Home >> Gujarat >> Power & People
 • આફ્રિકામાં રહેતા ગુજરાતીઓ કેમ છે વધુ ખુશ? કેમ નથી જવું અમેરિકા-યુરોપ?
  એનઆરજીડેસ્ક: વિદેશમાં રહેતા ગુજરાતીઓ પ્રાંત પ્રમાણે અલગ પડી આવે છે. યુએસ અને બ્રિટન કરતા આફ્રિકામાં વસતા ગુજરાતીઓમાં ઘણો તફાવત જોવા મળે છે. કેમ કે અમેરિકા-બ્રિટન કરતા આફ્રિકામાં તમને નવરાશનો સમય વધારે મળે છે. એટલે આફ્રિકામાં ભારતની જેમ કામના કલાકો હોય છે. એક અહેવાલ અનુસાર ઈસ્ટ આફ્રિકાના ઘણા દેશમાં એવા વડીલો રહે છે, જેમના પુત્ર-પુત્રીઓ અમેરિકા, યુરોપમાં વેલસેટલ્ડ હોવા છતા તેઓને આફ્રિકામાં રહેવું છે. divyabhaskar.com આફ્રિકાની આવી જ કેટલીક રોચક વાતો જણાવી રહ્યું છે, જેના કારણે મોટાભાગના ગુજરાતીને...
  February 25, 03:28 PM
 • 12 હજાર કરોડનો આ ગુજરાતી માલિક વિશ્વના 35% સોનાને કરે છે પ્રોસેસિંગ
  અમદાવાદઃ ટાટા, બિરલા અને અંબાણી જેવા દિગ્ગજ બિઝનેસ પરિવારની સફળતાની સ્ટોરી તમે સાંભળી હશે, પરંતુ 2016માં વિશ્વની ટોપ 500 કંપનીઓની ફોર્ચ્યુન લિસ્ટમાં જગ્યા બનાવનાર રાજેશ મહેતાની રાજેશ એક્સપોર્ટ્સ વિશે કદાચ જ સાંભળ્યું કે વાંચ્યું હશે. રાજેશ એક્સપોર્ટ્સ વિશ્વમાં થતા સોનાના કુલ ઉત્પાદનનું 35 ટકા પ્રોસેસિંગ કરે છે. વાર્ષિક 2400 ટનથી વધારે કિંમતી ધાતુઓ રિફાઈન કરવાની ક્ષમતા સાથે Rel વિશ્વની સૌથી મોટી ગોલ્ડ રિફાઈનરી છે. Relની Valcambi નામે એક રિફાઈનરી સ્વિટ્ઝરલેન્ડમાં જેની ક્ષમતા 2000 ટન અને એક રિફાઈનરી...
  February 25, 10:08 AM
 • વિદેશને ટક્કર આપે છે અ’વાદની આ 10 બિલ્ડીંગ્સ,આંખોને આંજી દેતો આકર્ષક Look
  અમદાવાદ: વિદેશની જેમ આજના સમયમાં અમદાવાદમાં પણ ગગનચુંબી અને આકર્ષક ઈમારતો જોવા મળે છે. સમયની સાથે નવી નવી ટેકનોલોજી દ્વારા આજે બિલ્ડીંગ્સ અને મકાનોના દેખાવમાં ફેરફાર જોવા મળે છે. અમદાવાદમાં આકાર પામેલી અને આકાર પામી રહેલી ઘણી હાઈરાઈઝ બિલ્ડીંગ્સ આકર્ષક દેખાવના કારણે અન્ય સામાન્ય બિલ્ડીંગ્સ કરતા અલગ તરી આવે છે. divyabhaskar.com અમદાવાદની આવી જ 10 કોમર્શિયલ બિલ્ડીંગ વિશે જણાવી રહ્યું છે, જે તેમના લૂક અને ખાસિયતના કારણે અલગ તરી આવે છે. આગળ વાંચો અમદાવાદની અફલાતુન બિલ્ડીંગ્સ વિશે.....
  February 18, 10:04 AM
 • આ ગુજરાતીએ વિદેશમાં ફેલાવ્યો કચ્છી દાબેલીનો સ્વાદ, નાઈરોબીના મોલમાં શરૂ કરી શોપ
  અમદાવાદ: કચ્છી દાબેલી આજે તો ગુજરાતમાં લગભગ દરેક જગ્યાએ મળી રહે છે. કચ્છમાં ડબલરોટીના નામે ઓળખાતા આ ફાસ્ટફૂડનો સ્વાદ કચ્છી ભરત ગોરે દેશના સીમાડા પાર કરાવી આફ્રિકા સુધી પહોંચાડ્યો છે. છેલ્લા 40 વર્ષથી કચ્છના નારણપરમાં દાબેલી બિઝનેસ સાથે સંકળાયેલો નવીન ગોરનો પરિવાર સારી નામના ધરાવે છે. કચ્છ બહાર વિદેશમાં વસતા લોકોના આગ્રહથી પરિવારના નાના પુત્ર ભરતભાઈ ગોરે નાઈરોબીના એક મોલમાં દાબેલીની શોપ શરૂ કરી. જોકે નાઈરોબીમાં કચ્છી પટેલ સહિતના લોકો વધારે હોવાથી પહેલા દિવસથી જ ભરત ગોરની દાબેલી માટે...
  February 15, 07:12 PM
 • લેડી સિંગર ન આવતા મળ્યો’તો ગાવાનો ચાન્સ, આજે 1.25 લાખ ફી લે છે ઉવર્શી
  અમદાવાદ: ભજન સહિતના કાર્યક્રમ ક્ષેત્રે આજે અનેક ગાયક કલાકારો દેશ-વિદેશમાં નામના ધરાવે છે. તેમાંનુ એક નામ છે ઉવર્શી રાદડીયા. મૂળ કાઠીયાવાડના અમરેલી જિલ્લાના નાનકડા ગામની ઉવર્શીએ પાંચ વર્ષની ઉંમરથી સંગીત ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. દાદા અને માતા-પિતાને ગરબા-લગ્નગીતના કાર્યક્રમમાં ગાતા જોઈ મોટી થયેલી ઉવર્શીએ પહેલો ચાન્સ મળ્યા બાદ પાછળ વળીને જોયું નથી. નાની ઉંમરે સંગીત ક્ષેત્રે સંઘર્ષ અને મુશ્કેલીનો સામનો કરી આગળ આવેલી ઉવર્શીએ 50 રૂપિયાની ફી દ્વારા ગરબાના કાર્યક્રમથી શરૂઆત કરી હતી. જો...
  February 15, 04:53 PM
 • આ ગુજરાતી બનાવે છે રૂપિયા 2200નું એક પાન, પ્લેન દ્વારા કરે છે ડિલિવરી
  અમદાવાદ: ગુજરાતમાં ભોજન બાદ મીઠા પાન ખાવાના શોખીનોની સંખ્યા વધારે છે. પણ જો તમને કહેવામાં આવે કે રૂપિયા 2200નું એક પાન મળે છે, તો ભલભલાની આંખો ચાર થઈ જાય. ડોન ફિલ્મમાં અમિતાભ બચ્ચનને પાન ખાતા જોયા હશે, પણ કદાચ એ પાન પણ 2200 રૂપિયાનું નહીં હોય. કચ્છના ગાંધીધામમાં આવેલી એક પાન શોપ દ્વારા સોનાના વરખ અને કેસરયુક્ત 2200 રૂપિયાનું મીઠું પાન બનાવવામાં આવે છે. divyabhaskar.com સાથેની વાતચીતમાં પાન શોપના માલિક અમિત ભાનુશાળીએ પોતે અલગ અલગ 86 જેટલી ફ્લેવરના પાન તૈયાર કરતા હોવાનું જણાવ્યું હતું. એટલુ જ નહીં તેઓ મુંબઈ,...
  February 15, 11:58 AM
 • લારીમા કરી હતી આમલેટ બનાવવાની શરૂઆત, આજે દુબઈ અમેરિકામાં ફેલાવ્યો બિઝનેસ
  અમદાવાદ: ગુજરાતમાં વેજીટેરીયન લોકોની સંખ્યા વધારે છે, જો કે તેની સામે ઈંડાને પણ લોકો ખોરાક તરીકે વધારે લે છે. સાંજે પાંચ વાગ્યા બાદથી રાતના 11 વાગ્યા સુધી લારીઓમાં ઈંડામાંથી આમલેટ સહિતની વસ્તુ ખાવા માટે મોટી ભીડ જોવા મળે છે. પણ વડોદરા શહેરમાં એક સમયે લારીમાં આમલેટ બનાવવાની શરૂઆત કરનાર રાજુભાઈ રાણાની રાજુ આમલેટનો સ્વાદ આજે દેશના સીમાડા વટાવીને દુબઈ અને અમેરિકા સુધી પહોંચ્યો છે. વર્ષ 1984માં મજૂરી કરતા રાજુભાઈએ વડોદરામાં આમલેટની લારી શરૂ હતી. પોતાની જાતે મસાલા તૈયાર કરીને ઈંડામાંથી માત્ર...
