Home >> Gujarat >> Div-Daman City
 • શરાબ-શબાબના અશોભનીય કાર્યક્રમ: સેલવાસના સ્ટેડિયમમાં થયો વિવાદ
  - શરાબ-શબાબના અશોભનીય કાર્યક્રમથી સ્ટેડિયમ વિવાદમાં - લોકોનો વિરોધ છતાં પ્રશાસનની મંજૂરીથી મુંબઇની એક એજન્સી દ્વારા આયોજીત પરસેપ્ટ લાઇવ કાર્યક્રમ યોજાયો - સેલવાસમાં રમત-ગમતના મેદાનમાં અશોભનીય કાર્યક્રમ યોજાતા રહીશોમાં આક્રોશ સેલવાસ: ગત 2 ઓગસ્ટ દાનહ મુક્તિ દિવસની ઉજવણી માટે સેલવાસ સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં 100 મીટર કરતા વધુ જગ્યાએ કોન્ક્રીટ પાથરી દેવામાં આવ્યું હતું. જેનો વિરોધ થતા પ્રશાસને ખેલાડીઓની ઉગ્ર માંગને જોતા કોન્ક્રીટ હટાવવાનું કામ શરૂ કર્યું હતું. જોકે, આ વિવાદનો અંત આવ્યો...
  12:19 AM
 • સેલવાસ: દાનહમાં ડેન્ગ્યુના 800 કેસ જેમાંથી 1નું મોત નીપજ્યુ છે
  - દાનહમાં ડેન્ગ્યુના 800 કેસ જેમાંથી 1નું મોત નીપજ્યુ છે - પ્રમુખ ફાઉડેશને આરોગ્ય તંત્રને 4 લાખનું ફોગિંગ મશીન આપ્યું - વધતા જતાં ડેન્ગ્યુના કેસોને લઈ આરોગ્ય તંત્રની ચિંતા વધી સેલવાસ: દાનહમાં ડેન્ગ્યુંને લઇ આરોગ્ય વિભાગ ચિંતિત છે.આરોગ્ય વિભાગના વડાના જાણવ્યા મુજબ દાનહ ખાતે 800 જેટલા ડેગ્યુંનાં દર્દીઓ છે. જેમાં એકનું મોત થયું છે. આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવકરવામાં આવી રહ્યો છે પણ આધુનિક ફોગિંગ મશીન ન હોવાના કારણે ભારે તકલીફ પડતી હતી.આ બાબત અહીની એક સામાજીક સંસ્થના ધ્યાન ઉપર આવતા આ...
  October 2, 12:45 AM
 • દમણ: ભાજપે નબળા ઉમેદવારોને ટિકિટ આપી હોવાની ચર્ચા
  દમણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની નીતિથી અપક્ષને પણ ફાયદો થશે દમણ: દમણ ભાજપમાં જેમને કાર્ય નથી કર્યુ અને પક્ષ સાથે કયારે પણ જોડાયા નથી એવા ઉમેદવારોને ભાજપના સંગઠને જિલ્લા પંચાયતના સભ્યોની ટીકીટ ફાળવવામાં આવી હોવાની લાગણી લોકો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. મોટી દમણનો મોટાભાગનો વિસ્તાર ભાજપનો પહેલીથી જ ગઢ રહ્યો છે, મોટી દમણના લોકો ભાજપને મત આપતા હોવાનુ લોકોનું કહેવુ છે, પરંતુ આ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે એવા ઉમેદવારોને ટીકીટ ફાળવવામાં આવી છે જેઓનો ભાજપ સાથે દૂરદૂર સુધી...
