Home >> Gujarat >> Gujarat Ni Gupshup
 • જાણો એક શેર બ્રોકર કેવી રીતે બન્યા વર્તમાન રાજકારણનો ‘ચાણક્ય’
  અમદાવાદ:ભારતના ઇતિહાસમાં રણનીતિકારોમાં ચાણક્યનું નામ સૌથી ઉપર લેવામાં આવે છે. ચાણક્યને વિશે જાણતા હશો કે જેમણે નંદવંશનો ખાત્મો બોલાવી ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવ્યા હતા. અને ત્યારબાદ કુશળ રણનીતિકારોમાં કોઇનું નામ લેવામાં આવે તો સરદાર પટેલનું છે, જેમની આગવી સૂઝબૂઝના કારણે પાંચસોથી વધુ સ્વ-શાસીપ્રાંત ભારતમાં વિલીન થયા ને વિલય-સંધીઓની એવી રક્તહીન કાર્યવાહી વૈશ્વિક ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે. જો કે, સરદાર પટેલ આઝાદ ભારત કે આધુનિક ભારતના ચાણક્ય બની ન શક્યા, કેમ કે આઝાદીના ત્રીજા...
  01:52 AM
 • ગુજરાતના આ ગામમાં થતી હતી મોરના ટહુકાથી સવાર, હવે બન્યું મોર વિહોણું
  અમદાવાદ: એક સમયે મોરના ગામ તરીકે ઓળખાતુ ભરૂચ જિલ્લાનું એક ગામ જે આજે બન્યું છે મોર વિહોણું. આ ગામમાં મોર પરિવારના સભ્ય ગણાતા હતા તે ગામના લોકોએ હવે મોરને શોધવા ખેતરો અને વનવગડામાં જવું પડી રહ્યું છે. આ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું સેંગપુર ગામ જે આજથી થોડા સમય પૂર્વે મોરના ગામ તરીકે ઓળખાતુ હતું. મન મોર બની થનગટ કરે... આ પંક્તિ અને ગીત સાંભળીને લોકો અનેકવાર ઝૂમી ઉઠે છે પરંતુ કયારેય નજર સમક્ષ એકસાથે 1500 મોર થનગનાટ કરતા જોવા મળે તેવી કલ્પના ક્યારે નહી કરી હોય. આ પ્રકારનો નજારો માણવા લોકો...
  October 21, 11:31 PM
 • અમિત શાહને નહીં જોયા હોય ક્યારેય આ મુડમાં, ભાજપ અધ્યક્ષની અનોખી તસવીરો
  અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રિય અઘ્યક્ષ અમિત શાહ પક્ષ સંગઠન અને સંચાલન સંભાળી રહ્યા છે. નરેન્દ્ર મોદીના ખાસ ગણતા અમિત શાહે રાજકીય રીતે પક્ષને સશક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે 22 ઓક્ટોબરના રોજ અમિત શાહનો જન્મદિવસ છે. આ પ્રસંગે તેમના ટિ્વટર, વેબસાઇટ તથા બ્લોગ પર શુભેચ્છાઓ મળી રહેશે. દેશભરમાં પ્રચાર ઝુંબેશ અને સામાજિક કાર્યક્રમ અંતર્ગત અમિત શાહે લાંબી સફર ખેડી છે. ત્યારે તેમના એવા કેટલાક ફોટોગ્રાફ જે તમે ભાગ્યે જ જોયા હશે. દેશના જ કેટલાક કાર્યક્રમ દરમિયાન તેમની હાજરીની એવી દુર્લભ...
