Home >> Gujarat >> Div-Daman City
 • - દમણની 1.36 કરોડના લૂંટ કેસમાં 25 દિવસ બાદ પણ પોલીસ અંધારામાં - 30 જૂનના રોજ મુથુટ ફિનકોર્પમાં બંદૂકની અણીએ લૂંટ થઇ હતી - કડી મેળવવા ગાંધીનગર અને દિલ્હી એફએસએલની મદદ લેવાઇ દમણ: દમણ મુથુટ ફિનકોર્પ ઓફિસમાં 30 જુનના રોજે સવારે ત્રણ લૂંટારૂઓએ બંદૂકની અણીએ કરેલી 1.36 કરોડની લંૂટ પ્રકરણમાં પોલીસ કોઇ કડી સુધી પહોંચી નથી. હજી તપાસ ચાલુ છે, હજી સુધી સફેદ સ્કોર્પિયો, અને આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી. એક આરોપીનો સ્કેચ તૈયાર થયો હતો, પરંતુ તે આરોપીને પણ પોલીસ શોધી શકી નથી. જયારે બાકીના બે આરોપીઓનો સ્કેચ...
  July 26, 12:13 AM
 • સંઘપ્રદેશમાં ચોમાસાની ઠંડકમાં પણ રાજકીય માહોલ ગરમાયો
  - સંઘપ્રદેશમાં ચોમાસાની ઠંડકમાં પણ રાજકીય માહોલ ગરમાયો - જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક હોવાથી પાર્ટીઓમાં સળવળાટ દમણ: સંઘપ્રદેશ દમણ અને દાનહમાં આગામી દિવસોમાં જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી આવી રહી હોય હાલ ભર ચોમાસે પણ આ બંને પ્રદેશોમાં વિવિધ રાજકીય પક્ષો અલગ અલગ મુદ્દે જાહેરમાં આવી વિરોધ પ્રદર્શનથી માંડી એકબીજા ઉપર રાજકીય આક્ષેપબાજીઓ કરી રાજકીય માહોલને ગરમાવી દીધો છે. જેમાં દમણમાં જિલ્લા પંચાયતની બે સીટ ઓછી કરવાના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ગરમાયેલા રાજકારણમાં હવે ભાજપે િજલ્લા...
  July 25, 12:03 AM
 • - દમણની સરકારી શાળામાં 726 વિદ્યાર્થીઓએ માત્ર 10 જ શિક્ષકો - 726 વિદ્યાર્થીઓને બેસવા માટે ફકત 8 જ વર્ગ ખંડની સુવિધા છે દમણ: દમણમાં શિક્ષણનું સ્તર ઘણુ નીચું છે. તેનુ મુખ્ય કારણ ઉપર નજર નાંખવામા આવે તો સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને કોઇપણ જાતની સુવિધા આપવામાં આવતી નથી. દમણની ફકત એક સરકારી શાળાની મુલાકાત લેતા ખબર પડી કે ધોરણ 6 થી ધોરણ 8 એમ ત્રણ ધોરણોમાં અંગ્રેજી માધ્યમમાં 726 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ શાળામાં 726 વિદ્યાર્થીઓને ભણવા માટે ફકત 10 શિક્ષકો અને ફકત 8 વર્ગ ખંડ છે. આ આંકડા અનુસાર જઇએ તો એક...
  July 24, 12:04 AM
 • દાનહમાં 2 હજાર લોકોને રોજગારી આપતો માર્બલ ઉધોગ બંધ થવાને આરે
  - રાજસ્થાન સરકારે ત્યાંના માર્બલ ઉદ્યોગ પરનો વેટ 20 ટકાથી ઘટાડી 4 ટકા કરી દીધો - દાનહમાં આશરે 60 જેટલા માર્બલ ઉદ્યોગોને ટકાવી રાખવા વેટમાં રાહત અંગે માગ સેલવાસ: સંઘપ્રદેશ દાનહ ખાતે હાલમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે અનેક લાભોની જાહેરાત કરાય છે. એ જોતા નવા ઉદ્યોગો આવે અને સ્થાયી થયેલા ઉદ્યોગો કાર્યરત રહે તેને ધ્યાનમાં રાખી ઔદ્યોગિક નીતિ બનાવાય છે. બીજી તરફ દાનહ ખાતે અનેક પ્રકારનાં ઉદ્યોગો છે. જેમાં લગભગ 3.5 લાખ લોકો પોતાનું પેટીયું રળે છે. હાલ રાજસ્થાન સરકાર દ્વાર માર્બલ ઉદ્યોગને...
  July 23, 01:18 AM
 • મોટી દમણ બારીયાવાડમાં ફાયરીંગ કરનાર શાહરૂખ બોઇસરથી ઝડપાયો
  - મોટી દમણ બારીયાવાડમાં ફાયરીંગ કરનાર શાહરૂખ બોઇસરથી ઝડપાયો - ફાયરીંગમાં બે ઇસમોને ગોળી વાગી હતી, હજી 4 વોન્ટેડ દમણ: મોટી દમણ ઢોલરથી જમ્પોર જતો રસ્તા ઉપર બારીયાવાડ વિસ્તારમાં ગત 10 જુનની રાત્રિના શાહરૂખ નામના વ્યકિતએ તેના મિત્રો સાથે આવીને બારીયાવાડમાં ફાયરીંગ કર્યું હતું. જેમા બે ઇસમોને ગોળી વાગી છે. બન્ને ઘાયલોને વાપી બાદ સુરત ખાતે હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. મોટી દમણ પોલીસે શાહરૂખને મહારાષ્ટ્રના બોઇસર તારાપુર વિસ્તારમાંથી ધરપકડ કરીને દમણ ખાતે લઇ આવી હતી. આ ગુનામાં બીજા 4 આરોપીઓ હજી...
  July 22, 12:51 AM
 • દમણમાં જેટી ખાતે 1.80 લાખના 6 મોબાઇલ શૌચાલય બનાવાશે
  - દમણમાં જેટી ખાતે 1.80 લાખના 6 મોબાઇલ શૌચાલય બનાવાશે - આશા વુમન ફાઉન્ડેશનના પ્રયાસથી સહેલાણીઓને શૌચાલયની સુવિધા મળશે દમણ: નાની દમણ જેટી પર શૌચાલયની કોઇ સુવિધા નથી. જેટી ફરવાલાયક વિસ્તાર હોવાથી કાયમી પર્યટકોની ભીડ રહે છે. મોટી સંખ્યામાં પર્યટકો જેટી પર બેસીને પોર્ટુગલ સમયનો પૌરાણીક કિલ્લો, દરિયો અને દમણગંગા નદીના સંગમ સ્થાનનો આંનદ માણતા હોય છે. મોડી રાત સુધી લોકો જેટી પર બેસીને કુદરતી સૌદર્યની મજા લેતાં હોય છે, પરંતુ આ વિસ્તારમાં વર્ષોથી શૌચાલય નહીં હોવાથી લોકોને સમસ્યા થતી હતી. ખાસ કરીને...
  July 22, 12:04 AM
 • સેલવાસના સહજાનંદ એપાર્ટ.માં આગ,ગૂંગળામણથી મહિલા બેભાન
  - સેલવાસના સહજાનંદ એપાર્ટ.માં આગ,ગૂંગળામણથી મહિલા બેભાન - શોર્ટસર્કિટથી ભીષણ આગમાં ભોંયતળિયાના મીટર બોક્ષ બળીને ખાક સેલવાસ: સેલવાસ ડોક્મરડી પુલ નજીક આવેલા સહજાનંદ એપાર્ટમેન્ટમાં સોમવારે સવારે 8 વાગ્યે ગ્રાઉન્ડ ફ્લોરમાં શોર્ટસર્કીટ દ્વારા આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.પ્રાપ્ત વિગત અનુસાર સોમવારે સવારે 8વાગ્યાના સુમારે અચાનક બીલ્ડીંગના મીટર બોક્ષમાં શોર્ટ સર્કીટ થતા આગ લાગી હતી. જેમાંથી ધુમાડો આખી બિલ્ડીંગમાં પ્રસરી ગયો હતો. સ્થાનિક રહીશોએ 108 અને ફાયર વિભાગને ફોન કરતા તાત્કાલિક ઘટના...
