Home >> International News >> Pakistan
 • ભારત કાશ્મીરમાં ડેમનું બાંધકામ બંધ કરે: પાક
  ઇસ્લામાબાદ: પાકિસ્તાનની બે સંસદીય સમિતિએ એક પ્રસ્તાવ પસાર કરીને ભારતને જમ્મુ-કાશ્મીરના કિશનગંગા અને રાતલે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સને તાકીદની અસરથી રોકવાનું કહ્યું છે. પાકિસ્તાનની પાણીની જરૂરિયાત પુરી કરવાનું મોટું માધ્યમ ઝેલમ અને ચિનાબ નદી પર ડેમના કન્સ્ટ્રક્શનને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા સમયથી તનાવ છે. આ પ્રસ્તાવને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં વિદેશી બાબતો, પાણી અને વિજળી સાથે સંબંધિત સમિતિઓએ રજૂ કર્યો હતો. એસેમ્બલીએ વર્લ્ડ બેંકને આ મુદ્દા અંગે હસ્તક્ષેપ કરવાની પણ...
  January 22, 01:03 AM
 • પાકિસ્તાનના શાક માર્કેટમાં જબરદસ્ત બ્લાસ્ટ, 20નાં મોત, 49 ઘાયલ
  ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ખુર્રમ એજન્સીના શાક માર્કેટમાં જબરદસ્ત બ્લાસ્ટ થયો. જેમાં 20 લોકોનાં મોત થયા અને લગભગ 49 લોકો ઘાયલ થયા છે. આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ શાહિદ અલીના હવાલાથી પાક મીડિયાએ તેની જાણકારી આપી. અત્યાર સુધી કોઇ આતંકી જૂથે બ્લાસ્ટની જવાબદારી નથી લીધી. આર્મી અને ક્વિક રિએક્શન ફોર્સ ઘટનાસ્થળે - બ્લાસ્ટ લોકલ ટાઇમ અનુસાર, સવારે આઠ કલાકે ખુર્રમ વિસ્તારના પારાચિનાર વિસ્તારના શાક માર્કેટમાં થયો. - સિનિયર ગવર્નમેન્ટ ઓફિસર ઇકરામુલ્લાહ ખાને જણાવ્યું કે, બ્લાસ્ટ માટે...
  January 21, 03:18 PM
 • પાકિસ્તાનઃ લવમેરેજ કરનાર પુત્રીને જીવતી સળગાવનારી માતાને મોતની સજા
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના લાહોરમાં ઓનલકિલિંગના કેસમાં એક મહિલાને મોતની સજા ફટકારવામાં આવી. લાહોર સ્થિત કોર્ટમાં પરવીન બીબી નામની મહિલાને હાજર કરાઈ હતી, જ્યાં તેણીએ ગુનો કબૂલતા કહ્યું કે તેણે પોતાની પુત્રીની હત્યા એટલા માટે કરી કારણ કે તેણે પરિવારનું નામ ખરાબ કર્યું હતું. બાદમાં કોર્ટે પરવીનને મોતની સજા અને ઘટનામાં હત્યાનો પ્લાન ઘડવાના ગુનામાં ઉંમર કેદની સજા ફટકારી હતી. શું હતી સમગ્ર ઘટના ? - જીનત નામની યુવતીએ 2016માં પ્રેમી હસન ખાન સાથે ભાગીને લગ્ન કર્યા હતા. - આ લગ્નથી જીનતનો...
  January 18, 01:59 PM
 • ભારતે સોંપેલા કાઉન્સિલર અને પૂર્વ મિલિટરી ઓફિસર સહિત 26ને બાંગ્લાદેશમાં ફાંસી
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ બાંગ્લાદેશના કુખ્યાત નારાયણગંજ હત્યાકાંડના મામલામાં કોર્ટે સોમવારે 26 લોકોને ફાંસીને સજા સંભળાવી. જેમાં ભારતે પરત સોંપેલા કાઉન્સિલર અને પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ સહિત સૈન્યના ત્રણ મોટા ઓફિસર શામેલ હતા. કોર્ટે 23 લોકોને તેમની ગેરહાજરીમાં સજા સંભળાવી. નારાયણગંજમાં 2014માં સાત લોકોનું અપહરણ કરીને ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. જજે કહ્યું કે, મોત સુધી લટકાવો ફાંસી પર - નવ લોકોને જેલની સજા સંભળાવામાં આવી. - જે 26 લોકોને મોતની સજા સંભળાવવામાં આવી તેમાં નારાયણગંજના કાઉન્સિલર...
  January 17, 04:15 PM
 • પાકિસ્તાનની આ બિકિની ગર્લે માથે લીધું ઇન્ટરનેટ, વાયરલ થયા PHOTOS
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાન કટ્ટર ઇસ્લામિક દેશ છે અહીંયા શરિયા કાનૂનનું પાલન કરવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓએ અહીંયા બુરખો અથવા હિજાબ પહેરવો ફરજિયાત છે, પરંતુ જાણીને નવાઇ લાગશે હાલમાં પાકિસ્તાનની એક મોડેલ પોતાના હોટ બિકિની લૂકને કારણે ચર્ચામાં છે. વાત છે, પાકિસ્તાની બ્યૂટી ક્વીન રમીના અશફારની. 2016માં જીતી હતી મિસ વર્લ્ડ પાકિસ્તાનનો ખિતાબ - રમીના પાકિસ્તાનમાં જ ઘણી બ્યૂટી કોન્ટેસ્ટ જીતી ચૂકી છે. - ગત વર્ષે નવેમ્બરમાં તેને મિસ વર્લ્ડ પાકિસ્તાનના ખિતાબથી નવાજવમાં આવી હતી. - રમીના હવે...
  January 17, 02:08 PM
 • શિવજીના આંસુથી અહીં બન્યું તળાવ, પાકિસ્તાનમાં આવેલું 900 વર્ષ જૂનું મહાદેવનું મંદિર
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે 900 વર્ષ જૂના કટાસરાજ મંદિર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. નવાઝ શરીફે કહ્યું કે હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈતમામ મારા માટે એક સમાન છે. પાક. પીએમે બુધવારે પંજાબ પ્રાંતમાં ઐતિહાસિક કટાસરાજ રાજ મંદિરની મુલાકાત દરમિયાન આ વાત કહી હતી. આ મંદિર દક્ષિણ એશિયામાં હિંદુઓના તીર્થ સ્થળોમાંથી એક છે. શું છે ધાર્મિક માન્યતા? - કટાસરાજમાં હિંદુ દેવતા મહાદેવ પાંડવકાળથી અહીં બીરાજમાન છે. - કહેવામાં આવે છે કે ચાર પાંડવોનું મૃત્યુ થયું ત્યારે શિવજીએ...
  January 14, 09:46 AM
 • આ છે પાકિસ્તાનનો 430 કિલોનો HULK, બ્રેકફાસ્ટમાં ખાય 36 ઇંડા ને 5 લીટર દૂધ
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં રહેતા અરબાબ ખીઝર હયાતને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. 435 કિલો વજન ધરાવતા અરબાબનું કહેવું છે કે તે દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ છે. અરબાબ પાકિસ્તાનમાં હલ્ક મેનથી જાણીતો છે. અરબાબનો હાથથી કાર ખેંચવાનો વીડિયો સામે આવ્યો હતો. વેટલિફ્ટિંગ ચેમ્પિયન બનવાની ઈચ્છા - 24 વર્ષના અરબાબનું કહેવું છે કે મારું ધ્યેય વેટલિફ્ટિંગ ચેમ્પિયન બનવાનું છે, હું અલ્લાહનો આભારી છું કે તેઓએ મને આવું શરીર આપ્યું. - આવી બોડી પાછળ તેના ડેઈલી ડાઈટનો પણ હાથ છે, તેઓ રોજની 10 હજાર કેલરીઝ...
  January 13, 12:27 PM
 • શરીફની શરાફતઃ 900 વર્ષ જૂના કટાસરાજ મંદિરનું રિનોવેશન કરવા આદેશ
  ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે 900 વર્ષ જૂના કટાસરાજ મંદિર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. નવાઝ શરીફે કહ્યું કે વડાપ્રધાન હોવાના નાતે હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ મારા માટે એક સમાન છે. પાક. પીએમે બુધવારે પંજાબ પ્રાંતમાં એતિહાસિક કટાસરાજ રાજ મંદિરની મુલાકાત દરમિયાન આ વાત કહી હતી. આ મંદિર દક્ષિણ એશિયામાં હિંદુઓના તિર્થ સ્થળોમાંથી એક છે. પાકિસ્તાનની ઈમેજ સુધારવી છે - કાર્યક્રમમાં નવાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનની ઈમેજ માઈનોરિટી ફ્રેંડલી દેશ તરીકે બનાવવાના પ્રયાસો...
  January 13, 11:05 AM
 • ઇસ્લામાબાદ: મિસાઈલ કંટ્રોલ ગ્રૂપમાં ભારતીય ડિફેન્સ સિસ્ટમની પાક.ની ફરિયાદ
  ઇસ્લામાબાદ: અગ્નિ-4 અને અગ્નિ-5 મિસાઇલોના પરીક્ષણ પછી પાકિસ્તાને ભારતીય મિસાઇલ સંરક્ષણ પ્રણાલીને પોતાના માટે ખતરો ગણાવ્યો છે. પાકિસ્તાને ભારત સામે મિસાઇલ ટેક્નોલોજી કન્ટ્રોલ રેજીમ (અેમટીસીઆર)માં ચિંતાની સાથે ફરિયાદ નોંધાવી છે. એમટીસીઆર 35 દેશોનો સમૂહ છે, જે મુખ્ય રીતે મિસાઇલ ટેક્નિક પર નિયંત્રણ રાખે છે.પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ પાકિસ્તાને બુધવારે આ ફરિયાદ કરી છે. એમટીસીઆર એનએસજીની જેમ જ એક સમૂહ છે. તેનો હેતુ મિસાઇલો, સંપૂર્ણ રોકેટ પ્રણાલીઓ, માનવરહિત વિમાનો...
  January 13, 09:56 AM
 • આતંકવાદ અટકાવવા પાકિસ્તાન સાથેની સરહદ સીલ કરી શકે છે ચીન
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ આતંકવાદ મુદ્દે ચીન, પાકિસ્તાન સાથેની સરહદ સીલ કરી શકે છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ શિનજિયાંગના પ્રાંતીય અધિકારીને ટાંકીને માહિતી આપી છે, જેમાં જણાવાયું છે કે આ વર્ષે આતંકીઓને ચીનમાં ઘૂસતા રોકવા માટે ચીન-પાકિસ્તાન સરહદ સીલ કરશે. નોંધનીય છે કે ચીન પાકિસ્તાનને બારમાસી મિત્ર કહેતું આવ્યું છે. શિનજિયાંગની પ્રાંતીય સરકારનું માનવું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ લઇને આવેલા આતંકીઓ અહીં રહે છે. શિનજિયાંગના હોતાનમાં રવિવારે અથડામણમાં 3 આતંકી માર્યા ગયા હતા....
  January 12, 03:35 PM
 • રેપ, ટોર્ચર અને અત્યારચારો વચ્ચે આવું છે અહીંના ટ્રાન્સજેન્ડર્સનું જીવન
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર્સને વસ્તીગણતરીમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાહોર હાઈકોર્ટે 2017ની વસ્તીગણતરીમાં ટ્રાન્સજેન્ડર્સનો સમાવેશ કરવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર્સને પ્રોપર્ટીમાં ભાગ લેવાથી લઈને વોટ કરવા જેવા તમામ અધિકાર છે. તેમ છતા તેઓની સ્થિતિ અહીં ખુબ જ ખરાબ છે. અહીં અવાર નવાર તેઓ રેપ, મર્ડર અને શોષણના કિસ્સા સામે આવતા રહે છે. પ્રોસ્ટિટ્યૂશન માટે મજબૂર કરવામાં આવે - 2012માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે...
  January 11, 05:26 PM
 • અફઘાનિસ્તાનઃ કાબુલમાં સંસદ કચેરી બહાર બે સુસાઇડ બ્લાસ્ટ, 27નાં મોત
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ કાબુલમાં દારુલમન રોડ પર આવેલી સસંદ કચેરીઓની બહાર ટ્વીન બ્લાસ્ટના અહેવાલ છે. સ્થાનિક ન્યૂઝ એજન્સી ટોલો ન્યૂઝ અનુસાર, એક સુસાઇડ બોમ્બર અને કાર બોમ્બરે આ વિસ્ફોટો કર્યા છે. હુમલાનો ટારગેટ સાંસદો હોવાનું કહેવાય છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, બ્લાસ્ટમાં 27 લોકોનાં મોત થયા છે અને 70 લોકો ઘાયલ થયા છે. ટોલો ન્યૂઝના બ્લાસ્ટનો ફોટો ટ્વીટ કરતાં જણાવ્યું કે, કેટલાંક સાંસદો અનુસાર, હેરાતની એક મહિલા સાંસદ બ્લાસ્ટમાં ઘાયલ થઇ છે. જો કે, બ્લાસ્ટ જાનહાનિના કોઇ સમાચાર નથી....
  January 10, 07:23 PM
 • પાક. દ્વારા 'બાબર-3' મિસાઇલનું સફળ પરિક્ષણ, ભારતને કરી શકે છે ટાર્ગેટ
  ઇન્ટરનેશનલ ડેસ્ક: પાકિસ્તાને દાવો કર્યો છે કે તેમણે સબમરીનથી હુમલો કરી શકાય તેવી પ્રથમ ક્રૂઝ મિસાઇલ બાબર-3નું સફળ પરીક્ષણ કર્યું છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે પોતાના પાડોસી દેશોની પરમાણુ રણનીતિના જવાબરૂપ આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. પાક. પ્રધાનમંત્રી નવાઝ શરીફે સરક્ષણ વૈજ્ઞાનિકોને આ સફળતા મુદ્દે અભિનંદન પાઠવ્યા હતા. પાકિસ્તાન પાસે સમુદ્ર મારફતે હુમલો કરી શકાય તેવી પરમાણું ક્ષમતા ધરાવતી મિસાઇલ હતી નહીં. પરંતુ બાબર-3 450 કિ.મી સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે જે...
  January 10, 03:51 AM
 • કાશ્મીર પાક.નું જ અભિન્ન અંગ: શરિફનો રાગ કાશ્મીર; બુરહાન વાની ચમત્કારીક નેતા
  ઇસ્લામાબાદ: કાશ્મીર રાગ આલાપતા પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફે કાશ્મીરને પાકિસ્તાનનું અભિન્ન અંગ કહ્યું છે. તેમણે ફરીવાર હિઝબુલ મુજાહિદીનના આતંકી બુરહાન વાનીને ચમત્કારીક નેતા કહ્યો હતો. તે ઇસ્લામાબાદમાં કાશ્મીર મુદ્દે આયોજિત બે દિવસના આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદઘાટન કરી રહ્યા હતા. સેમિનારનું આયોજન નેશનલ એસેમ્બલી સચિવાલય અને યંગ પાર્લિયામેન્ટેરિયન ફોરમે કર્યુ છે. નવાજ શરીફે આત્મનિર્ણયના અધિકાર માટે કાશ્મીરી લોકોના સંઘર્ષ અંગે તેમની ભાવના અને સંકલ્પની પ્રશંસા કરી હતી. તેણે...
  January 5, 11:47 PM
 • In Pics: બુરખામાં છુપાતા પાકિસ્તાનની હાઇ ક્લાસ પાર્ટીમાં લટાર
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદની જેમ વિશ્વભરના શહેરોમાં પાર્ટીઓ અને ડાન્સ નાઇટ યોજાતી હોય છે. કટ્ટર ઇસ્લામિક એવું પાકિસ્તાન ભલે બુરખા પાછળ છુપાવવાનું ડોળ કરતું હોય પરંતુ અહીંયા પણ વિશ્વની જેમ અતિ ભવ્ય પાર્ટીઓ યોજાતી હોય છે, જેમાં યુવક હોય કે યુવતી ચિક્કાર દારૂની મજા માણે છે અને નાચે છે. પશ્ચિમી દેશોની જેમ અહીંયા પણ હેલોવીન થીમ પર પાર્ટી યોજાતી હોય છે, જેમાં અહીંયાની બિન્દાસ્ત યુવતીઓ ભાગ લેતી હોય છે. જો કે, મોટાભાગની પાર્ટીઝના ફોટોગ્રાફ જાહેર થવા...
  January 1, 12:36 AM
 • નવાઝ શરીફે લખ્યો સુષમાને પત્ર, કહ્યું ઝડપથી સ્વસ્થ થાવ તેવી દુઆ
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ વધ્યો છે. પરંતુ બંને દેશ કૂટનીતિક ઔપચારિક્તા નિભાવવાનું ક્યારેય નથી ચૂકતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે ભારતની વિદેશ મંત્રી સુષમા સ્વરાજના ખબર અંતર પૂછવા એક પત્ર લખ્યો છે. પત્રમાં નવાઝ શરીફે સુષમા ઝડપથી સ્વસ્થ થાય તેવી દુઆ કરી છે. ઉલ્લેખનીય છે કે સુષમાની બંને કિડની ફેલ થતા AIIMSમાં એડમીટ કરવામાં આવ્યા હતા. અનેક દિવસો સુધી તેઓની સારવાર ચાલી હતી. ત્યારબાદ 10 ડિસેમ્બરે સફળતાપૂર્વક કિડની...
  December 29, 03:46 PM
 • પાકિસ્તાનઃ ક્રિસમસ દરમિયાન લઠ્ઠાકાંડ, 42નાં મોત, 78થી વધુ સારવાર હેઠળ
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ક્રિસમસની રાતે ઝેરી દારૂ પીવાને કારણે 42 લોકોનાં મોત થયાનું બહાર આવ્યું છે. તો 78થી વધુ લોકોને સારવાર હેઠળ છે. ઝેરી દારૂ પીનારા લોકોમાં સૌથી વધુ ક્રિશ્ચન હોવાનું બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે 25 ડિસેમ્બરની રાત્રે ટોબા ટેક સિંહ શહેરની ક્રિશ્ચિયન કોલોનીમાં આ ઘટના બની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દારૂ સ્થાનિકોએ જ બનાવ્યો અને તેનું સેવન કર્યું હતું. - પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે પોલીસે અત્યાર સુધીમાં બે પિતા-પુત્રની ધરપકડ કરી છે. -...
  December 28, 02:30 PM
 • નહીં માનો, પણ પાકિસ્તાનની જ છે આ તસવીરો
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ ક્રિસમસની ઉજવણી દુનિયાભરમાં થઈ. અમેરિકા, બ્રિટન સહિતના અનેક દેશોમાં એક મહિલા પહેલા જ ઉજવણી શરૂ કરી દેવામાં આવી. ઠેર ઠેક સડકો પર સાંતાક્લોઝ જોવા મળ્યા. પરંતુ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આવો જ નજારો જોવા મળ્યો. મુસ્લિમ બહુમતી ધરાવતા આ દેશમાં અનેક સ્થળો પર સાંતાક્લોઝના વસ્ત્રો પહેલી લોકો નજરે પડ્યા. તો કેટલાક સ્થળો પર ટ્રાફિકજામથી લઈને રોશની જોવા મળી. સ્લાઈડ બદલો ને જુઓ પાકિસ્તાનમાં ક્રિસમસનો નજારો....
  December 28, 02:04 PM
 • સોશિયલ મીડિયા પર FAKE ન્યૂઝ બાદ, પાક.ની ઈઝરાયેલ પર પરમાણુ હુમલાની ધમકી
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના રક્ષા મંત્રી મોહમ્મદ આસિફે સોશિયલ મીડિયાના ફેઇર ન્યૂઝથી ગેરમાર્ગે દોરાઇને ઇઝરાયલને પરમાણુ હુમલાની ધમકી આપી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ ન્યૂઝ પ્રમાણે ઇઝરાયેલે પાકિસ્તાનને સીરિયા બાબતે હસ્તક્ષેપ કરવા પર પરમાણુ હુમલાની ચેતવણી આપી હતી. આ સમાચાર પ્રમાણે ઇઝરાયલના રક્ષા મંત્રી યાલોને પાકિસ્તાનને સીરિયામાં સૈન્ય મોકલવા બાબતે વિનાશ કરી દેવાની ધમકી આપી હતી. સમાચારનું શીર્ષક જો પાકિસ્તાને સીરિયામાં સૈન્ય મોકલ્યું તો અમે દેશને ન્યુક્લિયર હુમલાથી બરબાદ કરશું :...
  December 26, 10:54 AM
 • પાકિસ્તાનઃ જમીનદારો દેવું વસૂલવા હિન્દુઓની દીકરીઓને જાય છે ઉઠાવી
  મીરપુર ખાસઃ 21મી સદીમાં પણ પાકિસ્તાનમાં જમીનદારો અને તેમના દ્વારા દેવું વસૂલવા માટે અપનાવવામાં આવતી ક્રૂર રીતો બંધી નથી થઇ. અહીંયાના જે પરિવારો જમીનદારો પાસેથી લીધેલા પૈસા ચૂકવી નથી શકતા તેમના ઘરની નાની અને સુંદર દીકરીઓને ઉઠાવી લેવામાં આવે છે. આટલું થયા પછી પણ પરિવારનું દેવું નથી ઉતરતું. એક ન્યૂઝ એજન્સીએ પાકિસ્તાનમાં ચાલી રહેલા આ રેકેટની તપાસ કરી. ખાસ કરીને પાકિસ્તાનમાં વસતા હિન્દુ અને ક્રિશ્ચિયન પરિવારો સાથે આવું વધું બને છે. પિતાએ લીધેલા ઉધાર માટે ઉઠાવી ગયા દીકરી - જીવતી નામની...
  December 25, 08:47 AM