Home >> Kutchh >> Bhuj
 • સારા સંકલ્પ લોકો દ્વારા કાપેલા એવી બેન્કોના ચેક છે જ્યાં તેમના એકાઉન્ટ નથી - આૅસ્કર વાઈલ્ડ
  05:35 AM
 • ભુજમાંએકાંતરે પાણીના દાવા વચ્ચે 5 દિવસથી નળમાં પાણીનું ટીપુંયે આવ્યું નથી, એવા આક્ષેપ સાથે ભુજ સુધરાઇના વિપક્ષી નેતાએ મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકા હસ્તકના શિવકૃપાનગર પાણીના ટાંકામાંથી છેલ્લા 5 દિવસથી પાણીનું વિતરણ કરાયું નથી, જેથી જયનગર, વાલદાસનગર, મહાવીરનગર, શિવકૃપાનગર, ગણેશનગર, રોટરીના મકાનો વગેરે વિસ્તારોના લોકો તરસ્યા રહી ગયા છે. વિપક્ષીનેતાએ વધુમાં કહ્યું હતું કે, નગરપતિ વોર્ડ નં. 8ના છે અને એમના...
  05:00 AM
 • ત્રિકોણ બાગ પાસે ખાનગી ટ્રાવેલ્સના આડેધડ પાર્કિંગે ST બસનો માર્ગ રૂંધ્યો
  ભુજમાંત્રિકોણ બાગ પાસે હાથલારી અને ખાનગી ટ્રાવેલ્સવાળાએ આડેધડ પાર્કિંગ કરી દીધું હોવાથી એસ.ટી. બસનો માર્ગ રૂંધાયો હતો, જેથી પ્રવાસીઓએ બસ સ્ટેશન પહેલાં નીચે ઉતરી જવામાં ભલાઇ સમજી હતી. ભુજ એસ.ટી. બસ સ્ટેશનથી નવી શાક માર્કેટ પાસે ફૂટપાથ અને જાહેર માર્ગો ઉપર હાથલારીઓ આડેધડ પાર્ક થઇ ગઇ છે, જેમાં ખાનગી ટ્રાવેલ્સ અને રિક્ષાવાળાઓ મુસાફરો મેળવવા રોડ ઉપર ગાડી ઉભી રાખી દેતા હોવાથી એસ.ટી. બસ અને શહેરીજનોના વાહનો લાંબા સમય સુધી અટવાઇ જતા હોય છે. સોમવારે ત્રિકોણ બાગ પાસે ખાનગી ટ્રાવેલ્સવાળાએ મુસાફરો...
  05:00 AM
 • ભુજમાં હમીરસરની પાવડી પાસે અંતે નગરપાલિકાએ નવું રેલિંગ કર્યું
  ભુજનાહૃદયસમા હમીરસરની પાવડી પાસે રાજાશાહી વખતની ગ્રીલ તસ્કરો ઉઠાવી ગયા હતા, જેનો અહેવાલ ‘દિવ્ય ભાસ્કર’માં છપાયો હતો, જેના પગલે નગરપાલિકા દ્વારા નવું રેલિંગ શરૂ કરી દેવાયું છે. શહેરમાં એક બાજુ હમીરસર તળાવના બ્યૂટિફિકેશનનું કાર્ય કરોડોના ખર્ચે તેજ ગતિમાં આગળ ધપી રહ્યું છે અને બીજી બાજુ પાવડી પાસે રાજાશાહી વખતની ગ્રીલ ચોરી થઇ ગઇ છે, જે બાદ સુધરાઇએ લોખંડના પાઇપ લગાડ્યા હતા. જેની પણ ચોરી થઇ ગઇ હતી. બાદ સુધરાઇએ તકેદારી રાખી નહોતી, જેથી ‘દિવ્ય ભાસ્કર’માં ટીકાત્મક અહેવાલ છપાયો હતો, જેના પગલે...
