જાન્યુઆરીની ચૌદમી, બે હજાર ને બાર,
શનિ-રવિના મેળમાં, મકરસંક્રાંતિ જાણ.
ખુલ્લી અગાસી, છાપરાં, રસ્તો ને મેદાન,
જ્યાંત્યાં દીસતા માનવો, પતંગ-દોરી હાથ.
લાલ-પીળો ને કાળિયો, પૂંછડીઓ પટેદાર,
ફુદ્દી હવામાં ઉડતી, લાડવો તો મજેદાર.
ગીલીન્ડરે તો ગોટ મારી, કાગડી થઇ છે સપાટ,
આંખદાર વળી આંખો મારે, કાપાકાપી આકાશ.
રંગબેરંગી પતંગથી ગગન કેવું સોહાય,
દ્રઢ માનવની...
ભૂકંપગ્રસ્ત અર્ધમૃત બાળક,
જ્યારે ભાનમાં આવ્યું...
યાદ આવ્યો ભગવાન સાથેનો વાર્તાલાપ,
એક હથોડો ઓછો કેમ માર્યો?
ભાઇ-ભાંડુ, માતા-પિતા સર્વેને તે લીધાં,
મારો કયો ગુનો? મને શીદને બક્ષ્યો?
વત્સ વિનાશને વસંતમાં ફેરવ
અને, બાળકના મોં પર મલકાટ છવાયો.
નેહા ગોલે, વડોદરા
મિત્રો ઘણા મળ્યા મને, પણ તારા જેવું કોઇ નહીં...
ગઇ તું જ્યારે મારી જિંદગીમાંથી,
છે તું મારી જિંદગી, એ સમજાઇ ગયું મને...
હવે નહીં કરું કંઇ મજાક, કોઇની સાથે,
હવે તો માફ કરજે, મને મારી મજાક માટે...
થાકી તને શોધી, છતાં હજી તું મળી નથી,
આવ પાછી જિંદગીમાં, ઉજાગર કરી જા મને...
પિન્કી અગ્રવાલ, વડોદરા
સુખ હોય છે બે પલનું, દુ:ખ હોય છે એક પલનું,
ક્યારે જતું રહેશે, તે ખબર નથી.
જિંદગી ઘણી ટૂંકી છે પ્રેમ કરવા માટે,
કદી નફરત ન કરતા કોઇને જિંદગીમાં,
ક્યારે પૂરી થઇ જશે, તે ખબર નથી.
પ્રેમ તો થઇ જાય છે એક પલમાં,
પણ કેમ નીભાવશો તમે, તે ખબર નથી.
એટલે જ કહું છું જાન, હસતા રહેજો ફૂલોની જેમ,
મોત ક્યારે આવી જશે, તે ખબર નથી.
પંકજ વાઘેલા, રાજકોટ