વેદનાઓ હૃદયમાં ઝરે છે કૈંક યુગોથી,
ધક્-ધક્ ધબકાર કરે છે કૈંક યુગોથી!
ચિંતન છે દિવસભર જેનું ઇન્સાનને,
સ્વપ્ન થઇ રાતમાં ફરે છે કૈંક યુગોથી!
હું સ્વીકારી લઉં ક્ષણમાં અગર આવે,
આ મોતથી બધા ડરે છે કૈંક યુગોથી!
પ્રેમમાં ભીના થવાનું કારણ છે બસ આટલું,
આ યુવાનીમાંથી ઝરે છે કૈંક કૈંક યુગોથી!
જગદીશ પટેલ, ચીખલી-નવસારી
ઝરમર વરસતા વરસાદના ધીમા ઝાપટા જ્યારે ધરતીને મળે છે,
ધરતીને લીલીછમ કરી દે ને, ધરતીમાં લીલવણી ફળે છે.
લીલીછમ થયેલી ધરતી પણ જાણે, લીલી સાડી પહેરીને સજી ગઇ હોય,
આવી હરિયાળી તો ફક્ત માનવીઓને જ માણવા મળે છે.
વરસી વરસાદ દુનિયાને કરે પાણી પાણી ક્ષણભરમાં જ,
બસ થોડી જ વારમાં એ નદી-નાળાને ડેમમાં નવા નીર ભરે છે.
ઉગે જ્યારે લીલુંછમ ઘાસ આ ધરતી પર, ચોમાસાની...
આપણું મન નાની અમથી કોટડી જેવું છે. કોટડી નાની છે અને સામાન ઘણો છે. આવો અગણ્ય સામાન હકીકતમાં નગણ્ય છે, પણ મનુષ્ય આ નગણ્યને વળગી રહ્યો છે અને એને જ કારણે પોતાની જ કોટડીમાં ગૂંગળામણ થાય એવી રીતે વર્તી રહ્યો છે.મારી કોટડીમારી કોટડીમાં સામાન ઘણોએક ખૂણે મારો પ્રેમ ભર્યો છેએક ખૂણે અભિલાષાએક ખૂણે ધિક્કાર ભર્યો છેએકમાં ઘોર નિરાશાબાળપણાની શેરી લઈ...