Home >> International News >> America
 • આદિત્યનાથને ભારતીય-અમેરિકનનો જવાબ, કહ્યુ- 'શાહરૂખ પોતે ઇન્ડસ્ટ્રી'
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતીય મૂળના અમેરિકન નાગરિકે ફેસબુક શેર કરેલા વીડિયોમાં ભાજપના સાંસદ યોગી આદિત્યનાથને જડબાતોડ જવાબ આપ્યો છે. સાંસદ યોગી આદિત્યનાથે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન પર કરેલી ટિપ્પણીનો લઇને વ્યવસાયે હીરાના વ્યાપારી અવિ ડાંડીયાએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. ફેસબુક પર વાયરલ થયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત શેર કરવામાં આવ્યો છે અને લાખો લોકોએ વીડિયો જોયો છે. અવિ વીડિયોમાં કહે છે કે, આદિત્યનાથ જી તમે શાહરૂખને પાકિસ્તાન મોકલવાની વાત કરી રહ્યા છો. પણ શું તમે જાણો છો કે...
  November 6, 11:20 AM
 • અમેરિકાનો અજબ કિસ્સો: ગે બાપને કરવા પુત્ર સાથે લગ્ન, કોર્ટને વાંધો
  વોશિંગ્ટનઃ અમેરિકામાં એક રસપ્રદ ઘટના સામે આવી છે. અહીં એક પિતા પોતાના પુત્ર સાથે લગ્ન કરવા ઈચ્છે છે. જોકે, કોર્ટે આ અંગે કરાયેલી રાઈટ ટુ મેરી પિટિશન એવું કહીને ફગાવી દીધી કે બન્ને કાયદાકીય પિતા-પુત્ર છે અને એટલે લગ્ન કરી શકે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલું વર્ષે જૂન મહિનામાં અમેરિકન સુપ્રિમ કોર્ટે ઐતિહાસિણ નિર્ણય આપતા દેશ આખામાં સજાતિય લગ્નોને માન્યતા આપી દીધી હતી. ત્યારે હાલમાં આ અનોખા યુગલએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવાનું મન બનાવી લીધું છે. 45 વર્ષથી એકસાથે મીડિયા રિપોર્ટ્સ...
  November 5, 03:58 PM
 • US: શીખને રેસ્ટોરન્ટમાં થયો ખરાબ અનુભવ, બીલમાં લખાયું ઓસામા
  ઈન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકામાં શીખો સાથે થતાં દુર્વ્યવહારબંધ થવાનું નામ જ નથી લેતા. આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. એક રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા શીખને આતંકવાદી ઓસામા કહીને સંબોધવામાં આવ્યો એટલુ જ નહી બીલમાં પણ તેનું નામ ઓસામા લખવામાં આવ્યું હતુ. ઘટનાને પગલે અમેરિકામાં રહેતા શીખ સમુદાયના લોકોમાં ભાગે નારાજગી જોવા મળી રહી છે. શું હતી ઘટના ? અમેરિકામાં અબેરડીન મેરીલેન્ડમાં એક રેસ્ટોરન્ટ આવેલી છે. જ્યાં પરમપાલ સિંઘ ઘાઈ તેના પરિવાર સાથે ફેમિલી મેમ્બરનો જન્મ દિવસ મનાવવા આવ્યા હતા. આ...
  November 4, 09:49 PM
 • USમાં મોસમની પહેલી હીમવર્ષા: તોળાઈ રહ્યો છે અલ નીનોની ખતરો
  ઈન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકાના સંખ્યાબંધ પ્રાંતોમાં મોસમની પહેલી હીમવર્ષા શરૂ થઈ ગઈ હોવાથી ઠેરઠેર બરફના થર જામી ગયા છે. ક્યાંક મનોરમ્યો દૃશ્યો સર્જાયા છે તો ક્યાં વધુ પડતી હીમવર્ષાના કારણે લોકો મુશ્કેલીમાં પણ મુકાયા છે. તો બીજી બાજુ વિજ્ઞાનિકોએ પણ ચેતવણી આપી છે કે આ વખતે અલ નીનોને કારણે રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે છે. ધમાકેદાર એન્ટ્રી અમેરિકામાં શિયાળાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. મોસમની પ્રથમ હિમવર્ષામાં જ અનેક સ્થળો પર બરફની ચાદર ફરી વળી હતી. સંખ્યાબંધ માર્ગો પર વાહનો ફસાઈ જતા અનેક...
