Home >> International News >> America
 • પાકને આતંકી દેશ જાહેર કરવા US સંસદમાં બિલ, ઓબામાએ કાઢી ઝાટકણી
  ન્યુ યોર્કઃઉરી હુમલા બાદ પાકિસ્તાનને એકાંત કરવાની ભારતની ઝુંબેશ અસરકારક સાબિત થઈ રહી છે. અમેરિકી કોંગ્રેસમાં પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાને લઈને બિલ રજૂ કરવામાં આવ્યું. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં બરાક ઓબામાએ પણ પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે. ઓબામાએ કહ્યું કે, જો કોઈ દેશે કોઈ સામે પ્રોક્સી વોર છેડ્યું હોય તો તેને બંધ કરવું જોઈએ. 18 સપ્ટેમ્બરે કાશ્મીરના ઉરીમાં સરહદ પારથી આવેલા આતંકવાદીઓએ આર્મી બ્રિગેડ હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો, જેમાં 18 જવાનો શહીદ થયા હતા. હાઉસ ઓફ...
  September 21, 09:51 AM
 • શરીફે કાશ્મીર મુદ્દે મદદ માગી; USએ ઝાટકી નાખતા કહ્યું- પહેલાં આતંકવાદને સમાપ્ત કરો
  ન્યૂયોર્ક:કાશ્મીર મુદ્દે સમર્થન માટે અમેરિકા પહોંચેલા પાક. PM નવાજ શરીફને કારમો ધક્કો લાગ્યો છે. અમેરિકાએ તેમને કડક રીતે ધમકાવી કહ્યું હતું કે તે પહેલાં પોતાની તમારી ધરતી પરથી આતંકીઓનો સફાયો કરે. અમેરિકન વિદેશપ્રધાન જૉન કેરીએ ભારતમાં ઉરીમાં સૈનિક મથક પર આતંકી હુમલા સામે ચિંતા વ્યક્ત કરી હતી. કેરીએ પાક.ને પરમાણુ હથિયાર કાર્યક્રમ પર પણ અંકુશ લાદવા કહ્યું હતું. અમેરિકાના આ વલણને પાક.ને એકલું-અટૂલું કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. પાક મીડિયાએ આશંકા વ્યક્ત કરી છે કે ભારત એલઓસી પર...
  September 21, 01:01 AM
 • USમાં શીખ બન્યો હીરોઃ મેનહટન બ્લાસ્ટના સંદિગ્ધને પકડવામાં કરી મદદ
  ન્યૂયોર્કઃ અમેરિકામાં બ્લાસ્ટની પ્લાનિંગ કરનારા સંદિગ્ધને પકડવામાં એક શીખ હરિંદર બેંસને અમેરિકામાં હીરો તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. હરિંદરે મેનહટન અને ન્યૂજર્સીમાં બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ સંદિગ્ધ અહમદ ખાન રહામીની ધરપકડ કરવામાં મદદ કરી હતી. સોમવારે FBIએ રહામીની ન્યૂજર્સીમાંથી ધરપકડ કરી. કેવી રીતે હરિંદરે કરી મદદ - હરિંગર બેંસ ન્યૂજર્સીમાં બાર ચલાવે છે, તેણે સોમવારે સવારે 9 વાગ્યે અહમદને બારના દરવાજા પાસે સૂતેલો જોયો. - હરિંદરે કહ્યું કે પહેલા મને કોઈ વ્યક્તિ નશામાં સૂતેલો...
  September 20, 06:09 PM
 • US: 'હિલેરી ફોર અમેરિકા' કેમ્પેનને લીડ કરી રહી છે ભારતીય મૂળની માનુનીઓ
  ઈન્ટરનેશનલ ડેસ્ક. અમેરિકામાં પ્રેસિડન્ટપદ માટે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીનો માહોલ જામી રહ્યો હતો. સપ્ટેમ્બર મહિનો પ્રચાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે તેવા સમયે જ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને ન્યૂમોનિયા થતા તેમને પ્રચાર અભિયાનમાં સક્રિયતા ઘટી ગઈ હતી. હિલેરીની બીમારી વચ્ચે પણ ડેમોક્રેટિકના ચૂંટણી કેમ્પેનમાં બિલકુલ કચાસ ન આવે તેની જવાબદારી હિલેરીની ખાસ ટીમમાં મહત્વપૂર્ણ હોદ્દો સંભાળતી આ ભારતીય મૂળની માનુનીઓ કરી રહી છે. પોલિસિ લેવલથી લઈને દરેક...
