કાગળથી કાગળ જેમ છુટા પડ્યાં,
તારી સંગ જોયેલાં એ સપનાં જૂઠાં પડ્યાં.
એક તો કાગળ સીધો અમે મૂક્યો નહોતો,
ને તારા સહી-સિક્કો બેઉં ઊંધા પડ્યા.
પહેલી મુલાકાતે કરી હતી જ્યાં વાત દિલની,
એ જ રસ્તે અમે આજ વિખૂટાં પડ્યાં.
જાણું છું દોસ્ત, એમાં વાંક તારો નથી,
ઇ તો પ્રેમમાં અમે જ જરા ભોંઠા પડ્યા.
કદાચ, સજી-ધજીને આવ્યા હતા દુશ્મનો,
યા અમારા જ હથિયાર થોડા બુઠાં...
કોઇક કવિની કલ્પના છે તું,
હાથથી કંડારેલી કવિતા છે તું.
પર્વતોમાંથી વહેતી સરિતા છે તું,
કોઇક શાયરની શાયરી છે તું.
વનમાં ફરતી ઢબુકતી ઢેલ છે તું,
સોહામણી સુંદર ગઝલ છે તું.
મનને હરનારી મોહિની છે તું,
વાદળાંની વચ્ચે ચમકતી વીજ છે તું.
બાગમાં ગુલાબની સુવાસ છે તું,
મારા પ્રાણથી પણ પ્યારી છે તું.
મારા હૈયાના અરમાન છે તું,
કોઇક ગાયકનું સૂરીલું ગીત છે તું....
મનાવી લે ખુશી એ દિલ! ક્યામતની ઘડી આવી,
મળે કે ના મળે અનમોલ પાછી જિંદગી આવી.
પ્રણયમાં પ્રાણપ્યારા પણ પરાયા થઇ ગયા પળમાં,
તમાશાઇ બન્યા સ્નેહીજનોને તક મળી આવી.
કરમ કૈંક દોસ્તોના, પૂછો ના જખ્મો કર્યા તાજાં,
નમકનું રૂપ લઇને એમની હર લાગણી આવી.
મહોબ્બતમાં વફા કાજે લૂંટાવી જિંદગી જેણે,
પામ્યાં છે એ જ પ્રેમીઓ, પીડાઓ કારમી આવી.
દુ:ખોનાં રોદણાં છોડી જીવી લે...
મારી બાળપણની પ્રીતનો,
કરુણ અંજામ આવ્યો,
અને નિમિત બન્યું આ પાનેતર...
આ પ્રેમના પૂજારીએ તો કહ્યું હતું કે,
સાચવજે, મારા શ્વાસને તારા વિશ્વાસે મૂકું છું,
પણ અમને ક્યાં ખબર હતી કે,
એમને પણ ક્યારેક
ઓઢવું પડશે પારકું પાનેતર...
આજે ભલે એ તૈયાર થયા હોય,
ભૂલવા પ્રીત બાળપણની, પણ
એમણે તો ક્યારનુંયે પહેર્યું છે.
મારા પ્રેમનું પાનેતર...
એના પ્રેમમાં પાગલ આ દિલ...