  February 13, 06:38 PM
 • મ્યુઝિક શિક્ષક તરીકે નોકરી કરતા હતા કીર્તિદાન ગઢવી, અધવચ્ચે છોડી’તી કોલેજ
  અમદાવાદ: ગુજરાતના ફોક સંગીતને વિશ્વ સાંભળે તેવા સપના સાથે સંગીતની દુનિયામાં આગળ વધી રહેલા કીર્તિદાન ગઢવીનુ નામ આજે ગુજરાત સહિત દેશ-વિદેશમાં ગુંજે છે. લોકસંગીત અને ડાયરાના કાર્યક્રમોમાં પોતાના મધુર કંઠ દ્વારા લાખો લોકોના હ્યદયમાં સ્થાન ધરાવતા કીર્તિદાન ગઢવીએ divyabhaskar.com સાથે પોતાની સંગીત ક્ષેત્રમાં પાપા પગલીથી આજ સુધીની સફર વિશે વાત કરી હતી. લાડકી ગીતથી વિશ્વભરમાં જાણીતા બનેલા કીર્તિદાનને સંગીત વારસામાં જ મળ્યું છે. પિતા સમર્થનદાન ગઢવી ગામ-તાલુકામાં ભજન અને ગરબાના કાર્યક્રમ આપતા...
  February 13, 05:46 PM
 • 4 લાખની શરૂ કરી હતી કંપની, આજે ભારતના 100 ધનિકોમાં સ્થાન ધરાવે છે આ ગુજરાતી
  અમદાવાદ: IPL(ઈન્ડિયન પ્રીમિયર લીગ)થી આજે લગભગ કોઈ અજાણ નથી, તેમ ફોસ્ફરસ તેમજ એગ્રોકેમિકલ્સ બનાવતી કંપની UPL(યુનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડ)થી ભારત સહિત દુનિયાના 124 જેટલા દેશો અજાણ નથી. વર્ષ 1930ની મંદી બાદ મુંબઈના નાના ભેંસના તબેલામાં કેમિકલ ફેક્ટરી ચલાવતા મૂળ ગુજરાતી શ્રોફ પરિવારના રજ્જુભાઈએ માત્ર ચાર લાખ રૂપિયાથી વાપીમાં 1970માં માચીસની કાંડીમાં ઉપયોગમાં લેવાતું રેડ ફોસ્ફરસ બનાવવાની શરૂઆત કરી હતી. રજ્જુભાઈએ વાપીમાં ચાર લાખથી શરૂ કરેલી યુનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડ(UPL) દ્વારા ભલભલી વિદેશી ફોસ્ફરસ...
  February 11, 05:36 PM
 • દુબઈમાં મામૂલી પગારથી કરતા હતા નોકરી, આજે છે ફેરારી-રોલ્સરોય જેવી કાર્સનો ઢગલો
  દુબઈ: વિશ્વભરમાં ઘણા એવા ગુજરાતી લોકો છે, જેની સિદ્ધિથી અન્ય લોકો વાકેફ નથી. આવા જ એક જ ગુજરાતી એટલે રિઝવાન સાજન. ગુજરાતી મૂળના રિઝવાનનો પરિવાર રોજી-રોટી માટે કુવૈત ગયો હતો. જ્યાં થોડું ઘણું ભેગું કરેલું ગલ્ફ વોરમાં ગુમાવ્યું. પણ હિંમત હારે એનું નામ ગુજરાતી નહીં. આંખોમાં ફરી નવા સપના સાથે પકડી દુબઈની વાટ. અહીં મહેનત અને ખંતથી નવી ઉંચાઈઓ હાંસલ કરી. આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે. આજે તેમની કંપની દુબઈનું પહેલા નંબરની બિલ્ડિંગ મટિરિયલ્સ સપ્લાય કરતી કંપની છે. તેમના Danube ગ્રુપે રિઅલ...
  February 11, 05:04 PM
 • અમદાવાદનું ડ્રાઈવ-ઈન ધરાવે છે એશિયાની સૌથી મોટી ઓપન એર સિનેમા સ્ક્રીન
  અમદાવાદ: આજે ટેકનોલોજીની સાથે સાથે લોકો પણ આધુનિક બનતા જાય છે. નોકરી-બિઝનેસમાંથી વિકેન્ડમા મળેલી નવરાશની પળો લોકો પરિવાર સાથે સિનેમા-મોલ કે નજીકના ફેવરીટ ડેસ્ટિનેશન પર પસાર કરતા હોય છે. વર્ષો બાદ આજે પણ સિનેમાનો ક્રેઝ ઓછો થયો નથી. અમદાવાદમાં 1973માં શરૂ થયેલું ઓપન એર સનસેટ ડ્રાઈવ ઈન આજે પણ ભારતભરમાં જાણીતુ છે. નજીવા ટિકિટ દરે ઓપન એર સાથે ફિલ્મનો આનંદ માણવા વિકેન્ડના દિવસોમાં અહીં લોકોનો ભારે ધસારો રહે છે. જો કે અમદાવાદમાં આવેલું ઓપન એર ડ્રાઈવ-ઈન સિનેમા ભારતનું એકમાત્ર રેગ્યુલર ફિલ્મ-શો...
  February 11, 04:32 PM
 • આ ગુજરાતીને સાંભળીને રડી પડે છે ભલભલા લોકો, જાણો કોણ છે અશ્વિન જોશી
  અમદાવાદ: મા-બાપને ભુલશો નહીં આ શીર્ષક હેઠળ કાર્યક્રમ અને કુંટુબકથા કરતા મૂળ જૂનાગઢના વતની અશ્વિનભાઈ જોશીનું નામ આજે અજાણ્યુ નથી. અશ્વિન જોશીના કંઠેથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા-પિતા રજૂ થયેલી કથનીથી ભલભલા શ્રોતાઓની આંખમાં આંસુ આવી જાય છે. સમાજમાં માતા-પિતાનું મહત્વ અને દીકરી-પરિવારની ફરજો અંગે વાત કરતા અશ્વિન જોશીએ સમાજ ઉપયોગી અનેક કાર્યક્રમ અને કથાની રચના કરી છે. ગુજરાતના જૂનાગઢમાં ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અશ્વિન જોશીએ મા-બાપના મહત્વ અંગેના વિદેશમાં પણ અનેક કાર્યક્રમો...
  February 10, 06:27 PM
 • ગુજરાતી યુવતીએ અપાવ્યું ભારતને ગૌરવ, NASAના એસ્ટ્રોનોટ તરીકે થઈ પસંદગી
  એનઆરજીડેસ્કઃ આલ્બર્ટા રાઈઝિંગ સ્ટારનું બિરૂદ મેળવેલી મૂળ ગુજરાતના ઉનાની યુવતી ડો. સાના પંડ્યાએ કેનેડામાં એવું કામ કરી બતાવ્યું છે જેને જાણીને સહુ કોઈ ગુજરાતીઓને ગૌરવ અનુભવાય. જન્મથી કેનેડિયન નાગરિકત્વ ધરાવતી ગુજરાતી યુવતીનું નાસાના Space travelની તાલીમ એટલે કે એસ્ટ્રોનોટ તરીકે પસંદગી કરવામાં આવી છે. કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ બાદ ભારતીય મૂળની ત્રીજી મહિલા સ્પેસની ઉડાન ભરશે. સોશિયલ કામ અર્થે અમદાવાદ આવેલી ડો. સાના પંડ્યાનું છારિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું...
  February 10, 10:32 AM
 • અમેરિકામાં ચલાવતા હતા લિમોઝીન કેબ, આજે આ ગુજરાતી છે મીડિયા ટાયકૂન
  અમદાવાદ: શૂન્યમાંથી મોટું સર્જન કરવામાં ગુજરાતી લોકો માહેર છે. તે પછી ભારત હોય કે વિદેશ, પણ ગુજરાતીઓ પોતાના આપબળે આગળ આવે છે. ગુજરાતના એવા જ એક વ્યક્તિ આજે અમેરિકામાં મીડિયા ટાયકૂન તરીકે જાણીતા છે. એટલુ જ નહીં અમેરિકાના રાજકીય લેવલે પણ તેઓ સારી ઓળખ ધરાવતા હસમુખ શાહે ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત બનાવવા તેમણે મહત્વનો ફાળો આપ્યો છે. ગુજરાતના વડોદરા પાસેના બહાદરપુર ગામમાં ગરીબ પરિવારમાં જન્મેલા હસમુખ શાહે અમેરિકામાં અભુતપૂર્વ સફળતા મેળવી છે. ખોટ કરતી કંપનીઓને નફા તરફ વાળવામાં માહેર...
  February 9, 03:16 PM
 • ભવ્યતાનો અહેસાસ કરાવે છે આ બંગલો, આધુનિકતા સાથે આપ્યો છે નેચરલ ટચ
  અમદાવાદ: સુરત, અમદાવાદ જેવા મોટા શહેરોમાં ઘણા હાઈ-ફાઈ અને લક્ઝુરિયસ બંગલાઓ જોવા મળે છે. પણ સુરતના દંપતી આર્કિટેક્ટ દ્વારા તૈયાર કરાયેલો સેલવાસનો એક બંગલો આધુનિકતા સાથે કુદરતી ટચનો અહેસાસ કરાવે છે. સુરતના આર્કિટેક્ટ વિજય ચૌહાણ અને તેમના પત્ની આર્કિટેક્ટ વૈશાલી વિજય ચૌહાણે વર્ષ 2015 ડિઝાઈન કરેલા સુરતના બિઝનેસમેનના 9750 સ્ક્વેર ફૂટના આ બંગલાને સેલવાસની ભેજવાળી આબોહવા ચાર ચાંદ લગાવે છે. સેલવાસની લીલીછમ હરિયાળી વચ્ચે પથરાયેલા આ બંગલામાં આધુનિક સુવિધાઓ સાથે તમામ વસ્તુ ડિઝાઈન કરવામાં આવી...
  February 9, 02:13 PM
 • પતિની યાદમાં 5 ફૂટ લાંબા વાળ કપાવશે પટેલ પરણિતા, જાણો શા માટે?
  એનઆરજીડેસ્કઃ સામાન્ય રીતે ગુજરાતીઓ અન્યની મદદ કરવા માટે આગળ આવતા હોય છે, વિદેશોમાં વસતા ગુજરાતીઓ પણ પોતાનો આ સ્વભાવ જાળવી રાખે છે. આજે અમે વાત કરી રહ્યા છીએ એવી મહિલાની જેણે છેલ્લા 25 વર્ષથી પોતાના વાળ કપાવ્યા નથી. આ મહિલા એવા બાળકોને મદદ કરવા જઈ રહી છે જેણે કેન્સર જેવા રોગોના કારણે પોતાના પરિવારજનોને ગુમાવી દીધા હોય. મહિલાએ પણ પોતાના હસબન્ડને કેન્સરના કારણે ગુમાવી દીધા છે જેથી તેમની યાદમાં મહિલા તેના વાળ દાનમાં આપવાનું નક્કી કર્યું છે. કેટલા લાંબા છે મીનાનાં વાળ? ઈંગ્લેન્ડના ડિસમાં...
  February 7, 03:46 PM
 • ગુજરાતીએ Nikeને આપી ટક્કર, 47 હજારની સામે બનાવ્યા સસ્તા સેલ્ફ લેસિંગ શૂઝ
  એનઆરજીડેસ્કઃ ફિલ્મોમાં આપણે ઘણી વખત રોબોટ, ઉડતી કારો વગેરે જેવી ઘટનાઓ જોઈ છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. પરંતુ ક્યારેક તમારી આપે એવી કોઈ વસ્તું આવી જાય જે તમે સપનામાં પણ ન વિચાર્યું હોય, બસ કંઈક આવી જ શોધ કરી છે ન્યુઝિલેન્ડના ગુજરાતીએ. ગત વર્ષે સ્પોર્ટ્સ વિયર બ્રાન્ડ નાઈકે સેલ્ફ-લેસિંગ શૂઝ લોન્ચ કર્યા હતા. જેની કિંમત 700 ડોલર(47000 હજાર રૂપિયા) રાખવામાં આવી હતી. પણ નાઈક જેવી બ્રાન્ડને ટક્કર આપવા માટે ગુજરાતીએ એવી શોધ કરી છે જે કદાચ આપણે સપનામાં પણ ન વિચારી હોય. શા માટે બનાવ્યા સેલ્ફ...
