Home >> International News >> Middle East
 • યુદ્ધમાં તબાહ થઈ ગયું છતાં આ શખ્સે ન છોડ્યું ઘર, બેસીને સાંભળતો રહે ગીત
  અલેપ્પોઃ તસવીર ભલે કોઇ ફિલ્મના સેટ જેવી દેખાતી હોય. પણ તેમ નથી. સીરિયન શહેરના અલેપ્પોના વૃદ્ધ મોહમ્મદ મોહિએદીન અનિસનું ઘર છે, જે સેના અને વિદ્રોહીઓના હુમલાને કારણે નુકસાનગ્રસ્ત થઇ ગયું છે. અનિસ હજુ પણ અહીં રહે છે. કહે છે,મને પોતાની વસ્તુઓ અને ઇતિહાસ સાથે ખૂબ જ લગાવ છે. હું તેમના વિના નથી રહી શકતો. તેથી દરેક ક્ષણે મોતનો ઓછાયો તોળાતો હોવા છતાં અહીં રહું છું. 30 વિન્ટેજ કારના માલિક હતા અનિસ 30 જેટલી વિન્ટેજ કારના માલિક હતા, પણ તેમાંથી ત્રીજા ભાગની કાર નાશ પામી છે. છ વર્ષનો લોહિયાળ સંઘર્ષ જોયો છે....
  March 20, 03:15 PM
 • યમનઃ હેલિકોપ્ટર હુમલામાં 40 સોમાલિયન શરણાર્થીઓનાં મોત
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ યમનમાં હવાઈ હુમલામાં 40 સોમાલિયન શરણાર્થીઓનાં મોત થયાં હતાં. તેમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. લોકો રાતા સમુદ્રમાં એક હોડી પર સવાર હતા. 35 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. નાવિક ઇબ્રાહિમ અલી ઝાયેદના જણાવ્યા, અનુસાર હુમલામાં 80 શરણાર્થીઓને બચાવી લેવાયા હતા. હુમલો તે સમયે થયો હતો જ્યારે હોડી યમનના મંદેબ અખાતથી પસાર થઇ રહી હતી. હુમલો કોણે કર્યો, યમનની સેના કે બળવાખોરોએ તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. યુદ્ધ છતાં શરણાર્થીઓ યમન પહોંચી રહ્યા છે. અહીં રહેલા 1.7 કરોડ...
  March 18, 05:52 PM
 • સાઉદી કિંગની સિક્રેટ WIFEનું સત્ય, જાણો, ROYAL ફેમિલિના રોચક FACTS
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ સાઉદી અરેબિયાના પૂર્વ કિંગ ફહદ બિન અબ્દુલઅજીજ અલ સૈદનો ગુરુવારે જન્મ દિવસ હતો. તેઓએ 1982થી 2005 સુધી સાઉદી પર રાજ કર્યું. કિંગડમમાં પાયાના કાયદા લાવવામાં કિંગ ફહદનો મહત્વનો ફાળો રહ્યો હતો. જો કે સિક્રેટ વાઈફને લઈને તેઓ કોન્ટ્રાવર્સીમાં પણ રહ્યાં હતા. પેલેસ્ટાઈનમાં જન્મેલા બ્રિટિશ સોશિયાલિસ્ટ જનાન હર્બે તેઓની સાથે પોતાના લગ્નની પોલ ખોલી દુનિયાને ચોંકાવી હતી. સિક્રેટ વાઈફને કારણે રહ્યાં ચર્ચામાં - હાર્બે કોર્ટને જણાવ્યું કે તેમણએ 1968માં કિંગ સાથે એ વખતે લગ્ન કર્યા...
  March 18, 12:06 AM
 • યુદ્ધમાં તબાહ થયેલા દેશનું રેમ્પ પર ઊતર્યું સૌંદર્ય, જુઓ PHOTOS
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ મિડલ ઈસ્ટ દેશ સીરિયાની સ્થિતિ તો જગજાહેર છે. સમગ્ર દેશ સિવિલ વોરમાં નષ્ટ થઈ ગયો. જે લોકો જીવીત બચ્યા તેઓ ભૂખમરાનો સામનો કરી રહ્યાં છે. શું આવી સ્થિતિમાં પણ ફેશન શો યોજાઈ શકે છે? પરંતુ સીરિયાના ઉત્તર પૂર્વ શહેર કામિશલીમાં હાલ કુર્દીશ કોમ્યુનિટીના લોકોએ ફેશન શોનું આયોજન કર્યું. જેમાં કુર્દીશ મહિલાઓએ ભાગ લીધો. - ફેશન શોમાં સામેલ થયેલી એફિન હિસુ નામની યુવતીએ જણાવ્યું કે આ શો અંદાજે 5 વર્ષ બાદ યોજાયો છે. - છેલ્લે આ ફેશન શો 2011માં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ જોડાઈ...
  March 17, 04:55 PM
 • અહીંયા પુરુષોને પણ હતી પીરિયડ્સની શંકા, જાણો રોચક FACTS
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ પિરામિડની વાત આવે એટલે તેની સાથે સંકળાયેલા રહસ્યોની પણ વાત આવે. પિરામિડ સાથે વણાયેલા રહસ્યોને ઉકેલવા માટે કેટલાંય સાયન્ટિસ્ટ કામ કરી રહ્યા છે. ગત સપ્તાહે ઇજિપ્તની રાજધાની કૈરોમાંથી પણ 3000 વર્ષ જૂના રાજાનું વિશાળ પૂતળું મળી આવ્યું હતું. કૈરોના સ્લમ વિસ્તારમાંથી મળેલા આ પૂતળાને પિરામિડને લગતાં સંશોધનમાં સૌથી મોટી સફળતા ગણવામાં આવે છે. ઇજિપ્તના પિરામિડ 5000 વર્ષ જૂના છે. રિસર્ચર્સ વર્ષોથી તેનું રહસ્ય જાણવાની કોશિશ કરી રહ્યાં છે. હાલમાં જ કૈરો (જ્યાં પિરામિડ આવ્યા છે તે...
  March 16, 04:08 PM
 • આ છે 11 અફઘાન 'જલેબી', જેની સુંદરતા પર દુનિયાભરના લોકો કાયલ
  ઈન્ટરનેશનલ ડેસ્ક: દુનિયાના સૌથી જુના દેશોમાંથી એક એવા અફઘાનિસ્તાન હાલ આતંકી ઘટનાઓને કારણે ચર્ચામાં છે. અહીં અવાર નવા આતંકી ઘટનાઓ બનતી રહે છે તથા અફઘાનિસ્તાનમાં મહિલાઓના મૃત્યુદરનું પ્રમાણ ખુબ જ ઉંચુ છે. યુએનના એક રિપોર્ટ પ્રમાણે 90 ટકા અફઘાન મહિલા ઘરેલું હિંસાનો ભોગ બને છે. થોડા સમય પહેલા જ 17 વર્ષીય અફઘાન ગર્લ આઈસા મુહમ્મદઝાઈનું તેના જ પતિએ નાક અને કાન કાપી નાખ્યા હતા, આ ઘટનાએ સમગ્ર દુનિયામાં ચર્ચા જગાવી હતી તો જાણીતા મેગેઝિન ટાઈમે આઈસાને કવર પર છાપી હતી. ત્યારબાદથી આઈસા વર્લ્ડમાં મહિલાઓ...
  March 14, 12:06 AM
 • દુબઈમાં ભૂલથી પણ ન કરવું આ કામ, નહીં તો પડી જશો મુશ્કેલીમાં
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ યુએઈના શહેર અબુધાબીમાં એક કપલને લગ્ન પહેલા સેક્સ કરવાના ગુનામાં જેલ મોકલી દેવામાં આવ્યા. અહીં કેટલાક નિયમોને કારણે કપલને આ સજા મળી, જો કે યુએઈનું દુબઈ સિટી અબુધાબીથી વધુ પોપ્યુલર ટ્રાવેલ ડેસ્ટિનેશન છે, દુનિયાભરમાંથી અહીં મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા માટે આવે છે. દુબઈ સહિતના મુસ્લિમ દેશોમાં સખત કાયદા કાનુનને કારણે અહીં આવતા ટૂરિસ્ટો અનેક વખત મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. એટલું જ નહીં આ દેશોમાં કાયદાના ઉલ્લંઘન પર કડક સજા પણ થાય છે. અહીં નિયમ ભંગ કરવા પર શરિયા કાયદા...
  March 13, 12:06 AM
 • સની લિયોનીના દીવાના ઓસામાને નાની પત્ની કરતી સેક્સ માટે દબાણ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ 10 માર્ચ 1957ના રોજ દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનનો જન્મ થયો હતો. અલ કાયદાના ટોચના નેતા લાદેનનું મોત અમેરિકન નેવી સીલની કાર્યવાહીમાં બીજી માર્ચ 2011માં થયું હતું. બાદમાં તેના ઘરની તપાસ દરમિયાન કમાન્ડોઝને ઢગલો પોર્ન સીડી મળી હતી. ફિલ્મ ડાયરેક્ટર દિલીપ મહેતાએ પોર્ન સ્ટાર સની લિયોની પર બનાવેલી ડોક્યુમેન્ટ્રી મોસ્ટલી સનીમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. આમ તો લાદેન વિશે અનેક વિવિધ ચર્ચાઓ થાય છે પરંતુ અહીંયા તેના અંગત જીવન પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કરાયો છે, જેને બહુ ઓછા...
  March 12, 12:06 AM
 • 10 વર્ષ પહેલા ઘરડો દેખાતો હતો પછી કેવી રીતે બન્યો યુવાન, જાણો તે રાતનું સત્ય
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ 10 માર્ચે જન્મેલા ઓસામા બિન લાદેન દુનિયાભરમાં મોસ્ટ વોન્ટેડ આતંકી હતો. અલ-કાયદાનો પ્રમુખ ઓસામા 2 મે, 2011ના રોજ પાકિસ્તાનમાં માર્યો ગયો હતો. આ ઓપરેશનમાં સામેલ એક નેવી સીલ કમાન્ડોના પુસ્તક નો ઇઝી ડે- ધ ઓટોબાયોગ્રાફી ઓફ અ નેવી સીલમાં આ સમગ્ર ઓપરેશનની ડિટેઇલ્સ આપવામાં આવી હતી. ઓસામાને ઓળખવો હતો મુશ્કેલ - માર્ક ઓવેનના ઉપનામથી પુસ્તક લખનારા 36 વર્ષીય મેટ બિસોનેટે જણાવ્યું હતું કે, ઓસામાને માર્યા પછી તેને ઓળખવામાં મુશ્કેલી આવી રહી હતી. - સાથી કમાન્ડો ટોમે મને કહ્યું કે, આપણે...
  March 10, 04:51 PM
 • અમેરિકાએ વર્ષો સુધી સિક્રેટ રાખ્યા હતા ઓસામા બિન લાદેનના આ રેર ફોટોઝ
  વોશિંગ્ટનઃ ઓસામા બિન લાદેનની મોતને પાંચ વર્ષ થઇ ગયા પરંતુ તેના આતંકી કૃત્યો આજે પણ દુનિયાને આંચકો આપે છે. ઓસામાનો જન્મ આજના જ દિવસે 10 માર્ચ, 1957ના રોજ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં થયો હતો. 2015માં અમેરિકાની મેનહટ્ટન ફેડરલ કોર્ટમાં લાદેનના લેફ્ટેનેન્ટ રહેલા ખાલેદ અલ-ફવાઝની સુનવણીમાં લાદેનના ઘણા રેર ફોટોગ્રાફ્સને પૂરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ ફોટોગ્રાફ્સ પહેલીવાર વિશ્વની સમક્ષ આવ્યા છે. અમેરિકામાં 9/11 હુમલા અને એફબીઆઇ દ્વારા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાહેર કર્યાના વર્ષો...
  March 10, 02:54 PM
 • દુનિયાના સૌથી ખૂંખાર આતંકીના RARE ફોટોઝ, એક સમયે દેખાતો આવો
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયાના સૌથી ખતરનાક આતંકી ઓસામા બિન લાદેનનો જન્મ 10 માર્ચના રોજ થયો હતો. દુનિયાના શક્તિશાળી દેશ તરીકે ઓળખાતા અમેરિકાના વર્લ્ડ ટ્રેડ પર હુમલો કરી ઓસામા બિન લાદેને પોતાની તાકાતનો પરચો આપ્યો. જો કે વર્ષ 2011માં અમેરિકાએ લાદેનનું એન્કાઉન્ટર કરી હજારો નિર્દોષોના મોતનો બદલો લીધો હતો. ઓસામા બિન લાદેનને ઈસ્લામિક આતંકવાદીઓ અને કટ્ટરવાદી વિચારધારા ધરાવનારાઓ પોતાનો આમિર ગણતા હતાં. - 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાને અંજામ આપ્યા બાદ લાદેન અનેક સ્થળો પર છૂપાયો હતો. - તેમાંથી...
  March 10, 01:00 PM
 • ઈરાકમાં આત્મઘાતી આતંકીઓએ લગ્ન સમારોહમાં કર્યો હુમલો, 26નાં મોત
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઈરાકના ઉત્તર બગદાદમાં બે આત્મઘાતી હુમલાખોરોએ એક વેડિંગ સેરેમનીને નિશાન બનાવી હતી. આ હુમલામાં 26 લોકોનાં મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. હુમલો બુધવાર બપોરે તિરકિત શહેરથી અંદાજે 20 કિમી દૂર હજ્જાજ ગામમાં થયો હતો. - હાલ કોઈપણ આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. - જો કે સિક્યુરિટી ફોર્સનું માનવું છે કે આ હુમલો ISISના આતંકીઓએ કર્યો છે. - હુમલામાં હાલ 26 લોકોનાં મોત થયાનું બહાર આવ્યું છે, લોકલ રિપોર્ટ પ્રમાણે મૃતકોની સંખ્યા વધી શકે છે. - ઉલ્લેખનીય છે કે બે મંગળવારે...
  March 9, 04:48 PM
 • કાબુલની હોસ્પિટલ પર હુમલો, 30નાં મોત; ડોક્ટરના ડ્રેસમાં આવ્યા હતા આતંકીઓ
  કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સૈન્યની એક હોસ્પિટલમાં આતંકીઓએ ડૉક્ટરના વેશમાં ત્રાટકીને હુમલો કરી દીધો. હુમલામાં 30થી વધુ લોકો માર્યા ગયા અને 60થી વધુ ઘાયલ થયા. આતંકીઓ અને પોલીસ વચ્ચે 6 કલાક સુધી અથડામણ ચાલી. 400 બેડવાળી હોસ્પિટલના ઉપરના ભાગમાં એક આતંકીએ વિસ્ફોટ કરી પોતાને ઉડાવી દીધો. ઇસ્લામિક સ્ટેટે (IS) હુમલાની જવાબદારી લીધી છે. તાલિબાને કહ્યું અમારો હાથ નથી તાલિબાન અફઘાનિસ્તાને એક નિવેદન જારી કરી કહ્યું કે હુમલામાં તેનો હાથ નથી. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા...
  March 9, 12:20 PM
 • અહીં ગેસ્ટ્સને મળે સોનાના આઇપેડ, માત્ર ભારે ખિસ્સાવાળાને જ પરવડે ભાડું
  દુબઈઃ દુનિયાની સૌથી લક્ઝુરિયસ હોટેલ તરીકે ઓળખાતી દુબઈની બુર્જ અલ અરબ ફરી એક વખત ચર્ચામાં છે. ઈસ્ટાગ્રામ પર બુર્જ અલ અરબના પાંચ લાખથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. દુનિયાની કોઈપણ હોટલના આટલા ફોલોઅર્સ નથી. આ સેવન સ્ટાર હોટેલના રૂમમાં ગેસ્ટ્સ માટે ગોલ્ડના આઈપેડ રાખેલા છે, હોટેલમાં લો સીઝનમાં પણ એક રાતનું ભાડું 81 હજાર રૂપિયા છે. - દુબઈની લક્ઝુરિયસ હોટેલનું પોતાનું હેલિપેડ છે, સાથે જ દરેક રૂમમાં સુંદર ઈન્ટિરિયરની સાથે ગોલ્ડ પ્લેટેડ આઈપેડ રાખેલા છે. - હોટેલનું આલિશાન એન્ટ્રેંસ ગેટ 590 ફૂટ ઉંચો છે,...
  March 7, 04:47 PM
 • અહીં કેદીઓ સાથે મળીને સ્પર્મ ચોરી કરે છે મહિલાઓ, જાણો કેમ
  ઈન્ટરનેશનલ ડેસ્ક: ઈઝરાયલની જેલમાં બંધ હજારો પેલેસ્ટાઈનની કેદીઓનો પરિવાર સ્પર્મની સ્મગલિંગ કરી રહ્યાં છે. અહીની જેલમાં હાલ 6થી 7 હજાર કેદીઓ છે. આ કેદીઓને પોતાના પરિવારને મળવા માટે બે સપ્તાહમાં માત્ર 45 મિનિટનો જ સમય આપવામાં આવે છે. એ પણ જેલના સળિયા પાછળથી. આ ટૂંકા વિઝિટ પીરિયડમાં અનેક કેદીઓ છુપાવીને વાઈફને પોતાના સ્પર્મ ફર્ટિલાઈઝેશન માટે આપે છે. જેથી તેઓ પોતાના પરિવારને આગળ વધારી શકે. આગળની સ્લાઈડ પર વાંચો કેવી રીતે થાય છે સ્પર્મની ચોરી......
  March 6, 12:38 PM
 • અહીં વાળ કપાવવા પુરુષોની પડાપડી, સ્ટ્રિપર્સના વાળ કાપતાં ફોટો VIRAL
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ એક હેર સલોને કસ્ટમર્સને એટ્રેક્ટ કરવા માટે નવું ગતકડું અપનાવ્યું છે. કઝાખસ્તાનના ઓસ્કેમેન ખાતે આવેલા ઓલ્ડ બે સલોનમાં પુરુષોની વાળ કપાવવા માટે પડાપડી થઇ રહી છે. તેનું મુખ્ય કારણ અહીંયાની હેર સ્ટાઇલિસ્ટ છે. અહીંયા હેર સ્ટાઇલિસ્ટ હાફ નેકેડ તો ક્યારેક ટોટલી નેકેડ થઇને વાળ કાપતી હોવાના ફોટોગ્રાફ્સ વાઇરલ બન્યા હતા. - અહીંયા કેટલીક યુવતીઓ માત્ર બ્લેક એપ્રોન બીજું કંઇજ પહેર્યા વિના વાળ કાપતી ફોટોઝમાં જોવા મળી હતી. - જ્યારે અન્ય બે છોકરીઓ હાઈ હીલ્સ, થોંગ્સ અને માત્ર...
  March 5, 10:09 AM
 • અહીંથી માત્ર 100 કિમી દૂર ચાલે છે યુદ્ધ, લોકોને નથી કોઇ પરવાહ
  જફારિયાઃ છેલ્લા 21 મહિનાથી યમન સરકાર અને હાઉતી વિદ્રોહીઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ ગૃહયુદ્ધમાં હજારો લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 76 લાખ લોકોએ ઘર છોડવા પડ્યા છે. પણ અહીંનાં ઘણા ગામો આ ખૂનખરાબાથી દૂર સુરક્ષિત છે. આ ગામ રેમાહ પ્રોવિન્સનાં જફારિયા જિલ્લામાં ધલમલામ પહાડ પર વસેલું છે. ડૉક્ટર પાસે જવા ચાલવું પડે સતત 8 કલાક - અહીં રહેતાં લોકોની જિંદગી દેશમાં ચાલી રહેલા યુદ્ધ અને ખૂનખરાબાથી દૂર છે, પણ તેમનું જીવન જરાય આસાન નથી. - પોતાના દેશથી જ દૂર અંતરિયાળ વિસ્તારમાં વસેલી આ કોમ્યુનિટી...
  March 5, 12:06 AM
 • એક સમયે આવો હતો કટ્ટર ઇસ્લામિક દેશ, યુવતીઓ પહેરતી રીવિલિંગ ડ્રેસ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ગત સપ્તાહે યોજાયેલા ઓસ્કર એવોર્ડ્ઝનું જ્યારે પ્રસારણ ચાલી રહ્યું હતું ત્યારે ઇરાનની ન્યૂઝ એજન્સીએ વેસ્ટર્ન ડ્રેસ પહેરેલી ચાર્લીઝ થેરોનના હાથ ન દેખાય તેવા કાળા લીટા કરી દીધા હતા. તે સિવાય કોઇ મહિલાનું શરીર જરૂર કરતાં વધુ (માત્ર હાથ દેખાતા હોય તો પણ) દેખાય ત્યારે ટીવીની સ્ક્રીન ઝાંખી કરવામાં આવતી હતી. વેસ્ટર્ન ડ્રેસ અને કલ્ચરને નફરત કરતાં ઇરાન પર એક જમાનામાં વેસ્ટર્ન દેશો ખાસ કરીને અમેરિકાનો જબરદસ્ત પ્રભાવ હતો. - જૂના ફેશન મેગેઝિનમાં હાથ, પગ અને ક્લીવેજ દર્શાવતી...
  March 4, 12:06 AM
 • 'મોતનો કૂવો': ISના આતંકીઓ હત્યા બાદ બંધકોને નાખતા 100 ફૂટના ખાડામાં
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ થોડા સમય પહેલા જ આતંકી સંગઠન ISISના અબુ બક્ર અલગ-બગદાદીએ ઈરાકમાં પરાજય સ્વીકારી લીધો હોવાની વાત કરી હતી. છેલ્લા ઘણા સમયથી ઈરાકી આર્મી દ્વારા દિવસ રાત આતંકીઓના કબજામાં વિસ્તારો છોડાવવા ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઓપરેશનમાં આઝાદ થયેલા વિસ્તારોમાંથી આતંકીઓની ક્રૂરતાના પૂરાવા પણ મળી રહ્યાં છે. મોસુલ નજીક 100 ફૂટ ઊંડો ખાડો મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ લોકોની હત્યા બાદ મૃતદેહને આ ખાડામાં નાખી દેતા હતા. - કહેવામાં આવે છે કે બે વર્ષ પહેલા ઈરાકના મોસુલ પર આતંકીઓ...
  March 3, 12:03 PM
 • બે લિમોઝીન, 25 પ્રિન્સ, 500 ટન લગેજ સાથે ફરતાં સાઉદીના કિંગ સલમાન
  જકાર્તાઃ સાઉદી અરબના કિંગ સલમાન પોતાની એશિયા યાત્રા દરમિયાન બુધવારે પહેલી માર્ચે ઇન્ડોનેશિયા પહોંચ્યા. 9 માર્ચ સુધી તેઓ ઇન્ડોનેશિયામાં વીતાવશે. આ નવ દિવસની યાત્રા દરમિયાન તેઓ વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તીવાળા દેશ સાથે આર્થિક સંબંધો મજબૂત બનાવવા ઇચ્છે છે. સાઉદીના રાજા પોતાની વિશાળ કાફલો લઇને નિકળતા હોય છે. - ઇન્ડોનેશિયા પહોંચેલા કિંગ સલમાન સાથે 1500 લોકો સામેલ છે. જેમાં 25 જેટલાં પ્રિન્સ અને કેટલાંક મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. - જકાર્તા એરપોર્ટ પર કિંગ સલમાન સાઉદીના રોયલ પ્લેનમાં...
  March 3, 12:06 AM