  05:00 AM
 • ભુજમાંનગરપાલિકા દ્વારા પાણી પુરીવાળાઓનું ચેકિંગ કરાયું હતું, જેમાં 19 જેટલા ધંધાર્થી પાસેથી 69 હજાર રૂપિયા જેટલી રકમ દંડ પેટે વસૂલી હતી. મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પાએ જણાવ્યું હતું કે, ચોમાસાં પહેલાં કચ્છમાં રોગચારાની દહેશત વચ્ચે ભુજ શહેરમાં નગરપાલિકાએ પાણીપુરીવાળાના ધંધાર્થીઓની હાથલારીઓની ચકાસણી કરી હતી, જેમાં પુરી, બટેટા, અન્ય મસાલો સ્વાસ્થ્ય માટે જોખમી જણાયો હતો, જેથી પાણીપુરીના ધંધાર્થીઓ ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો. બાદમાં ધંધાર્થીઓએ સુધરાઇએ સૂચવેલા નીતિ નિયમ મુજબ ધંધો કરવાની...
  05:00 AM
 • ભુજમાં સ્વામિનારાયણ મંદિરમાં સાર્ધ શતાબ્દિ મહોત્સવે રોડનું રિ-સર્ફેશ
  ભુજમાં સ્વામિનારાયણ મંદિરમાં સાર્ધ શતાબ્દિ મહોત્સવે રોડનું રિ-સર્ફેશ ભુજમાં સિટી પોલીસ સ્ટેશન સામે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દેશ-વિદેશથી યાત્રાળુઓ અને પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે, જેમાં બુધવારથી હરિકૃષ્ણ મહારાજ સાર્ધ શતાબ્દિ મહોત્સવનો પ્રારંભ થવાનો છે, જે પહેલાં જિલ્લા પંચાયત દ્વારા રોડના રિ-સર્ફેશની કામગીરી શરૂ થઇ ગઇ છે. જોકે, બાબતે જાહેર બાંધકામ સમિતિના ચેરમેન હરિલાલ હિરાભાઇ જાટિયાને જાણકારી નહોતી, પરંતુ ભુજ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરના ઇન્ચાર્જ રહી ચૂકેલા આર.એસ. પટેલે...
  05:00 AM
 • ભુજમાંગૌરવ પથ પર આવેલા સ્મૃતિબાગ ખેંગાર પાર્ક અને શરદબાગમાંથી તસ્કરો ચંદનના ઝાડને કરવતથી કાપી ઉઠાવી ગયા હોવાની વાતથી ચકચારી મચી જવા પામી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્વામિનારાયણના સ્મૃતિબાગમાંથી કોઇ અજાણ્યા શખ્સો દ્વારા ચંદનના બે ઝાડને કાપી ગયા હતા, જ્યારે ખેંગાર પાર્કમાંથી પણ એક ચંદનના ઝાડને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ગયા હતા, બાબતે પોલીસમાં લેખિત અરજી આપવામાં આવી છે. ડિવિઝન પોલીસ દ્વારા શંકાસ્પદ શખ્સોની પૂછપરછ હાથ ધરાઇ હતી, તો સ્મૃતિબાગ તથા ખેંગાર પાર્કમાં કામ કરતા...
  05:00 AM
 • ભુજપાલિકાના નગરસેવકોને બુધવારે અણધારી આગના બનાવ જેવી આપત્તિ સમયે સમયસૂચકતાના પગલાં ભરવાની તાલીમ આપવામાં આવશે. ફાયર બ્રિગેડના વડા અનિલ મારુએ જણાવ્યા મુજબ 23મી ફેબ્રુઆરીના ફાયર સ્ટેશને ટ્રેનિંગ રખાઇ છે, જેમાં અણધારી અચાનક આગ લાગી હોય તો તાત્કાલિક શું કાર્યવાહી કરવી જોઇએ, તેનું પ્રત્યક્ષ નિદર્શન કરાશે. નગરસેવકો લોકો સાથે પ્રત્યક્ષ પરિચયમાં હોવાથી સામાન્ય રીતે લોકો આવા સમયે તેમનો સંપર્ક સાધતા હોય છે, જેથી તેઓ તાત્કાલિક ફાયર બ્રિગેડને કોલ કરતા હોય છે, પરંતુ સમયે જાનહાનિ ટાળવા તાત્કાલિક...
