આણંદમાં નાતાલ અને ચૂંટણી સંદર્ભે કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન શુક્રવારે આણંંદ જિલ્લા પોલીસ વડા આર.વી.અસારીને બાતમી મળી હતી કે સુરતનો એક શખ્સ આણંદમાં રૂ.પ૦૦ની બોગસ ચલણી નોટ સપ્લાય કરવા આવી રહ્યો છે.
આ બાતમી આધારે જિલ્લા પોલીસ વડાએ પેરોલ ફરલો સ્કવોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.ડી.પુવારને...
કચ્છમાં પ્રવાસનને વેગ આપનારા રણ ઉત્સવમાં આ વર્ષે નાતાલની ઉજવણી થવાની છે, ત્યારે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે તેવી ધારણા બંધાઇ રહી છે. શનિ અને રવિવારની રજાનો મેળ પડી જતાં ગુજરાતભરમાંથી સહેલાણીઓ ઉમટી પડવાના છે, તો આ બે દિવસ દરમિયાન જિલ્લાના સ્થાનિક પ્રવાસીઓ મળીને અંદાજે ૫૦૦૦ લોકો ધોરડો ટેન્ટસિટી અને કાળાડુંગર વિસ્તારમાં ઘુમી વળે તેવી...
કચ્છ-મુંબઇ વચ્ચે દોડતી ટ્રેનોમાં ૨૫મી ડિસેમ્બરથી ૮મી જાન્યુઆરી સુધી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલી ફસ્ર્ટ કલાસ એસી કોચની સુવિધાને જોઇએ તેટલો પ્રતિસાદ મળ્યો નથી. જેને કારણે ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવેલી આ સુવિધાનું બાળમરણ થઇ જાય તેવી ભીતી છે.
ઓનલાઇન રઝિર્વેશન સિસ્ટમ પરથી મળેલા ડેટા મુજબ ૨૫મી ડિસેમ્બરથી ૧લી જાન્યુઆરી સુધી કચ્છ...
ભચાઉ તાલુકાના લુણવા-ચોપડવા માર્ગ પર આવેલી કોક કંપની પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં ગુરુવારે વહેલી સવારે અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેમાં એક ત્રણ વર્ષના બાળકનું સળગી જવાથી મોત થવાની સાથે અનેક ઝૂંપડાઓ સળગીને ખાખ થઇ ગયાં હતાં.
લુણવા પાસે આવેલી એન.આર.ઇ. કોક કંપનીની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં આજુબાજુની કંપનીમાં મજૂરી કામ કરતા લોકો ઝૂંપડપટ્ટીઓમાં...