હું અને તું એક દરિયાનાં ખેડુ,
ને દરિયો તો જાણે સાવ અજાણ્યો.
દરિયાની જેમ ભલે ભરતી ને ઓટ હવે,
તોયે ઉછળ્યે છે મોજમાં.
દરિયાનું પાણી તો સાવે છે ખારું,
તોયે પીએ છે મીઠા ઘુંટડા.
હોય ભલે ને દુ:ખના દરિયા હવે,
તોય સુખમાં સરોવર છે સાંભરે.
દરિયામાં આમ જ હલેસાં મારતાં,
તોયે થાવું છે દરિયાપાર.
દરિયો તો રહેવાનો દરિયો આમેય હવે,
હું અને તું એના એ જ ખેડુ.
જગન...
આજકાલ બનવું છે સૌને પ્રેમમાં હીરો,
પરંતુ પ્રેમનો અર્થ સાચો સમજવો નથી.
બનવું છે સૌને પ્રેમમાં મોડર્ન,
પ્રેમની સાદગી કોઇને ગમતી નથી.
સ્ટાઇલ મારે છે એ હીરોની ઢબે,
સીધા-સરળ પ્રેમી બનવું નથી.
બોલે છે ડાયલોગ પ્રેમનાં ફિલ્મી અંદાજમાં,
પ્રેમમાં મૌનની ભાષા જાણવી નથી.
વાત કરે છે ચાંદ-તારા તોડી લાવવાની,
રૂપિયા રળવાની કોઇ આવડત નથી.
વાત કરે છે લૈલા-મજનૂના...
ભલાઇ ગુણો-સદગુણો ઓળખે છે,
બુરાઇ બધા દુગુgણો ઓળખે છે,
નથી ઓળખાતા ચહેરા ને મોહરા,
ખરાને દિલના દર્પણો ઓળખે છે.
ભટકતા રહ્યા મૃગજળોની પાછળ,
તરસ્યાની તરસને રણો ઓળખે છે.
પરિચયની મોહતાજ ક્યાં છે પ્રતિષ્ઠા,
ભલા કામને તારણો ઓળખે છે.
નવી પગદંડી પાડી મંઝિલે,
થયા ધૂળ તો રજકણો ઓળખે છે.
ભીડ આપી ગઇ એકલતા દુ:ખમાં,
આ એકલતાને કારણો ઓળખે છે.
કદી જીવતા જે ખબર લઇ...
જીવનના તાપને તારા નામનો ચંદનલેપ કર્યા કરું છું,
મારો સહવાસ મને મળતો નથી.
કેવળ એક ખાલી ખોળિયું લઇને હરું છું, ફરું છું,
અને પળે-પળે તને સ્મરું છું.
જ્યાં ને ત્યાં ઉપસે છે તારી આકૃતિ,
તારી સ્મૃતિ મને ઠરવા દેતી નથી,
યાદ, યાદ અને યાદ...
શું આ જ હશે વિરહની સંસ્કૃતિ?
કોઇ પ્úથ્થકરણ કરવું નથી.
હું તારા સ્મરણને શરણ, પણ હું છું જ ક્યાં? બધે જ માત્ર તું છે, તું...