  October 21, 11:24 PM
 • કચ્છથી કાઠિયાવાડના રાજ-રજવાડાની શાન, ક્યાં કેવો હતો પાઘડીનો પહેરવેશ
  અમદાવાદ:પાઘડી દરેક સમાજ માટે એક અનેરૂ મહત્વ ધરાવે છે. પાધડી એ માન મોભાનું પ્રતિક ગણવામાં આવે છે. ભારતમાં આજેપણ અનેક સમાજોમાં પાઘડી પહેરવાની પ્રથા જળવાઇ રહી છે. એક સમયે પાઘડી પરથી જે તે પ્રદેશની ઓળખ થતી હતી. પાઘડી માટે એક કહેવત છે કે,પઘડી બેચ કે ઘી મત ખૈયો એટલે કે પરિવાર કે કુળની માન-મર્યાદાનો સોદો કરીને જાહોજલાલી મેળવવાની કોશિશ ન કરવી જોઇએ. ગુજરાત રાજ્યમાં પણ પાઘડી પહેરવાની પરંપરા ઘણી જ પ્રચલિત અને સામાજિક મોભા પ્રમાણેની હતી. વર્તમાન સમયમાં પણ અહીંના ભાતિગળ મેળાઓમાં, લગ્ન તેમજ નવરાત્રી...
  October 21, 02:12 AM
 • દમણના SDPOની મુંબઇની હોટલમાંથી ધરપકડ કરાઈ કરવામાં આવી
  દમણ: દમણ પોલીસ વિભાગના ઉચ્ચ દાનીકસ અધિકારી એવા એસડીપીઓ આશીષ આનન સામે ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલે નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ એસડીપીઓ ફરાર હતા. આજે દમણ પોલીસને મળેલી બાતમી અનુસાર મુંબઇની એક હોટલમાં છાપો મારીને એસડીપીઓ આશીષ આનનની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે ફરિયાદમાં સંડોવાયેલી એક મહિલા જેનું નામ લખવામાં આવ્યું છે તેની પણ ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. પોલીસે ફરિયાદના આધારે મહિલાની પણ ધરપકડ કરી પર્યટક સાથે પોલીસે કરેલા દુર્વ્યવહાર અને અત્યાચાર જેમાં એક મહિલાનો...
  October 20, 02:04 AM
 • ગુજરાતનો અનોખો નજારો, આ સનસેટ પોઇન્ટસ જોઇને થઇ જશો મંત્રમુગ્ધ
  અમદાવાદઃ માઉન્ટ આબુમાં સનસેટ જોવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટતી હોય છે જ્યારે ગોવા બીચના સનસેટનો નજારો અનેકવાર ફિલ્મોમાં જોવા મળતો હોય છે. પરંતુ, ગુજરાતમાં પણ એવા બેસ્ટ સનસેટ પોઇન્ટસ છે જે અન્ય લોકેશનને ટક્કર મારે એમ છે. આમ તો તમે કોઇ જગ્યા, હાઇવે, બીચ કે રેલ યાત્રા દરમિયાન સનસેટના રંગોને કેમેરામાં કેપ્ચર કર્યા જ હશે પણ આ તસવીર કોઇ પરદેશના લોકેશનની નહી પણ ગુજરાતમાં જ દરિયા કિનારાની આસપાસ આવેલા શહેરમાં દેખાતા સનસેટની છે. જેમાં દરેક જગ્યાએથી સનસેટનો નજારો કંઇક અલગ જ જોવા મળી રહ્યો છે.  ...
  October 18, 11:15 PM
 • આ ગરમ પાણીના કુંડનું રહસ્ય અકબંધ, ન્હાવાથી ચર્મરોગ દુર થવાની માન્યતા
  અમદાવાદ:ગુજરાતનું એક એવું ગામ જ્યાં ભગવાન રામ અને લક્ષ્મણનું એકમાત્ર મંદિર આવેલું છે જેમાં માતા સીતાની મુર્તિ નથી. આ ગામમાં એવું કહેવાય છે કે જ્યારે પંચવટીમાં માતા સીતાના હરણ બાદ જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ માતા સીતાની શોધમાં નીકળ્યા હતા ત્યારે ભગવાન રામ એને લક્ષ્મણ અહીં આવ્યા હતા. તે સમયે સર્ભાવ ઋષિએ કોઢના રોગથી પીડાતા હતા અને ભગવાન રામે સર્ભાવ ઋષિને આ રોગમાંથી મુક્ત કર્યા હતા અને ત્યારબાદ સર્ભાવ ઋષિએ અહીં ભગવાન રામ અને લક્ષ્મણજીના મંદિરની સ્થાપના કરી હતી. ગુજરાતના ખેડા જિલ્લાના...
  October 17, 09:35 PM
 • કરોડોના ખર્ચે ગુજરાતના દરિયાકિનારે બની રહી છે ચોપાટી, હશે ‘હાઈક્લાસ’ સુવિધા
  વેરાવળ: છેલ્લા ઘણા વર્ષોથી વેરાવળના રમણીય અને વિશાળ દરીયા કિનારા પર ચોપાટી બને તેવી માગ વેરાવળવાસીઓ દ્વારા ઉઠી રહી હતી. ત્યારે હવે ગીર સોમનાથ જિલ્લો કાર્યરત થતા રાજ્ય સરકાર અને ટુરીઝમ વિભાગ દ્વારા વેરાવળના 3 કિલોમીટર જેટલા દરિયા કિનારા પર તમામ સુવિધા સાથે કરોડો રૂપિયાના ખર્ચે ચોપાટી બીચના નિર્માણનું પ્રથમ તબક્કાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. વેરાવળના દરિયા કિનારે નિર્માણ પામી રહેલો આ ચોપાટી બીચ રાજ્યની સૌથી મોટી ચોપાટી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રશાસન દ્વારા ચોપાટીનો...
  October 17, 08:00 PM
 • ગુજરાતમાં અહીં આવેલું છે પક્ષીઓનું 48 માળનું ‘એપાર્ટમેન્ટ’, રૂ 4.50 લાખનો થયો ખર્ચે
  પાટણ: પાટણના બાલિસણાથી સંડેર ગામ જવાના રોડ પર મસેશ્વર મહાદેવના મંદિર પાસે બાલિસણા ગામના જીવદયાપ્રેમી રમેશભાઇ પટેલે નિર્મિત કરાવેલું છ માળનું ટાવર આકારનું પક્ષીઘર નજરાણું બની રહ્યું છે. તેઓ કહે છે, જીવદયામાં આનંદ મળે છે. મોરબીના રામ કબૂતર સેવા ટ્રસ્ટમાંથી પક્ષી વસાવવાના સિમેન્ટના ખાતા (ઘર) લાવીને બાલિસણામાં રૂ.3.34 લાખના ખર્ચે અને ત્યાર પછી સંડેર ખાતે પક્ષીઘર બનાવ્યું છે. પક્ષીઓને વરસાદ, તડકો કે કોઇ જાનવરથી તકલીફ ના થાય તે રીતે પાકું બાંધકામ કરીને બનાવાયું છે. પાટણના સંડેરમાં મસેશ્વર...
  October 17, 01:45 PM
 • દક્ષિણ ગુજરાતનાં 7 સ્થળ: યાદગાર બની રહેશે અહીંની એક મુલાકાત
  અમદાવાદ: ગુજરાતમાં એવા ઘણા ટુરીસ્ટ પ્લેસ છે, જે દેશ-વિદેશના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા શોર્ટ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા સ્થળો પ્રવાસીઓ અનેક વાર મુલાકાત લેતા હશે. પણ ગુજરાતમાં એવા પણ કેટલાક સ્થળો છે જે ખૂબ ઓછા પ્રચલિત છે,પણ આ સ્થળોની એક મુલાકાત યાદગારી સંભારણું બની રહે તેમ છે. દક્ષિણ ગુજરાતના સાપુતારા, વિલ્સન હિલ જેવા સ્થળો ખૂબ પ્રચલિત છે, પણ અહીં કેટલાક એવા સ્થળો છે જે કુદરતી સૌદર્યનો ખજાનો છે. આ સ્થળો એક મુલાકાત યાદગાર પ્રસંગ બની રહેશે. વઘઈ, સાપુતારા...