  July 21, 12:02 AM
 • દાનહની સરકારી છાત્રાલયોની જવાબદારી જિ.પં. હસ્તક લેવાશે
  - દાનહની સરકારી છાત્રાલયોની જવાબદારી જિ.પં. હસ્તક લેવાશે - વિદ્યાર્થીઓ માટે છાત્રાલયમાં કોઇ ખાસ વ્યવસ્થા નથી સેલવાસ: દાનહમાં સરકારી છાત્રાલયોની કુલ સંખ્યા 15 જેટલી છે. જેમાં 1613 વિદ્યાર્થીઓ હાલ છે. જેમના માટે છાત્રાલયમાં કોઈ ખાસ વ્યવસ્થા નથી. મળતી માહિતી પ્રમાણે ગત 2014-15માં દાનહની તમામ છાત્રાલયનું સંચાલન શિક્ષણ વિભાગને સોપાયું છે એ અગાઉ સંચાલન જિલ્લા પંચાયત કરતુ હતું. અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે ઘણીવાર ફંડનાં અભાવે છાત્રાલયમાં અનાજ પહોંચી શકતું નથી.જેથી કરી ક્યારેક...
  July 20, 12:13 AM
 • સેલવાસમાં ભગવાન જગન્નાથની બે જગ્યાએથી રથયાત્રા કાઢવામાં આવી
  - સેલવાસમાં ભગવાન જગન્નાથની બે જગ્યાએથી રથયાત્રા કાઢવામાં આવી - મુસ્લિમ અગ્રણીઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં બે જગ્યા પરથી જગન્નાથ ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલરાજ શનિવારે નગર યાત્રાએ નીકળ્યા હતા.રથયાત્રાની શરૂઆતમાં પૂજા અર્ચના અને આરતી કરી રથયાત્રાની શરૂઆત કરાઇ હતી. એક યાત્રા જલારામ મંદિર બાવીસા ફળિયા જગન્નાથ સેવા સમિતિ દ્વારા કાઢવામાં આવી હતી. જ્યાં જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વાઘમારેએ રથને પ્રસ્થાન કરાવ્યું હતું અને બીજી...
  July 19, 12:03 AM
 • ખડોલી ગામે ટર્ન ન કપાતા ટેન્કર ઘરમાં ઘૂસી ગયુ, કોઇ જાનહાની નહી
  - ખડોલી ગામે ટર્ન ન કપાતા ટેન્કર ઘરમાં ઘૂસી ગયુ, કોઇ જાનહાની નહી - કારભારીપાડામાં સવારે બનેલા બનાવમાં ઘરને નુકસાન સેલવાસ: દાદરા નગર હવેલીના ખડોલી ગામે ટેન્કર ઘરમાં ઘૂસી જતા ઘરની દીવાલ અને આજુબાજુ કરેલા ફેન્સિંગને નુકસાન થયું હતું.ખડોલી કારભારીપાડા ગામમાં રહેતા લીલાબેન સુરેશ વારલીનું ઘર રસ્તાના ટર્નિગ પોઈન્ટ પર આવેલું છે. જ્યાં શનિવારે સવારે 6 વાગ્યાના સુમારે એક ટેન્કર ચાલકથી ટર્ન ન કપાતા લીલાબેનના ઘરમાં ઘૂસી ગઇ હતી. જ્યાંએમના ઘરમાં દીવાલ અને આજુબાજુ બનાવેલા ફેન્સિંગને નુકસાન...
  July 19, 12:03 AM
 • દમણમાં કર્ફયુ વચ્ચે 7કલાક સુધી ઘમાસાણ, જિ.પં.ની 2 બેઠક ઘટવા મુદ્દે પ્રજા-પોલીસ સામ-સામે
  - દમણમાં કર્ફયુ વચ્ચે સાત કલાક સુધી ઘમાસાણ, જિ.પં.ની 2 બેઠક ઘટાડવા મુદ્દે પ્રજા-પોલીસ સામ-સામે - મોટી દમણ ઢોલર ચાર રસ્તાથી લઈ કિલ્લા સુધી કર્ફયુ લાદી દેવામાં આવ્યો છતાં હજારો લોકો રોડ પર ઉતર્યા - જન આંદોલન: સવારથી મોટી દમણ બંધ રહ્યું હતું અને બપોર બાદ નાની દમણ બંધ રહ્યું દમણ: મોટી દમણ જિલ્લા પંચાયતની બે બેઠક ઓછી કરવાના વિરોધમાં ગુરૂવારે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. પરિયારી અને પટલારા પંચાયતને રદ કરીને દમણવાડા અને મગરવાડામાં ભેળવી દેવાના પ્રશાસનના...
  July 17, 10:11 AM
 • દરેક યુવાન પોતાની આવડત મુજબ અભ્યાસ કે ટ્રેનિંગ લે તો નોકરી મળી શકે
  - દરેક યુવાન પોતાની આવડત મુજબ અભ્યાસ કે ટ્રેનિંગ લે તો નોકરી મળી શકે - દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા કાર્યક્રમમાં પ્રશાસકનું યુવાનોને પ્રેરક ઉદ્દબોધન કરવામાં આવ્યું સેલવાસ: નવી દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક નવી યોજના સ્કીલ ઇન્ડિયા લોન્ચ કરી છે. જેના અંતર્ગત બુધવારના રોજ દાદરા નગર હવેલી પ્રશાસક દ્વારા કૌશલ વિકાસ અભિયાનને પ્રોત્સાહન આપવા હેતુ યુવકોની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય અતિથી પ્રશાસક આશિષ કુન્દ્રા તથા સાંસદ નટુભાઈ પટેલ દ્વારા...
  July 16, 12:02 AM
 • - વિકંલાગ બાળકોને 5 મહિના બાદ પણ સ્કોલરશીપ- સહાય મળી નથી - દર મહિને વિકંલાગ બાળકોને 1000 પેન્શન આપવાની વાત ફકત કાગળો પર થઇ દમણ: દમણ-દીવમાં કુલ 300થી વધુ વિકંલાગ બાળકો છે જેમની ઉમંર 5 વર્ષથી લઇને 18વર્ષ સુધીની છે. આ માનસિક અને શારીરીક રીતે વિકલાંગ બાળકોને જેમાં પ વર્ષથી લઇને 18 વર્ષ સુધીના બાળકોને પર્સન વીથ ડીઝેબેલીટી એકટ 1995 અનુસાર તંત્ર દ્વારા અપાતી સ્કોલરશીપ અને નાણાકીય સહાયતાના અધિકારપાત્ર ગણાય છે.આ યોજના દમણ-દીવમાં લાગુ નહીં હતી. તેથી બાળકો પોતાના અધિકારથી વંચિત રહી જતા હતા. આ યોજનાની તમામ...
  July 15, 12:32 AM
 • ખાનવેલના ચૌંડા ગામ નજીક 108 ઝાડ સાથે અથડાયા બાદ આગથી સ્વાહા થઇ
  - ખાનવેલના ચૌંડા ગામ નજીક 108 ઝાડ સાથે અથડાયા બાદ આગથી સ્વાહા થઇ - દર્દી, નર્સ અને એમ્બ્યુલન્સના પાયલોટનો ચમત્કારિક બચાવ થયો - ખરેડીથી દર્દીને લઇને 108નો પાયલોટ ખાનવેલ હોસ્પિટલમાં આવી રહ્યો હતો સેલવાસ: દાદરા નગર હવેલીના ચૌંડા ગામ નજીક ગત મોડીરાત્રે 108 એમ્બ્યુલન્સનો અકસ્માત થતા ઝાડ સાથે થોકાયા બાદ સળગી ઉઠી હતી. જેમાં સવાર દર્દી અને ઈએમટી અને પાયલોટનો બચાવ થયો હતો.પ્રાપ્ત વિગત અનુસાર ખાનવેલ લોકેશનની 108 એમ્બ્યુલન્સ પર રાત્રે 1 વાગ્યાની આસપાસ કરજગામની ખરેડીમાંથી કોલ આવતા દર્દીને લેવા...
  July 14, 11:03 AM
 • દમણમાં 70 કરોડના ખર્ચે નવી ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ
  - દમણમાં 70 કરોડના ખર્ચે નવી ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ - બે વર્ષમાં 15000 પરિવારોને ઘરમાં ગેસનું કનેકશન મળી જશે: સાંસદ દમણ: દમણના લોકોની ઘણા વર્ષો જૂની માગ પૂર્ણ થવા જઇ રહી છે. ઘરે ઘરે ગેસ પાઇપલાઇન મારફતે ગેસ મળે તેવી અપેક્ષા સેવી રહેલા દમણવાસીઓ માટે ખુશીનો વિષય છે કે કચીગામથી ગેસ પાઇપલાઇન નાંખવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. બે વર્ષમાં રૂ. 70કરોડના ખર્ચે આ કાર્ય પાર પાડી રહ્યુ છે. જેનો લાભ દમણના 15000 પરિવારોને મળશે. આ પ્રસંગે પ્રદેશના વિકાસ આયુકત સંદીપકુમાર અને સાંસદ લાલુભાઇ પટેલના...
  July 14, 11:03 AM
 • દમણ પોલીસ પાસે જે.પી.અગ્રવાલની ધરપકડ કરવાના પૂરાવા હતા!
  - દમણ પોલીસ પાસે જે.પી.અગ્રવાલની ધરપકડ કરવાના પૂરાવા હતા! - નિષ્પક્ષ તપાસ કરી રહેલા એસડીપીઓ રવિકુમારને આ કેસમાં વધુ કોઇ કાર્યવાહી નહી કરવાનો આદેશ દમણ: દમણ જિલ્લા પંચાયતમાં ગત ૧૦મી જૂનના રોજ પોલીસે ઉચાપત અને ભ્રષ્ટાચારના મામલે બે ઇજનેરોની ધરપકડ કરી હતી. ત્યારબાદ સતત 12 દિવસ સુધી પોલીસ વિભાગના એસડીપીઓ રવિકુમારે નિષ્પક્ષ તપાસ હાથ ધરીને તમામ પુરાવા એકત્રીત કરી લેવામાં આવ્યા હતા. જેના થકી પોલીસ જિલ્લા પંચાયતના સીઓ જે.પી.અગ્રવાલ સુધી પહોંચીને તેમની ધરપકડ કરી લેવાની તૈયારી કરી રહી હતી. ત્યારે...
  July 14, 12:09 AM
 • દાનહની સરકારી છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓની દશા દયનીય
  - દાનહની સરકારી છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓની દશા દયનીય - વિદ્યાર્થીઓને ખાવા માટે મોટેભાગે દાળભાત પીરસાય છે સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સરકારી કુમાર અને કન્યા છાત્રા વાસના વિદ્યાર્થીઓની દશા દયનીય બની જવા પામી છે.દાનહમાં સરકારી છાત્રાલયોની કુલ સંખ્યા 15 જેટલી છે. જેમાં 1613 વિદ્યાર્થીઓ હાલ છે. જેઓ માટે છાત્રાલયમાં કોઈ ખાસ વ્યવસ્થા નથી. મળતી માહિતી મુજબ ગત 2014-15માં દાનહની તમામ છાત્રાલયનું સંચાલન શિક્ષણ વિભાગને સોપાયું છે. એ અગાઉ સંચાલન જિલ્લા પંચાયત કરતુ હતું. અધિકારીઓ સાથે...