  05:00 AM
 • ભુજમાંપીજીવીસીએલ કચેરીની સામેના પાર્કિંગ પ્લોટમાં રાતોરાત કેબિન ખડકી દેવાયાનો અહેવાલ ‘દિવ્ય ભાસ્કર’માં છપાયા બાદ નગરપાલિકાએ દબાણ હટાવ્યું હતું. હોસ્પિટલ રોડ પાસે પીજીવીસીએલની બાજુમાં અને સામે પાર્કિંગ પ્લોટ આવેલા છે, જેમાં બેંક, હોસ્પિટલ અને દવાની દુકાનોમાં ખરીદી કરવા આવનારા લોકો વાહનો પાર્ક કરે છે. કેટલાક સમયથી રિક્ષા, હાથલારીવાળાઓ તેમાં અડિંગો જમાવી દીધો છે. પીજીવીસીએલની સામે આવેલા પાર્કિંગ પ્લોટમાં રાતોરાત કેબિન ખડકી દેવાઇ હતી, જેનો અહેવાલ ‘એક નજર ઇધર ભી’ હેઠળ છપાયો હતો. જે બાદ...
  05:00 AM
 • કચ્છનાવિવિધ મથકોની ઉષ્ણતા અને શિતળતામાં ભારે વિસંગતતા રહી હતી. કંડલા પોર્ટમાં રાજ્યમાં સૌથી ઉંચું 38.1 ડિગ્રી, તો માંડવીમાં સૌથી નીચું 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભુજ શહેર તેમજ તાલુકાના બન્ની-પચ્છમ વિસ્તારમાં ગઈ રાતથી સામાન્ય કરતાં વધુ ગતિએ પવન ફુંકાતા ગરમીનો પારો ગગડીને 33 ડિગ્રીએ પહોંચતાં અસહ્ય ઉકળાટમાં રાહત વર્તાઈ હતી. હવાની ગતિ પ્રતિકલાકે 11 કિમી નોંધાઈ હતી. શહેરનું લઘુત્તમ તાપમાન 20.3 ડિગ્રી રહ્યું હતું. નલિયામાં વધુમાં વધુ ઉષ્ણતામાન 28.8 અને ઓછામાં ઓછું 18.6, કંડલા એરપોર્ટમાં 35.2 અને 18.9,...
  05:00 AM
 • રાજ્યમાંબહુ ગાજેલા નલિયાના સામૂહિક દુષ્કર્મ કાંડમાં પકડાયેલા આઠ આરોપીના રિમાન્ડ દરમિયાન નવી શું વિગતો બહાર આવી તો પોલીસ દ્વારા હજુ સત્તાવાર જાહેર નથી થયું, પરંતુ સોમવારે ચકચારી કેસનો તખ્તો ન્યાયાલયમાં કેન્દ્રીત થયો હતો. એકતરફ પીડિતાએ લગ્ન કરવા માટે પૂર્વ પતિ કલ્પેશ મોમાયા પાસેથી એક લાખ લગ્ન કરવા માટે અને છૂટાછેડા સમયે 25 હજાર જેવી રકમ બળજબરીપૂર્વક પડાવી પીડિતા અને તેના માતા-પિતાએ વિશ્વાસઘાત કર્યો હોવાની નલિયા કોર્ટમાં કરેલી ફરિયાદના મામલે પીડિતા તેના પરિવાર સામે નાણાકીય તપાસ...
  05:00 AM
 • ધોરડોનાસફેદ રણના સાંનિધ્યમાં યોજાતો રણોત્સવ મંગળવારે પૂરો થશે. જોકે, નમક સરોવરનું પ્રવાસન ચાલુ રહેશે, પરંતુ ટેન્ટસિટીના તંબુઓ અને તેની આસપાસ પ્રવાસન વિભાગ દ્વારા તૈયાર કરાતી ટ્રેડિશનલ બજાર સંકેલી લેવામાં આવશે, તો ધોરડો પંચાયત સંચાલિત રિસોર્ટ 31મી માર્ચ સુધી ચાલુ રહેશે. એપ્રિલ માસથી રણમાં આકરો તાપ અને વાતવરણમાં ફેરફાર થવા પૂર્વે પ્રવાસીઓને વિસ્તારનો નજારો જોવાનો લાભ મળી શકશે. ગત રણોત્સવમાં ડીજી કોન્ફરન્સ બાદ સમગ્ર દેશમાં અધિકારીઓ દ્વારા થયેલો મૌખિક પ્રચાર-પ્રસાર પણ સહેલાણીઓની...
