નથી માગતી સઘળા શબ્દો તારી પાસેથી,
કરી દે એક ઇશારો, બસ એ જ કાફી છે.
નથી માગતી તારી પાસેથી અખૂટ સાગર પ્રેમનો,
આપી દે એક બુંદ બસ એ જ કાફી છે.
નથી માગતી ખુશીઓ બધી તારી પાસેથી,
સમાવી લે મને તારા દુ:ખમાં બસ એ જ કાફી છે.
નથી માગતી મારા ચહેરાની મુસ્કાન તારી પાસેથી,
જોઇ લે પ્રેમભરી એક નજરથી મારી તરફ બસ એ જ કાફી છે.
આમ તો પુષ્પો વગર ઉપવન પણ વેરાન હોય છે,
આપી દે...
મારી દોસ્તીમાં નીતરતા પ્રેમને, તમે સમજયા નહીં,
બધું સમજીને પણ તમે, સમજયા નહીં.
આ દિલના એક-એક ધબકારે,
સમય ગાળ્યો તમને સમજવા, છતાંય તમે સમજયા નહીં.
ચાળણી કરી છે આ દિલની, સમયના ખંજરોએ,
છતાંય જખ્મો તમે સમજયા નહીં.
છતાંય એક પણ ક્ષણ, દિલે તમને અવગણ્યા નહીં.
કોશિશ હતી, છુપાવવાની તમને,
છતાંય મારી કવિતામાં તમે છુપાયા નહીં.
બ્રિજેશ ગોસ્વામી, રાજકોટ
મેં દુ:ખ એટલું તો સાચવીને રાખ્યું,
કે હસતાં હસતાં રડી પડાયું, દિલના દર્દ આમ પળભરમાં
બહાર આવશે, તે નહોતી ખબર,
બસ, આ તો આમ જ હસતાં હસતાં રડી પડાયું,
જખમ તો સાચવીને રાખ્યા હતા મેં,
આખી જિંદગીના, પણ કોણ જાણે કેમ?
આજે હસતાં હસતાં રડી પડાયું.
આંખમાં આંસુ પણ છે અને આંખમાં સપનું પણ છે,
બસ, આજે તો હસતાં હસતાં રડી પડાયું.
મેહુલ ત્રિવેદી, ગાંધીનગર
ભાન ખોયું છે,
ને બેભાન થયો છું,
તું જ સભાન હવે,
મને કરી લે!
યુગોથી તારા
વિરહમાં જ છું દુ:ખી,
તારા દિલમાં હવે તો, વસાવી લે!
મૃગનયની દ્વાપરથી,
તારી વાટે જ છું,
આ યુગે તો તું હાથ ધરી લે!
કિળયુગે પણ
જન્મ્યો છું તારા કાજે,
હવે તો તું મને તારી લે!
આ નશ્વર દેહે
રોમે-રોમ તું જ વસી છો,
તારું-મારું કર્યા વગર, આપણા મન એક કરી લે!
વીરજી વેગડા, મુંબઇ