Home >> International News >> China
 • MH-370ના સર્ચ ઓપરેશનનો અંતઃ 1000 કરોડનો ખર્ચ, 3 વર્ષની મહેનત એળે
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ લગભગ ત્રણ વર્ષના પ્રયત્નો અને 1000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા પછી મલેશિયન એરલાઇન્સના ગુમ થયેલા પ્લેન MH 370નું સર્ચ ઓપરેશન સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યું છે. 8 માર્ચ, 2014ના રોજ ગુમ થયેલી ફ્લાઇટ MH 370માં બેઠેલા તમામ 239 મુસાફરો મૃત્યુ પામ્યા હતા. સર્ચ ક્રૂ એ હિંદ મહાસાગરમાં ઘણી ઊંડાઇ સુધી પ્લેનને શોધવાના પ્રયત્નો કર્યા, પરંતુ તેની કોઇ જ ભાળ મળી નહીં. ઓસ્ટ્રેલિયા, મલેશિયા અને ચીન સરકારે મંગળવારે કહ્યું કે, સર્ચ ઓપરેશનનું કોઇ પરિણામ ન આવવાને કારણે તેને બંધ કરવામાં આવ્યું. 1.2 લાખ...
  January 17, 05:57 PM
 • USને વળતો જવાબ; ભારતને NSG સભ્યપદની ફેરવેલ ગિફ્ટ ન અપાય: ચીન
  બેજિંગ: ચાઈનીસ એડમિનિસ્ટ્રેશને ઓબામા સરકાર સામે નિશાન સાધતાં કહ્યું કે કોઈ દેશ બીજા દેશને ફેરવેલ ગિફ્ટ તરીકે એનએસજીનું સભ્યપદ ન આપી શકે. અગાઉ અમેરિકાએ ભારતની ન્યુક્લિઅર સપ્લાયર્સ ગ્રુપમાં એન્ટ્રીમાં ચીન અવરોધ લાવતું હોવાનું કહ્યું હતું. ચીને ઓબામાના સરકારને જવાબ આપતા કહ્યું કે અમેરિકા ભારતને ફેરવેલ ગીફ્ટ તરીકે એનએસજીનું સભ્યપદ આપી શકે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ ચુનયિંગે કહ્યું કે ભારતનું એનએસજી સભ્યપદનું આવેદન અને એનપીટી સમજૂતી પર હસ્તાક્ષર નહીં કરનારા દેશોની...
  January 17, 10:28 AM
 • સાઉથ ચાઈના સીમાં શાંતિને લઈને ચીન-વિયેતનામે તૈયારી દર્શાવી
  બેજિંગઃ ચીન અને વિયેતનામે પોતાના મતભેદોને દૂર કરી સાઉથ ચાઈના સીમાં શાંતિ જાળવી રાખવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વિયેતનામી કોમ્યનિસ્ટ પાર્ટીના પ્રમુખ ગુયેન ફૂ ત્રોંગના ચીન પ્રવાસ દરમિયાન જાહેર કરાયેલા જોઈન્ટ સ્ટેટમેન્ટમાં આ વાત કરવામાં આવી હતી. - જોઈન્ટ સ્ટેટમેન્ટમાં બંને દેશોએ સાઉથ ચાઈના સીમાં શાંતિ અને સુરક્ષા તૈયારી દર્શાવી હતી. - ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીતને પબ્લિશ કરી હતી. - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમામે બંને દેશોએ સાઉથ ચાઈના સીમાં...