  05:00 AM
 • ભાનુશાલી યુવા ગ્રૂપ ટ્રસ્ટ આયોજીત સુપર6 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઝુરા વિજેતા
  ભુજભાનુશાલી મહાજન પ્રેરિત અને ભાનુશાલી યુવા ગ્રૂપ ટ્રસ્ટ-માધાપર આયોજિત સુપરસિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સર્વોદય સ્પોર્ટસ ગ્રાઉન્ડ માધાપરમાં કરાયું હતું. ટુર્નામેન્ટમાં ભુજ, નિરોણા, ઝુરા, લોરિયા, માધાપર, માનકૂવાની 16 ટીમોએ ભાગ લીધો હતો. યુવા વર્ગમાં અને જ્ઞાતિજનોમાં ભારે ઉત્તેજના જગાવનારી ટુર્ના.માં સંત ઓધવરામ-ઝુરા વિજેતા બની હતી, જ્યારે રનર્સ-અપ હરિઓમ ઇલેવન-નિરોણા રહી હતી.વિજેતા ટીમને જયંતીભાઇ ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુભાઇ નંદાના હસ્તે ટ્રોફી એનાયત કરાઇ હતી. ધારાસભ્ય...
  05:00 AM
 • હજુઉનાળાનો આરંભ થયો નથી તેવામાં કચ્છના કેટલાક વિસ્તારોમાં પાણીની મોકાણ સર્જાઇ છે, જેની ચરમસીમા હોય તેમ અબડાસા તાલુકાના મોટી બેર, ગંગોડી વાંઢ, ગોલાઇ, હોથિયા, રોહારો સહિતના ગામોમાં છેલ્લા દોઢ માસમાં માત્ર 3 વાર પાણીનું વિતરણ કરાયું છે. વિકટ પ્રશ્નથી ત્રસ્ત મોટી બેરના સરપંચે સમસ્યા નહીં નિવારાય તો ગ્રામજનો સાથે આંદોલન છેડવા ચીમકી આપી છે. પાણી પુરવાઠાની ભુજ સ્થિત ઝોન કચેરીના મુખ્ય અધિકારીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ગામોમાં જાન્યુઆરીમાં બે વાર અને ચાલુ માસમાં એક વાર પાણી અપાયું છે....
  05:00 AM
 • માંડવીતાલુકાના બિદડામાં મહેશ્વરી સમાજની મહિલાઓ પગભર બને તે માટે ગૃહઉદ્યોગના ભાગરૂપે પ્લાસ્ટિકના તગારા બનાવવાની તાલીમ અપાઇ હતી. મહેશ્વરી શૈક્ષણિક અને સામાજિક વિકાસ ટ્રસ્ટના આયોજન હેઠળ ગુજરાત માટીકામ કારીગર સંસ્થામાંથી આવેલા નિષ્ણાતે તાલીમ આપી હતી. એક માસ સુધી ચાલેલા વર્ગના અંતે તાલીમાર્થી બહેનોને 1200 રૂપિયાનો ચેક અપાતાં તેમનો ઉત્સાહ બેવડાયો હતો. સમાપનના દિવસે આયોજિત કાર્યક્રમમાં એલ.ડી. શાહ, સેધાભાઇ રબારી, ટ્રસ્ટના પ્રમુખ મગનભાઇ સિંચણિયા, રમેશ નિંજાર, મનોજ વારસંખિયા, વર્ષાબેન પટેલ...
  05:00 AM
 • ભુજ |નલિયા ભાજપના આગેવાનોના સેક્સકાંડના વિરોધમાં નલિયાથી નીકળેલી બેટી બચાવો યાત્રાની પૂર્ણાહુતિ આજે ગાંધીનગર ખાતે થઇ હતી, જેમાં જોડાયેલા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી સહિત મોટી સંખ્યામાં કચ્છના કાર્યકરો જોડાયા હતા. વિધાનસભા ઘેરાવ પહેલાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી, અશરફ સૈયદ, અરજણભાઇ ભુડિયા, રૂપાભાઇ રબારી, રમેશ વોરા, રમેશ ધોળુ, હરિસિંહ જાડેજા સહિતના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી, એમ જિલ્લા મંત્રી ઘનશ્યામસિંહ ભાટીએ જણાવ્યું હતું. ગાંધીનગરમાં કચ્છ...