  October 1, 10:32 AM
 • સેલવાસ: દાનહમાં રોજ 8 હજાર કરતા વધુ દર્દીઓ ડોકટરનાં શરણે
  - મોટા ભાગે ડેન્ગ્યુના લક્ષણવાળા દર્દીઓ જોવા મળી રહ્યા છે - સિવિલમાં 3 હજાર 500 કરતા વધુ દર્દીઓ રોજ દવા લઇ રહ્યા છ સેલવાસ: હાલ દેશ ભરમાં ડેન્ગ્યુ,સ્વાઈનફ્લુ તેમજ બીજી અનેક પ્રકારની વાયરલ બીમારીએ માઝા મૂકી છે. દાનહમાં પણ સિવિલ હોસ્પિટલના આંકડાઉપર નજર નાંખીયે તો અહીંની સિવિલ હોસ્પિટલમાંપ્રતિ દિન 3500 કરતા વધુદર્દીસારવાર અર્થે આવી રહ્યા છેઅને ખાનગી હોસ્પિટલનો અને દવાખાનાઓમાંરોજના આશરે 8000કરતા વધુ દર્દી જઈ રહ્યા છે. દાનહ હેલ્થ ડાયરેકટર પાસે મળેલી માહિતી મુજબ હાલ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં OPD...
  October 1, 03:31 AM
 • સેલવાસ: દાનહ નજીક કોચાઈમાં ઝૂલતો કેબલ બ્રિજ
  - દાનહ નજીક કોચાઈમાં ઝૂલતો કેબલ બ્રિજ - પારસી પરિવાર દ્વારા નિર્મિત ઝૂલતો કેબલ બ્રિજ અને 130 વર્ષ જૂનો ચેકડેમ આકર્ષણનું કેન્દ્ર - કોચાઇ ગામની કાલુ નદી પાર કરવા માટે પારસી જમીનદારે લોકોની સુવિધા માટે બ્રિજનું નિર્માણ કરાવ્યું હતું સેલવાસ: પારસી સમાજ ઈરાનથી આવી દુધમાં સાકરની જેમ ભળી ગયા અને સમાજ લક્ષી કર્યોમાં પણ આગળ રહ્યા એનું એક ઉમદા ઉદાહર દાનહનાં લુહારી નજીક આવેલા મહારાષ્ટ્રના કોચાઈ ગામે પારસી પરિવાર દ્વારા લોકોની અવરજવરમાટે કેબલ બ્રિજ જુલતો પુલ અને 130 વર્ષ જુનો ચેક ડેમ આર્કષણનું...
  September 28, 02:25 AM
 • આજે સંઘપ્રદેશ દમણની 10 ગ્રામ પંચાયત અને સરપંચોની ચૂંટણી
  - આજે સંઘપ્રદેશ દમણની 10 ગ્રામ પંચાયત અને સરપંચોની ચૂંટણી - 10 સરપંચો માટે 27 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે દમણ: આજે દમણમાં ગ્રામ પંચાયતોના વોર્ડસભ્યો અને સંરપચોની ચૂંટણીચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઇ રહી છે. દમણની કુલ 11 ગ્રામ પંચાયત છે. જેમાંથી એક કચીગામ પંચાયત સમરસ બનતા હવે ફકત 10 ગ્રામ પંચાયતના વોર્ડ અને સંરપચોની ચૂંટણી યોજાશે. ડાભેલ ગ્રામ પંચાયતના પણ કુલ 14 વોર્ડમાં બિનહરીફ ઉમેદવારો હોવાથી તેઓ સ્પષ્ટપણે ચૂંટણીથી બાહર છે. દમણની કુલ 11 પંચાયતોમાંથી કચીગામ પંચાયત સમરસ બનતા હવે 10...
  September 23, 01:07 AM
 • ખ્રિસ્તી દંપતીનો પ્રેમ: મોંઘવારીના સમયમાં અનાથ બાળકોનો ઉછેર કરે છે
  - મોંઘવારીના સમયમાં અનાથ બાળકોનો ઉછેર કરતું ખ્રિસ્તી દંપતી - છેલ્લા 15 વર્ષથી ચાલતો સામરવણી ખાતે અનાથ આશ્રમ - ત્યજી દેવાયેલા અનાથ બાળકોને શિક્ષણ આપી પગભર કરે છે સેલવાસ: હાલના સમયમાં પોતાના બાળકોને જ્યારે લોકો ત્યાજી દેતા હોય છે તેવા સમયે સેલવાસ ખાતે મોંઘવારીના સમયમાં અનાથ બાળકોનો ઉછેર ખ્રિસ્તી દંપતી છેલ્લા 15 વર્ષથી કરી રહ્યું છે. સેલવાસના સામરવરણી પંચાયત ભવનની સામે આવેલા એવરેસ્ટ કોમ્પ્લેક્ષ ખાતે સંતોષ થોમસ અને લતા થોમસ છેલ્લા 15 વર્ષથી અનાથ આશ્રમ ચલાવી રહ્યા છે. હાલના સમયે કેટલાક...
