

મા તું મને જન્મ દેજે,
તારા હેતનો ખોળો ખુંદવા દેજે.
રમીશ તારા આંગણામાં, પા.. પા.. પગલી માંડવા દેજે.
પાટી-પેન લઇ હું...
પ્રીત પાંગરી’તી મારા જ પ્રાંગણમાં...
એમાં જ અમારું દિલ તમને આપી બેઠા.
જીવન હતું અંધકારમય અમારું,
પ્રેમની શગ તમે જ...
ખુશ્બૂ ભરી છે જીવનમાં, પરકાજ સમર્પણ કર્યું,
ખુશ્બૂ ભરી છે હરદમ, હરભિજન ભરપૂર કર્યું.
ખુશ્બૂ ભરી છે નયનમાં,...
રાહ જોઇ છે તારા આગમનની મારી આંખોએ,
મુજ જીવનમાં પ્રેમ ઝરણું બનીને આવ્યો,
કાલ સવારનો સૂરજ એક અનોખી યાદ લઇને આવશે....
ખબર જો હોત, તો ખૂબ મજા પડત,
કે કોની રેખા કોના હાથમાં હોય છે?
તેનું હાસ્ય, મોજ-મસ્તી અને ખુશી,
ને તિરસ્કાર ને ધૃણા કોના હોય છે?
ખબર જો હોત, તો ખૂબ મજા પડત,
કોનું સિંદૂર, સાત ફેરા ને મંગલસૂત્ર,
ઘુંઘટ હટાવવાનો હક કોના માટે હોય છે?
સાથે જીવન વિતાવીને ધન્ય બનાવી,
રિસાવીને મનાવવાનું કોના માટે હોય છે?
સફેદ કેનવાસમાં સાતેય રંગો પૂરતી,
આ સોનેરી ચાંદની કોના...
નથી આવી જીવનમાં ક્યાંયથી તોયે વાટ જોઉં છું,
ઋતુ પલટાય છે તોયે અનંતમાં હું ચાલતો જાઉં છું.
મોસમ ઘર કરે છે અલ્પ દિન, દિલ માંગે છે કલ્પતરુ,
નિસર્ગમાંથી સ્વરૂપ ધરતી તેનો રાહ શોધતો જાઉં છું.
ના દીઠી દિલના આંગણે રૂપના સ્વાંગમાં ધારી હતી,
નિજાનંદની બને છે ભસ્મ તે અંગાર છોડી જાઉં છું.
નથી માનવતણા દુ:ખ પોંછનારા દિલ સુકાની રહ્યા,
દેહના આજ પર ખેલતા...
પાસે જ છે તું છતાંયે કહી નથી શકાતું,
આંખથી આંખ મિલાવી જોઇ નથી શકાતું.
તફાવત સમજયો હોઇશ તું નજર-નજરનો,
સાચી પ્રેમભરી નજર હવે રોકી નથી શકાતી!
દુનિયા ભલે ને સદાય અવળું જ સમજયા કરે અહીંયા,
તું અવળું સમજીશ એ સ્વીકારી નથી શકાતું.
ર્દશ્યપટ પર અહીં હજારો ચહેરા સુંદર જોવા જ મળે છે,
કામણગારું તારું અલ્પ સૌંદર્ય ભૂલી નથી શકાતું.
દિલ હવે ખૂબ જ મૂંઝવણ અનુભવી...
શમણાંમાં આવીને રાધા કહે મને, શ્યામ જાગ હવે!
જાગીને જોઉં ચોતરફ તો દીસે ક્યાંક મોરપીછ મને!
વાગે વળી ક્યાંક વાંસળી, નભ ભાસે ધનુષ્યના રંગે!
શોધું જગાડનારને અને આવે મળી પાયલ શૈૈયાએ!
થાય મને શમણું સાચું થયું કે રાધા ચાલી ગઇ વાસ્તવે!
અજિત કુરિયા, રાજકોટ