Home >> Gujarat >> Gujarat Ni Gupshup
 • બેહાલ બનાસકાંઠા: ડીસાના ગામડાંઓમાં હજુ પણ ભયજનક પરિસ્થિતિ
  બનાસકાંઠા: પૂરની વિકટ પરિસ્થિતિને લઇને બનાસકાંઠા જિલ્લાના લાખણી, સુઇગામ, વાવ, થરાદ, ભાભર વિસ્તારના અનેક ગામડાઓમાં હજૂ પૂરના પાણી ઓસર્યાં નથી. રેસ્ક્યૂ ટીમોને જિલ્લા મથકેથી અસરગ્રસ્ત તાલુકાઓમાં બચાવ કામગીરી માટે રવાના કરાઇ રહી છે. ડીસાના તાલુકાના લાખણી સહિતના ગામડાઓમાં ભારે વરસાદથી તબાહી સર્જાઇ છે. ત્રણ દિવસથી બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હજારો મુંગા ઢોર મોતને ભેટ્યા છે. ખેતી પાકો સંપૂર્ણ નષ્ટ થઇ જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અનેક ગામોમાં વીજળી ડૂલ રહેતા ખાવા-પીવાની મોટી...
  August 1, 10:55 AM
 • Pics: હિલ સ્ટેશન માઉન્ટ આબુનો જુઓ નજારો, ડુંગરામાંથી વહે છે ઝરણાં
  આબુ રોડ: પર્યટક સ્થળ માઉન્ટ આબુ તરફ જતો માર્ગ ઠેર-ઠેર ધોવાઇ ગયો છે. તેમજ ભેખડ ધસી પડતાં પર્યટકોને જવા પર રોક લગાવાઇ છે. જ્યારે ફસાયેલા 5000 પર્યટકોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસથી વરસેલા વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, અત્યારે કોઈ મુશ્કેલી નથી કારણ કે પૂરના પાણી ડુંગરમાંથી વહી રહ્યા છે. રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં છેલ્લા ચોવીસ કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પરંતુ અત્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુનો નજારો જોવા જેવો છે....
  August 1, 10:28 AM
 • ગુજરાતમાં ભારે વરસાદ: કયા ડેમમાં કેવી છે પરિસ્થિતિ, જાણો અત્યારે
  - 30 જળાશયોમાં 90 ટકાથી વધુ આવક થતાં હાઈ એલર્ટ - રાજ્યમાં ભારે વરસાદથી 202 ડેમ પૈકી 19 ડેમ સંપૂર્ણ ભરાયા - રેસ્કયુ ઓપરેશન માટે વધુ પાંચ હેલિકોપ્ટરને મગાવ્યાં ગાંધીનગર: રાજયમાં ભારે વરસાદને કારણે 202 ડેમ પૈકી 19 ડેમ સંપૂર્ણપણે ભરાઇ ગયા છે, આ પૈકી કચ્છના 20 ડેમ પૈકી 13 જળાશયો સંપૂર્ણ ભરાઇ ગયા છે. જયારે 30 જળાશયોમાં 90 ટકાથી વધારે પાણી ભરાય જતા હાઇએલર્ટ જાહેર કરાયા છે. ઉપરાંત પાણીની સપાટી 80થી90 ટકા ભરાય હોય તેવા 12 જળાશયોને એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતનો પીવાના પાણી માટેનો મોટો આધાર ગણાતા નર્મદા ડેમમાં પાણીની...
  July 31, 05:53 PM
 • ગુજરાતમાં થયેલો જિલ્લાવાર વરસાદ: વાંચો આંકડાકીય માહિતી
  અમદાવાદ: અપર એરસરક્યુલેશનની સ્થિતિએ ગુજરાતને તરબોળ કર્યું છે. ભારે વરસાદને કારણે ઘણી નુકશાની વેઠવી પડી છે તો ઘણા એવા જીલ્લા પણ છે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડયા બાદ અમદાવાદ શહેર-જિલ્લો અને તેની નજીક આવેલા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બે ત્રણ દિવસમાં ૧ થી ૧૫ ઇંચ વરસાદ થયાના અહેવાલો છે. સૌથી વધુ વરસાદ મહેસાણા જિલ્લાના કડીમાં ૧૫ ઇંચ જેટલો થયો હતો. ધરમપુરમાં ૧૨, સાપુતારામાં ૧૧, અમદાવાદ જિલ્લાના સાણંદ અને બોટાદના બરવાળામાં ૧૦, ગાંધીનગરના કલોલમાં ૯ ઇંચ...
  July 31, 05:27 PM
 • PHOTOS: ઉત્તર ગુજરાત બેહાલ: આભ ફાટી બનાસકાંઠામાં તારાજી સર્જાઈ
  ઉત્તર ગુજરાત: બનાસકાંઠાના પાંચ તાલુકાઓમાં પુરની વિકટ પરિસ્થિતિના પગલે લોકોએ આગાશી ઉપર આસરો લીધો છે. તો મોટી સંખ્યામાં પશુધનને નુકશાન થયું છે. પુરના પગલે પશ્ચિમ વિસ્તારમાંથી ડેરીમાં આવતું દૂધ બંધ થયું છે. જેમાં 28 લાખ લીટર દૂધનો ઘટાડો થયો છે. પુરની વિકટ પરિસ્થિતિને લઇને બનાસકાંઠા જિલ્લાના લાખણી, સુઇગામ, વાવ, થરાદ,ભાભર વિસ્તારના અનેક ગામડાઓમાં હજૂ પુરના પાણી ઓસર્યા નથી. રેસ્ક્યૂ ટીમોને જિલ્લાએથી અસરગ્રસ્ત તાલુકાઓમાં બચાવ કામગીરી માટે રવાના કરાઇ રહી છે. ત્યારે પશુપાલન ઉપર નભતા બનાસકાંઠા...
  July 31, 12:35 PM
 • ગ્રાઉન્ડ રિપોર્ટ: બનાસકાંઠામાં રેસ્ક્યૂ ઓપરેશન, તસવીરોમાં જુઓ તબાહી
  પાલનપુર: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે તંત્ર સાબદું થઇ ગયું છે. અત્યારે વરસાદ રોકાતા હવે કંઈક પરિસ્થિતિ થાળે પડી છે પરંતુ મુસીબત હજુ એમની એમ જ છે. NDRFની ટીમ સતત લોકો સુધી પહોંચી તેમની મદદ કરી રહી છે. સુઈ ગામમાં NDRFની ટીમે લોકોને પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા. સરકાર તરફથી ઉત્તર ગુજરાત પર અત્યારે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને રાહત કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં ત્રણ દિવસમાં 32 ઇંચ વરસાદ પડી જતા હાલ સર્વત્ર પાણી પાણી...
  July 31, 12:14 PM
 • ઉત્તર ગુજરાતમાં વરસાદના લીધે કેવી છે સ્થિતી: તસવીરોમાં જુઓ એક ઝલક
  ઉત્તર ગુજરાત: ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને તેને અડીને આવેલા પશ્ચિમી રાજસ્થાનની ઉપર છેલ્લા 24 કલાક દરમિયાન ડીપ ડિપ્રેશન સિસ્ટમ સર્જાઈ હતી. જેના કારણે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના હતી. પરંતુ બુધવારે સિસ્ટમ ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધતા ગુજરાત ઉપરથી વરસાદનું જોર ઘટ્યું હતું. જો કે સિસ્ટમના કારણે સર્જાયેલા હળવા દબાણના કારણે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ...
  July 30, 12:19 PM
 • ઉ.ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી: બનાસકાંઠા, પાટણમાં કેવી છે સ્થિતી
  ઉત્તર ગુજરાત: સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ખેડૂતો તો ખુશ થઈ ગયા છે પરંતુ સાથે સાથે અનેક જગ્યાએ તારાજી પણ વેરાઈ છે. કચ્છના બન્ની વિસ્તારમાં ભરંડિયા ગામના રોડ પર તો વહેળા પડી ગયા હતા જ્યારે બનાસકાંઠામાં નદીઓ ગાંડીતૂર થઈ હતી. રાત્રે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડતાં પશ્ચિમ વિસ્તારના પાંચ તાલુકાઓને વ્યાપક અસર થઇછે. અહિના ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. છેલ્લા ત્રણદિવસથી બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યા છે. ભારે વરસાદના કારણે પાટણ, કચ્છ અને બનાસકાંઠા સૌથી...
  July 30, 11:40 AM
 • ગુજરાતમાં મેઘતાંડવ: રાજ્યમાં સર્જાઈ તારાજી, આંખો દેખ્યો અહેવાલ
  અમદાવાદ: ગુજરતમાં તોફાની પવન સાથે રાતભર તૂટી પડેલા વરસાદમાં અસંખ્ય વૃક્ષો અને વીજવાયરો તૂટી જતાં વીજલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે સોમવાર રાત્રિથી મંગળવારે આખો દિવસ વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. સતત ચાર દિવસના વરસાદથી જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ગુજરાતમાં જર્જરીત મકાનોની દીવાલ પડતાં ઘણા મોત પણ થયા છે.જ્યારે બાલીસણા ગામમાં એક યુવાન ધસમસતા પાણીના વહોળામાં તણાઈ ગયો હતો. ઢીંચણથી કેડ સમા પાણી ભરાઈ રહેતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા. પાટણમાં સાગોટાની બજી શેરીમાં રહેતા કૌશીકકુમાર...
  July 29, 02:22 PM
 • પ્રમુખસ્વામીની દિવ્ય શક્તિથી પ્રભાવિત હતા કલામ, બાપા વિશે કહી હતી આ વાતો
  અમદાવાદ: ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું 83 વર્ષની વયે સોમવારે સાંજે 7 વાગ્યે શિંલોગ ખાતે નિધન થયું છે. અબ્દુલ કલામે પ્રમુખસ્વામી મહારાજની અનેક વાર મુલાકાત લીધી છે. તેઓ પ્રમુખસ્વામીની દિવ્ય શક્તિની અનેક વાર ચર્ચા પણ કરી ચુક્યા છે. દિલ્હી ખાતેના અક્ષરધામ મંદિરના ઉદ્દઘાટન પ્રસંગે અબ્દુલ કલામ હાજરી આપી ત્યારે પ્રમુખસ્વામી દ્વારા નિર્માણ થયેલ મંદિર જોઈને તેઓ પણ મંત્રમુગ્ધ થયા હતા અને બાપા સાથે આધ્યાત્મિક મુદ્દે ચર્ચા કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પ્રમુખસ્વામી...
  July 28, 04:23 PM
 • ગુજરાત તરબોળ : જોડિયામાં 10, કચ્છમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો
  અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ચાર દિવસથી જામેલું ચોમાસુ અનરાધાર વરસી રહ્યું છે. બનાસકાંઠામાં જિલ્લાના ભાભરમાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકતી આઠ ઈંચ વરસાદ પડ્યો હતો અને દક્ષિણ ગુજરાતમાં પણ એકથી છ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ મન મુકીને વરસવાનું શરૂ કરતા જિલ્લાના જોડિયા તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના લીધે નાના એવા જોડિયા ગામમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતાં જ્યારે સોમવારે ભારે પવન સાથે વરસાદે વરસવાનું શરૂ...
  July 28, 11:19 AM
 • ગુજરાતમાં વરસેલાં વરસાદની તાજી તસવીરો, લોકોએ મનમૂકીને માણી મજા
  અમદાવાદ: ગુજરાતમાં વિતેલાં ત્રણ દિવસથી આકાશમાં અડિંગો જમાવનારા કાળાડિંબાગ વાદળોએ ધીમીધારે વરસીને ગ્રામ્યમાં ખેડૂતોને હાશકારો તો શહેરી વિસ્તારમાં શીતળતાની લહેરખી પ્રસરાવી છે. તેમાંય સોમવારે મેઘરાજાએ 10 કલાકમાં કચ્છના નખત્રાણામાં 141 મીમી અને બનાસકાંઠાના સૂઈ ગામમાં 170 મીમી પાણી વરસાવી દીધું હતું. ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાનો કુલ વરસાદ 41.59 ટકા નોંધાઈ ચૂક્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ત્રણ...
  July 28, 10:14 AM
 • ગયા મહિને કલામ આવ્યા’તા ગુજરાત: જાતે લખેલુ પુસ્તક બાપાને કર્યું’તુ અર્પણ
  - પરાત્પર પુસ્તકમાં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી સાથેના 14 વર્ષના સબંધોનું વર્ણન - અબ્દુલ કલામે જાતે લખેલ અંગ્રેજી પુસ્તક પરાત્પર પ્રમુખસ્વામીને અર્પણ કર્યુ હતું પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું સોમવારે સાંજે 7 વાગ્યે શિંલોગ ખાતે નિધન થયું છે. આઇઆઇએમમાં લેક્ચર આપતી વખતે તેમની તબિયત અચાનક લથડતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજૂક હોવાનું જણાવાયું હતું અને આઇસીઆયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનું નિધન થયુ હોવાની માહિતી મળી હતી....
  July 28, 03:26 AM
 • ગુજરાતમાં વરસેલાં વરસાદની અદભુત તસવીરો, ક્યાં કેવો છે માહોલ
  અમદાવાદ: ઘણી રાહ જોવડાવ્યા પછી છેવટે શનિવારથી વરસાદની સમગ્ર ગુજરાતમાં હેલી જામી હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત ગુજરાતમાં મેઘકૃપાથી તરબતર થયું હતું. સવારથી હવામાન ખાતા તરફથી આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની ચેતવણી અપાઈ છે. રવિવારે રાત્રે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે શહેરમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ઉત્તર ગુજરાતમાં રવિવાર સવારથી ચાલુ થયેલા વરસાદના હજુ પણ ચાલુ છે. મહેસાણામાં સવાર સુધીમાં 6 ઈંચ...
  July 27, 12:03 PM
 • મૂળ ગુજરાતી આ ધનકૂબેરે કર્યું છે કરોડોનું દાન, દીકરાને નહીં બનાવે કંપનીનો CEO!
  અમદાવાદ: આજના દિવસે એટલે કે 24 જુલાઇ, 1945ના દિવસે જન્મેલા મૂળ કચ્છના અને વિપ્રો લિમિટેડના ચેરમેન અઝીમ હાશિમ પ્રેમજીની ગણતરી ઇન્ડિયન બિઝનેસ ટાયકુન તરીકે થાય છે. તેઓ છેલ્લા ચાર દાયકાથી કંપનીનો સતત વિકાસ કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ મેગેઝિન ફોર્બ્સના દાવા પ્રમાણે તેઓ ભારતની ત્રીજા નંબરની અને વિશ્વની 48માં નંબરની ધનવાન વ્યક્તિ છે. સાથે જ કંપનીમાં પોતાનો લગભગ અડધો અડધ હિસ્સો દાન કરી ચુક્યાં છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રના માંધાતા અઝીમ પ્રેમજીએ વર્ષ 2013માં જાહેરાત કરી હતી કે તેમના દીકરા રિષાદને...
  July 24, 11:20 AM
 • ફીટ એન્ડ ફાઇન રહેવા અપનાવો આ નુસ્ખો : લૉ ફેટવાળું આ દૂધ પણ છે ‘ઉત્તમ’
  - ગાયના દૂધનો વધી રહ્યો છે ટ્રેન્ડ - લોકો ભેંસના પેક્ડ દૂધના બદલે ગાયનું દૂધ જ ખરીદી રહી હોવાનું જોવા મળી રહ્યું છે - ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 5 મહિનામાં જ ૧૫ હજાર લિટર ગાયના દૂધનો વપરાશ વધ્યો વાપી : લોકો પાતળા થવા નત નવા કિમિયા અજમાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી યુવાનોમાં દોડવાનો, સાયકલ ચલાવવાનો અને જીમીંગનો ક્રેઝ ખાસ્સો જોવા મળી રહ્યો છે. લોકો ફીટ એન્ડ ફાઇન રહેવા હવે લો ફેટ વાળી ચીજ વસ્તુઓ તરફ વળી રહ્યા છે. જેની સાથે છેલ્લા થોડા સમયથી ગાયના દૂધનો ક્રેઝ અચાનક જ વધી ગયો છે. લોકો વધુ પડતા જાડા...
