રાજકોટ શહેર અને જિલ્લાની પોલીસ સદ્ભાવના બંદોબસ્તમાં વ્યસ્ત છે. ત્યારે રાજકોટ તાલુકાના સરધાર પાસે રવિવારે વહેલી સવારે ત્રાટકેલી ગેંગે ટ્રક ડ્રાઇવર અને કલીનર પર પથ્થરમારો કરી પાઇપ-ધોકાથી હુમલો કર્યા બાદ રૂ.૧૬ હજાર રોકડા અને મોબાઇલની લૂંટ ચલાવતા સનસનાટી મચી ગઇ હતી. પોલીસે લૂટારુઓને પકડવા કોિમ્બંગ કયુંં હતું. પરંતુ તેમાં સફળતા મળી નહતી....
મહેસાણા : પાલાવાસણાના માર્ગે શુક્રવારે સાંજે છકડો રિક્ષા તથા મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતાં પાલાવાસણાના યુવાનનું મોત નીપજયું હતું. અકસ્માતમાં ઘવાયેલ બાઇક ચાલક યુવાનને સારવાર અર્થે લઇ જવાયો હતો. પરંતુ ગંભીર ઇજાઓને લીધે યુવાનનું મોત નીપજયું હતું.
પાલાવાસણા ગામે રહેતો અને ફોટો સ્ટુડીયોનું કામ કરતો પરમાર મહેશભાઇ કાન્તીભાઇ (ઉ.વ.૨૭)...
મહેસાણા & કડી તાલુકાના બુડાસણ ગામે આવેલા મંદિર ખાતે દર્શન કરી રસ્તો ઓળંગી રહેલા રાહદારીને સામેથી આવી રહેલી એક કારે ટક્કર મારતાં ફંગોળાઇ નીચે ફસડાયા હતા. જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમદાવાદના અને હાલમાં બુડાસણ ગામે રહેતા સોલંકી કનુભાઇ નટવરલાલ શુક્રવારે સાંજે અહીંના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા...
સંઘ પ્રદેશ દીવમાં વર્ષ ૨૦૧૨ને આવકારવા માટે સહેલાણીઓ ઉમટી રહ્યા છે.
નવા વર્ષને આવકારવા માટે અત્યારથી જ લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે નવા વર્ષની ખાસ ઉજવણી કરવા માટે સહેલાણીઓ દીવમાં ઉમટી રહ્યા છે. હાલ દીવમાં મુિકતદિન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત તા. ૨૮ ડિસેમ્બર સુધી વિવિધ વિસ્તારમાં મનોરંજનનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં...