Home » Jokes
 • રાજ-કરણની ફોર્મ્યુલાની સમજવી છે બહુ અઘરી

  રાજ-કરણની ફોર્મ્યુલાની સમજવી છે બહુ અઘરી
  Other Jokes
  “આલ્યો, રાજ ઠાકરે અને કરણ જોહરે તો સંધિ કરી નાંખી!’  અમારા ‘ચતુરાઈ-ચેમ્પિયન’ સમાન રણઝણસિંહના ઓટલે ચઢતાં અમે ‘અય દિલ હૈ મુશ્કીલ’ની વાત કાઢી.... Expand
  “આલ્યો, રાજ ઠાકરે અને કરણ જોહરે તો સંધિ કરી નાંખી!’  અમારા ‘ચતુરાઈ-ચેમ્પિયન’ સમાન રણઝણસિંહના ઓટલે ચઢતાં અમે ‘અય દિલ હૈ મુશ્કીલ’ની વાત કાઢી. અમે કહ્યું :  “બોલો, સારું થયું ને ! હવે જેને ફિલ્મ જોવી હોય તે જુએ, દેશદ્રોહની ચિંતા નહિ!”  રણઝણસિંહ ખડખડ હસવા લાગ્યા. “મન્નુડા, હવે તો દેશપ્રેમીઓએ ફિલમ ખાસ જોવી જોઈએ. કારણકે બચાડા કરણભાઈને નફો થાશે તો પાંચ કરોડ સૈન્યને દેશે ને?”  “પણ ખોટું ના કહેવાય?” અમે કીધું “સૈન્યના નામે બારોબાર ઉઘરાણી કરવાનો રાઈટ રાજ ઠાકરેને કોણે દીધો ?”  “સેવાનાં કામમાં રાઈટ નો જોવાના હોય ગાન્ડા! ઉલ્ટું, હવે તો નવી રાજ-કરણ ફોર્મ્યુલા સેટ થઈ ગઈ...?  “રાજ-કરણ ફોર્મ્યુલા?  “હાસ્તો! હવે તમતમારે ફિલમુંના ભરપૂર સેક્સ દેખાડો અને સેક્સ-વર્કર ફંડમાં બે-પાંચ કરોડનું દાન જાહેર કરી દ્યો... ભૂંડામાં ભૂંડો રેપ બતાડો અને પછી પીડિતાના ફંડમાં રૂપિયા દઈ દ્યો! અરે, ડ્રગ્સનું રસપાન બતાવીને હવે રિ-હેબ સેન્ટરમાં દાન દઈ શકાશે! નિહલાની અને સેન્સરની જરૂર ક્યાં રહી?”  અમે જરા અકળાયા. “રણઝણસિંહ, તમે સાવ આડી વાતો શા માટે કરી રહ્યા છો?”  “કારણ કે મન્નુડા, રાજકારણીઓનાં વિરોધનાં ગણિતો સાવ ધોરણ વિનાનાં હોય છે.”  “ધોરણ વિનાનાં?”  “હાસ્તો યાદ કર, કરણ જોહરની એક ફિલમ આઈવી ’તી... ‘વેક અપ સિડ’ એમાં વિરોધ બાબતે થયો ’તો કે ફિલમમાં મુંબઈને બદલે ‘બોમ્બે’ બોલાય છે...”  “હા, યાદ આવ્યું.”  “પણ તને યાદ નથી આવતું કે પછી ખુદ કરણ જોહરની ‘બોમ્બે ટોકીઝ’ અને અનુરાગ કશ્યપની ‘બોમ્બે વેલ્વેટ’ ફિલમું આવી ગઈ. જેના ટાઈટલમાં ‘બોમ્બે’ શબ્દ હતો! ટાણે એમનો વિરોધ ક્યાં ગ્યાં?  અમે માથું ખંજવાળવા લાગ્યા. કંઈ ટોપિક ના મળતાં અમે વાતને બીજે પાટે ચડાવી.”  “પણ વડીલ, અનુરાગ કશ્યપ, મહેશ ભટ્ટ વગેરેની વાત તો સાચીને, કે આમાં બિચારા પાકિસ્તાની કલાકારોનો શું વાંક?”  “એમ? તો પછી આપણી સિરીયલુંની સાસુઓ અને વહુઓ શું ન્યાં પાકિસ્તાનમાં જઈને બોમ્બ ફોડી આવે છે? પાકિસ્તાની સરકારે ભારતની ટીવી સિરીયલો ઉપર બાન મૂક્યો છે એના વિશે ‘કલા’ના રખેવાળો કેમ કાંઈ બોલતા નથી?”  અમે માથું ખંજવાળતા પાછા ફર્યા. મનમાં થયું, યાર, યે DEAL હૈ મુશ્કિલ...    Collapse
  Share on facebook
 • બકાને બનાવવી છે બાયોપિક, રોલના તો ઠેકાણા નથી

  બકાને બનાવવી છે બાયોપિક, રોલના તો ઠેકાણા નથી
  Other Jokes
  અમારો બકો ગમે ત્યારે અમને ફોન કરે છે અને મનમાં આવે તેવા સવાલો પૂછે છે. મૂળ મહેસાણાનો છે એટલે એની બોલીમાં ભલભલા શબ્દોની પથારી ફરી જાય છે.  “મન્નુભઈ, ચમ... Expand
  અમારો બકો ગમે ત્યારે અમને ફોન કરે છે અને મનમાં આવે તેવા સવાલો પૂછે છે. મૂળ મહેસાણાનો છે એટલે એની બોલીમાં ભલભલા શબ્દોની પથારી ફરી જાય છે.  “મન્નુભઈ, ચમ બોલ્યા નંઈ ? બાયોપી અટલે શુ ?”  “બાયોપી?” અમે કહ્યું “બકા, એવો કોઈ વર્ડ નથી.”  “કુંણે કીધું નહીં ? મારી બકુડી જોડે મું પેલું ધોનીવારું પિક્ચર જોવા ગયેલો, તાણ બકુડી મને કે’તી ’તી કે તો ધોનીની બાયોપી છે...”  “અંહં...” અમને લાઈટ થઈ. “બકા, બાયોપી નહિ, એને બાયોપિક કહેવાય.”  “અચ્છઆ અચ્છા..”  “જેમ કે આપણા દેશની મેરીકોમ નામની મહિલા બોક્સરની ફિલ્મ આવી ગઈ. એને બાયોપિક કહેવાય.”  “હમજી જ્યો. ટૂંકમાં કોઈ ખેલાડીની સ્ટોરી લઈને પિચ્ચર બણાવે તો બાયોપીક કે’વાય... જેણે કે પેલું સલમાનવારું સુલતાન.”  “ના બકા, ના !” અમે બકાને અટકાવ્યો “સુલતાન નામનું પાત્ર તો કાલ્પનિક હતું. તો રિયલ લાઈફમાં કોઈ વ્યક્તિ હોય એની જિંદગી પર આધારિત કોઈ પિક્ચર બનાવે તો એને બાયોપિક કહેવાય. જેમ કે હમણાં અણ્ણા હજારેની બાયોપિક આવી ગઈ.”  “લો ! પિચ્ચર અતું?” મને તો ઈમ કે ડોકુમેંટરી હૈશે.. કારણ શુ કે પેલો અણ્ણા એક્ટર જોણીતો નંઈ ને...”  “હા, બાકી અઝહર પિક્ચર તો તેં જોયું ને ? પેલા ક્રિકેટર અઝહરુદ્દીનની લાઈફ ઉપરથી બનેલું.”  “અચ્છાઆઆ... અવ હમજ્યો !”  “શું ?”  “મેં કીધું, ઈમરાન હાશમીને મૂંછો જરાય હારી નંહીં લાગતી છતોંય ચમ મૂછો ઉગાડીને ફરે હે ? અને હાશમીનું પિક્ચર છે, છતાંય ક્રિશીંગવારા શીન ચમ નહીં આવતા ? પણ અવે હમજઈ જ્યું, બચાડા અઝરને કીશીંગવારુ ના ફાવતુ હોય તો ઈમોં બચાડો હાશમી યે શુ કર ?”  અમે હસવા લાગ્યા “જે હોય તે પણ તું સમજી ગયો ને, કે બાયોપિક કોને કહેવાય ? ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, બાબાસાહેબ આંબેડકર... આવા બધા મહાન માણસોની પણ બાયોપિક બની ચૂકી છે.”  “એ ખરું મન્નુભઈ, પણ હાવ ઓર્ડીનરી મોંહમદની બાયોપી ના બણે ?”  “બને ને ?” અમે કીધું “જીતનરામ માંઝી નામના એક સાવ મામૂલી માણસની જિંદગી પરથી એક ફિલ્મ બની છે. પણ બકા, એણે કામ મામૂલી માણસ જેવું નહિ, મહાન માણસ જેવું કર્યું હતું. એણે આખો એક પહાડ ખોદીને એકલે હાથે રસ્તો બનાવી નાંખ્યો હતો.”  “અચ્છા ! એવું ? તો તો મન્નુભઈ ! આપડે આપડી લાઈફની બાયોપી બણાવવી છે !”  “તારી બાયોપિક ?” અમે હસવા લાગ્યા “તેં શું ધાડ મારી છે જિંદગીમાં ?”  “મેં નહીં મારી, પણ મારું નોંમ ચેટલું ફેમશ છ? વોટ્શેપ પર મારા મેશેજો ફરતા ’તા... બકા, તકલીફ તો રે’વાની... જો બકા, લાયસન તો રાખવું પડે નકર પોલીસ પકડે...”  “પણ બકા-”  “અરે મન્નુભઈ, એક રેડીયોવારા તો મારા નોંમના જોકો બણાવે હે ! મુ આટલો ફેમશ છું તો મારી બાયોપી ચમ ના બણે ?”  “બકા...” અમે એને કીધું “એના માટે તારે કંઈ પરાક્રમ તો કરવું પડે ને ? બાકી બાયોપિક તો ડાકુરાણી ફૂલનદેવી ઉપર પણ બની છે.”  “ઈમ? તો મુ શુ કરું ? ડાકુ બણી જઉં ?”  “બંદૂક જોઈ છે કદી ?”  “વિજય માલ્યાની જેમ કરોડનું કરી નોંખું ?”  “પાનવાળાની ઉધારી કેટલી કરી ?”  “અચ્છા છોડો, લાલુ યાદવની જેમ મોટું કરોડોનું કૌભાંડ કરી નોંખું ?”  “કરોડોનું છોડ બકા, લાખ રૂપિયા સગી આંખે જોયા છે કદી ?”  “તમે યાર મન્નુભાઈ, મને ઓંમ ઉતારી ના પાડો! મું કોંક તો એવું કરી નોંખું કે કોઈને મારી બાયોપી બણાવવાનું મન થઈ જોંય.” “શું કરીશ તું બકા ?”  “સામે છેડેથી બકાનો જવાબ ના આવ્યો. અમને થયું કે બકાને આમ સાવ નિરાશ ના કરવો જોઈએ. અમે કહ્યું “જો બકા, તું કમ સે કમ કોઈ બાયોપિકમાં એક્ટીંગ તો કરી શકે ને ?”  “હા ! બકો ખુશ થઈ ગયો” “મન્નુભઈ ! જો કોઈ આસારામની બાયોપી બણાવે ને, તો મને કે’જો ! આપડાને એવી એક્ટીંગ કરવામોં ઈન્ટ્રશ ખરો...”  - અમો શું કહીએ? હવે તો તમે બકાને કહો કે બકા, આવું છે...    Collapse
  Share on facebook
 • લગ્ન કરી લે...

  લગ્ન કરી લે...
  Other Jokes
  યુવક- મારી સાથે લગ્ન કરી લે...   યુવતી- કેમ?   યુવક-મારા પિતા ગામની સૌથી મોટી વ્યક્તિ છે...   લગ્ન પછી યુવતીને ખ્યાલ આવ્યો કે યુવકના પિતા 105 વર્ષના... Expand
  યુવક- મારી સાથે લગ્ન કરી લે...   યુવતી- કેમ?   યુવક-મારા પિતા ગામની સૌથી મોટી વ્યક્તિ છે...   લગ્ન પછી યુવતીને ખ્યાલ આવ્યો કે યુવકના પિતા 105 વર્ષના છે. Collapse
  Share on facebook

એક્સ્ટ્રા શોટ્સ

FUNNY PICTURES

ONE LINER

તડાફડી

Advertisement

Funny Videos

ઘનચક્કર

LO KAR LO BAAT