  September 21, 02:46 AM
 • સેલવાસ: અજગરને માપવા મેજર ટેપ પણ ટૂંકી પડી
  અજગરને માપવા મેજર ટેપ પણ ટૂંકી પડી સેલવાસ: સેલવાસના નક્ષત્ર વન નજીકથી 14 ફૂટ લાંબો અને 60 કિલો વજન ધરાવતો અજગર વનવિભાગના સ્નેક કેચારે પકડ્યો હતો. દાનહ વિસ્તારમાં આટલો લાંબો અને ભારે વજન વાળો અજગર દાનહનાં ઈતિહાસમાં પ્રથવાર જોવા મળ્યો છે. જેને જોવા સેકડો લોકો દોડી આવ્યા હતા. આ અજગરને માપવા મેજર ટેપ પણ ટૂંકી પડી હતી.
  September 20, 01:41 AM
 • ઘવાયેલા અજગરને ઇન્જેકશન આપી ગુલ્કોઝની બોટલ ચઢાવી ઉગારી લેવાયો
  - ઘવાયેલા અજગરને ઇન્જેકશન આપી ગુલ્કોઝની બોટલ ચઢાવી ઉગારી લેવાયો સેલવાસ: સેલવાસમાં કાર્યરત સંસ્થાના સ્નેક કેચરના નિપુણ પંડ્યાને મધરાતે મળેલા રેસ્ક્યુ કોલમાં પીપરીયા પુલપાસે પહોંચતા એક મહાકાય અજગર ગંભીર ઘવાયેલીહાલતમાં મળતા મધરાતેતેને સેલવાસના પશુ ચિકિત્સાલય ખાતે લાવી તાત્કાલિક સારવારઅાપવામાંઆવી હતી.ફરજ પરના ડોક્ટર અંકુર સંઘવીએ ઈમરજન્સી સારવારઆપી પહેલા ગ્લુકોઝ ચઢાવી ઈન્જેકશન આપી રિકવરી આવે તેની રાહ જોઈ.3 કલાકની મેહનત પછી સ્ટેબલ થયેલા અજગરનો એક્સ રે કાંઢતા એને માથા અને કમરના...
  September 19, 12:59 AM
 • દાદરાના પરિવારને નાસિકમાં નડ્યો અકસ્માત, 3ના મોત
  - દાદરાના પરિવારને નાસિકમાં નડ્યો અકસ્માત, 3ના મોત - કુંભ મેળામાંથી આવતા બાઇકને બચાવવા જતાં અકસ્માત સેલવાસ: દાદરા સાઈ બિલ્ડીંગનાં 103 નંબરનાં ફ્લેટમાં રહેતા રાજેસ્થાની પરિવાર કુંભ મેળામાં નાસિક ગયા હતાં. રવિવારે પરત ફરતા નાસિક નજીક બાઇકને બચાવા જતાં સામેથી આવતા ટેમ્પો સાથે કાર જોરદાર અથડાતા એક બાળકી સહિત ત્રણના મોત થયા હતા.દાદરા સાઈ કોમ્પ્લેક્ષનાં એફ 1 બિલ્ડીંગનાં 103 નંબરનાં ફ્લેટમાં રહેતા રાજેસ્થાની પરીનાં શ્રાવણ પરિક એમની પત્ની (નામની જાણકારી નથી) તેમજ દીકરી અંબિકા શ્રાવણ પરિક (11) અને...
