Home >> Lifestyle >> Health
 • વર્ષોવર્ષ યુવાન અને હેલ્ધી રહેવા, બધાં પુરૂષો ચોક્કસ અપનાવો આ 11 દૈનિક નિયમો
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વધતી ઉંમર કોને ગમે છે? એમાંય વધતી ઉંમરના લક્ષણો તો દરેકને હચમચાવી નાખે છે કારણ કે તમે ભલે ગમે તેટલું છુપાવો પરંતુ તમારો ચહેરો અને તમારું શરીર તો તમારી ઉંમર જણાવી જ દે છે. એમાંય પુરૂષોનું કામ આખો દિવસ બહાર રહેવાનું અને પૈસા કમાવવાનું હોય છે. જેના માટે બહુ બધી એનર્જી અને સ્વસ્થ શરીરની જરૂર પડતી હોય છે. પરંતુ પુરૂષો પોતાના સ્વાસ્થ્ય અને ભોજન પ્રત્યે જરાય ધ્યાન આપતા નથી. જોકે દરેક પુરૂષ એવું ઈચ્છે છે કે તેના મસલ્સ મજબૂત રહે, તે ઊર્જાવાન અને યુવાન રહે, સાથે જ તેની ત્વચા યુવાન...
  02:25 PM
 • બીટના રસનો આ 1 પ્રયોગ રોજ અપનાવો, 10 મોટા રોગોમાં ગજબની અસર દેખાશે
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ રોજ સવારે 1 ગ્લાસ બીટના રસમાં 1 ચમચી મધ મિક્ષ કરીને પીવાથી બોડીને ભરપૂર આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ્સ મળે છે. એમ પણ અત્યારે શિયાળામાં બીટનું સેવન ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. તો તમે પણ આ પ્રયોગ અપનાવો. આ જ્યૂસ એનિમિયાથી લઈ હાર્ટ પ્રોબ્લેમ સુધીના રોગોથી બચાવે છે. આ જ્યૂસમાં ખાંડની જગ્યાએ મધ નાંખવાથી તેના ફાયદા વધી જાય છે. જેથી આજે અમે તમને આ હેલ્ધી ડ્રિંક પીવાના ચમત્કારી લાભ વિશે જણાવીશું. આગળ વાંચો રોજ સવારે 1 ગ્લાસ બીટના રસમાં 1 ચમચી મધ મિક્ષ કરીને પીવો પછી જુઓ તેની અસર.
  08:00 AM
 • જેમને 3 દિવસ સુધી પેટ સાફ ન થાય તો છે હઠીલી કબજિયાત, 10 ઉપાયથી કરો દૂર
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજે બદલાઈ રહેલી જીવનશૈલી, આહારશૈલી અને કસરતના અભાવને કારણે કબજિયાતની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. નાનાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના અનેક લોકોને કબજિયાતની તકલીફ હોય છે. જ્યારે આ સમસ્યા વધી જાય ત્યારે બોડી ફંક્શન અવરોધાય છે અને રોગો શરીરમાં પ્રવેશે છે. સામાન્ય રીતે દિવસમાં ત્રણ વખતથી સપ્તાહમાં ત્રણ વખત સુધી શૌચ કરવા જવું તંદુરસ્તીની નિશાની છે. તેમ છતાં ત્રણ દિવસ સુધી પેટ સાફ ન આવે તો તે વ્યક્તિને કબજિયાત છે એમ કહેવાય અથવા તો બળ કર્યા પછી મળ પસાર થાય કે પેટ સાફ ન થયા...
  06:00 AM
 • રોજ 1 ચમચી આ પાવડરનો જ્યૂસ પીશો તો 15 રોગોથી રહેશો દૂર, વજન ઘટશે
  હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઘઉંના જવારા વીટગ્રાસ (ઘઉંના જવારા) 90 જેટલાં ખનિજ તત્વો, 19 પ્રકારના એમિનો એસિડ અને વિટામિન્સ અને મિનરલ્સનો સૌથી સારો સોર્સ છે. તેમાં વિટામિન એ, બી, સી, ઈ, ડાયેટરી ફાયબર અને કે સહિત ક્લોરોફિલ પણ છે. સવાર-સાંજ 1-1 ચમચી જવારાનો પાઉડર કે ટેબ્લેટ લેવાથી શરીરને અનેક પ્રકારનાં ખૂટતાં તત્વો મળી રહે છે. તમે ઘઉંના જવારા અને તેનો રસ બન્નેનો ઉપયોગ કરી શકો છો. અત્યારે માર્કેટમાં ઘઉંના જવારાનો પાઉડર મળી રહે છે. તેનો પાઉડર અને ટેબ્લેટ વધુ અસરકારક સાબિત થશે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ ઘઉંના જવારા...