  July 13, 12:04 AM
 • જેમના નાક નીચે 1.55 કરોડનું કૌભાંડ તે જ અધિકારી પાસે ખજાનાની ચાવી કૌભાંડમાં નામ ઉછળવા છતાં અગ્રવાલ FSની પોસ્ટ પર કાયમ દમણ: દમણ જિલ્લા પંચાયતના ભ્રષ્ટાચારના મામલે ચીફ ઓફીસર જે.પી.અગ્રવાલનુ નામ પણ ઉછળ્યુ હતુ. જિલ્લા પંચાયતનો તમામ વહીવટ સીઓની દેખરેખ હેઠળ થતો હોય છે અને થતો આવ્યો છે. એક મહિનો થઇ ગયો છતાં જે.પી.અગ્રવાલ ફાઇનાન્સ સેક્રેટરી જેવી મહત્વની જગ્યાએ બિરાજમાન છે. જે અધિકારીના નાક નીચે ભ્રષ્ટાચાર થયો તેને ખજાનાની ચાવી આપી દીધી છે તેવી લાગણી લોકો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. દમણ જિલ્લા...
  July 11, 12:15 AM
 • દપાડાની રૂદ્રાક્ષ માઈનકેમ કંપનીમાં ડીજી સેટમાં ધડાકો થતાં યુવાન દાઝ્યો
  - દપાડાની રૂદ્રાક્ષ માઈનકેમ કંપનીમાં ડીજી સેટમાં ધડાકો થતાં યુવાન દાઝ્યો સેલવાસ: દાનહના દપાડા ગામે રૂદ્રાક્ષ માઈનકેમ કંપનીમાં બુધવારે સાંજે કંપનીના પાછળના ભાગે ડીજી સાઈડ પર લગાવેલા ટ્રાન્સફોર્મર નજીક જનરેટરમાં રીપેરીંગ કામ કરતા કર્મચારીને ધમાકો થતા દાઝી ગયો હતો. જેને રખોલી નજીક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો.પ્રાપ્ત વિગત અનુસાર બુધવારે બપોરે 3 થી 3:30 દરમિયાન અભિષેક રાય ઉ.વ.24 રહે. શિવાની પાર્ક, પીપરીયા, સેલવાસ. જે. બી.ઈ.ઈલેકટ્રીકલ તરીકે કામ કરતા અને નોકરીનો પ્રથમ દિવસ...
  July 10, 12:59 AM
 • દમણના કડૈયા કૌભાંડમાં CO જે.પી. અગ્રવાલને બચાવવા CBIને તપાસ ?
  દમણના કડૈયા કૌભાંડમાં CO જે.પી. અગ્રવાલને બચાવવા CBIને તપાસ ? CBIએ અગાઉના 6 કેસમાંથી એકમાં પણ ચાર્જશીટ દાખલ કરી નથી દમણ: કડૈયામાં રસ્તા અને ગટર બનાવ્યા વગર જ રૂ. 1.55 કરોડનું પેમેન્ટ કરી દેવાના કૌભાંડમાં માત્ર ઇજનેરોને જ ભેરવી દઇ આઈએએસ એવા સીઓ જે.પી. અગ્રવાલને બચાવી લેવા સીબીઆઈને કેસ સોંપી દેવાનો કારસો ઘડાયો હોવાની ચર્ચા અધિકારીઓ અને રાજકારણીઓમાં થઇ રહી છે. તેની પાછળ ચોક્કસ દલીલો પણ છે. દમણથી આજદિન સુધી સીબીઆઈને 6 જેટલા કેસ સોંપાયા છે તેમાંથી એક પણ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરાઇ નથી.કડૈયા ખાતે...
  July 10, 12:57 AM

 
Advertisement
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Money

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery