મહિલાઓ અને ખાસ કરીને યુવતીઓ હાઈ હિલના જોડાં પહેરવાનું પસંદ કરતી હોય છે. આયોવા યુનિવર્સિટીએ કરેલી તાજેતરની શોધમાં જાણવા મળ્યું છે કે, હાઈ હિલ હાડકાં માટે ખતરનાક છે. સંશોધનકર્તાઓએ જણાવ્યું કે, આ પ્રકારના જોડાંમાં હિલના કારણે લાગતા ઝટકાથી ઘૂંટણ પર ભારે દબાણ પેદા થાય છે.
પરિણામે થોડા સમયમાં જ સાંધા ઘસાવાનું ચાલુ થઈ જાય છે. સમયની સાથે આ સમસ્યા...
ધૂમ્રપાનની કુટેવ છોડવા માટે ચેમ્પિક્સ નામની દવા તમને આપઘાત માટે પ્રેરિત પણ કરી શકે છે. એકલા ઓસ્ટ્રેલિયામાં આ દવા ખાઈને ૧૫ લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે.
ઉપરાંત અસંખ્ય લોકોને આત્મહત્યા જેવી પરિસ્થિતિમાંથી બહાર કઢાયા છે. ૨૦૦૮માં બનેલી આ દવા પર પ્રતિબંધ લગાવવાની માગણી ઊભી થઈ હોવા છતાં પણ સરકારે હજુ સુધી પગલાં લીધાં નથી.
હકીકતમાં આ દવા...
બ્રિટનના ડોક્ટરોએ સ્ટેમસેલથી બનાવેલી શ્વાસનળીની મદદથી કેન્સરથી પીડાતી એક ૧૯ વર્ષની યુવતીનો જીવ બચાવ્યો છે. આ યુવતીની શ્વાસનળીનો અડધો ભાગ બિલકુલ સડી ગયો હતો.
પરંતુ ડોક્ટરોએ યુવતીના શરીરમાંથી કાઢેલા સ્ટેમસેલની મદદથી બાકીનો ભાગ તૈયાર કર્યો અને પછી બંને ભાગોને જોડી દીધા. શરીરે પણ આ કૃત્રિમ શ્વાસનળીને સ્વીકારી લીધી છે. યુવતીના નાક અને...
તીખા મરચાથી તમારું મોઢું ભલે બળતું હોય પરંતુ તેનાથી રક્તવાહિનીઓને રાહત મળે છે. ચીનના સંશોધનકર્તાઓને જાણવા મળ્યું છે કે વધુ સમય સુધી મરચું ખાનારા લોકોનું બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.
મરચાંમાં કેપસાયસિન નામનું રસાયણ હોય છે. પેટમાં જવાથી તે નાઈટ્રિક ઓકસાઈડ પેદા કરે છે. આ ગેસ રક્તવાહિનીઓમાં સોજો કે તેમને થતાં નુકસાનથી બચાવે છે. આ ગેસ તેમને...