  October 16, 03:33 PM
 • World Anaesthesia Day: અમેરિકન તબિબના ભેજાની અસામાન્ય શોધ
  વલસાડ: જ્યારે ડોક્ટરો કોઇ પણ ઓપરેશન કરે છે ત્યારે આ ઓપરેશન એનેસ્થેટિક ડોક્ટરની હાજરી સિવાય થતું નથી. એનેસ્થેટિક ડોક્ટરો જ દર્દીને બેહોશ કરવાનું કાર્ય કરે છે. ઓપરેશન કોઇ પણ હોય, તેમનો રોલ ખુબ મહત્વનો રહેતો હોય છે. જેની જાણકારી સામાન્ય રીતે ઘણા લોકોને રહેતી નથી. 16 ઓક્ટોબરે સમગ્ર વિશ્વમાં એનેસ્થેટિક દિવસની ઉજવણી થતી હોય છે. આ વર્ષે વલસાડમાં પણ તેની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડના ડોક્ટરો દ્વારા તીથલ બીચ પર થશે એનેસ્થેટિક દિવસની ઉજવણી વલસાડ શહેરમાં 25 જેટલા એનેસ્થેટિક...
  October 16, 03:31 AM
 • 3195 વર્ષ પૂર્વે: જ્યારે શરદ પૂનમની કાળ રાત્રિએ લોથલનો વિનાશ થયો
  ભાવનગર: આજથી બરાબર 3190 વર્ષ પહેલા શરદ પૂનમની રાત્રિએ સૌરાષ્ટ્રના પૂર્વ દિશાના સમુદ્રતટેથી એક અગત્યનું બંદરિય નગર લોથલનો વિનાશ થઇ જતા આ વેપાર ક્ષેત્રે અગત્યનું શહેર ઇતિહાસ બની ગયું હતુ અને સૌરાષ્ટ્રના સાગર તટે સંસ્કૃતિ પાંગરેલી તેનો અણધાર્યો અસ્ત થયો હતો.ભારતના અગ્રણી પુરાતત્વ શાસ્ત્રી એસ.આર. રાવના સંશોધન પ્રમાણે લોણલનો વિનાશ ઇ.સ.પૂર્વે 1200થી 1300 વર્ષ દરમિયાન થયો હતો. ધોધમાર વરસાદ અને સમુદ્ર જળના અતિક્રમણના કારણે બંદરીય નગર લોથલસંપૂર્ણ વિનાશ થયો જ્યારે વલ્લભ સંપ્રદાયના ગ્રંથ યુગ...
  October 15, 12:07 AM
 • નવરાત્રિ Recall: શરદ પુનમ પુર્વે ગરબાના રમઝટની 'રંગીન' તસવીરો
  મહેસાણા: વરસાદના વિધ્ન સાથે ઉ.ગુજરાતમાં નવરાત્રીની રંગેચંગે ઉજવણી થઇ હતી. જોકે નવરાત્રિના અંતિમ ચરણમાં વરસાદ વગર ખરી રંગત જામી હતી. ત્યારે યુવક-યુવતીઓ મોડી રાત સુધી ગરબે ઘૂમવાનો આનંદ માણી રહ્યા હતા. મહેસાણા સહિત ઉ.ગુજરાતમાં નોરતામાં જાણે રાત ટૂંકી પડી હોય એમ હૈયાઓ ગરબામાં હિલોળે ચઢ્યા હતાં. ખેલૈયાઓ ગુજરાતી ગરબાની સાથે બોલિવૂડ બિટ્સ પર ગરબે ઘૂમ્યા હતાં. યુવાહૈયાઓથી પાર્ટી પ્લોટ-મેદાન છલોછલ થઈ ગયા હતાં. ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબામાં જોડાઈ રંગત જમવી રહ્યા છે. તો બાળખો અવનવા...
  October 15, 12:03 AM
 • ગુજરાતનુ આ ગામ LED લાઇટથી ઝળહળ્યું, ઘરે ઘરે છે પીવાના પાણીની સુવિધા
  દાહોદ: ગરબાડા તાલુકાનું ચાંદાવાડા ગામ વિકાસની કેડીએ સડસડાટ આગળ વધી રહ્યું છે. ગામમાં આરસીસી રસ્તા તો છ, સાથે પીવાના પાણીની ઘર આંગણે જ સુવિધા હોવા સાથે આખુ આ ગામ એલઇડી લાઇટથી ઝળહળી રહ્યું છે. ગરબાડા તાલુકામાં આવેલા ચાંદાવાડા ગામની વસ્તિ 4500ની છે. આ ગામમાં ઇન્દીરાબહેન કરણસિંગ ડામોર પાંચ વર્ષથી સરપંચ છે. ઇન્દીરાબહેના પ્રયાસોથી ગામના મોટાભાગના રસ્તા આરસીસી થઇ ગયા છે.આ સાથે ચાંદાવાડામાં દરેક ઘર આગળ ગટર લાઇન જોવા મળે છે. પીવાના પાણી માટે ઘરે ઘર નળ કનેક્શન પણ હોવાથી પ્રજાને પાણીનું સુખ છે. ગામમાં...
  October 14, 11:27 PM
 • આ 12 ગુજરાતીઓ નથી પાસ કરી કોલેજ, સૂઝબૂઝથી બન્યા અબજોના માલિક
  અમદાવાદ: કહેવાય છે કે જીવનમાં ભણતરથી વધુ ગણતરની જરૂર છે. આ વાત ઘણાં ગુજરાતીઓએ સાચી સાબિત કરી છે. એમાં ધીરૂભાઈ અંબાણી સૌથી મોટું પ્રેરક ઉદાહરણ છે. હાઈસ્કૂલ પાસ ધીરુભાઈના રિલાયન્સ એમ્પાયરે ભારતીય ઉદ્યોગ-જગતમાં અદ્વિતિય સ્થાન મેળવ્યું છે. જોકે, તમને જાણીને નવાઈ લાગશે ધીરૂભાઈ સિવાય પણ એવા ઘણાં ગુજરાતીઓ છે, જે બહુ ભણેલા નથી પણ પોતાની સૂઝબૂઝ અને પરિશ્રમના જોરે અબજોની કંપનીઓ ઉભી કરી છે. આગળ ક્લિક કરીને વાંચો, ઓછું ભણેલા ગુજરાતીઓએ ક્યાંથી કરી હતી શરૂઆત અને કેવી રીતે અબજોની કંપનીઓ ઉભી કરી.
  October 14, 06:02 PM
 • આ છે ગુજરાતના પાવરફૂલ ડૉક્ટર્સ: આંતરાષ્ટ્રીય સ્તરે લેવાય છે નોંધ
  અમદાવાદઃ આપણું ગુજરાત આમ તો વેપાર-ધંધા માટે વધારે જાણીતું છે. જોકે, એવા ઘણાં પ્રોફેશનલ્સ છે, જેણે ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે. પ્રોફેશનલ્સમાં પણ ગુજરાતના ઘણાં ડોક્ટર્સે નવી ટેકનિક કે રિચર્સના આધારે નામના મેળવી છે. ગુજરાતના પાવરફૂલ ડૉક્ટર્સ, તેમની ડિગ્રી, હોબી, ફેવરિટ ડેસ્ટીનેશન અને તેમના મેસેજ divyabhaskar.com પર તમારી સાથે શૅર કરીશું. આગળ ક્લિક કરીને વાંચો પાવર-લિસ્ટમાં સામેલ ડૉક્ટર્સ વિશેની અજાણી અને રસપ્રદ માહિતી...
  October 14, 06:02 PM
 • કરસનભાઈ ઉડે છે 40 કરોડના હેલિકોપ્ટરમાં, જાણો કયા ગુજરાતી પાસે છે પોતાના Aircraft
  અમદાવાદ: હમણાં સુધી રોલ્સરોય જેવી લક્ઝુરિયસ કાર એક સ્ટેટ્સ સિમ્બોલ માનવામાં આવતું હતું. હવે સમય બદલાયો છે. પૈસાદાર ગુજરાતીઓમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ખાસ કરીને ગુજરાતી બિઝનેસમેન્સમાં પ્રાઈવેટ એરક્રાફ્ટ રાખવાનું ચલણ વધ્યું છે. બીજું કારણ એ પણ છે બિઝનેસ પર્પઝથી ઝડપી ટ્રાવેલિંગ માટે બિઝનેસમેન પ્રાઈવેટ એરક્રાફ્ટ ખરીદી રહ્યા છે. મુકેશ અંબાણી પાસે સૌથી વધુ ત્રણ જેટ અને બે હેલિકૉપ્ટર છે. આ ઉપરાંત અનિલ અંબાણી અને ગૌતમ અદાણી પાસે ત્રણ-ત્રણ જેટ અને એક-એક હેલિકૉપ્ટર છે. જ્યારે પંકજ પટેલ પાસે બે...
  October 14, 06:02 PM
 • કોઈએ ઉછીના પૈસા તો કોઈએ મામૂલી રકમથી કરી શરૂઆત, આજે કરોડોના માલિક
  અમદાવાદ: સાહસિકતા અને ગુજરાતીઓને સીધો સંબંધ છે. એમાં પણ વાત જ્યારે બિઝનેસની હોય ત્યારે ગુજરાતીઓ સામે કોઈ ટકી ના શકે. વિકટ સ્થિતિ અને પર્યાપ્ત સાધનોના અભાવ છતાં અનેક ગુજરાતીઓએ સંઘર્ષના જોરે સફળતા મેળવી છે. પરંપરાગત ફેમિલી બિઝનેસ ના હોવા છતાં ઘણાં ગુજરાતીઓએ જરા હટકે વિચારી અલગ જ ધંધો શરૂ કરી તેમાં સફળતા મેળવી છે. સાવ કંઈ ના કહી શકાય તેવી મૂડીથી ધંધો શરૂ કર્યો હોય ને આજે તેને કરોડોના કારોબાર સુધી પહોંચાડ્યો હોય તેવા 21 ગુજરાતી બિઝનેસમેન વિશે આજે આપણે વાત કરીશું.
  October 14, 06:01 PM
 • લોહી આપવામાં ગુજરાતીઓ નંબર-1, આ 20 બાબતોમાં વાગે છે ગુજરાતનો ડંકો
  અમદાવાદ : ગુજરાત રાજ્ય હંમેશા વિકાસમાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતી પ્રજાએ આવડત અને સાહસિકતાના જોરે રાજ્યને ભારતના નકશામાં અલગ જ સ્થાન અપાવ્યું છે. એમાં પણ અમુક બાબતમાં ગુજરાત દેશમાં વર્ચસ્વ ધરાવે છે. અલગ અલગ સેગમેન્ટમાં ગુજરાતની રેન્કિંગમાં ચડ-ઉતર આવ્યા કરે છે, પણ અમુક બાબતમાં ગુજરાતનું એકહથ્થું પ્રભુત્વ છે. ખેતી, કેમિકલ્સ, જ્વેલરી, ફાર્મા સહિતના સેક્ટરમાં ગુજરાતનો ડંકો વાગે છે. તો આવો નજર કરીએ કે કઈ વસ્તુના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં નંબર-1ના સ્થાન પર છે. (આગળની સ્લાઈડ પર ક્લિક કરીને...
  October 14, 06:01 PM
 • Forbesની નવી યાદી, દેશના 100 ટોચના ધનવાનોમાં 25 તો ગુજરાતી!
  અમદાવાદ: ફોર્બ્સ મેગેઝીને ધનિક ભારતીયોની નવી યાદી બહાર પાડી છે. જેમાં હંમેશાની જેમ પ્રથમ ક્રમે કોણ આવ્યું, ટોપ-100માં કોની નવી એન્ટ્રી થઈ અને કોણ બહાર થયું એના પર મીડિયામાં અહેવાલો આવ્યા. જોકે, લીસ્ટનું બારિકાઈથી એનાલિસીસ કરવામાં આવે તો એક આશ્ચર્યજનક બાબત સામે આવે છે. ભારતના ટોચના 100 ધનવાનોમાં 25 લોકો એવા છે કે જે ક્યાંક ને ક્યાંક ગુજરાત કનેક્શન ધરાવે છે. જ્યારે10 સૌથી ધનિકોમાંથી 5 ગુજરાતી અને 50 સૌથી ધનિકોમાંથી 16 ગુજરાતી છે. દેશના અમીર લોકોના લીસ્ટમાં સામેલ 25 ગુજરાતીઓમાં 4 પારસી બિઝનેસમેન છે,...
  October 14, 06:01 PM