  September 14, 01:29 AM
 • દીવ : વણાંકબારામાં કલાકારોએ રજુ કર્યા અદભુત આદિવાસી નૃત્ય
  દીવ : દીવનાં વણાંકબારામાં રાજસ્થાનનાં રાજયપાલે બુધવારે અરણ્ય પર્વનું ઉદઘાટન કર્યા બાદ ચાર રાજયનાં આદિવાસી કલાકારોએ અદભુત નૃત્ય કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. દમણ-દીવ પ્રશાસન અને વેસ્ટઝોન કલ્ચરલ સેન્ટર ઉદયપુરનાં સહયોગથી બુધવારે યોજાયેલા અરણ્ય પર્વનું રાજસ્થાનનાં રાજયપાલ કલ્યાણસિંઘે ઉદઘાટન કર્યુ હતું. આ કાર્યક્રમમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાનાં 140 જેટલા કલાકારોએ આદિવાસી નૃત્યો રજુ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
  September 12, 01:11 AM
 • દીવમાં સીબીઆઈનાં દરોડા, PWDનાં અધિકારીની બેનામી મિલ્કતોની તપાસ
  - નિવૃત ઇજનેરનાં બંગલાને માર્યું સીલ, અન્ય અધિકારીઓ પણ સાણસામાં દીવ : દીવ પીડબલ્યુડીનાં વર્તમાન અને નિવૃત્ત અધિકારીઓએ વીજપોલનાં કોન્ટ્રાકટમાં ગેરરિતી આચર્યાની ફરિયાદ પગલે આજે સીબીઆઇની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાંએક નિવૃત્ત ઇજનેરનું ઘર સીલ કરાયાનું પણ જાણવા મળ્યુંછે. જાણવામળ્યા મુજબ, દિવનાંસર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દર વર્ષે દમણ અને દિવનેકુલ મળી રૂ. 750 કરોડનું પેકેજ આપે છે. આ રીતે દિવનેવીજળીથી ઝળહળતું કરવા માટે સાડા ત્રણ મીટરનાં સુંદર વીજળીનાં થાંભલાનાંખવાનો રૂ. 13 લાખનો...
  September 12, 01:04 AM
 • દમણ: ઇન્ડ.સિક્યુરીટી ચલાવતો યુવાન પિસ્તોલ વેચતા ઝડપાયો
  - ઇન્ડ.સિક્યુરીટી ચલાવતો યુવાન પિસ્તોલ વેચતા ઝડપાયો - દમણ પોલીસે છટકું ગોઠવી પકડી પાડયો , 9 અેમએમ પિસ્તોલ અને પ્રેસના બે બોગસ આઇ કાર્ડ કબજે લીધા દમણ: દમણ પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે ડાભેલમાં એક આરોપી પિસ્તોલનુ વેચાણ કરી રીતસર ધંધો કરી રહ્યો છે. આરોપી બોગસ પત્રકાર બનીને પોતાનો વ્યાપાર કરતો હતો. બે મીડિયા ચેનલનો બોગસ આઇકાર્ડ ધરાવતો આરોપી એક 9 એમએમ.ની પિસ્તોલ સાથે પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે આમ્સ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.દમણ પોલીસના એસપી ઇશ સિંઘલે માહિતી આપતા જણાવ્યુ કે...
  September 5, 12:53 AM
 • દમણ: ધ્વજવંદન કાર્યક્રમમાં સીઓ તથા પ્રશાસકની ગેરહાજરી સામે રોષ
  - ધ્વજવંદન કાર્યક્રમમાં સીઓ તથા પ્રશાસકની ગેરહાજરી સામે રોષ દમણ: દર વર્ષની જેમ આ વર્ષે એટલે ૩૧ ઓગેસ્ટ શનિવારે દમણ પાલિકાની કચેરી ખાતે લોકલ સેલ્ફ ગર્વમેન્ટ ડે સ્થાનીય સ્વરાજ સંસ્થાની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે પાલિકાના પ્રમુખ મુકેશ પટેલના હસ્તે પાલિકા કચેરી ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે સત્તા પક્ષના સભ્યો હાજર રહ્યા હતા, પરંતુ મોટી વાત એ કહેવાય કે પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર બનેલી ઘટના જેમાં સ્થાનીય સ્વરાજ સંસ્થાની ઉજવણી થતી હોય અને રાષ્ટ્રીય તિરંગાને...
  September 1, 01:27 AM
 • દમણ પુલ દુર્ઘટનાને 12 વર્ષ પૂરા, દોષિતોને કોઈ સજા નહીં
  - દમણ પુલ દુર્ઘટનાને 12 વર્ષ પૂરા, દોષિતોને કોઈ સજા નહીં - બાળકો સહિત 30 વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા દમણ: નાની દમણ અને મોટી દમણને જોડતો દમણગંગા નદી પરનો જૂનો પુલ ૨૮ ઓગસ્ટ, ૨૦૦૩ના રોજ બપોરે ૧.૩૦ કલાકે ધરાશાયી થયો હતો. મોટી દમણની ફાતિમા કોન્વેન્ટ શાળા છૂટી હતી. તે સમયે ધોધમાર વરસાદની વચ્ચે દરિયામાં પણ ભરતીનો સમય હતો. શાળાના બાળકો ઘરે જવા માટે પુલ ઉપરથી પસાર થતા હતા, ત્યારે જ અચાનક પુલ તૂટી પડતા શાળાના ૨૮ માસૂમ બાળકો સહિત એક શિક્ષક અને રાહદારી મળીને કુલ ૩૦ નિર્દોષ વ્યકિતઓના મોત થયા હતા. આજે આ ઘટનાને...
  August 28, 12:48 AM
 • દમણની મુથુટ બેંકના સંચાલકો ચોરી થયેલા સોના ઉપર પણ ગ્રાહકો પાસે વ્યાજ માગે છે
  - દમણની મુથુટ બેંકના સંચાલકો ચોરી થયેલા સોના ઉપર પણ ગ્રાહકો પાસે વ્યાજ માગે છે - સોના ઉપર ગ્રાહકો પાસે વ્યાજ માંગતા ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો દમણ: દમણના ધોબી તળાવ વિસ્તારના નજીક આવેલી મુથુટ ગોલ્ડ લોન બેંકમાં થોડા મહિના પહેલા રૂપિયા દોઢ કરોડના દાગીનાનીધોળે દિવસે ત્રણ અજાણ્યા ઈસમોદ્વારા લૂંટ કરી હતી.આ ચકચારી લૂંટનીઘટનામાં હજી સુધી પોલીસલૂંટારૂઓનું પગેરૂ શોધી શકી નથી કે લૂંટાયેલું સોનુંપરત મેળવી શકી નથી તેમ છતા આ બેંકના અધિકારીઓ દ્વારાગ્રહાકો પાસેથી ચોરી થયેલા સોના ઉપર પણ વ્યાજ...
  August 26, 01:00 AM
 • નરોલી રોડ પરના નવો પુલ અને સિવિલ હોસ્પિટલના MRI સેન્ટરનું ઉદઘાટન ટલ્લે
  - નરોલી રોડ પરના નવો પુલ અને સિવિલ હોસ્પિટલના MRI સેન્ટરનું ઉદઘાટન ટલ્લે - બન્ને સુવિધાઓ શરૂ કરવા સામાજીક સંસ્થાઓ દ્વારા એડીશનલ કલેકટરને રજૂઆત સેલવાસ: દાનહના સેલવાસ નરોલી રોડ પર દમણ ગંગા નદી ઉપર નવો બનાવેલો પુલ તૈયાર થઇ ગયો હોવા છતાં જાહેરજનતાની અવરજવર માટે હજી સુધી ખુલ્લોમુકવામાં આવ્યો નથી. એજ રીતે અને સેલવાસ વિનોબા ભાવે સિવિલ હોસ્પીટલમાં એમ.આર.આઈ.સેન્ટર પણ તૈયાર થઇ ગયું હોવા છતાં હજી સુધી ચાલુ ન કરાતા દાનહની જનતા ભારે હાલાકી ભોગવી રહી હોય સત્વરે સેલવાસ -નરોલી રોડપરનો નવો પુલ અને સિવિલ...
  August 25, 10:38 AM
 • સસ્તું સોનું આપવાના બહાને લૂંટ કરનાર વોન્ટેડ ઈસમ ઝડપાયો
  - સસ્તું સોનું આપવાના બહાને લૂંટ કરનાર વોન્ટેડ ઈસમ ઝડપાયો દમણ: દમણમાં ગત ડિસેમ્બર માસમાં સસ્તુ સોનુ આપવાની લાલચ આપી ચપ્પુની અણીએ લૂંટ કરવાની ઘટનામાં દમણ પોલીસે નાસતા ફરતા વાંસદાના એક આરોપીને ઝડપી પાડયો છે.નાની દમણ પોલીસ સ્ટેશનમાં કનકસિંગ અનુપસિંગ પરમાર રહે. ચીખલી, નવસારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત ૨૦મી ડિસેમ્બર, ૨૦૧૪ ના પહેલા ત્રણ આરોપી નામે બલુ પટેલ, ભીખુભાઈ પટેલ અને મહેન્દ્ર ગુલાબ પટેલ તેમજ બીજા અજાણ્યા ઇસમોએ ભેગા મળી ફરિયાદીને સોનાની બિસ્કીટ વેચી તેમજ પૈસા લઈ અને ફરિયાદી સાથે બનાવટ...
  August 23, 12:39 AM
 • દાનહમાં સ્વાઈન ફ્લૂથી એક મહિલાનું મોત, ત્રણ સારવાર હેઠળ
  - દાનહમાં સ્વાઈન ફ્લૂથી એક મહિલાનું મોત, ત્રણ સારવાર હેઠળ - બર્માની મુલાકાતે જઇ આવેલા એક દર્દીને સ્વાઇન ફલૂ - આ મહિને ડેન્ગ્યુના 13 કેસ નોંધાયા સેલવાસ: સેલવાસ સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂ ફરીથી માથું ઉચકી રહ્યોહોવાનું જણાઇ રહ્યું છે. જેમાં સ્વાઇનફ્લૂના આ હોસ્પિટલમાં દાખલ થયેલા 3પોઝિટિવ દર્દી પૈકી એક નું મોત નિપજ્યુ છે અને એની સાથે ડેન્ગ્યુના દર્દીઓ પણ આવી રહ્યા છે .જેમાં ચાલુ મહીનામાં ડેન્ગ્યુના 13 કેસ નોંધાયા છે.હાલ ચોમાસા દરમિયાન જે રીતે ખાનગી-સરકારી હોસ્પિટલો,દવાખાનાઓ દર્દીઓથી...
  August 22, 12:02 AM
 • સેલવાસ: બે વેપારીઓ બાખડ્યા, એકએ બીજાનો કાન કરડ્યો
  - બે વેપારીઓ બાખડ્યા, એકએ બીજાનો કાન કરડ્યો સેલવાસ: ગઇકાલે મંગળવારના રોજ રાત્રે 8 વાગ્યાના સુમારે સેલવાસ શાકભાજી માર્કેટમાં બે વેપારીઓ વચ્ચે નજીવી બાબતે લડાઈ થઇ હતી. જેમાં એક વેપારીએ બીજા વેપારીના કાનમાં બચકું ભરી કાન ફાડી નાંખ્યો હોવાની રાવ સેલવાસ પોલીસ મથકે પહોચી હતી.મળેલી માહીતી મુજબ સેલવાસ શાકાભાજી માર્કેટમાં ડ્રીમલેન્ડ ટોકીઝ નજીક શાક્ભાજીનો ધંધો કરતા બે વેપારીઓ જેમની દુકાન આજુ બાજુમાં આવેલી છે. દુકાન માલિક ગણપતસિંગ રાજપૂતે જણાવ્યું હતું કે તે પોતે દુકાન પર પોતાના નોકરને મૂકી...
  August 20, 01:58 AM

 
Advertisement
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Money

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery