અમરેલી થી શરૂ થયેલી સંકલ્પ યાત્રા મે-૨૦૧૧માં ગાંધીનગરમાં પુરી કરવામાં આવશે ત્યારે ગુજરાત એક નવા ક્ષિતિજે હશે તેવો આત્મ વિશ્વાસ વ્યકત કરી વિધાનસભાના અઘ્યક્ષ અશોક ભટ્ટે કહ્યું હતું કે ૫૦ વર્ષના સાક્ષી એવા મહાનુભાવો અહીં ઉપસ્થિત થયાં છે તે ગુજરાતની એકતા અને ભાવના બતાવે છે. ગુજરાતીઓએ માત્ર ભારત જ નહીં વિશ્વના ખૂણામાં એક ગુજરાતની રચના કરી છે....
વડોદરાના ગાયકવાડી શરણાઈવાદકોએ પાટનગર ગાંધીનગરમાં રાજય વિધાનસભાના વિઠ્ઠલભાઈ પટેલ ભવનના ઉબરે શુક્રવારની ગુલાબી ઠંડીવાળી સવારે શરણાઈની ‘જય જય ગરવી ગુજરાત’ની મધુર સૂરાવલિઓ છેડી એની સાથે રાજયના સંસદીય ઇતિહાસમાં સ્વર્ણિમ અવસરનો ગૌરવપૂર્ણ પ્રારંભ થયો છે. પ્રચંડ જનઆંદોલન થકી ૧લી મે- ૧૯૬૦ના સપરમા દિવસે મુંબઈ રાજયમાંથી અલગ ગુજરાતની સ્થાપના...
ગુજરાતના ગોલ્ડન જ્યુબિલી વર્ષની ઉજવણીનો ૧લી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે. વિધાનસભામાં આયોજીત સ્વર્ણિમ પરિષદમાં રાજકીય ક્ષેત્રે આગેવાની લઈ ગુજરાતને સ્વર્ણિમ સ્વરૂપ આપનારા દિગ્ગજ રાજનૈતિકો એકત્ર થયા હતા. આ પ્રસંગે આમંત્રિત કેન્દ્રીય નેતાઓ અને રાજયના પૂર્વ અને વર્તમાન નેતાઓ ઉપસ્થિત હતા પરંતું ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની ગેરહાજરી...