  January 15, 12:51 PM
 • સેમસંગના ઓનરની કરપ્શન કેસમાં સતત 22 કલાક પૂછપરછ, ઊંઘવા પણ ન દીધો
  સિઉલઃ 40000 કરોડથી વધુની વેલ્યૂ ધરાવતી સાઉથ કોરિયન કંપની સેમસંગના માલિક જે વાઇ લી કરપ્શન કેસમાં 22 કલાક સતત પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન તેને ઊંઘવા પણ ન દીધો. એટલું જ નહીં લંચમાં 5 ડોલરનું નાનું ફૂડ પેકેડ આપવામાં આવ્યું. સાઉથ કોરિયાના પ્રેસિડન્ટ પાર્ક ગુન હે સામે ચાલી રહેલા કરપ્શન કેસમાં સેમસંગ કંપનીની ભૂમિકા શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરવામાં આવી. 2014માં સેમસંગ ગ્રૂપના ચેરમેન લી કુન હીને હાર્ટ એટેક આવ્યા પછી તેમના દીકરા લી એ કંપનીની કમાન સંભાળી રહ્યા છે. દેશની સૌથી વિશાળ કંપનીના માલિકને...
  January 14, 09:40 AM
 • પાકિસ્તાન-ચીનની બોર્ડરના આ PHOTOS, ભાગ્યે જ જોયા હશે તમે
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ આતંકવાદના મુદ્દા પર ચીન પાકિસ્તાન સાથેની સરહદ સીલ કરી શકે છે. આ જાણકારી શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ શિનજિયાંગના પ્રાંતીય ઓફિસર હવાલાથી આપ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું કે આ વર્ષે આતંકીઓને ચીનમાં ઘૂસતા રોકવા માટે ચીન-પાકિસ્તાન સરહદ સીલ કરવામાં આવશે. ચીન અને પાકિસ્તાન વચ્ચે હંમેશાથી ગાઢ મિત્રતા રહી છે. આ બંનેની ભારત સાથેની દુશ્મની જગજાહેર છે. પાકિસ્તાન-ચીનની મિત્રતા સરહદ પર પણ જોવા મળે છે. - અવાર નવાર બંને દેશના નાગરિકો ખુંઝેરબ બોર્ડર પર જોવા મળે છે. - એટલું જ નહીં...
  January 14, 12:06 AM
 • સાઉથ ચાઇના સીમાંથી અમને કાઢવા USએ લડવું પડશે યુદ્ધઃ ચીનની ધમકી
  બીજિંગઃ ચીનની સરકારી મીડિયાનું કહેવું છે કે, સાઉથ ચાઇના સીમાં ટાપુઓ સુધી બીજિંગની પહોંચને અટકાવવા માટે અમેરિકાએ મોટું યુદ્ધ લડવું પડશે. ચીન તરફથી આ નિવેદન યુએસના આગામી વિદેશ મંત્રી રેક્સ ટિલરસનની વોર્નિંગ પછી સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટિલરસને કહ્યું હતું કે, અમેરિકા ચીનને કડકાઇથી મેસેજ આપશે કે, તેમણે વિવાદિત સાઉથ ચાઇના સીમાં આવેલા ટાપુઓ ખાલી કરવા જોઇએ. ચીને બીજું શું કહ્યું - ન્યૂઝ એજન્સી અનુસાર, ચીનના ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સે પોતાના એડિટોરિયલમાં કહ્યું કે, ચીનને રોકવા...
  January 13, 04:42 PM
 • ચીનઃ ચાર વર્ષનો બાળક પૂલમાં ડૂબતો રહ્યો, મા હતી મોબાઈલમાં વ્યસ્ત
  બેજિંગઃ ચીનમાં ચાર વર્ષના એક બાળકનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા મોત થઈ ગયું. બાળક પોતાની માતા સાથે પૂલમાં નાહવા પડ્યું હતું રમત રમતમાં બાળક ઉંડા પાણીમાં જતું રહ્યું. આ દરમિયાન બાળકની માતા મોબાઈલમાં એટલી બીઝી હતી કે તેનું ધ્યાન બાળક પર ન રહ્યું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. - આ ઘટના શિયાનયંગના એક રિઝોર્ટની છે, જ્યાં શિયાઓ નામની મહિલા પોતાના ચાર વર્ષના બાળક સાથે આવી હતી. - સીસીટીવી ફૂટેજ પ્રમાણે્ શિયાઓ પોતાના પુત્રની સાથે સ્વિમિંગ માટે પૂલમાં ઉતરી અને બાદમાં ફોન પર વ્યસ્ત થઈ ગઈ. -...
  January 10, 09:14 AM
 • ચીનને ઘેરવાની કવાયત, વિયેતનામને આકાશ મિસાઈલ વેચવાની તૈયારીમાં ભારત
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારત હવે ચીનના પડોશી દેશ વિયેતામની સાથે વેપાર અને ડિફેન્સ રિલેશન વધારવાની દિશામાં પગલા લેવાની શરૂઆત કરી છે. જેમા ભારત વિયેતનામને જમીન પર વાર કરતી સ્વદેશી મિસાઈલ વેચવાની તૈયારી દર્શાવી છે. બંને દેશો વચ્ચે આ મુદ્દે વાતચીત શરૂ થઈ છે. ભારતના આ નિર્ણયને એશિયા-પેસિફિક વિસ્તારમાં ચીનની આક્રમકતાને કાઉન્ટર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવે છે. - સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિયેતનામને આકાશ મિસાઈલ વેચવાની દિશામાં વાતચીત ચાલી રહી છે. - આ પહેલા ભારતે વિયેતનામને...
  January 9, 11:53 AM
 • ચીનમાં જીવલેણ બન્યું પોલ્યુશન, જુઓ કેન્સર વિલેજીસના PHOTOS
  બેજિંગઃ ચીનમાં પોલ્યુશનનું લેવલ ખતરનાક સ્તર પર છે. સરકારે અહીં સ્કૂલોમાં બાળકોને સ્મોગથી બચાવવા માટે એર પ્યૂરિફાયર લગાવવાનું કામ શરૂ કર્યું છે. બેજિંગ મ્યૂનિસિપલ એજ્યુકેશ કમિશનના જણાવ્યા પ્રમાણે કેટલીક શાળાઓ અને કિંડરગાર્ડન્સમાં એર પ્યૂરિફાયર ઈન્સ્ટોલ કરવાનું કામ શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે અહીં પોલ્યૂશનવાળા વિસ્તારમાંથી પસાર થતી સફેદ બુલેટ ટ્રેન બ્રાઉન થઈ હતી. આ ઘટના બાદ નેશનલ ઓબ્જર્વેટરીએ એલર્ટ રિવ્યૂ કર્યો હતો. યુકેના ફોટોગ્રાફર સોવિદ દત્તાએ ચીનમાં પોલ્યુશન પર એક...
  January 7, 12:06 AM
 • સેક્સી ફ્લાઇટ અટેન્ડેન્ટ્સ બની તાનાશાહનું નવું હથિયાર, સિક્રેટ દેશની નવી ચાલ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉને 2017નું ઓફિશિયલ નવું કેલેન્ડર રીલિઝ કર્યું છે. જેમાં મોટાભાગના ફોટોઝ યંગ એન્ડ બ્યૂટીફુલ ફ્લાઇટ અટેન્ડેન્ટ્સ યુવતીઓના છે. કહેવામાં આવી રહ્યું છે કે, તાનાશાહે સેક્સી યંગ એરહોસ્ટેસને નવા હથિયાર તરીકે રજૂ કરી છે, જેથી ટૂરિસ્ટ્સને નોર્થ કોરિયાની વિઝિટ માટે એટ્રેક્ટ કરી શકાય. પહેલીવાર કેલેન્ડરમાં હોટ એર હોસ્ટેસ - કેલેન્ડરના એક ફોટોમાં ફીમેલ એરહોસ્ટેસ દેશમાં બનેલી બીયર તાએદોંગગેંગનો ગ્લાસ સાથે નજરે પડે છે. - બીજા ફોટોમાં છ એર હોસ્ટેસનું...
  January 6, 06:01 PM
 • દુનિયાના સૌથી મોટા માછલી બજારમાં ટૂના ફિશ 4.17 કરોડમાં વેચાઈ
  ટોક્યોઃ જો તમે માછલી ખાવાના શોકીન છો તો તમે ટૂના ફિશનું નામ તો સાંભળ્યું જ હશે. ખાવાની ડિશ તરીકે આ સૌથી મોંઘી માછલી માનવામાં આવે છે. જાપાનની રાજધાની ટોક્યોમાં ટૂના માછલીની હરાજી યોજાઈ હતી. 212 કિલોની ટૂના ફિશ 6,14,000 ડોલર એટલે કે 4.17 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. કોણે ખરીદી ? - આ ટૂના માછલીને સુશી જનમાઈ રેસ્ટોરાં ચેન ચલાવતા કિયોશી કિમુરાએ ખરીદી છે. - કિમુરા છેલ્લા છ વર્ષથી સતત આ હરાજી જીતતા આવ્યા છે. - 2013માં કિમુરાએ એક માછલી 8.3 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જે આજ સુધીનો રેકોર્ડ છે. દુનિયાની સૌથી મોટી...
  January 6, 11:16 AM
 • 50ની ઉંમરે 26ની યુવતી જેટલી યંગ દેખાઇ, ઇન્ટરનેટ પર છવાયેલા ચીનાઓ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીનના સોશિયલ મીડિયાએ આ વર્ષે કેટલાક સામાન્ય લોકોને સેલિબ્રિટી બનાવી દીધા. ભલે તે બીજિંગના રસ્તા પર દૂધ વેચવા વાળી હોય કે, ચિકન સેલર હોય અથવા 26 વર્ષની છોકરી જેવી દેખાતી બે બાળકોની દાદીમાં હોય. આ વર્ષ ઘણા એવા લોકોનું નામ રહ્યું, જે માત્ર એક ફોટા દ્વારા સોશિયલ મીડિયા સેલિબ્રિટી બની ગયા. અહીં અમે 2016માં ચીનમાં વાયરલ થયેલા આવા 9 ફોટો દર્શાવી રહ્યા છીએ. સ્લાઇડ્સ બદલોને જુઓ ફોટોઝ
  January 4, 07:39 PM
 • કંબોડિયામાં લોકોના કોળીયા બને છે ઝેરી કરોળીયા, જાણો કેમ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ કંબોડિયામાં કરોળીયાનું એક વિશાળ બજાર છે. અહીંયાના લોકો ઘટ્ટ જંગલોમાં ઝેરી કરોળીયા શોધવામાં રોજ કેટલાંય કલાકો વીતાવતા હોય છે. પછી તેઓ કરોળીયાને રેસ્ટોરાં અને બજારમાં વેચે છે. સ્થાનિક ગ્રાહકોને એક ઝેરી કરોળીયાના આઠ રૂપિયા મળે છે. ભોજન અને પારંપરિક દવાઓ માટે ઝેરી કરોળીયાને શોધવાનું કામ કંબોડિયામાં કેટલીય પેઢીઓથી પરિવારો કરે છે. અહીં કરોળીયા ખાવાની શરૂઆત મજબૂરીમાં થઇ હતી, પરંતુ હવે તે અહીંયાથી ફેવરિટ ડિશ પૈકીની એક છે. જો કે, અહીંયા કરોળીયા ખાવાની શરૂઆત 1970ના દશકમાં થઇ,...
  January 3, 07:18 PM
 • રશિયાએ બે વર્ષની રાહ જોવડાવીને ચીનને આપ્યા લેટેસ્ટ સુખોઈ ફાઇટર જેટ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયાએ બે વર્ષની રાહ જોવડાવીને ચીનને છેવટે ચાર લેટેસ્ટ સુખોઇ SU-35 વિમાનનો ડિલિવરી કરી દીધી છે. મોસ્કોને ડર હતો કે, ચીની સૈન્યના રડારને થાપ આપી શકતા J-20 ફાઇટર પ્લેનને કારણે તેમના ફિફ્થ જનરેશન સુખોઇ વિમાનનો કોઇ ભાવ નહીં પૂછે. SU-35 ઇન્ડિયન એરફોર્સ જે યૂઝ કરે છે તે SU-30નું અપગ્રેડેડ વર્ઝન છે. પીપલ્સ આર્મીના એક ન્યૂઝ પોર્ટલ અનુસાર, 25મી ડિસેમ્બરે રશિયાએ આ જેટ ફાઇટરની ડિલિવરી કરી. ઝુહાઈ એરશોમાં ચીનના સ્ટીલ્થ (રડારને પણ થાપ આપવામાં સક્ષમ) ફાઇટર પ્લેન જે-20ના પ્રદર્શન પછી SU-35ની ખરીદી ઇઝી...
  January 2, 05:30 PM
 • 20 વર્ષ પત્ની સાથે ન કરી વાત, ત્રણ બાળકોના પેરેન્ટ્સનું ભાવુક સમધાન! VIRAL
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ આમ તો દુનિયાભરમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવો સામાન્ય વાત છે. એવું પણ બને કે ઝઘડા બાદ એક બે દિવસ બંને એકબીજાને ન બોલાવે, પરંતુ તમને માનવામાં નહીં આવે કે જાપાનમાં એક દંપત્તિનો નાની એવી વાતમાં ઝઘડો થતા છે 20 વર્ષ સુધી અબોલા રહ્યાં. વર્ષો બાદ બંનેએ એકબીજા સાથે વાત કરી. બાળકોએ આ પળનો વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શું છે ઘટના ? - જાપાનમાં રહેતા ઓટોઉ અને કાટાયામા યુમી પતિ-પત્ની છે પરંતુ સાથે રહેતા હોવા છતા છેલ્લા 20 વર્ષની એકબીજા સાથે બોલતા ન હતા. - ઓટોઉ આટલા વર્ષો...
  January 1, 04:57 PM
 • 'મને હાર્વર્ડ યુનિવર્સિટીએ 10 વખત રિજેક્ટ કર્યો હતો', આજે 1.70 લાખ કરોડનો માલિક
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીનની ઇકોમર્સ જાયન્ટ કંપની અલીબાબાના ફાઉન્ડર જેક માનો એક વીડિયો ફરીથી સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. દાવોસ ખાતે 2015માં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાનના રેકોર્ડ થયેલા જેક માના 45 મિનિટના ઇન્ટરવ્યૂમાંથી તૈયાર કરવામાં આવેલા ત્રણ મિનિટના વીડિયોમાં જેક માએ પોતાના જીવનની નિષ્ફળતાઓ શેર કરી છે. WEF દ્વારા ફેસબુક દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો ફરી વાઇરલ બન્યો છે. આ વીડિયોને દોઢ કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 26000થી વધુ વખત શેર કરવામાં આવ્યો છે. 52 વર્ષના જેક મા આજે 1.70...
  December 31, 05:07 PM
 • In Pix: ચીને વાદળા વચ્ચે બનાવ્યો વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ
  હાંગઝોઊઃ ચીનમાં ગુરુવારે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ ખુલ્યો. યુન્નાન અને ગુઈઝોઉને જોડનારો આ બેઇપાનજિયાંગ બ્રિજ 1854 ફૂટ (565 મીટર) ઊંચો છે. 1340 મીટર લાંબા આ બ્રિજ પર ફોર લેન રોડ છે, જે ચીનના બે સૌથી રિમોટ વિસ્તારોને જોડે છે. લગભગ 1000 કરોડના ખર્ચે બન્યો બ્રિજ - પીપલ્સ ડેઇલી ઓનલાઇન અનુસાર, સિંધુ રિવર બ્રિજ પછી હવે બેઇપાનજિયાંગ બ્રિજ દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ બની ગયો છે. - આ બ્રિજના કન્સ્ટ્રક્શનમાં લગભગ 1000 કરોડ રૂ.નો ખર્ચ થયો છે. - ત્રણ વર્ષમાં બનેલો આ બ્રિજ અંતરિયાળ એવા બે વિસ્તાર યુન્નાન અને ગુઈઝોઉના બે...
  December 31, 04:57 PM
 • ચીન: પતિએ કહ્યું પત્નીને નજીક લાવો, મૃત્યુ પહેલાં તેને સ્પર્શવા માંગુ છું, 2 કલાક બાદ મોત
  બેઈજિંગ: વૃદ્ધ પતિ-પત્નીનો આ ફોટો ચીનની એક હોસ્પિટલનો છે. લોકો તેને સાચો પ્રેમ કહીને શેર કરી રહ્યા છે. ખરેખર તો 92 વર્ષીય ફેંગને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી અને 95 વર્ષીય મિસેજ ફેંગને બોન ફ્રેક્ચર બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પતિ ત્રીજા માળે અને પત્ની 14મા માળે એક મહિનાથી વધુ સમય સુધી દાખલ રહ્યાં. જ્યારે સ્વસ્થ ન થયા તો આઈસીયુમાં દાખલ પતિએ દીકરીને કહ્યું કે મને ઘરે લઈ જાઓ. હું શાંત મને મોતને ગળે ભેટવા માગું છું. પણ મૃત્યુ પહેલાં મારે પત્નીને મળવું છે. તેને સ્પર્શવા માગું છું. તેમના આગ્રહ...
  December 30, 12:19 AM
 • નરક સમાન છે આ સ્થળ, આવી ભયાનક સ્થિતિમાં પણ કામ કરે મજૂર
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ આ ફોટોઝ ચીનના રુરલ વિસ્તારમાં ગેરકાનુની સ્ટીટ ફેક્ટરીઝના છે. અહીં લોકો નર્કાગાર જેવી સ્થિતિમાં પણ મજૂરી કરે છે. આ ફેક્ટરીઝ ચીનના ઉત્તરમાં મોંગોલિયા વિસ્તારની છે. ફોટો જર્નાલિસ્ટ કેવિન ફ્રેયરે કેટલાક ફોટો જાહેર કર્યા છે. જો કે ચીને આવી પ્રાઈવેટ ઓનરશિપ ફેક્ટરીઝ બંધ કરવા કડક પગલા પણ લીધા છે. તેમ છતા કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે આવી ફેક્ટરીઝ કાર્યરત છે. દંડની રકમ ભરી ફરી શરૂ કરે ફેક્ટરી - ઈનર મોંગોલિયાના વિસ્તારોમાં સ્ટીલ, કોલસાની તથા અન્ય કેટલીક ફેકટરી ધોમધકાટ...
  December 30, 12:06 AM
 • વધતું દેવું શું ચીનના અર્થતંત્રને ડૂબાડશે? ત્રણ વર્ષમાં ચાઇનીઝ બેન્કિંગ સેક્ટર ફસાવાના એંધાણ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીન ભલે હાલમાં સમગ્ર વિશ્વમાં ઇકોનોમિક ગ્રોથમાં સૌથી આગળ દેખાતું હોય, પરંતુ ભવિષ્યમાં તે બહુ જ ગંભીર રીતે પટકાવાનો ભય રહેલો છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સની સ્ટડી અનુસાર, ચીને ખૂબ જ દેવું કરીને ઇકોનોમિક ગ્રોથ મેળવ્યો છે અને આ સ્થિતિ હવે લાંબા સમય સુધી ટકી શકે તેમ નથી. સામાન્ય લોકો પર વધતા દેવા, પ્રોપર્ટીના ભાવમાં આવતો અચાનક ઉછાળો અને વધતા કોર્પોરેટ દેવાને કારણે ભવિષ્યમાં ચીનનું અર્થતંત્રમાં ગાબડું પડી શકે છે. 2009માં લોન્ચ કર્યો હતો ખાસ પ્રોગ્રામ આ વાતની શરૂઆત 2009માં થઇ,...
  December 29, 08:34 PM