  September 20, 03:29 PM
 • US: ન્યૂજર્સીમાં મળ્યા વિસ્ફોટકો, પોલીસને ફોનમાં બ્લાસ્ટની ધમકી
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકન સ્ટેટ ન્યૂજર્સીના એલિઝાબેથમાં પાંચ એક્સપ્લોસિવ ડિવાઈસ મળી આવ્યાં છે. અહીંના મેયર ક્રિસ બોલ્વેજે જણાવ્યું કે ડિવાઈસની સાથે કોઈ સેલફોન અથવા ઈલેક્ટ્રોનિક ટાઈમિંગ ડિવાઈસ નથી મળી. બે લોકોને કચરાના ડબ્બામાં શંકાસ્પદ વસ્તુ મળી આવવાની ફરિયાદ બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અજાણ્યા શખ્સોએ આપી હુમલાની ધમકી - રવિવારે મેનહટ્ટનમાં બ્લાસ્ટસ્થળે કેટલીક એક્ટિવ ડિવાઈસ પણ મળી આવ્યું હતું. - જો કે શંકાસ્પદ વસ્તુ આતંકીઓની છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી...
  September 19, 02:59 PM
 • ન્યૂયોર્ક: મેનહટનમાં બ્લાસ્ટથી 29 ઘાયલ, કચરાપેટીમાં રાખ્યા હતા વિસ્ફટકો
  ન્યૂયોર્ક : શહેરના મેનહટન વિસ્તારમાં આવેલા ચેલ્સી એરિયામાં કચરાપેટીમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. જેના કારણે 29 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ અને ફાયર ફાયટર્સ ઘટનાસ્થળે ધસી ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રોના મુખ્યાલયથી વિસ્ફોટનું સ્થળ માત્ર ત્રણ કિલોમીટર દૂર છે. ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે, સાંજે સાડા આઠ વાગ્યા આજુબાજુ વિસ્ફોટ થયો હતો. પોલીસે વળતી કાર્યવાહી હાથ ધરી છે. વધુ માહિતી મળતા જાણ કરવામાં આવશે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો...
  September 19, 02:19 AM
 • 'ભૂલ'થી થયો સીરિયન સૈનિકો પર હુમલો, USએ કર્યો સ્વીકાર, 62 સૈનિકોનાં મોત
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકન નેતૃત્વવાળા ગઠબંધને સ્વીકારી લીધું છે કે, તેમના વિમાનોએ ભૂલથી ઉત્તર-પૂર્વ સીરિયામાં મિલિટરી જ્યાં હતી ત્યાં હુમલા કર્યા છે. રશિયન સૈન્યનું કહેવું છે, આ હુમલામાં 62 સીરિયન સૈનિકોના મોત થયા છે. આ સૈનિકો આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) સામે લડી રહ્યા હતા. અમેરિકાના ડિફેન્સ હેડક્વાર્ટર્સ પેન્ટાગોને કહ્યું છે કે, તેમના વિમાનોએ દેયર અઝોર પર તે સમયે હુમલા અટકાવ્યા. જ્યારે તેમને ત્યાં સીરિયન સૈનિકોની હાજરી અંગે માહિતી મળી હતી. જ્યારે રશિયાનું કહેવું છે કે, અમેરિકાના આ...
  September 19, 02:18 AM
 • વાયરથી બાંધી કર્યો રેપ, યુવતીની બોયફ્રેન્ડ સાથેની દર્દનાક રાતની આપવીતી
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ ક્વીન્સલેન્ડની નિકિતા બીડમેન આજે પણ પોતાના પર થયેલા ટોર્ચરને યાદ કરે તો કાંપી ઉઠે છે. એક્સ બોયફ્રેન્ડે ટોર્ચરની દરેક હદ વટાવી દીધી, જો કે ઘટનાને ઘણો સમય થયો પરંતુ થોડા સયમ પહેલા જ નિકિતાએ એક ચેનલ પર ઈન્ટરવ્યૂમાં આપવીતી જણાવી હતી. આરોપી હાલ જેલમાં છે. આવ રીતે કરી ટોર્ચર - 17 વર્ષની નિકિતાએ એક ચેનને 2012ની એ બિહામણી રાત વીશે વાત કરી. - તેણીએ કહ્યું કે અફેરના ત્રણ મહિના બાદ જ રોબર્ટ ગેલેઘને અગ્રેસિવ વર્તન કરવાનું શરૂ કર્યું. - બાદમાં નિકિતાએ રિલેશન તોડવા અંગે વિચાર્યું અને...
  September 16, 10:18 AM
 • ભારતે UNમાં ઉઠાવ્યો બલુચિસ્તાનનો મુદ્દો, PAKને ત્રણ તરફથી ઘેરવાની તૈયારી
  જીનિવા/ન્યૂયોર્ક : બુધવારે ભારતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ફોરમ પર બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો. જીનિવામાં યુનાઈડેટ નેશન્સના 33મા સેશનમાં ભારતે કહ્યું કે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં મોટાપાયે માનવાધિકારનો ભંગ થઈ રહ્યો છે. એક તરફ ભારત, બીજી તરફ અફઘાનિસ્તાન અને ત્રીજી તરફ અમેરિકા એમ ત્રણ દિશામાંથી પાકિસ્તાનને ઘેરવાની તૈયારી ભારતે કરી છે. પાકિસ્તાનના માનવાધિકારના ટ્રેક રેકોર્ડ પર ઉઠાવ્યા સવાલ - જિનિવા ખાતે યુએનમાં ભારતના પર્મેનન્ટ રિપ્રેઝન્ટેટિવ અજીત કુમારે સોઈ ઝાટકીને...
  September 16, 04:21 AM
 • હિલેરીની બીમારી ગંભીર? ડુપ્લિકેટ મહિલા ક્લિન્ટન બની હોવાનો દાવો
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ગત 11મી સપ્ટેમ્બરે 9/11 મેમોરિયલની (વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકી હુમલાની યાદમાં તૈયાર કરવામાં આવેલ સ્મારક) વિઝિટ બાદ બહાર આવતાં ડેમોક્રેટિક પાર્ટીનાં રાષ્ટ્રપતિ ઉમેદવાર હિલેરી ક્લિન્ટન બેલેન્સ ગુમાવતાં અને લથડીયા ખાતાં દેખાયા હતા. બાદમાં હિલેરીએ કહ્યું હતું કે, મને ન્યુમોનિયા થયો છે અને ત્યારે અચાનક મને ચક્કર આવી ગયો હતો. જોકે, સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, હિલેરી ક્લિન્ટન ગંભીર રીતે બીમાર છે. હિલેરી ક્લિન્ટન પોતાની દીકરી ચેલ્સીના ઘરેથી બહાર આવતાં નજરે પડ્યા હતા....
  September 14, 02:36 PM
 • US: હિલેરી બીમાર, નવા ઉમેદવારની જાહેરાતને લઈને શરૂ થઈ અટકળો
  ન્યૂયોર્કઃ અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઈલેક્શનમાં હિલેરી ક્લિન્ટન બીમાર થતા અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે. ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનના પૂર્વ પ્રેસિડેન્ટ ડોન ફોલરે કહ્યું કે જો ઈલેક્શન માટે હિલેરીના બદલામાં કોઈ ઉમેદવારની પસંદગી ન કરાઈ તો મૂર્ખતા ગણાશે. ડેમોક્રેટિક પાર્ટીના નિયમ પ્રમાણે ઈમરજન્સી મિટિંગ બોલાવી નવા ઉમેદવારનું વોટિંગ કરવામાં આવી શકે છે. અમેરિકામાં પ્રેસિડેન્ટ પોસ્ટ માટે 8 નવેમ્બરે ચૂંટણી છે. હવે શું હશે પાર્ટીની રણનીતિ? - ડોક્ટરોએ હિલેરી અનેક પ્રકારની...
  September 14, 10:24 AM
 • USએ કહ્યું, 'અમારો PAKની યુનિટીને સપોર્ટ, બલુચિસ્તાનની આઝાદીને નહીં'
  વોશિંગ્ટનઃ અમેરિકાએ કહ્યું કે અમે પાકિસ્તાનની યુનિટીનું સન્માન કરીએ છીએ, બલુચિસ્તાનની આઝાદીને યુએસ કોઈપણ પ્રકારે સપોર્ટ નથી કરતું. સમગ્ર દુનિયામાં પ્રદર્શન કરી બલુચિસ્તાનના નેતાઓ દ્વારા આઝાદીની માંગ કરવામાં આવી રહી છે. જેમાં બ્રિટન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયામાં બલોચ નેતાઓ અને હ્યુમન રાઈટ્સ વોયલેશનને કારણે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શું કહ્યું અમેરિકાના વિદેશ વિભાગે - અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા જોન કિરબીએ સોમવારે કહ્યું કે પોલિસી પ્રમાણે અમે પાકિસ્તાનની એકતાને...
  September 13, 01:22 PM
 • 1945માં બીજા વિશ્વ યુદ્ધના અંતનો સિમ્બોલ બનેલી મહિલાનું નિધન
  ન્યૂયોર્કઃ 71 વર્ષ પહેલા 1945માં સેકન્ડ વર્લ્ડ વોર પૂર્ણ થયા બાદ એક ફોટો સમગ્ર દુનિયામાં ચર્ચામાં આવ્યો હતો. ફોટોમાં ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર એક નેવી ઓફિસર એક નર્સને કિસ કરી રહ્યો હતો. અનેક દાયકાઓ સુધી જાપાન પર અમેરિકાના વિજયનો સિમ્બોલ બનેલી આ તસવીરમાં દેખાતી નર્સ ગ્રેટા ફ્રીડમેનનું 92 વર્ષની વયે નિધન થયું છે. આવી રીતે બની ચર્ચાનો વિષય - આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો જાણીતા જર્મન-અમેરિકન ફોટોગ્રાફર અલ્ફ્રેડ ઈસેન્સટાઈડે 14 ઓગસ્ટ, 1945માં લીધો હતો. આ સમયે વર્લ્ડ વોર પૂર્ણ થવાનું એલાન...
  September 12, 10:57 AM
 • પાર્કિંગના નવમા માળેથી કાર પડી, હવામાં હાઇટેન્શન વાયર પર લટકી, ડ્રાઇવર બચી ગયો
  ઓસ્ટિન:ટેક્સાસના ઓસ્ટિન શહેરમાં મલ્ટીસ્ટોરી પાર્કિંગના નવમા માળે કાર પાર્ક કરતી વખતે ડ્રાઇવરે સંતુલન ગુમાવી દીધુ હતું. ગાડી નીચે પડી તે વખતે રોડની 25 ફૂટ ઉપર હાઇટેન્શન લાઇનમાં ફસાઇ ગઇ હતી. ડ્રાઇવર ભાગ્યશાળી હતો કે કરન્ટ તેની કારમાં ના ઉતર્યો અને કાર પણ નીચે નહોતી પડી. ડ્રાઇવર બોનેટ પર ચઢીને પાર્કિંગમાં આવી ગયો હતો. આ રીતે નસીબે બે વાર તેનો સાથ આપ્યો હતો અને તેનો જીવ બચી ગયો હતો. પ્રત્યક્ષદર્શીએ કહ્યું એમ લાગતું હતું જાણે ફિલ્મ ચાલી રહી છે... પ્રત્યક્ષદર્શી એન્ડ્રયુ મિલરે આ ઘટનાનો...
  September 11, 11:21 PM
 • 9/11 મેમોરિયલ પર સેક્સ ડોલ્સ સાથે ફરતા ટૂરિસ્ટ્સના ફોટોઝ વાયરલ
  ન્યૂયોર્કઃ 9/11 હુમલાની 15મી વરસીના બે દિવસ પહેલાની ગ્રાઉન્ડ જીરો પર કેટલાક બ્રિટિશ ટૂરિસ્ટોની તસવીરો વાયરલ થઈ હતી. આ ટૂરિસ્ટો સેક્સ ડોલ્સ સાથે ગ્રાઉન્ડ જીરો પર ફરી રહ્યાં હતા. જેનો ત્યાં હાજર અન્ય લોકોએ વિરોધ કર્યો. લોકોએ પોલીસ બોલાવી બ્રિટિશ યુવકોને ત્યાંથી હટાવ્યા હતા. ચાર યુવકોનું આ ગ્રૂપ લંડનથી આવ્યું હતું. શું હતી બબાલ - ઉલ્લેખનીય છે કે ઘટના 9/11 હુમલાની 15મી વરસીના બે દિવસ પહેલા હતી. - ચાર યુવકો સેક્સ ડોલ્સ સાથે ટ્વીન ટાવર ગ્રાઉન્ડ જીરો પર સેલ્ફી લઈ રહ્યા હતા. - ઘટનાસ્થળે હાજર અન્ય...
  September 11, 04:01 PM
 • સ્પેનના બિઝનેસ ટાયકૂન બે દિવસ માટે બન્યા સૌથી અમીર, જાણો કેમ
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ બિલ ગેટ્સ બે દિવસ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ રહ્યા ન હતા. તેઓને સ્પેનના બિઝનેસ ટાયકૂન અમનસિયો ઓરટેગાએ પાછળ રાખી દીધા હતા. ફોર્બ્સ મેગેઝિન પ્રમાણે અમનસિયોની શોપિંગ ચેઈન જારા કંપનીના શેર અચાનક વધી ગયા અને તેની નેટવર્થ 5.96 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ હતી. જ્યારે બિલ ગેટ્સની નેટવર્થ 5.89 લાખ કરોડ રૂપિયા છે. પુત્રીના નામે થશે સંપતી - બુધવારે એમનસિયોની કંપનીના શેરની કિંમત અચાનક 12 હજાર કરોડ રૂપિયા થઈ ગયા. - આ પ્રકારે તેઓએ વોરેન બફેટ અને અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસને પણ પાછળ...
  September 11, 02:57 PM
 • RECALL: 9/11 હુમલો, શક્તિશાળી દેશના પ્રમુખને પણ આવી ગયો પરસેવો
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકી હુમલાએ અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર દુનિયાને હચમચાવી દીધી હતી. આતંકી સંગઠન અલ કાયદાના આતંકીઓએ પ્લેન હાઈજેક કરી વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ક્રેસ કર્યું હતુ. સમગ્ર ઘટનામાં અંદાજે ત્રણ હજારથી વધુ લોકોના મોત થયા હતા. આતંકી હુમલાનાં 24 કલાક તત્કાલિન પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશ માટે ખુબ જ ટેન્શન વાળા રહ્યાં હતા. ત્યારે US નેશનલ આર્કાઇવ્ઝ દ્વારા કેટલાક ફોટો જાહેર કર્યા છે જે પ્રથમવાર જાહેર કરવામાં આવ્યા છે. કેવા છે...
  September 11, 10:13 AM
 • ભારતીય મૂળની માયાએ કવિતા વાંચી. મિશેલે પ્રસંશા કરી
  વોશિંગ્ટન:ભારતીય મૂળની અમેરિકન છોકરીએ વ્હાઇટ હાઉસમાં આયોજિત એક કાર્યક્રમમાં પોતાના પ્રવાસી હોવા અને પોતાની માતૃ ભાષામાં તમિલના સ્થાને અંગ્રેજી અપનાવવાની પીડા સભર અનુભવ વિશે એક કવિતા સંભળાવી હતી, જેણે વ્હાઇટ હાઉસમાં મોટી સંખ્યામાં રહેલા શ્રોતાઓ ને આકર્ષિત કર્યા હતા. વ્હાઇટ હાઉ,ના શ્રોતાઓમાં અમેરિકાના પ્રથમ મહિલા મિશેલ ઓબામા પણ સામેલ હતા. વ્હાઇટ હાઉસમાં બાળકોના કવિતા કૌશલ્યને માન્યતા પ્રદાન કરનાર પ્રતિષ્ઠિત કાર્યક્રમ નેશનલ સ્ટુડન્ટ્સ પોએટ્સ આયોજિત કરાયો હતો. તેમાં ભારતીય મૂળની...
  September 11, 02:46 AM
 • ઉત્તર કોરિયાનો ન્યૂક્લિયર ટેસ્ટ, ઓબામાએ આપી નવા પ્રતિબંધોની ચેતવણી
  વોશિંગ્ટનઃ ઉત્તર કોરિયા દ્વારા શુક્રવારે કરેલા ન્યૂક્લિયર ટેસ્ટ અંગે અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ પ્યોંગયાંગને નવા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની ચેતવણી આપી અને સ્પષ્ટ કર્યું કે, અમેરિકા ઉત્તર કોરિયાને ક્યારેય પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્ર તરીકે સ્વીકાર નહીં કરે. ન્યૂક્લિયર ટેસ્ટ અંગેની માહિતી મળ્યા પછી, ઓબામાએ સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ અને જાપાનના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી. ઓબામાએ નિવેદનમાં કહ્યું કે, અમે યુએન સિક્યોરિટી કાઉન્સિલ, અમારા છ સાથીદાર દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયો...
  September 11, 02:40 AM
 • USમાં ભારતીય મહિલાને 15 વર્ષની જેલઃ સાવકી દીકરી મારતી, ખાવાનું ન આપતી
  ન્યૂયોર્કઃ અમેરિકામાં ભારતીય મૂળની મહિલાને ક્વીન્સની સુપ્રીમ કોર્ટના 15 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. 35 વર્ષની શીતલ રાનોટ પર પોતાની 12 વર્ષની સાવકી દીકરી સાથે ક્રૂરતા ભર્યો વ્યવહાર કરવાનો અને તેને ભૂખી રાખવાનો આરોપ હતો. આ વર્ષે જુલાઇમાં જ્યૂરીએ શીતલને દોષિત ઠેરવી હતી. બાથરૂમમાં પૂરતી અને ખૂબ પીટતી - ન્યૂઝ એજન્સી અનુસાર, ક્વીન્સ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રિચર્ડ બુચરે શુક્રવારે શીતલને સજા સંભળાવી. - સાવકી દીકરી માયા સાથે દોઢ વર્ષથી કરતા હતી ક્રૂરતાભર્યું વર્તન. - આ દરમિયાન શીતલે...
  September 10, 02:37 PM