  November 4, 12:32 AM
 • US: ભારતીયોના ઘરમાં ચોરી કરતા ચાર ચોરની ધરપકડ
  (પ્રતિકાત્મક તસવીર) હ્યુસ્ટનઃ અમેરિકાના ટેક્સાસમાં ભારતીય મૂળના અને એશિયાઇ મૂળના લોકોના ઘરમાં ચોરી કરવાના આરોપસર ચાર સાઉથ અમેરિકન વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓએ એક મિલિયન ડોલરના ઘરેણાની ચોરી કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે, ચોરી એક પૂર્વ આયોજીત યોજના હતી. ચારેય વ્યક્તિઓએ દિવસે જ બંગલાઓમાં ચોરી કરી હતી. અહેવાલો અનુસાર, સપ્ટેમ્બરથી એડલવેઇસ એસ્ટેટ કોમ્યુનિટીને નિશાન બનાવવામાં આવી રહી હતી.આસિસ્ટન્ટ ચીફ પોલીસ બિલિ કોચના કહેવા મુજબ, અમે ચોરની ચોરી કરવાની પેટન્ટ સહિત તેઓ કોને...
  November 3, 05:27 PM
 • US રિપોર્ટમાં દાવો- વિકાસશીલ દેશોમાં ભારતનો ન્યૂક્લિયર પ્રોગ્રામ સૌથી મોટો
  વોશિંગ્ટનઃ અમેરિકાના એક થિંકટેન્કના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દે દેશ વિકાસ કરી રહ્યા છે તેમાં ભારતનો ન્યૂક્લિયર પ્રોગ્રામ સૌથી મોટો છે. તેની પાસે હથિયાર બનાવવા લાયક વીપન ગ્રેડ પ્લૂટોનિયમનો સારો સ્ટોક છે. શું કહ્યુ છે રિપોર્ટમાં? અમેરિકન સ્થિત ઇન્સ્ટીટ્યુટ ફોર સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યોરિટીના 2014ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ભારત પાસે હાલના સમયમાં 75થી 125 અણુ હથિયારો હોઇ શકે છે. જોકે, આ રિપોર્ટ એવા સમયમાં આવ્યો છે જ્યારે પાકિસ્તાન પાસે ભારત કરતા વધુ ન્યૂક્લિયર હથિયાર...
  November 3, 02:37 PM
 • US: પોલીસના મારનો ભોગ બનેલા સુરેશભાઈના કેસમાં જ્યુરી અનિર્ણિત
  મોન્ટગોમરીઃ અમેરિકામાં પોલીસ બ્રુટાલિટીનો ભોગ બનેલા ગુજરાતી પ્રૌઢ સુરેશભાઈ પટેલના કેસમાં ફેડરલ જ્યુરી કોઈ નિર્ણય પર આવી શકી નથી. આ પહેલા સોમવારે એક દિવસના વિચારવિમર્શ દરમિયાન 12 સભ્યોની જ્યૂરીએ સુરેશભાઈ પટેલ પરના હુમલાનો વીડિયો દસ વખત જોયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 6 ફ્રેબુઆરી 2015ના રોજ મેડિસનમાં અમેરિક પોલીસ ઓફિસરે સુરેશભાઈને પછાડી દીધા હતા. જે બાદ તેઓ પાર્શ્યલી પેરેલાઈઝ્ડ થઈ ગયા હતા. સુરેશભાઈને ઈંગ્લિશ નહોતું આવડતુ અને તેઓ ઓફિસરનો આદેશ સમજી નહોતા શક્યા. આ કેસમાં આરોપી હન્ટ્સવિલે...
  November 3, 09:20 AM
 • અમેરિકામાં ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગ, બે મહિલા સહિત 4નાં મોત
  વોશિંગ્ટન: અમેરિકામાં કાયદો વ્યવસ્થા કથળી હોય તેમ અવારનવાર જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવે છે.આ વખતે કોલોરાડો વિસ્તારમાં એક હુમલાખોરે અંધાધુંધ ફાયરિંગ કરી ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે પોલીસ ફાયરિંગમાં હુમલાખોરનું પણ મોત નીપજ્યું હતુ. શું હતી ઘટના ? એલ પાસો કાઉન્ટી શેરિફ કાર્યાલયના પ્રવક્તા જૈકી કીર્બીના જણાવ્યા પ્રમાણે રવિવારે સવારે 8:45 વાગ્યે કોલોરાડો સ્પિંગ્સ પોલીસને ફાયરિંગની ઘટનાનો ફોન આવ્યો હતો. બાદમાં સીએસપીડી અધિકારી ઘટનાસ્થળે...