  January 22, 04:32 PM
 • અઠવાડિયામાં માત્ર 1વાર પીવો બીલીનું શરબત, ઝડપથી દૂર થશે આ 10 તકલીફો
  હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ બીલીના ફળમાં પ્રોટીન, ફાયબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ હોય છે. બીલીના ફળનું શરબત પીવાથી ભરપૂર તાજગી અને ઠંડક મળે છે. આ શરબત ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ્સ અને અલ્સર જેવી બીમારીઓથી બચાવવામાં ઈફેક્ટિવ છે. જેથી આજે અમે તમને બીલીના ફળનું શરબત પીવાના ગજબના સ્વાસ્થ્ય લાભ જણાવીશું. જો તમારે અહીં જણાવેલા 10 ફાયદા મેળવવા હોય તો સપ્તાહમાં એકવાર ચોક્કસથી બીલીના ફળનું શરબત પીવો. આગળ વાંચો બીલીના ફળનું શરબત પીવાના અન્ય9બેસ્ટ ફાયદાઓ....
  January 22, 04:22 PM
 • કેટલાક ફૂડ કોમ્બિનેશન હોય છે બહુ જ ખરાબ, જાણો આ 7 ફૂડ સાથે શું ખાવું શું નહીં
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ હેલ્ધી ફૂડ્સ ખાવા બધાંને પસંદ હોય છે પરંતુ તેની સાથે અથવા તેની પહેલાં કે પછી કેટલાક ફૂડ કે વસ્તુઓ ખાઈ લેવાથી તેનાથી ફાયદા નહીં પણ સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જેના વિશે મોટાભાગના લોકો જાણતાં નથી. નોનવેજ ખાધા બાદ તરત શું ન ખાવું જોઈએ અથવા ખાટાં ફળો ખાધાં બાદ શું ન ખાવું વગેરે જેવા યોગ્ય ફૂડ કોમ્બિનેશન પ્રમાણે અહીં 7 સવાલોના જવાબ બતાવ્યા છે. જેની પરથી તમે જાણી શકશો કે કયા ફૂડ સાથે શું ન ખાવું અને શું ન પીવું જોઈએ. આગળ વાંચો કયા ફૂડ સાથે શું ન ખાવું અને શું ન પીવું જોઈએ.
  January 22, 06:01 AM
 • આ 10 ફૂડ્સ ખાશો તો તમને હંમેશા રહેશે એસિડિટીની પ્રોબ્લેમ, બચવા ટાળજો ખાવાનું
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આમ તો એસિડિટી કોઈને પણ થઈ શકે છે, પરંતુ આધુનિક જીવનશૈલી અને કેટલીક ખાસ સ્થિતિના કારણે એ સમસ્યા ઘણી વધી જાય છે. ઘણીવાર આપણને ખાવામાં અલગ-અલગ સ્વાદ પસંદ આવે છે પણ આ જ સ્વાદ ક્યારેક એસિડિટી પેદા કરે છે. આપણે ઘણી એવી વસ્તુઓ ખાઈ લઈએ છીએ જેમાં એસિડ રિફ્લેક્શન થાય છે. જેથી આજે અમે તમને એવા 10 ફૂડ્સ વિશે જણાવીશું જેને ખાવાથી એસિડિટીની સમસ્યા વધે છે. જેથી તેને અવોઈડ કરવા. કારણો -નાસ્તો ન કરવો -લાંબો સમય ખાલી પેટ રહેવું કે વધુ પડતું આરોગવું -ભાત, ઘી-તેલ, મેદો અને...
  January 21, 07:30 PM
 • આ 9 પ્રોબ્લેમને કારણે વારંવાર કંઈક ગળ્યું ખાવાની થાય છે ઈચ્છા, તમે પણ જાણો
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઘણાં લોકો ગળ્યું ખાવું વધુ પસંદ હોય છે. જો તમે પણ મિઠાઈ કે ચોકલેટ્સ જોઈને કંટ્રોલ કરી શકતાં નથી અને વારંવાર ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે તો તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. ઘણી ફિઝિકલી પ્રોબ્લેમને કારણે પણ વારંવાર ગળ્યું ખાવાની ઈચ્છા થતી હોય છે. જેને લોકો નજરઅંદાજ કરે છે. જેથી આજે અમે તમને વારંવાર ગળ્યું ખાવાની ઈચ્છા પાછળના 9 કારણો જણાવીશું. આગળ વાંચો વારંવાર ગળ્યું ખાવાની ઈચ્છા થવા પાછળના 9 કારણો, જે બધાંએ એકવાર જાણવા જોઈએ.
  January 21, 11:32 AM
 • સપ્તાહમાં 1વાર વાળમાં કરો દૂધનો પ્રયોગ, વાળ બનશે લાંબા અને રેશમી: 9 ટિપ્સ
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ દૂધમાં રહેલાં કેલ્શિયમ અને પ્રોટીન જેવા તત્વો વાળને હેલ્ધી રાખવામાં ખૂબ જ મદદ કરી શકે છે. રોજ દૂધ પીવા સહિત જો સપ્તાહમાં એકવાર દૂધથી વાળ ધોવામાં આવે અથવા દૂધના અહીં જણાવેલ પ્રયોગમાંથી કોઈ કરવામાં આવે તો વાળ રેશમી, મુલાયમ, કાળા અને ભરાવદાર બની શકે છે. દૂધથી વાળ ધોયા બાદ નવશેકા પાણી અને હર્બલ શેમ્પૂથી વાળ બરાબર સાફ કરવા નહીંતર દૂધ વાળના મૂળમાં જમા થઈને દુર્ગંધ અને બેક્ટેરિયા પેદા કરી શકે છે. આગળ વાંચો વાળ માટે બેસ્ટ એવા દૂધના 9 પ્રયોગ.
  January 21, 08:00 AM
 • અપનાવો આ 12 સૌથી હેલ્ધી આદતો, તમારું શરીર ક્યારેય નહીં બને રોગોનું ઘર
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કેટલાક લોકો એવા હોય છે જે દરેક સિઝનમાં માંદા પડી જાય છે. ત્યાં કેટલાક લોકો એવા પણ હોય છે જેમને બદલાતી સિઝન અને આસપાસના બીમાર લોકો પણ કંઈ જ અસર કરતાં નથી અને તેઓ હમેશાં હેલ્ધી રહે છે. આખરે આ લોકો બાકી લોકો કરતાં શું અલગ કરે છે કે માંદા જ નથી પડતાં. શું ક્યારેય તમે વિચાર્યું છે? તો તમને જણાવી દઈએ કે આવા લોકોનું હેલ્ધી રૂટીન તેમને હેલ્ધી રાખે છે અને બોડી ઈમ્યૂનિટી વધારી રોગો સામે રક્ષણ કરે છે. તો આજે તમે પણ જાણી લો આ હેલ્ધી રૂટીન વિશે. આગળ વાંચો ક્યારેય માંદા ન પડતાં લોકોના...
  January 21, 07:00 AM
 • આ રીતે 7 દિવસનું ડાયટ પ્લાન ફોલો કરી, 1 સપ્તાહમાં જ ઘટાડો 2 કિલો વજન
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વજન ઘટાડવાની જ્યારે વાત આવે છે ત્યારે સૌથી પહેલો ખ્યાલ ડાયટિંગ કરવાનો આવે છે. તેના ચક્કરમાં ઘણાં લોકો ખાવા પીવાનું મૂકી દે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આવું કરવાથી બોડીનું મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે. જેનાથી વજન ઘટવાની જગ્યાએ વધવા લાગે છે. સાથે જ ડાયટમાં ન્યૂટ્રિઅન્ટ્સની કમીને કારણે પણ શરીરમાં નબળાઈ આવે છે. સ્કિન અને વાળ પર પણ ખરાબ અસર પડે છે. એક્સપર્ટ મુજબ જો તમે હેલ્ધી રીતે વજન ઓછું કરવા માગતા હો તો તેના માટે ખાવાનું છોડી ન દેવું પણ દર 2-3 કલાકે કંઈકને કંઈક હેલ્ધી ખાવું....
  January 21, 06:00 AM
 • ચહેરા પર ખીલ ફોડવાથી કાળા ડાઘ પડી ગયા છે? તો આ 10 ઉપાયથી કરો દૂર
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ અયોગ્ય ડાયટ, હોર્મોનલ ફેરફાર, પોલ્યૂશન, તડકો અને સિઝનમાં ફેરફારને કારણે ઘણાં લોકોને ચહેરા પર ખીલ ઉપસી આવે છે. જો લાંબા સમય સુધી આ પ્રોબ્લેમ રહે તો ચહેરા પર કાળા ડાઘ પડવા લાગે છે અને ખીલ ફોડવાથી કાળા ખીલની પ્રોબ્લેમ પણ થઈ શકે છે. જેથી આજે અમે તમને કાળા ખીલની સમસ્યાને જડથી દૂર કરવા અને ચહેરો સાફ અને બેદાગ બનાવવા માટે ખાસ ઘરેલૂ નુસખા જણાવીશું. રેગ્યુલર અહીં જણાવેલા ઉપાય કરવાથી તમારી સ્કિન હેલ્ધી બનશે અને કાળા ખીલ પર દૂર થઈ જશે. આગળ વાંચો ચહેરા પર થતાં કાળા ખીલને જડમૂળથી...