  July 24, 10:31 AM
 • ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદનું આગમન: જુઓ વરસાદની 20 તાજી તસવીરો
  અમદાવાદ:ગુજરાતમાં મેઘરાજાનું આગમન આજે ફરી થયું હતું. વાપી વલસાડ સહીત રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહયા છે. વરસાદના પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.સૌરાષ્ટ્રમાં સોમવારથી વરસાદી વાતાવરણ સર્જાવાની સાથે સોરઠ પંથકમાં સતત બીજા દિવસે પણ વરસાદ થતાં ખેડૂતોની આશા જીવંત બની છે. ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડ ખાતે દોઢ ઈચ, જૂનાગઢ જિલ્લાના કેશોદમાં એક ઈચ વરસાદ થયો છે. જયારે, વિસાવદર, ભેંસાણ, મેંદરડા ઉપરાંત રાજકોટ જિલ્લાના ગોંડલમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. લોકલ મોન્સૂનના કરંટના...
  July 23, 09:52 AM
 • ગુજરાત ભીંજાયું: તસવીરોમાં જુઓ બીજા રાઉન્ડમાં મેઘરાજાની પધરામણી
  અમદાવાદ: ગુજરાતમાં વિરામ બાદ મંગળવારે વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાએ 25 જિલ્લાના 91 તાલુકામાં દિવસ દરમિયાન હળવા તેમ ભારે ઝાપટાંરૂપે વહાલ વરસાવ્યું હતું. વરસાદ પડતાં થયેલી મેઘ મહેરને લઈ લોકોમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી. ઉત્તર અને દક્ષિણ પૂર્વ ગુજરાતના તાલુકાઓના કેટલાંક શહેરોમાં મહત્તમ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં છુટાછવાયા વરસાદ સાથે ચોમાસાના બીજા તબક્કાનો લાંબા અંતરાલ બાદ પ્રારંભ થયો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા, હાલોલ, કાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા પંથકમાં વીજકડાકા...
  July 22, 11:56 AM
 • માન્યતા : માનો તો આયખું પૂરું થઇ જાય અને ન માનો તો જેવાં નસીબ...
  - દુનિયાભરમાં માન્યતાઓ એટલે કે બિલિવેશનનો કોઇ છોછ નથી અને તેનો કોઇ અંત પણ નથી ભુજ : માન્યતા, શબ્દ જ કંઇક તરત સમજાઇ જાય છે. કંઈક તેમાં માનવા જેવું હશે. દુનિયાભરમાં માન્યતાઓ એટલે કે બિલિવેશનનો કોઇ છોછ નથી અને તેનો કોઇ અંત પણ નથી. જે માનીએ એટલું ઓછું, માનતા જઇએ તો માન્યતાઓ ઘર કરતી જાય અને ન માનીએ તો વ્યક્તિ વ્યક્તિના નસીબ. છેવટે એમ પણ માનવું પડે કે જે નસીબમાં લખ્યું હોય તે થાય. જૂની નવી વાતો, માન્યતાઓ કે લોકવાયકાઓ અને સંસ્કૃતિને બચાવવા માટે હવે જાજી વાતો કરવામાં આવે છે. આમાં સૌથી મોટું યોગદાન...
  July 21, 10:38 AM
 • ગુજરાતની 146 રથયાત્રાના દર્શન કરો માત્ર એક ક્લિકે, તસવીરો
  અમદાવાદ: અષાઢી બીજના પાવન અવસરે આજે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી 138મી રથયાત્રાનો પરંપરાગત રુટ પર પ્રારંભ થયો હતો. મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મેયર મીનાક્ષીબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે સતત તેરમાં વર્ષે મંગળા આરતી કરી હતી. મંગળા આરતી બાદ ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આજે ગુજરાતભરમાં કૂલ 146 રથયાત્રા નીકળવાની છે જેમાં ભાવનગર, આણંદ, વડોદરા, સુરત સહિત...
  July 18, 02:44 PM

 
Advertisement
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Money

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery