણીદાર આંખો. ટૂંકા કપાવેલા અને માથામાં તેલ નાખીને ઓળેલા વાળ. મક્કમ, આત્મવિશ્વાસભરી ચાલ. વર્ગખંડમાં પિનડ્રોપ શાંતિ પથરાયેલી હતી. પ્રો. સત્યકામે ડાયસ પર જઇને સામે બેઠેલા સ્ટુડન્ટ્સનું અભિવાદન કર્યું, જય હિંદ! વંદે...
  March 18, 07:41 PM
 • દ્રોણ પાંચાલની રાજધાની કાપિલ્ય પહોંચ્યા.
  દ્રોણ, અશ્વત્થામા, અને કૃપિને લઇને પાંચાલ જવા રવાના થયા. કેટલાક દિવસની મુસાફરી પછી દ્રોણ પાંચાલની રાજધાની કાપિલ્ય પહોંચ્યા. રાજધાનીના મહેલો અને મોટી મોટી હવેલીઓ જોઇને તેઓને થયું કે જે રાજધાનીમાં આટલા ધનવાન વ્યક્તિઓ હોય તો તેના રાજા પાસે કેટલું ધન હશે! આમ તો દ્રોણ કોઇથી પ્રભાવિત થતા નહિ પણ આ શહેરની ભવ્યતા જોઇને તેઓ ખુશ થયા કે તેઓનો મિત્ર આટલો શક્તિશાળી અને વૈભવી છે. દ્રોણ અને અશ્વત્થામા ધીમે ધીમે ચાલતા અને શહેરની ભવ્યતા નિહાળતા રાજદરબાર સુધી પહોચ્યા. જેવા તેઓ અંદર દાખલ થવા ગયા કે બે...
  March 15, 04:08 AM
 • એક અમસ્તા ટહુકામાં તરબોળ થયા ત્યાં, શ્વાસ લીધાના વચગાળામાં સાંજ ઢળી ગઈ
  એક અમસ્તા ટહુકામાં તરબોળ થયા ત્યાં, શ્વાસ લીધાના વચગાળામાં સાંજ ઢળી ગઈ ડો અગ્રજ ન્યુરોસર્જરી વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો. સાંજનો સમય હતો. એ પોતાના ક્વાર્ટરમાં બેસીને લેપટોપ પર કોઈકના ફોટોઝ જોઈ રહ્યો હતો. ત્યાં એનો સેલફોન રણક્યો. જનરલ હોસ્પિટલના વોર્ડમાંથી નર્સનો ફોન હતો. કહી રહી હતી, ડોક્ટર! આજે સવારે જે પાંચ પેશન્ટ્સનાં ઓપરેશનો થયાં છે તેમને જોવા માટે આવો છોને? સાંજના રાઉન્ડનો સમય થઈ ગયો છે. ઓહ માય ગોડ! સિસ્ટર, આઇ એમ વેરી સોરી. એક અગત્યનું કામ હતું એટલે ભુલાઈ ગયું. હું હમણાં જ...
  March 14, 09:21 PM
 • અમ્મીજાનનો અવાજ સાંભળી અચાનક દાદરા ચડી રહેલા પાર્થના પગ થંભી ગયા
  અમ્મીજાનનો અવાજ સાંભળી અચાનક દાદરા ચડી રહેલા પાર્થના પગ થંભી ગયા પ્રકરણ -08 સ્ટી રોઇડ્ઝ? રાજુ ચોંકી ગયો. તું નગમાદીદીની અમ્મીજાનને ચાલતી કરવા માટે સ્ટીરોઇડ્ઝ અપાવવા માગે છે? પાર્થ, તને ખબર છે, સ્ટીરોઇડ્ઝ બહુ રિસ્કી હોય છે. રિસ્ક તો લીધું જ છે ને! રાજુનો ખભો થાબડતા પાર્થ હસ્યો, શરૂઆતથી રિસ્ક લીધું છે. નગમાનું ગાયન ચોરી લીધું ત્યારે પણ રિસ્ક હતું. એ પછી જ્યારે ખબર પડી કે એ તો આંધળી છે ત્યારે એને પટાવવાનું પણ મેં રિસ્ક જ લીધું હતું ને? અને કિસ્મતના ખેલ જો રાજુ, એ પોતે મારી સાથે લગ્ન કરવા માગે છે. તો...
  March 11, 02:17 AM
 • હજારો નામુકમ્મલ હસરતોં કે બોજ તલે ભી, એ દિલ, તેરી ગજબ હિમ્મત હૈ,જો તૂ ધડકતા હૈ!
  હજારો નામુકમ્મલ હસરતોં કે બોજ તલે ભી, એ દિલ, તેરી ગજબ હિમ્મત હૈ,જો તૂ ધડકતા હૈ! હેલ્લો,સર! ઓળખાણ પડી? બેઠી દડીના, ગોળમટોળ, ભીનેવાન એવા એક અજાણ્યા પુરુષે મને પૂછ્યું. એક સામાજિક ફંક્શનમાં આ ઘટના બની ગઇ. હું બુફે પૂરું કરીને હાથમાંની ડિશ દૂર આવેલા કાઉન્ટર પર મૂકવા માટે જતો હતો ત્યાં અચાનક આવું પૂછીને એણે મને અટકાવી દીધો. હું એની સામે ધારી-ધારીને જોઇ રહ્યો. અણસારનું સહેજ પણ પગેરું મળ્યું નહીં. મેં સામે ઊભેલા પુરુષના પેટ પરથી દસેક કિલોગ્રામ જેટલી ચરબી મનોમન હટાવી લીધી. ચહેરા પરથી દસ-બાર વર્ષ દૂર...
  March 10, 09:03 PM
 • યા તો હમેં મુકમ્મલ ચાલાકિયાઁ સિખાઈ જાયે, નહીં તો માસૂમોં કી અલગ બસ્તિયાં બસાઈ જાયે
  યા તો હમેં મુકમ્મલ ચાલાકિયાઁ સિખાઈ જાયે, નહીં તો માસૂમોં કી અલગ બસ્તિયાં બસાઈ જાયે હેશ પટેલ હજી ડૉ. મહેશ પટેલ બન્યો ન હતો. હજુ તો ડૉક્ટર બનવા આડે એક વર્ષ બાકી હતું. ફાઇનલ એમ.બી.બી.એસ.ની પ્રથમ ટર્મમાં એ ભણી રહ્યો હતો ત્યારે અચાનક એક દિવસ એક ઘટના બની ગઈ. મહેશ લાઇબ્રેરીમાં બેસીને સર્જરીની બુક વાંચી રહ્યો હતો ત્યારે એના મિત્ર સુરેશે આવીને ધીમેથી એના કાનમાં કહ્યું, તારા ફાધર આવ્યા છે. હોસ્ટેલમાં એમને મારા રૂમમાં બેસાડીને તને કહેવા માટે આવ્યો છું. બાપુજી આવ્યા છે? મારા? કેમ અચાનક? શું થયું હશે? કંઈ...
  March 8, 12:22 PM
 • તુ એકાદ સપનાનો દસ્તાવેજ મોકલ, હું હૃદયની મિલકત ગીરવે મૂકી દઉં!
  તુ એકાદ સપનાનો દસ્તાવેજ મોકલ, હું હૃદયની મિલકત ગીરવે મૂકી દઉં! મા ઇક પર એનાઉન્સરે જાહેર કર્યું: અબ આ રહા હૈ આજ કી ઇસ સૂરીલી મેહફિલ કા સબસે બહેતરીન ગાના જીસે પેશ કરેંગે હમારી કૉલેજ કા બેસ્ટ મેલ સિંગર મિ. નિશાન્ત નાણાવટી...! ફિલ્મ કા નામ હૈ સૂરજ. ગીતકાર હરસત જયપુરી. આવાઝ મહંમદ રફી સાહબકી. ઔર, ઇસ ગાનેકો સ્વરબદ્ધ કિયા હૈ સંગીતકાર શંકર-જયકિસનને... એનાઉન્સરનો અવાજ કૉલેજિયન છોકરા-છોકરીઓની ચિચિયારીઓ, સીટીઓ અને તાળીઓના ત્રિવિધ શોરમાં દબાઇ ગયો. પછી તરત જ એક ઊંચા, ગોરા, હેન્ડસમ યુવાનની સ્ટેજ પર એન્ટ્રી થઇ....
  March 4, 08:00 PM
 • અશ્વત્થામા ત્યારે ગાંધારી ગર્ભવતી થઇ ગઇ હતી પણ
  અશ્વત્થામા જ્યારે પાંડુ અને કુંતિ વનમાં હતા અને કુંતિએ દુર્વાસાના વરદાનની વાત કરી અને કુંતિએ મંત્રથી આહવાન કરીને દેવનો બોલાવ્યા ત્યારે હસ્તિનાપુરમાં પણ ઝડપથી બનાવો બની રહ્યા હતા. ગાંધારી ગર્ભવતી થઇ ગઇ હતી પણ પ્રસવ થતો ન હતો. ધૃતરાષ્ટ્રને ચિંતા થઇ કે તેનો વંશ બાળક વગરનો રહી જશે અને તેને ગાંધારીની દાસી સુગંધા સાથે સંભોગ કર્યો અને તેનાથી એક પુત્ર થયો, તેનું નામ પાડવામાં આવ્યું-યુયુત્સુ, જે દુર્યોધન કરતા મોટો હતો, તે હમેશાં દાસીપુત્ર જ રહ્યો. છેવટે ગાંધારી ગર્ભવતી તો થઇ, નવ મહિના પસાર થયા પણ...
  March 3, 03:09 AM
 • નગમા અચાનક થંભી ગઇ. એના ચહેરાના હાવભાવ સપાટ થઇ ગયા
  નગમા અચાનક થંભી ગઇ. એના ચહેરાના હાવભાવ સપાટ થઇ ગયા પ્રકરણ-6 પાર્થને જરાય સમજાતું નહોતું કે આ શું થઇ રહ્યું છે? થોડી જ ક્ષણો પહેલાં તે નગમા સાથે સિતાર અને ગિટારની જુગલબંધી કરી રહ્યો હતો. રાગ પૂરિયા ધનાશ્રીના અંતિમ ચરણમાં ખુદ પાર્થને લાગ્યું હતું કે આ જૂના મહોલ્લાની ખખડધજ હવેલી જેવા મકાનના ખૂણે ખૂણામાં કંઇ ઝણઝણાટી થઇ રહી છે. પરંતુ એ પછી અંદરના રૂમમાંથી એક તીણી પીડાભરી છતાં આનંદમિશ્રિત ચીસ સંભળાઇ હતી. નગમા સિતાર પડતી મૂકીને એ તરફ ધસી ગઇ હતી. પાર્થ પણ તેની પાછળ જઇને જુએ છે તો પલંગ પર સૂતેલી એક...
  February 28, 09:38 PM
 • મોતની તાકાત શી મારી શકે? જિંદગી તારો ઈશારો જોઈએ
  મોતની તાકાત શી મારી શકે? જિંદગી તારો ઈશારો જોઈએ 2000-2001ના સમયની ઘટના. ઉનાળાના દિવસો. અયોધ્યાપુરમ તીર્થધામ ખાતેથી જૈન સાધુઓ વિહાર કરતાં કરતાં શ્રીશંખેશ્વર તીર્થની દિશામાં જતા હતા. સૂરજના આકરા તાપથી બચવા માટે વિહારની શરૂઆત વહેલી સવારે (લગભગ પાંચ વાગ્યે જ) કરી દીધી હતી. અચાનક પૂ. મુનીશ્રી મેઘચંદ્રસાગરજી મહારાજ સાહેબ નામના સાધુ ભગવંતને છાતીમાં દુખાવો ઉપડ્યો. સાથે અન્ય સાધુ ભગવંતો હતા એમણે જોયું કે મુનીશ્રી બેસી પડ્યા છે. સાહેબશ્રી, શું થાય છે? એક યુવાન સાધુએ પૂછ્યું. મુનિશ્રીએ માત્ર ઇશારાથી...
  February 28, 08:10 PM
 • વક્ત બહા કર લે જાતા હૈ નામો-નિશાન મગર કોઈ હમ મેં રહ જાતા હ ઔર કિસી મેં હમ...
  વક્ત બહા કર લે જાતા હૈ નામો-નિશાન મગર કોઈ હમ મેં રહ જાતા હ ઔર કિસી મેં હમ... જાણે કાનૂની વયમર્યાદા પૂરી થવાની રાહ જોઇને જ બેઠો હોય તેમ બરાબર એકવીસમી વર્ષગાંઠની ઉજવણી વખતે જ તેજેન્દ્રે ભરી મહેફિલમાં જાહેર કરી દીધું, મોમ! ડેડ! ઓલ માય કઝિન્સ એન્ડ ફ્રેન્ડ્ઝ! લેટ મી એનાઉસ... આઇ એમ ઇન લવ!!! તેજેન્દ્રના પપ્પા ધર્મેશભાઇએ એકના એક દીકરાની વર્ષગાંઠ ઊજવવા માટે ખાસ પોતાના ફાર્મ હાઉસમાં નજીકના મિત્રો અને સ્વજનો માટે ડિનર પાર્ટીનુ આયોજન કર્યું હતું. ડી.જે.નો શોર હજુ હમણાં જ શાંત પડ્યો હતો. મહેમાનો ભોજનના...
  February 26, 12:00 AM
 • આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે
  આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે દર્દીઓ ડોક્ટરની પાસે જાય ત્યારે પોતાની ફરિયાદો રજૂ કરતા હોય છે, લાખ રૂપિયાનો સવાલ એ છે કે ડોક્ટરને પોતાને કોઈ ફરિયાદ કરવી હોય તો તે ક્યાં જાય? શારીરિક તકલીફ હોય તો એ પોતે જ હલ કરી શકે. ડોક્ટર મિત્રોની મદદ પણ લઈ શકે છે, પરંતુ પોરબંદરના સૌથી વયસ્ક પ્રેક્ટિસિંગ ફિઝિશિયન ડો. સુરેશ ગાંધી જીવનનાં પાછલાં વર્ષોમાં થોડીક ગંભીર શિકાયતો સાથે આવ્યા છે. એમની સુપ્રીમ કોર્ટ કોઈ દુન્યવી અદાલત નથી. એમને સાંભળી શકે અથવા ન્યાય તોળી શકે એવો...
  February 21, 09:42 PM
 • ‘ફસાયો તો હું છું. યાર, એ મને કાલે સાંજે રિયાઝ કરવા બોલાવે છે.’
  પ્રકરણ -05 એ બ્લાઇન્ડ છે? પાર્થનું દિમાગ તેજ ગતિથી દોડવા માંડ્યું. એના મનમાં એક પ્લાન ગોઠવાઇ રહ્યો હતો. આખરે તે બિઝનેસમેનનો દીકરો ખરો ને! શું વિચારી રહ્યો છે પાર્થ? રાજુએ પૂછ્યું. યાર, આ નગમા નામની જે મોહતરમા છે, તેણે પૈસાની તો કંઇ વાત કાઢી જ નહીં, ઉપરથી આંધળી છે. દેખાવે પણ કંઇ ખાસ નથી... તો? તો યાર, એને પટાવી ન લઉં? યુ મીન... તું એની જોડે પ્રેમમાં પડીશ? રાજુને નવાઇ લાગી. પાર્થ હસવા લાગ્યો. ડફોળ છે ને! એ આંધળીના પ્રેમમાં હું પડતો હોઇશ? પણ શું છે, કે જો એને પટાવી શકાય... યુ મીન, એની જોડે જો પ્રેમનું નાટક કરી...
  February 20, 08:07 PM
 • કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા, કહીં ઝમીં તો કહીં આસમાં નહીં મિલતા
  કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા, કહીં ઝમીં તો કહીં આસમાં નહીં મિલતા વિવાન અને રિયા કોલેજમાં હતાં ત્યારથી જ એકબીજાના પ્રેમમાં ગિરફતાર હતાં. હવે ડિગ્રી મેળવી લીધી એટલે આગળનું પગલું વિચારવાનું હતું. મુલાકાતનો સમય નિર્ધારિત કરીને બંને કોફી કેફેમાં મળ્યાં. ઓર્ડર આપ્યો. પછી વાતે વળગ્યાં. શરૂઆત રિયાએ કરી, વિવાન, મને લાગે છે કે આપણે હવે મેરેજ કરી લેવા જોઇએ. મેં મમ્મી-પપ્પા સાથે વાત કરી લીધી છે. બોથ હેવ એગ્રીડ. તારે તો કોઇને પૂછવાપણું છે જ નહીં. વિવાન હસ્યો, પૂછવું હોય તો દોઢ ડઝન સગાંવહાલાં છે, પણ...
  February 19, 12:00 AM
 • ઓળખાણ ક્યાં હતી તમારી ને મારી...આ તો કુદરતે એકબીજાને ભલામણ કરી..!
  ઓળખાણ ક્યાં હતી તમારી ને મારી...આ તો કુદરતે એકબીજાને ભલામણ કરી..! સાવ નાનકડું ગામડું. આપણા અમદાવાદની એકાદી મોટી સોસાયટી જેટલી જ વસ્તી. ત્યાં અમદાવાદની જેવી મોટી મોટી હોસ્પિટલ તો ક્યાંથી હોય? અમદાવાદમાં જનરલ હોસ્પિટલમાં રોજના 200-500 ડોક્ટરો વિઝિટ પર આવતા હોય. આ ગામડામાં સાત દિવસમાં એક વાર ડોક્ટર દેખાય. એ પણ બહાર ગામથી આવે. આપવાની સારવાર, કરવાની સેવા અને લેવાના આશીર્વાદ. શહેર કરતાં ગામડામાં બધું જુદું. આપણને સમજતાં જરા વાર લાગે. ડો. મનુભાઈ આવા જ એક સાપ્તાહિક દિવસે દર્દીઓનો મેળો ભેગો કરીને બેઠા...
  February 15, 12:00 AM
 • વાસંતી વાયરાની હડફેટે અમે પણ ચડ્યા, ને લથબથ સુગંધના પ્રેમમાં અનહદ પડ્યા
  વાસંતી વાયરાની હડફેટે અમે પણ ચડ્યા, ને લથબથ સુગંધના પ્રેમમાં અનહદ પડ્યા નિવિ તૈયારીમાં વ્યસ્ત હતી. વેલેન્ટાઇન ડે નજીકમાં જ હોવાથી એનું દિલ-દિમાગ પૂરવેગમાં દોડી રહ્યું હતું. નચિકેત સાથે સગાઇ થયા પછીનો આ પહેલો જ વેલેન્ટાઇન ડે આવતો હતો. અખબારોમાં વેલેન્ટાઇન ડે વિશે જ માહિતી પ્રગટ થવા લાગી હતી. ટી.વી. ચેનલ્સ પણ એના વિશે જ ધૂમ મચાવી રહી હતી. સેન્ટ વેલેન્ટાઇન કોણ હતા, ક્યાં અને ક્યારે જન્મ્યા હતા, પ્રેમ વિશે તેઓ વિશ્વને કેવો અદ્દભુત સંદેશ આપી ગયા છે એ બધી વાતોના ચોસલા પર સોનાનું વરખ ચડાવીને દેશની...
  February 12, 12:00 AM
 • કોઈનાં ભીનાં પગલાં થશે, એવો એક વર્તારો છે, સ્મિત ને આંસુ બંનેમાંથી જોઈએ કોનો વારો છે?
  કોઈનાં ભીનાં પગલાં થશે, એવો એક વર્તારો છે, સ્મિત ને આંસુ બંનેમાંથી જોઈએ કોનો વારો છે? મિશા અને માઝુમી બંને બહેનો. સગી બહેનો. એમાંય પાછી જોડિયા બહેનો. ટ્વિન્સ સિસ્ટર્સ. યુવાનીના શિખર પર જીવતી બહેનો. સૌંદર્યમાં એવી કે એને જોઇને સો જોજન દૂર ઊભેલો પુરુષ પણ એને પામવા માટે વલખાં મારવા લાગે! પપ્પા અનુપમભાઇ અને મમ્મી વંદનાબહેન શનિવારની સાંજે શિખર-મંત્રણામાં પરોવાયાં. કહું છું... વંદનાબહેને કહેવાનું શરૂ કર્યું, આવતી કાલે એક સારા ઘરનો મુરતિયો આપણી દીકરીને જોવા માટે આવવાનો છે. એકલો? ના હવે! એની મોટી...
  February 4, 08:16 PM
 • અપની વજહ-એ-બરબાદી સુનિયે તો,ઝિંદગી સે યુ ખેલે, જૈસે દૂસરે કી હૈ...!
  અપની વજહ-એ-બરબાદી સુનિયે તો,ઝિંદગી સે યુ ખેલે, જૈસે દૂસરે કી હૈ...! લગભગ 1974-75ના વર્ષનો વૈશાખી મહિનો હતો. હું ત્યારે મેડિકલ સ્ટુડન્ટ હતો. રાતના ભોજન પછી હોસ્ટેલની મારી રૂમમાં બેઠક જમાવીને વાંચવાની હજુ તો શરૂઆત જ કરતો હતો ત્યાં અચાનક ખુલ્લા બારણામાંથી અવાજ સંભળાયો, શું ચાલે છે પાર્ટનર, અંદર આવી શકું કે? મારા હૈયામાં ધ્રાસકો પડ્યો. પરીક્ષા માથા પર ગાજતી હતી. પેથોલોજી, ફાર્મેકોલોજીનાં દળદાર થોથાં ઊથલાવી જવાનાં હતાં. આજે તો આખી રાત જાગવાનો સંકલ્પ હતો, ત્યાં આ કોણ ટપકી પડ્યું? એક પળ માટે તો મને...
  January 25, 12:00 AM