  February 7, 03:08 PM
 • TVથી લઈને બાર: અ’વાદની આ Limoની રાઈડ માટે સેલિબ્રિટી પણ હોય છે તલપાપડ
  અમદાવાદ: આજના સમયમાં લોકો લક્ઝુરિયસ કાર્સ અને હેલિકોપ્ટર રાઈડ માટે હજારો રૂપિયા ખર્ચ કરી દેતા હોય છે. અમદાવાદમાં આમ તો લક્ઝુરિયસ કારની લાઈન લાગે છે, પણ લગ્ન પ્રસંગ, જોય રાઈડ માટે કાર્સ બહુ ઓછી મળતી હોય છે. અમદાવાદના પ્રસાદ પટેલ પોતાની ફર્મ Limonaiya દ્વારા Limousine સહિતની લક્ઝુરિયસ કાર્સ હાયર કરી આપે છે. અમદાવાદમા આવતા બોલિવૂડ સેલિબ્રિટિ સહિતના જાણીતા લોકો અહીંની 27 ફૂટ લાંબી ટીવીથી માંડીને મિનીબાર ધરાવતી આ લિમોઝીનની રાઈડ માટે તલપાપડ થતા હોય છે. અમદાવાદના પ્રસાદ પટેલ હેલિકોપ્ટર, ચોપર તેમજ Limousine અને...
  February 6, 10:08 PM
 • હેલિકોપ્ટર અન મર્સિડિઝમાં વરરાજાએ મારી એન્ટ્રી, લગ્નનો Royal નજારો જોવા ઉમટ્યા લોકો
  અમદાવાદ: ગુજરાતી લોકો પોતાનો લગ્નપ્રસંગ યાદગાર બની રહે તે માટે અન્ય કરતા કંઈને કંઈ નવુ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. આજના સમયમાં ગામડામાં રહેતા લોકોનું જીવનધોરણ પણ ઊંચુ આવ્યું છે. ગયા વર્ષે એટલે કે ફેબ્રુઆરી-2016માં સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા કોળી સમાજના એક પરિવારના ઝાકમઝોળ લગ્નપ્રસંગની ચર્ચા ગુજરાતભરમાં થઈ હતી. મૂળ વઢવાણના ઝાંપોદર ગામના અને સુરતમાં રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા અગ્રણી ગોવિંદભાઈ સાપરાએ પોતાના પુત્ર વિપુલના લગ્નને લઈને અનરો ઉત્સાહ હતો....
  February 6, 04:43 PM
 • 15 રૂપિયાના દૈનિક પગારે મજૂરી-કડિયાકામ કરતા હતા જોક્સ ‘કિંગ’ ધીરૂભાઈ
  અમદાવાદ: કલાકાર એટલો મોંઘો ન હોવો જોઈએ કે લોકો તેને બોલાવી ન શકે, અને કલાકાર એટલો સસ્તો પણ ન હોવો જોઈએ કે લોકો તેને નચાવી શકે આ વાક્ય સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ડાયરા અને હાસ્યરસના રસિકો માટે કદાચ નવુ નહીં હોય. તળપદી-કાઠીયાવાડી ભાષાના હાસ્ય કલાકાર તરીકેની આગવી ઓળખ ધરાવતા ધીરૂભાઈ સરવૈયા પોતાના કાર્યક્રમમાં અવાર-નવાર આ વાક્ય બોલતા હોય છે. પોતાના પિતા અને મોટાભાઈને નાનપણથી ભજન-દુહા-છંદ ગાતા જોઈને મોટા થયેલા ધીરૂભાઈ આજે હાસ્ય કલાકાર તરીકે આગળ પડતુ નામ ધરાવે છે. રાજકોટ નજીકના લોધીકા તાલુકાના...
  February 6, 12:59 PM