  05:00 AM
 • ક્રાઇમ રિપોર્ટર. દયાપર નલિયાસામૂહિક દુષ્કર્મ કાંડે ગુજરાતભરમાં હોબાળો મચાવ્યો છે, તે પછી કચ્છમાં ઉપરાઉપરી મહિલાઓ સાથે દુષ્કર્મના બનાવો બહાર આવી રહ્યા છે, ત્યાં સોમવારે લખપત તાલુકાના દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક સગર્ભા મહિલા પોતાના પરિવાર સાથે મેડિકલ તપાસ માટે આવી હતી, ત્યારે અહીં ફરજ પરના તબીબે મહિલાની તપાસના બહાના હેઠળ દરવાજો બંધ કરી તેની ...અનુસંધાન પાનાં નં.11 સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાતાં સમગ્ર તાલુકામાં ખળભળાટ મચી ગયો છે, તો બીજીતરફ...
  05:00 AM
 • ખાવડાના સરહદી 5 ગામોમાં BSF દ્વારા ફિટનેસ પોઇન્ટ શરૂ કરાયા
  બીએસએફની150મી બટાલિયન દ્વારા સરહદી વિસ્તારના લોકોમાં ફોજ પ્રત્યે જાગૃતતા આવે અને આવનાર પેઢી સેનામાં જોડાય તેમજ અન્ય ફોર્સમાં જોડાય ઉપરાંત તે સિવાયના લોકોમાં પણ ફિટનેશ જળવાય તેવા ઉદ્દેશથી ખાવડા વીસ્તારના 5 ગામોમાં ફિટનેસ પોઇન્ટ બનાવવાનું નક્કી કરાયું હતું જે ગામના લોકો સાથે મળી કંપની કમાન્ડર દુબેએ વિસ્તારના તુગા,ધ્રોબાણા,કુરન,ખાવડા અને ભીરંડિયારા ગામે ફિટનેસ પોઇન્ટ બનાવવામાં ફિટનેસ પોઇન્ટનું લોકાર્પણ રવિવારે બીએસએફની 150મી બટાલિયનના સીઓ બી.બી.ગુંસાઇના હસ્તે કર્યું હતું....
  04:55 AM
 • અંજારસહિત પૂર્વ કચ્છના બિલ્ડિંગ મટિરીયલ સાથે સંકળાયેલા વેપારીઓને નોટબંધી બાદ મરણતોલ ફટકો પડ્યો છે. એક બાજુ બજારમાં અટકેલા નાણાં અને બીજી બાજુ બિલ્ડરોએ રોકાણ પાછું લઇ લેતાં વેપારીઓની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઇ હતી. અંજાર અને પૂર્વ કચ્છના અનેક વેપારીઓ ધંધો બંધ કરી બીજા ધંધા તરફ વળવાનું નક્કી કર્યું હતું. ભારતમાં નોટબંધી બાદ સમગ્ર બજાર પર સીધી અસર જોવા મળી હતી, જેની આડઅસરરૂપે અંજાર સહિત પૂર્વ કચ્છના બિલ્ડિંગ મટિરીયલ સાથે સંકળાયેલા વેપારીઓને નોટબંધી બાદ મરણતોલ ફટકો પડ્યો હતો....
  04:55 AM
 • પોલિટીકલ રિપોર્ટર. ભુજ, લાખોંદ ઉત્તરપ્રદેશનીચૂંટણીમાં દેશભરની નજર અટકી છે, ત્યારે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના પ્રચારના ચૂંટણી ઝુંબેશમાં કચ્છને મોડેલ દર્શાવ્યું હતું. પાણીની સમસ્યાથી સતત ત્રસ્ત રહેતા બુંદેલખંડ પ્રદેશને કચ્છની માફક વિકાસશીલ બનાવવાની નેમ વ્યક્ત કરી સરહદી જિલ્લાના અનેક ઉદાહરણ ટાંક્યા હતા. જાલૌનમાં રેલીને સંબોધી મોદીએ સપા, બસપા અને કોંગ્રેસ પર આક્ષેપો કરતાં કહ્યું કે, તેઓ વિસ્તારની કાયાપલટ ગુજરાતની કચ્છ માફક કરશે. વધુમાં ઉમેર્યું કે, બુંદેલખંડના...
  04:55 AM