આંખોમાં બધાંની જે પ્રેમ ઝળકાય છે,
તેનું નામ જીવન છે.
દરેક ક્ષણમાં જ્યાં જ્યાં શ્વાસ લેવાય છે,
તેનું નામ જીવન છે.
જેના માટે આ સૃષ્ટિ સ્થાપિત થઇ છે,
તેનું નામ જીવન છે.
જ્યાં બધાંએ સુખ-દુ:ખ ભોગવ્યું છે,
તેનું નામ જીવન છે.
જ્યાં બધાંએ પોતાની તકદીર સાથે લડ્યાં,
તેનું નામ જીવન છે.
જીવતાં જ નહીં, મૃત્યુ પછી પણ,
જે બીજા માટે સમર્પિત થયું છે, તેનું નામ જીવન...
દૂરથી નજર મારી મંડાઇ, એમની નજરો કેમ ભુલાય?
મધુરા તે સ્મિત છલકાવતી, એમની છબી કેમ ભુલાય?
દુ:ખમાં સાત પગલાં સાથે રહેલી,
તેને સુખમાં તો કેમ ભુલાય?
બે ક્ષણની વસમી વિદાય બાદ, એ મધુરા મિલનને તે કેમ ભુલાય?
આવે છે જેમની મીઠી યાદ, એમનાં સમણાં તે કેમ ભુલાય?
મારા જીવનમાં ચાંદની વરસાવતા,
એ ચાંદને તો કેમ ભુલાય?
શૈલેષ પીપળીયા, નાની વાવડી
ઝંખના છે કે મને રોજે મળે,
સપનું થઇ રોજે મને રાતે મળે.
જોઇતી નથી કંઇ ખુશી મારે હવે,
આંસુ ભીની આંખથી જે નીકળે.
શોધવામાં જિંદગી આખી ગઇ,
એ મળી ગયું જો મને પગની તળે.
ફક્ત મારે તો તને જોવી હતી,
કાશ! મારું આજ સપનું ફળે.
મળી ગઇ છે આપણી આંખો છતાં,
લાગે બીક કે હૈયું ભળે.
રાખું છું વિશ્વાસ હું તારા ઉપર,
ના બને એવું નજર તારી છળે.
વાત મારે જે તને કહેવી હતી,
અટકી ગઇ આવી...
ધીમો ધીમો સાદ છે, નક્કી કંઇ વાત છે,
આ તો મૌસમનો પહેલો વરસાદ છે.
પક્ષીના કલરવમાં નવો એક રાગ છે,
કે આ તો મૌસમનો પહેલો વરસાદ છે.
ઝૂકી ઝૂકી રહેલી વૃક્ષની ડાળીનો સાદ છે,
આ તો મૌસમનો પહેલો વરસાદ છે.
માનવ મહેરામણમાં અનેરો આનંદ છે,
ભાઇ, આ તો મૌસમનો પહેલો વરસાદ છે.
તળાવ, નદી ને નહેર બધામાં,
કહી રહ્યું છે પાણીનું બૂંદ,
આ તો મૌસમનો પહેલો વરસાદ છે.
‘અનમોલ’ની એ જ...