  January 20, 05:50 PM
 • ખાંડની જગ્યાએ રોજ થોડો ગોળ નાખીને પીવો દૂધ, મળશે આ 10 જબરદસ્ત ફાયદા
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ગળ્યું દૂધ પીવા માટે મોટાભાગના લોકો તેમાં ખાંડ ઉમેરે છે પણ શું તમે જાણો છો કે દૂધમાં ખાંડની જગ્યાએ ગોળ નાખીને પીવાથી શરીર અને સ્વાસ્થ્યને ગજબના ફાયદા મળી શકે છે. દૂધમાં ગોળ મિક્ષ કરીને પીવાથી ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે. સાથે રોજ તેને પીવાથી હાડકાં મજબૂત થાય છે, પાચન સુધરે છે અને ઘણાં બ્યુટી બેનિફિટ્સ પણ મળે છે. તેમા માટે 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી જેટલો કતરેલો ગોળ મિક્ષ કરી પીવો. (ઓર્ગેનિક ગોળનો ઉપયોગ કરવો) તો આજે જાણી લો ગોળવાળું દૂધ પીવાના મીઠાં ફાયદાઓ. આગળ...
  January 20, 12:53 PM
 • ઉપયોગી ટિપ્સઃ બહુ જ કામ આવશે આ 10 પ્રકારના છોતરાં, ભૂલથી પણ ફેંકતાં નહીં
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણે રોજિંદા જીવનમાં ઘણી એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જેના છોતરાં આપણે ફેંકી દઈએ છીએ અને આજે અમે તમને એવી જ 10 વસ્તુઓના છોતરાંઓના 10 ઉપયોગ અને ફાયદા જણાવીશું, જે તમારી રોજની તકલીફોમાં ઈન્સ્ટન્ટ કામ આવશે. આમાંથી કેટલાક છોતરામાં ન્યૂટ્રિઅન્ટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ વધુ માત્રામાં રહેલાં હોવાથી તેના ઘણાં બ્યુટી બેનિફિટ્સ પણ મેળવી શકાય છે. તો અહીં જણાવેલી આ 10 વસ્તુઓના છોતરાં ક્યારેય ફેંકતા નહીં. આગળ વાંચો 10 એવી વસ્તુઓના છોતરાં વિશે, જે છે બહુ જ કામના.
  January 20, 12:46 PM
 • શિયાળામાં રોજ પીવો આ 1 પ્રવાહી, શરીર બનશે પુષ્ટ અને આખું વર્ષ રોગો રહેશે દૂર
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ છુહારા (ખારેક) ખાવાથી ઘણાં બધાં સ્વાસ્થ્ય લાભ મળે છે. ખાસ કરીને શિયાળામાં ખારેક વધુ ખાવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ખારેક ખાવા કરતાં જો તેને દૂધમાં નાખીને પીશો તો તેનાથી વધુ ફાયદા મળી શકે છે અને આખું વર્ષ બીમારીઓથી બચીને રહી શકાય છે. આમાં વિટામિન્સ અને મિનરલ્સ જેમ કે ફાયબર, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ, વિટામિન એ, સી, કે, બી2, બી6, થાયમિન, નિયાસિન, સેલેનિયમ, ફોસ્ફરસ, કોપર ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ ખારેકવાળું દૂધ પીવાથી કેન્સર, હાર્ટ પ્રોબ્લેમ અને ઈનડાઈજેશન જેવી...
  January 20, 08:00 AM
 • નાની ઉંમરમાં જ તમારો ચહેરો ઘરડો લાગ છે? તો તેની પાછળના 10 કારણો સમજો
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઉંમર વધવાની સાથે બોડી અને સ્કિન પર એજિંગ ઈફેક્ટ્સ દેખાવા લાગે છે. જેમાં ચહેરા પર કરચલીઓ પણ થાય છે. પરંતુ ઘણાં લોકોને નાની ઉંમરમાં જ ચહેરા પર કરચલીઓ અને ફાઈન લાઈન્સ દેખાવા લાગે છે. જેની પાછળ રહેલાં કારણો જાણવા ખૂબ જ જરૂરી છે. જેથી આ પ્રોબ્લેમથી બચી શકાય છે. સામાન્ય રીતે સ્ટ્રેસ, પોલ્યૂશન અને સન એક્પોઝરને તેની પાછળનું કારણ માનવામાં આવે છે. પરંતુ આ સિવાય પણ કેટલાક કારણો છે જેનાથી નાની ઉંમરમાં ચહેરા પર કરચલીઓ અને ફાઈન લાઈન્સ પડે છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. આગળ...
  January 20, 07:00 AM
 • દાદીમાના આ 16 નુસખાઓ નોંધવાનું ભૂલતા નહીં, ડોક્ટરની દવાઓ નહીં ખાવી પડે
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણાં ઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલૉપેથી દવાઓ કરતાં વધારે અક્સીર હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દાદી-નાનીના જુનવાણી ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે આ સરળ અને અક્સીર નુસખાઓ અપનાવ્યા વિના જ નાની અમથી બાબતોમાં પણ ડોક્ટર પાસે દોડી જાય છે અને દવાઓ ખાઈને કામચલાઉ સ્વાસ્થ્ય સુધારી લે છે. જેથી આજે અમે તમને સ્વાસ્થ્ય સંબંધી 16 જાતની તકલીફો માટે બેસ્ટ, સસ્તાં અને સરળ પ્રાચીન...
  January 20, 06:01 AM
 • ન્યૂટ્રિશન્સનું પાવરહાઉસ છે બ્રોકોલી, ફાયદા જાણી ડાયટમાં ચોક્કસથી સામેલ કરશો
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ રોજિદા જીવનમાં ફ્રૂટ્સ અને વેજિટેબલ્સનું સેવન કરવાથી લાઈફસ્ટાઈલ સંબંધી રોગોથી બચી શકાય છે. એવું જ એક શાક છે બ્રોકોલી. બ્રોકોલી બ્રેસિક્કા ફેમિલીની છે. જેમાં કોબીજ અને ફ્લાવર પણ સામેલ છે. બ્રોકોલીને ન્યૂટ્રિશન્સનું પાવરહાઉસ કહેવામાં આવે છે. તેમાં કેલરી પણ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. કઈ રીતે સ્વાસ્થ્યવર્ધક છે બ્રોકોલી? બ્રોકોલીનું સેવન કરવાથી સ્થૂળતા, ડાયાબિટીસ, હાર્ટ સંબંધી રોગો, વાળની સમસ્યાઓ, એનર્જીની ઉણપ અને વજન ઓછું હોવા જેવી તકલીફોને દૂર કરવામાં મદદ કરે...
  January 19, 05:24 PM
 • ગર્ભનિરોધક ગોળીઓ ખાતી પ્રત્યેક સ્ત્રીઓએ, આ 7 વાતોનું ધ્યાન રાખવું છે જરૂરી
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ગર્ભનિરોધકની ગોળીઓનો ઉપયોગ કરીને પરિવાર નિયોજન કરી શકાય છે. તે વણજોઈતા ગર્ભ સામે રક્ષણ આપે છે. પરંતુ ગર્ભનિરોધક ગોળીઓનું સેવન સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક હોઈ શકે છે તેના વિશે મોટાભાગની સ્ત્રીઓને ખબર હોતી નથી. જો સતત અને વારંવાર ગર્ભનિરોધકની ગોળીઓનું સેવન કરવામાં આવે તો વાંઝિયાપણાની સમસ્યાની સાથે કેટલીક અન્ય શારીરિક સમસ્યાઓ પણ થવા લાગે છે. આ ગોળીઓના સેવનથી સ્ત્રીઓનું વજન પણ વધવા લાગે છે પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી સ્ત્રીઓ આ બધી સમસ્યાઓથી બચી શકે છે....
  January 19, 04:55 PM
 • 10 અતિકારગર ઉપાય, કમર અને પીઠના અસહ્ય દુખાવા માટે કોઇ 1ને અપનાવો
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સતત કમ્યૂટર પર કામ કરવું, ટીવીની સામે બેસી રહેવું, નમીને અભ્યાસ કરવાથી અથવા ખોટા બોડી પોશ્ચરને કારણે મોટાભાગના લોકોને આજકાલ કમર અને પીઠના દુખાવાની સમસ્યા થવા લાગી છે. જે આગળ જઈને વધુ સમસ્યા પેદા કરી શકે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો તેના માટે એકદમ સરળ કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને કમરના દુખાવાથી મુક્તિ મેળવવા માટે થોડી ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમે સરળતાથી કમરમાં થતાં દુખાવાને દૂર કરી શકો છો. આગળ વાંચો કમરના દુખાવાથી મુક્તિ...
  January 19, 11:44 AM