  November 2, 08:30 AM
 • એક રાષ્ટ્રપતિ આવોય! બાળકો સાથે બાળક બની ગયા ઓબામા
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ વ્હાઈટ હાઉસમાં આ વખતે જ્યારે હેલોવિનની પાર્ટી યોજાઈ તો અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામાનો અલગ જ અંદાજ જોવા મળ્યો. બાળકો સાથે મસ્તી કરતા ઓબામા પણ બાળક બની ગયા. તેમણે પાર્ટીમાં આવેલા બાળકો સાથે ભારે મોજ કરી. કોઈને જોક્સ સંભળાવ્યા તો કોઈને ડરાવ્યા પણ ખરા. હેલોવિન પાર્ટીમાં સૌથી રસપ્રદ નજારો ત્યારે જોવા મળ્યો, જ્યારે તેઓ પોતાના ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર બેન રોડ્સની પુત્રી ઈલા રોડ્સને મળ્યા. ઈલા સાથે સાથે રમતા રમતા ઓબામા એ પણ ભૂલી ગયા કે તેઓ દુનિયાના સૌથી શક્તિશાળી...
  November 1, 01:53 PM
 • અમેરિકાના પટેલ બન્યા 'સુપરહીરો', એનિમેશન થકી દેવતાઓને લાવ્યા પડદે
  - દેવતાઓને પડદા પર લાવીને સુપર હીરો બન્યા પટેલ - હાલમાં ફિલ્મ રિલીઝ થઇ નથી પરંતુ પહેલા જ અમેરિકી મીડિયા અને ઇન્ટરનેટ પર પ્રસિદ્ધ થયા સવારે ટીવી સામે બેસીને સંજય સુપરહીરો કાર્ટૂન સુપર ટીમનિહાળી રહ્યો છે. હાથોમાં સુપર હીરો રમકડું પકડેલું છે. ઓચિંતા પૂજાની ઘંટીનો અવાજ સંભળાય છે. તે પરેશાન થઇ જાય છે. જાણે છે કે આ તેના માટે પણ આમંત્રણ છે તેમછતાં તે ઉભો થતો નથી પરંતુ ઘંટીનો અવાજ દબાવવા માટે તે ટીવીનો અવાજ વધારી દે છે. પિતા રિમોટથી અવાજ ઘટાડે છે તો તે અવાજ વધુ વધારી દે છે. પિતા ટીવીબંધ કરીનાખે છે. તે...
  November 1, 12:54 AM
 • US: ફ્લોરિડા એરપોર્ટ પર પ્લેનમાં આગ લાગી, 15 મુસાફરો ઘાયલ
  મિઆમી: અમેરિકાના સાઉથ ફ્લોરિડા એરપોર્ટ પર એક વિમાનમાં આગ લાગવાને કારણે 15 મુસાફરો ઘવાયા હતા. ડાયનેમિક ઇન્ટરનેશનલ એરવેઝનું વિમાન વેનેઝુએલા રવાના થવાની તૈયારીમાં હતું ત્યારે રન-વે પર તેના એન્જિનમાં આગ લાગતા આ દુર્ઘટના સર્જાઇ હતી. દુર્ઘટના સમયે વિમાનમાં 101 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. બ્રોવર્ડ કાઉન્ટી શેરીફ કાર્યાલયના જણાવ્યા પ્રમાણે બોઈંગ 767 વિમાનના એન્જિનમાં આગ લાગી હતી જે કારણે તેમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. દુર્ઘટનામાં એક...
  October 31, 09:13 AM
 • સૌરમંડળના બે ચંદ્રોઃ અહીં જીવનની શક્યતાની પ્રબળ સંભાવનાઓ
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ યુ આર નોટ અલોન, જ્યારે પૃથ્વી સિવાય બીજે ક્યાંક જીવનની કલ્પનાની વાત કરવામાં આવે ત્યારે આ લાઈન અચુકપણે બોલાતી હોય છે. આ લાઈનમાં સુર પુરાવે એવા સમાચાર નાસા તરફથી મળી રહ્યાં છે. શનિ અને ગુરૂના ચંદ્ર પર જીવન હોઈ શકે છે. અહીંની બર્ફિલી દુનિયાની જમીન નીચે ઘુઘવાતા દરિયા હોવાનું વૈજ્ઞાનિકોનું માનવું છે. જ્યાં એક્સ્ટ્રાટેર્રેસ્ટ્રીયલ માઈક્રોબ્સ(પરગ્રહી કિટાણુ)ના રૂપ જીવન ખુલ્યું હોઈ શકે છે. આ જ જીવનની શોધમાં નાસાના રોબોટિક સ્પેસક્રાફ્ટ કાસ્સિનીએ શનિના ચંદ્ર એન્સેલાદસ ના...
  October 30, 05:10 PM
 • પેસેન્જરે 9/11 ઘટનાનો કર્યો ઉલ્લેખ તો, ડાઈવર્ટ કરી દેવાઈ અમેરિકી એરલાઈન્સની ફ્લાઈટ
  લોસ એન્જલસ: અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં એક પેસેન્જરે 11 સપ્ટેમ્બરના રોજ થયેલા હુમલાની વાત કર્યા પછી ફ્લાઈટને ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી. ગુરુવારે ફ્લાઈટ ફિલાડેલફિયા જઈ રહી હતી ત્યારપછી તેને ફોનિક્સ ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે 11 સપ્ટેમ્બરના હુમલાનું વર્ણન ખૂબ ભયાનક રીતે કરવામાં આવ્યું હશે. ફ્લાઈટમાં શું થયું હતું? - લોસ એન્જલસથી ગુરુવારની સવારે 8.38 કલાકે અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ 754 કુલ 150 પેસેન્જર્સ સાથે રવાના થઈ હતી. તેમાં 6 ક્રૂ મેમ્બર્સની સાથે સાથે 3 નાના...
  October 30, 08:56 AM
 • ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’નો દાવો-લાદેનને ઠાર મારવા પાછળ ઓબામા સરકારના 4 વકીલોનું ભેજું
  વોશિંગ્ટનઃ અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં જ ઠાર મારવાની વ્યૂહરચના પાછળ ઓબામા વહીવટીતંત્રના ટોચના ચાર વકીલનું દિમાગ હતું. અમેરિકાના જાણીતા ન્યૂઝપેપર ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે લાદેનની હત્યા માટે ચલાવવામાં આવેલા ઓપરેશનના થોડા સપ્તાહ અગાઉ ઓબામા પ્રશાસનના ચાર વકીલ સંવેદનશીલ કાનૂની મુદ્દાઓને ઉકેલવા માટે ગુપ્ત રીતે કામ કરી રહ્યા હતા. જેમાં પાકિસ્તાનની મંજૂરી વિના ત્યાં સૈન્ય મોકલવાનો મુદ્દો પણ સામેલ હતો. વકીલોએ પુષ્ટી કરી હતી કે નેવી સીલની...
  October 29, 07:04 PM
 • 'સ્વિમિંગ પૂલ પર નગ્ન હાજર રહો', સાઉદી પ્રિન્સનો ફિમેલ સ્ટાફને આદેશ
  લોસ એન્જલસઃ સાઉદી રાજકુમાર માજેદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ્લાઅઝિઝ અલ સાઉદની ધરપકડ બાદ એક બાદ એક નવા નવા ઘટસ્ફોટ થતા જ રહે છે. પ્રિન્સ વિરુદ્ધ કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજોમાં જણાવાયું છે કે પ્રિન્સે પોતાના આખા મહિલા સ્ટાફને સ્વિમિંગ પુલ પાસે નગ્ન થવાનો આદેશ આપ્યો હતો. બ્રિટિશ વેબપોર્ટલ ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર પ્રિન્સ પોતાની મહિલા સ્ટાફને નગ્ન જોવા માગતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને લોસ એન્જેલેસમાં પ્રિન્સના મહેલ જેવા ઘર પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં એક મહિલા મળી આવતા...
  October 29, 09:18 AM
 • US: સુરેશ પટેલને ધક્કો માર્યા બાદ 101 સેકન્ડમાં પક્ષઘાત થયો હતો
  - યુએસમાં ગુજરાતી વૃદ્ધને ધક્કો મારનાર પોલીસ સામે કેસ શરૂ - સુરેશભાઈએ અંગ્રેજી ન આવડતું હોવાનું કહેવા છતાં પોલીસ ન માની વોશિંગ્ટન: નડિયાદ નજીકના ગુજરાતી વૃદ્ધ સુરેશભાઈ પટેલને અમેરિકામાં ધક્કો મારનાર પોલીસ અધિકારી સામેનો કેસ અલાબામાની ફેડરલ કોર્ટમાં આ સપ્તાહે શરૂ થયો હતો. કોર્ટમાં વકીલે જણાવ્યું હતું કે પોલીસ અધિકારી એરિક પાર્કરને 58 વર્ષીય સુરેશભાઈએ પાંચ વખત કહ્યું હતું કે તેમને અંગ્રેજી આવડતું નથી, છતાં પાર્કરે તેમને ધક્કો મારતાં તે પડી ગયા હતા અને માત્ર 101 સેકન્ડમાં જ તેઓ આંશિક...
  October 29, 08:57 AM
 • પોલીસ અધિકારીએ વિદ્યાર્થીનીને ઢસડીને કાઢી ક્લાસ બહાર, વીડિયો વાયરલ
  કોલંબિયાઃ અમેરિકાના કૈરોલિનાના કોલંબિયાની એક સ્કૂલમાં અધિકારીએ નાની વાતને લઇને વિદ્યાર્થીની પર હુમલો કર્યો હતો. અહીંની સ્પ્રિંગ વેલી સ્કૂલમાં એક વિદ્યાર્થીનીની પિટાઇ કરવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં પહેલા સ્કૂલનો રિસોર્સ અધિકારી સ્ટુડન્ટને ક્લાસ છોડવાનું કહે છે પણ વિદ્યાર્થીની ક્લાસ છોડવાનો ઇનકાર કરતા અધિકારી નિર્દયતાથી તેને ઢસડીને ક્લાસની બહાર લઇ જાય છે. ઘટનાનો વીડિયો ક્લાસમાં બેસેલા અન્ય એક વિદ્યાર્થીએ રેકોર્ડ કર્યો છે.   શું છે વીડિયોમાં ?   વીડિયોમાં દેખાય છે કે...
  October 28, 02:39 PM
 • ભારત તરફ ધસી આવતી અવકાશી આફત, નવેમ્બરમાં ટકરાવાની આશંકા
  વોશિંગ્ટન: મોટી અને રહસ્યમય વસ્તુ ખુબ જ ઝડપથી પૃથ્વી ચરફ ધસી આવતી હોવાની વિજ્ઞાનિકોએ જણાવ્યું છે. સાથે વિજ્ઞાનિકોએ એમ પણ જણાવ્યું કે આ સંદિગ્ધ વસ્તુ ભારતના દરિયામાં પડવાની શક્યતા છે. વિજ્ઞાનિકોએ WTF નામ આપ્યું ? આકાશમાંથી ખુબજ ઝડપથી પૃથ્વી તરફ કોઈ સંદિગ્ધ વસ્તુ ધસી આવતી હોવાનો દાવો કર્યો છે. વિજ્ઞાનિકોએ આ સંદિગ્ધ વસ્તુનું નામ WTF આપ્યું છે. સાથે તેમણે એમ પણ જણાવ્યું કે WTF બે મીટર મોટુ છે. હાવર્ડ-સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિજિક્સના જોનાથન મેકડોવેલેનું કહેવું છે કે આ અંતરિક્ષ યાત્રા...
  October 27, 04:43 PM
 • સદ્દામ અને ગદ્દાફી સત્તામાં હોત તો વિશ્વ વધુ સારું હોત
  - યુએસ પ્રમુખપદના રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પનું નિવેદન - વિવાદ થતાં ટ્રમ્પે પોતાના બચાવમાં ફેરવી તોળ્યું વોશિંગ્ટન: અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે રિપબ્લિકન પક્ષની ટિકિટના દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે ઈરાક અને લિબિયાના સરમુખત્યારો સદ્દામ હુસેન અને મુઅમ્મર ગદ્દાફી સત્તામાં હોત તો આ વિશ્વ અત્યારે કરતાં વધુ સારું હોત. ટ્રમ્પના જ રિપબ્લિકન પક્ષના પ્રમુખ જ્યોર્જ બુશે ઈરાક પર હુમલો કરીને સદ્દામ હુસેનને સત્તા પરથી દૂર કર્યા હતા. રિયલ એસ્ટેટ...
  October 27, 09:24 AM
 • અમેરિકાઃ કાર અકસ્માતમાં મુંબઈની યુવતી સહિત 4નાં મોત, 40 ઘાયલ
  ન્યૂયોર્કઃ અમેરિકાના ઓક્લાહોમામાં થયેલા એક કાર અકસ્માતમાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હોવાના રિપોર્ટસ્ છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા ચાર લોકોમાં યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ઓક્લાહોમામાં અભ્યાસ કરતી મૂંબઈની નિકિતા નકલનો સમાવેશ થતો હોવાનું યુનિવર્સિટીના પ્રમુખ ડોન બેત્ઝે જણાવ્યું છે. યુનિવર્સિટીની વેબસાઈટ પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં બેત્ઝે નિકિતાના પરિવાર માટે શોક વ્યક્ત કર્યો છે. બેત્ઝે જણાવ્યું કે OSUની હોમકમિંગ પરેડ દરમિયાન ઘટેલી આ દુર્ઘટનાના પગલે ઓક્લાહોમા સ્ટેટ...
  October 25, 04:00 PM

 
Advertisement
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Money

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery