થોડા દિવસથી ગ્લોબલ વોિમઁગ અને વેસ્ટર્ન ડસ્ટિર્બન્સે રાજ્યને હચમચાવી મુકયું હતું. કડકડતી ઠંડીએ શિયાળાની ચાલુ મોસમમાં રેકર્ડ બ્રેક કર્યો હતો. જાન્યુઆરી મહિનામાં તાપમાન નીચે ઉતરી જતા જિલ્લાવાસીઓ ખરેખરા ઠૂંઠવાઈ ગયા હતા. દિવસભરના ટાઢોડાના કારણે શહેરમાં માર્ગો સૂમસામ બની ગયા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી ઠંડી અને વાદળછાયા વાતાવરણને કારણે ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
છેલ્લાં અઠવાડિયામાં શીતલહેર અને ઠંડીના લીધે ચુંવાળના વિરમગામ, માંડલ અને દેત્રોજ (રામપુરા) સહિત પંથકના ગામડાંઓમાં...