Home >> Kutchh
 • રાજ્યસરકાર વર્ષ 2014-15ના બેસ્ટ કલેક્ટર ઘોષિત કચ્છના પૂર્વ કલેકટર અને સુરતના વર્તમાન કલેકટર મહેન્દ્ર પટેલની કચ્છની બે દિવસીય ટુંક મુલાકાતમાં શનિવારે ભુજમાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સમાહર્તા મુકુલ ગાંધીના અધ્યક્ષસ્થાને પટેલના અભિવાદનનો સમારોહ મહેસુલી કર્મચારીઓ દ્વારા યોજાયો હતો. તેમને શ્રેષ્ઠ કલેકટરની ઘોષણા સાથે જાહેર થયેલી 40 લાખ જેવી રકમ જિલ્લામાં અદના જન કલ્યાણના કાર્યોમાં પ્રયોજવાનું જણાવી તેમને મળેલા રૂા. 51 હજારમાં વધુ રૂા. 51 હજાર ઉમેરી રૂા. 1.02 લાખની રકમ ડાયાલિસીસના દર્દીઓ...
  4 mins ago
 • ભુજ |શહેરની સેવા સંસ્થા સત્યમના ઉપક્રમે દાતાઓના સહયોગથી પરશુરામ જયંતિના ઉપલક્ષમાં ઝૂંપડાંમાં રહેતા રંક પરિવારોને કેસર કેરી તેમજ બાળકોને કપડાં અને રમકડાં વિતરીત કરાયાં હતાં. કાર્યમાં પ્રમુખ દર્શક અંતાણી, મધુકાંત ત્રિપાઠી, વી.આર. મહેતા, અભુબકર ખત્રી, મીના ગઢવી સહિતના જોડાયા હતા. ઉજવણી | પરશુરામ જયંતીએ ભુજમાં કેસર કેરી વિતરીત કરાઇ
  4 mins ago
 • ભુજ |ભુજના આરાધના ભવનમાં વરસી તપ કરનારા આરાધક મહિલાને પારણા કરાવાયા હતા. લીલાવંતીબેન ગાંધીએ તૃતીય વર્ષે તપની આરાધના કરતાં તેમના નિવાસસ્થાને વિમલપ્રભસૂરી મ.સા. સહિતના જૈન મુનિઓએ પારણા કરાવ્યાં હતાં. કમલ મહેતા, ધીરજલાલ મહેતા ઉપસ્થિત રહ્યા હોવાનું વી.જી. મહેતાની યાદીમાં જણાવાયું હતું. પ્રસંગ | ભુજમાં વરસી તપના આરાધકને પારણા કરાવાયા
  4 mins ago
 • ભુજ |રોટરી ક્લબ દ્વારા ચલાવાતા જીપીએસસી વર્ગોમાં આજે રવિવારે જિલ્લા પૂરવઠા અધિકારી આઇ.આર. વાળા હાજર રહી પોતાના અનુભવોની તાલીમ આપશે. ગરમીને અનુલક્ષીને વર્ગનો સવારે 9:30 વાગ્યે આરંભ કરાશે. વર્ગમાં પ્રો. બી.એમ. રાજપૂત, જાગૃતિબેન વકીલ, સંદિપ ગોહિલ સેવા આપી રહ્યાં છે. વેળાએ પ્રમુખ અવનીશ ઠક્કર, મોહન શાહ, ભરત ધોળકિયા, જયેશ શાહ, મંત્રી પ્રફુલ્લ ઠક્કર સહિતના હાજર રહેશે. માહિતી | GPSC વર્ગોમાં જિલ્લા પુરવઠા અધિકારી તાલીમ આપશે
  4 mins ago
 • ભુજમાંહમીરસરની આવ ઉપર બ્યૂટીફિકેશનની આડ હેઠળ ખાનગી ટ્રસ્ટ માટે પુલિયો બની રહ્યો છે, જે કામગીરી દરમિયાન પીવાના પાણીનો વેડફાટ થઇ રહ્યો છે, પરંતુ તંત્રની આંખે ચડતું નથી. મતદારોએ શહેરના લોકોની સુવિધા માટે વિકાસકામો કરવાની જવાબદારી સોંપવાના ઇરાદાથી જેમને ચૂંટી કાઢ્યા છે નગરસેવકોએ ભુજને ક્રમશ: વેચવા કાઢ્યું છે, જેમાં આવની ઉપર પુલિયો બાંધવાની મંજૂરી આપ્યા બાદ દિવસ-રાત ચાલતી કામગીરી માટે પીવાના પાણીનો પણ વેડફાટ થઇ રહ્યો છે. રોડની એક બાજુએથી છેક આવ પાસે પાણી ખેંચવા માટે લાઇન ખેંચી છે, જેની આડે...
  4 mins ago
 • માધાપરતરફ જતા રોડ પર શિવમપાર્ક બસસ્ટોપ પાસે સવારે પોતાના મોપેડ પર અંજાર તરફ જઇ રહેલા માતા-પુત્રીને બેફામ આવતી ખાનગી લક્ઝરીની ટક્કર લાગતાં ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ બસચાલક નાસી છૂટ્યો હતો, ત્યાં હાજર ઉશ્કેરાયેલા લોકોએ બસ ઉપર પથ્થરમારો કરી બસને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, ભોગ બનનારા પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બાબતે જાણવા મળતી વિગતો મુજબ, ભુજમાં રહેતા મીનાબેન કિરીટ રૂપારેલ (ઉ.વ.42) તથા તેમની પુત્રી ઇશા કિરીટ રૂપારેલ (ઉ.વ.14) પોતાના...
  4 mins ago
 • ભુજમાંદાતાઓના સહયોગથી 16 દિવ્યાંગોને ટ્રાય સિકલ આપીને માર્ગ પર ફરતા કરાયા હતા. માનવ જ્યોત સંસ્થા દ્વારા દાતા વેલજી હાલાઇ, રામજી હાલાઇ, વાલબાઇ પીંડોરિયા હ. વિશ્રામ હાલાઇના સહયોગથી સહાય અપાઇ હતી. પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થા પ્રમુખ પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી 253 દિવ્યાંગોને ટ્રાય સિકલ આપીને માર્ગો પર ફરતા કરાયા છે. સુરેશ માહેશ્વરી, રમેશ માહેશ્વરી અને પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. સંચાલન ભવાનજી ઠક્કરે અને આભાર દર્શન શંભુભાઇ જોશીએ કર્યું...
  4 mins ago
 • ભુજનગરપાલિકાના કર્મચારીઓને મહેકમમાં સમાવવા માટે હાઇકોર્ટમાં કેસ ચાલે છે, જેમાં ગુજરાત હાઇકોર્ટના આદેશ છતાં પાલન થયું નથી, જેથી કર્મચારીઓએ કોર્ટના તિરસ્કાર બદલ દાદ માગી હતી, જેથી હાઇકોર્ટે નોટિસ ફટકારી હતી.સુધરાઇમાં નોકરીમાં દાખલ થયા બાદ નિવૃત્તિના આરે પહોંચી ગયા ત્યાં સુધી મહેકમમાં સમાવાયા નથી, જેથી કર્મચારીઓએ હાઇકોર્ટમાં દાદ માગી હતી. હાઇકોર્ટે 2016ની 13મી ઓક્ટોબરે હુકમ કર્યો હતો કે, 2 માસમાં મહેકમમાં સમાવી લેવા. આમ છતાં મહેકમમાં સમાવાયા હતા, જેથી હાઇકોર્ટમાં કોર્ટના તિરસ્કાર બદલ દાદ...
  4 mins ago
 • ભુજનગરપાલિકામાં શાસક પક્ષના નગરસેવકે વોટર સપ્લાય ટેન્કરની કચેરીએ પાણી પહોંચાડવા દાદાગીરી કરી હતી, જેમાં ડ્રાઇવરને ફટકારી દેતાં કર્મચારીઓ વીજળીક હડતાળ ઉપર ઉતરી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કેમ્પ વિસ્તારમાં પાણી પહોંચાડવાની વરધી હતી, જે માટે ટેન્કર પહોંચતું પણ કરાયું હતું, પરંતુ સાંકડી ગલી હતી અને વચ્ચે બાઇકો પડી હતી, જેથી ટેન્કર આગળ વધી શક્યું હતું. જે અડચણને જાણ્યા વિના કેમ્પ વિસ્તારના રહેવાસીઓએ ઉગ્ર બોલાચાલી કરી હતી. જે બાદ ટેન્કરચાલકને મારકૂટ કરી હતી, જેથી વોટર ટેન્કર સપ્લાય...
  4 mins ago
 • પશ્ચિમકચ્છમાં જુગારની બદી વધી રહી છે, ભુજ નજીક નાગોરની સીમમાંથી 6 શખ્સને ધાણીપાસાનો જુગાર રમતા રૂા. 68 હજારના મુદ્દામાલ સાથે પોલીસે પકડ્યા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, નાગોર ગામની સીમમાં બાવળની ઝાડીની ઓથમાં ધાણીપાસા વડે જુગાર રમી રહ્યા હતા, ત્યારે બી ડિવિઝન પોલીસે ત્રાટકી તમામને રૂા. 25100 રોકડા, 3 મોબાઇલ ફોન તથા બે દ્વિચક્રી વાહનો સહિત કુલ રૂા. 68 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં સરપટનાકા બહાર રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ હરિલાલ રાજગોર, અંજલિનગર-2ના રહેવાસી અરવિંદ...
  4 mins ago
 • ગરમીનાકારણે રક્તદાન પ્રવૃત્તિ પર અવળી અસર પડતી હોવાથી દર વખતે ઉનાળામાં ભુજની ખાનગી અને જનરલ હોસ્પિટલની બ્લડ બેંકમાં લોહીની તંગી ઉભી થાય છે, પણ વર્ષે તે તીવ્ર હોતાં રક્તદાતાઓ, ઔદ્યોગિક ગૃહો અને ગ્રામ્ય વિસ્તારના યુવાનોને લોહી આપીને કોઇની જિંદગી બચાવવા માટે આગળ આવવા રક્તદાન પ્રવૃત્તિ સાથે સક્રિય રીતે સંકળાયેલા યુવાને હાકલ કરી છે. ભુજમાં બે ખાનગી અને જનરલ હોસ્પિટલની બ્લડ બેંકમાં સામાન્ય રીતે જરૂર મુજબ લોહીના યુનિટોનો જથ્થો જળવાઇ રહે છે પણ ઉનાળાના કારણે સ્વેચ્છાએ યોજાતા કેમ્પનું...
  4 mins ago
 • રામકુંડની કરાઈ સફાઈ અને શણગાર ભુજ બોલે છે અને સુધરાઈ દ્વારા શહેરની ઐતિહાસિક ધરોહર સમા રામકુંડને સફાઈ અને શણગારનો એક સ્તુત્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો. શિશુકુંજના બાળકો દ્વારા ઐતિહાસિક વિરાસતને સૌપ્રથમ સાફ કરી બાદમાં કલરથી રંગોળી બનાવી સુશોભીત કરાઇ હતી. લોકજાગૃતિ અને તંત્રને પણ સંદેશ મળે તે ઉદેશથી કાર્યક્રમ યોજાયો હતો.
  4 mins ago
 • ભુજમાંદબાણ હટાવ મેગા ઝુંબેશથી ત્રસ્ત મહિલાઓએ મોરચો રચ્યો છે અને તંત્રની પોલ ખોલવા મેદાને પડશે. શહેરમાં કલેકટરના આદેશથી બુધવારે નેશનલ હાઇવે ઓથોરિટી, મામલતદાર, સિટીસર્વે, ભાડા અને નગરપાલિકા સહિતના સરકારી તંત્રોએ રસ્તાની બન્ને બાજુએ દબાણો દૂર કરવાની કાર્યવાહી આરંભી છે, જેમાં નબળા લોકોના દબાણો હટાવાય છે અને સબળા લોકોના દબાણો સલામત રખાય છે. તંત્રની ભેદભાવભરી નીતિથી ત્રસ્ત મહિલાઓએ મોરચો રચ્યો છે અને તંત્ર પોતાની અન્યાયી નીતિ બંધ નહી કરે, તો પોલ ખોલવા મેદાને પડશે, જેમાં છેવટે ફોટો, ઓડિયો,...
  4 mins ago
 • ભુજમાંસ્મૃતિ મંદિરની પછવાડે ખેંગારબાગમાં વોક વે અને ડોમ બનાવાયા છે, જે સ્થળે 2500 મીટર જેટલી જમીન સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટે પચાવી પાડી છે, પરંતુ શહેરની જાહેર મિલકતોને વેચવા બેઠેલી નગરપાલિકાએ કોઇ વાંધો નોંધાવ્યો નથી, જે નગરસેવકોએ ચૂંટાયા પછી શહેરીજનો સાથે કરેલા વિશ્વાસઘાતનો શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભુજના હૃદય સમાન હમીરસર તળાવને તબક્કાવાર નામશેષ કરવાના ભાગ રૂપે બિહારીલાલ મંદિર, સ્વામિનારાયણ ગુરુકૂળ, સ્મૃતિ મંદિર, સ્વામિનારાયણ દ્વિશતાબ્દી સ્મૃતિ બાગની પાછળના ભાગે વોક વે અને ડોમનું કામ શરૂ...
  4 mins ago
 • માધાપરમાંગૌ સેવાના ભાગરૂપે તા. 1/5ના ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે નીરણ કેન્દ્રનો આરંભ થશે. પૂર્વે ભુજમાં આયોજિત નાટકમાં એકત્ર થયેલી રકમને નીરણ કેન્દ્ર માટે ખર્ચવા નિર્ણય લેવાયો હતો. નળવાળા સર્કલ પાસે શરૂ થનારા નીરણ કેન્દ્રના ઉદ્દઘાટન પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો દેવકૃષ્ણદાસજી,ભક્તિપ્રિયદાસજી, કૃષ્ણસ્વરૂપદાસજી, જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, દિલીપ ત્રિવેદી, ધનજી ભૂવા, કંકુબેન ચાવડા, રામજી સેંઘાણી, સરપંચ પ્રેમીલાબેન ચાડ તેમજ...
  4 mins ago
 • ભુજ |પી.સી.વી.મહેતા સાર્વજનીક હાઇસ્કુલ ભુજના નવા શૈક્ષણીક સત્ર 2017-18માં વર્ષમાં કન્યાઓને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવશે. ઇચ્છુક વિદ્યાર્થીનીઓએ સવારે 9થી 12 સુધી જી.કે. જનરલ હોસ્પિટલ સામે, જય ભારત રેડીયો વાળી શેરી, લોટસ કોલોનીએ શાળાના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું હતું. શિક્ષણ | ભુજની હાઇસ્કૂલમાં કન્યાઓને મફત પ્રવેશ અપાશે
  4 mins ago
 • મોડેલસ્ટેશનમાં સ્થાન પામેલા ભુજના રેલવે સ્ટેશનને એપ્રિલ-2017માં સફાઇ માટે અમદાવાદ ડિવિઝનનો સર્વશ્રેષ્ઠ સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે. માટે સ્થાનિક સ્ટાફ અને ભુજ સ્ટેશન કન્સલ્ટેટિવ કમિટી દ્વારા તબક્કાવાર સ્ટેશનના સુધારણાના પ્રયાસો પણ જવાબદાર હોવાનું સમજાઇ રહ્યું છે. ભુજના સ્ટેશન મેનેજર કે.કે. શર્માઅે જણાવ્યું હતું કે, દર વર્ષે એપ્રિલ માસમાં રેલવે વીકની ઉજવણી કરવામાં આવતી હોય છે. અંતર્ગત ભુજના મથકે સફાઇ, પર્યાવરણ સહિતના મુદ્દા પર મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. સ્ટેશન કન્સલ્ટેટિવ કમિટી...
  4 mins ago
 • બિદડાઅને આસપાસના વિસ્તારોને છેલ્લા 5 દિવસથી ધર્મમય વાતાવરણમાં રંગી નાખનારો પંચાન્હિકા દીક્ષા મહોત્સવ ડીસાની યુવતીના દીક્ષા બાદના નામકરણવિધિ સાથે રંગેચંગે સંપન્ન થયો હતો. માનવમંદિરના પ્રણેતા અને દીક્ષાદાતા દિનેશચંદ્રજી મ.સા.એ નૂતન દીક્ષાર્થી ડીસાની યુવતી પિન્કીબેન સોનવાડીયાનું નામકરણ સાધ્વી પ્રિયદીક્ષાકુમારીજી મહાસતીજી કરતાં સમગ્ર પરિસર ‘દીક્ષાર્થીનો જય જયકાર’ સાથે ગૂંજી ઉઠ્યું હતું. સમારોહમાં દીક્ષાર્થી પિન્કીબેને સાંસારિક જીવનનું અંતિમ પ્રવચન આપતાં જણાવ્યું હતું કે,...
  4 mins ago
 • કચ્છનીપ્રાથમિક શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ શનિવારે પરિણામો અપાયા હતા. હવે ઉનાળુ વેકેશન શરૂ થતું હોવાથી છેક 5મી જૂનના પ્રથમ સત્ર શરૂ થશે. જોકે, આચાર્યોને ઓનલાઇન શિષ્યવૃત્તિની કામગીરી કરવાની બાકી હોવાથી એકાદ અઠવાડિયા સુધી ઉંચું માથું કરી જોવાનો સમય પણ નહીં મળે. નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશભાઇ ગોરે જણાવ્યું હતું કે, શનિવારે વિદ્યાર્થીઓને પરિણામપત્ર અપાઇ ગયા હતા. વેકેશન 1લી મેથી પડે છે, પરંતુ 30મીના રવિવાર હોવાથી વેકેશન શરૂ થઇ ગયું કહેવાય. 3જી જૂન સુધી વેકેશન છે, પરંતુ 4થીના રવિવાર...
  4 mins ago
 • ખારેકનુંનામ પડે એટલે રસ્તાની સાઈડમાં લચી પડેલા કચ્છી મેવાથી જાણીતા ફળના પીળા ઝૂમખા નજર સામે તરી આવે, કહેવાય છે ને જ્યાં-જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. સાબિત કરી બવતાવ્યું છે. મૂળ કચ્છના ખેડુ રમેશ ગોરસીયાએ આફ્રિકાના કેન્યામાં હાલ 400 એકરમાં ‘કચ્છ-કિબ્વેઝી’ ફાર્મ બનાવ્યું છે, જેના થકી તે 120 સ્થાનિકો આફ્રિકનોને રોજગારી આપે છે. કચ્છ ખેતીપ્રધાન ભારતનો સૌથી મોટો જિલ્લો છે, તો કિબ્વેઝી કેન્યાનું એક શહેર છે. આમ ‘કચ્છ-કિબ્વેઝી’ નામ રાખી બન્નેને જોડવાનો પ્રયાસ કરાયો છે. વાડીમાં માત્ર ખારેક...
  4 mins ago