Home >> Gujarat >> Gujarat Ni Gupshup
 • અહીના ગુજરાતીઓ ડોલરમાં રમે છે, વિદેશીઓને લગાવ્યો પાપડનો ચસ્કો
  અમદાવાદ: ભારતમાં ગુજરાત રાજ્ય એક એવું છે જ્યા ના લોકો દેશ અને વિદેશમાં પોતાની કાબીલિયતથી જાણીતા બન્યા છે. પછી ભગે એ ખેતી હોય કે પછી અન્ય ઉદ્યોગો ગુજરાતી હંમેશા આગળ રહ્યા છે. ગુજરાતના ઘણા એવા ગામો છે જે આજે વિદેશમાં પ્રચલિત થયા છે. આજે તમને એવા જ એક ગામ વિશે જણાવીશું જે હાલ દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહ્યું છે. વાત છે ગુજરાતના ઉતરસંડા ગામની જે આણંદ-નડિયાદ પાસે આવેલ છે. આ ગામમાં આશરે 20 હજારની વસ્તી રહે છે. ગામનું પ્રખ્યાત થવાનું મુખ્ય કારણ અહી બનતા પાપડ અને ચોળાફેળી છે. અહી એન્ટર થતા જ તમને મોટા...
  March 22, 07:54 PM
 • આ છે અમદાવાદના ટોપ-5 Water Parks, જાણો દરેકની FEES અને આકર્ષણ
  અમદાવાદ: રાજ્યમાં હવે ધીરે-ધીરે ગરમીનો પારો વધી રહ્યો છે અને ઉનાળો શરૂ થઇ રહ્યો હોવાનો અહેસાસ થવા લાગ્યો છે, બોર્ડની એક્ઝામ પૂર્ણ થયા બાદ ફેમેલી ગુજરાતના વિવિધ સ્થળો પર ફરવા જવાનું આયોજન બનાવતા હોય છે, પરંતુ ઘણી વાર એવું બની શકે છે કે ભાગદોડ ભર્યા સમયમાં પરિવાર સાથે બહાર જવાની યોજના ન બનાવી શકાય તેવામાં ઉનાળા દરમિયાન એવા સ્થળો કે જ્યાં પરિવાર સાથે એક દિવસ પસાર કરી શકાય. આજે અમે અમદાવાદમાં આવેલા એવા જ કેટલાક રિસોર્ટ અને વોટર પાર્કસ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જ્યાં પરિવાર સાથે આનંદ માણી...
  March 22, 07:50 PM
 • ગીરમાં દીવાલ કૂદી રિસોર્ટમાં ઘૂસ્યા ત્રણ સિંહ
  DB VIDEOSમાં અમે તમને દુનિયાભરના ટ્રેંડિંગ, ન્યૂઝ, ફની વીડિયો બતાવીએ છીએ. અમારો હંમેશાં એવો પ્રયત્ન રહ્યો છે કે વીડિયો દ્વારા તમને નોલેજ મળે અને તમને મનોરંજન પણ મળે. DB VIDEOSમાં તમે બોલિવૂડને, ન્યૂઝ, ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ધર્મ, ટિપ્સ વગેરેને લગતા વીડિયો જોઈ શકો છો. So Keep Watching, DB VIDEOS.
  March 22, 02:51 PM
 • ઐતિહાસિક વારસાની અનોખી ભેટ મળી ગુજરાતને, આજે પણ જીવંત છે આ તળાવો
  અમદાવાદ: ગુજરાતના ઇતિહાસમાં સહસ્ત્રલિંગ તળાવનો ઉલ્લેખ જોતાં જણાય છે કે તળાવ પૌરાણિક કાળથી અહીં અસ્તિત્વ ધરાવે છે. ભારત દેશ તેમાંય ગુજરાત રાજ્યના ડુંગરાળ પ્રદેશ સિવાય લગભગ દરેક ગામમાં નાનાંમોટાં તળાવ આવેલાં છે. આ તળાવો તેમની શોભા તો વધારે જ સાથે સાથે-સાથે પહેલાના સમયમાં તેનો પૈયજળ માટે ઉપયોગ પણ લેવાતો હતો. આવા તળાવોમાં અમદાવાદનું કાંકરીયા તળાવ, વડોદરાનું સુરસાગર તળાવ, જામનગરનું લાખોટીયા તળાવ આજે પણ ગુજરાતની શોભા વધારે છે. જામનગરનું લાખોટા તળાવ દર વર્ષે આ તળાવમાં, પક્ષીઓની આશરે 75...
  March 22, 04:07 AM
 • કહાણી પાલનપુરના શાર્પશૂટરની: મોકડ્રીલ દરમિયાન થઇ ગયું હતું Real ફાયરિંગ
  અમદાવાદ: એક જાણીતિ ગુજરાતી કહેવત છે કે સાહસ વિના સિદ્ધિ નહી એટલે કે કોઇપણ સિદ્ધી પ્રાપ્ત કરવા માટે સાહસ ખેડવું જરૂરી છે. આજે અમે એક એવા શાર્પશુટર વિશે જણાવીશું જેણે જીવનના જોખમે એકપળ વિચાર્યા વિના નરભક્ષી રીંછને ફક્ત ચાર ફૂટના અંતરેથી બંદૂકે દઇ દીધું. આટલા નજીક અંતરેથી કોઇ જંગલી પ્રાણીનો સામનો કરવા વિશે કલ્પના કરતાં પણ ધ્રૂજારી છૂટી જાય છે. રાજુ ચાવલાએ divyabhaskar.com સાથે વાત કરતાં સમગ્ર ઘટના વિશે સંપૂર્ણ માહિતી શેર કરી હતી. ગત રવિવારે એટલે કે 12 માર્ચ 2017ના રોજ દાંતા તાલુકાના કાંસા નજીક આવેલા...
  March 21, 11:55 PM
 • આ સ્થળોએ નજર સમક્ષ ફરે છે Wild Animals, ગુજરાતના ટોપ-10 અભ્યારણ્યો
  અમદાવાદ: જો તમારે ફરવા જવું છે પણ રજાના ખાલી એક-બે દિવસો જ છે તો ચિંતા ના કરો આ છે ગુજરાતના એવા સ્થળો જ્યા તમે એક- બે દિવસ રોકાઇને પ્રવાસનો આનંદ ઉઠાવી શકો છો.જ્યાં તમને અલગ અલગ પ્રકારના પ્રાણીઓ પક્ષીઓ હરીયાળી ભર્યા જંગલો જોઇ શકશો. ગુજરાતમાં ગણા એવા સરોવરો પણ છે જ્યા એકવાર તો જવુ જોઇએ. તો આજે એવા જ કઇક સ્થળો વિશે તમને જણાવા માંગીશું જ્યા તમે ઓછા સમયમાં વધારે આનંદ ઉઠાવી શકશો. જેસોર હિલ રીંછ અભયારણ્ય અંબાજીના પ્રવાસે જતા લોકોને ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનની સરહદ નજીક હવે વધુ એક ઇકો- ટુરીઝમ...
  March 21, 08:53 PM
 • એક ક્લિક કરી નિહાળો જંગલનો અદભૂત નજારો, રજાના દિ'એ આવો હોય છે માહોલ
  અમદાવાદ: એક દિવસીય પ્રવાસ, પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે. આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજયનગરનું પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. વરસાદની સીઝનમાં આ ફોરેસ્ટની મજા બમણી થઇ જાય છે. હરિયાળીની સાથે વોટરફોલની મજા અનેરું દ્રશ્ય સર્જે છે. નેચર પ્રેમીઓને માટે આ એક બેસ્ટ પ્લેસ ગણી શકાય છે. અહીં તમે જાણે પ્રકૃતિના ખોળામાં બેઠા હોવ તેવો અનુભવ કરી શકો છો. પોળોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. પરંતુ અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય...
  March 21, 01:18 AM
 • કેવળ રહી છે યાદો તકદીરનો તકાદો,આ કવિઓ આપે છે ચિનુ મોદીને શબ્દાંજલી
  અમદાવાદઃ સાહિત્ય જગતમાંથી અણધારી વિદાય લેનાર કવિ,નાટ્યકાર અને શ્રેષ્ઠ ગઝલકાર ચિનુ મોદી એક અનોખ કવિ અને જલસાના માણસ હતા. ખાસ કરીને બદલાતી પેઢિના યુવા કવિઓને ગુજરાતની સાહિત્યની જવાબદારી વાત આવે છે ત્યારે તેઓ સદાય પ્રેરણાદાયી રહ્યા છે. પોતાની રચનાઓની સાથે બીજાની કવિતાઓ અને કૃતિઓને ઇર્શાદે ખરા અર્થમાં પ્રેમ કર્યો છે. ગમે ત્યારે ગમે તે ક્ષણે કોઇપણની કૃતિને ઉંડાણથી સમજે એવા વ્યક્તિ. તેમની વિદાયથી સાહિત્યજગતમાં ખાલીપો વર્તાશે. જાણીએ ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ કવિઓ ચિનુ કાકા વિશે શું કહે છે...
  March 20, 09:41 PM
 • એક સમયે કાનમાં સતત ગુંજતો અવાજ થઇ રહ્યો છે લુપ્ત, સૌનું લાડકુ છે આ પક્ષી
  અમદાવાદ: ગુજરાતના ઘર આંગણે આજથી એક દાયકા પૂર્વે ચકલીઓનો ચીં... ચીં....નો અવાજ ગુંજ્યા કરતો હતો પણ આજે રાજ્યમાંથી ચકલીની પ્રજાતિ જાણે લુપ્તતાના આરે છે. સતત ચકલીઓની સંખ્યા ઘટી રહી છે. એક સમયે બાળગીતોમાં ખૂબ જ પ્રચલિત બનેલું બાળગીત ચકીબેન ચકીબેન... મારી સાથે રમવા આવશો કે નહીં. આ બાળગીત આજે યથાર્થ થઇ રહ્યું તેમ ચકલીઓને શોધવા આજે જંગલ વિસ્તાર તરફ જવું પડે છે. બની શકે કે આપણી આગામી પેઢી ચકલીઓના ફોટામાં નિહાળી શકશે. ઘટતી જતી ચકલીઓની સંખ્યાને લઇને અમુક એનજીઓ અને સામાજીક કાર્યકર્તા આગળ આવી રહ્યાં છે. તા. 20...
  March 20, 05:56 AM
 • 127 kgની હતી આ અમદાવાદી, જે મજાક ઉડાવતા તે આજે ટીપ્સ માટે દોડે છે પાછળ
  અમદાવાદ: આજના ફાસ્ટ યુગમાં અને તણાવભર્યા માહોલ વચ્ચે ફિટનેસ જાળવવી ખૂબજ અઘરું બની ગયું છે. સમયના અભાવે લોકો મોટા પ્રમાણમાં જંક ફુડ આરોગવા લાગ્યા છે. જેને લીધે આજે દેશભરમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે લોકો ફિટનેસ જાળવવા માટે એટલે કે વજન વધારવા કે ઘટાડવા માટે જીમનો સહારો લઇ રહ્યા છે. તો કેટલાક ફિટનેસ એક્સપર્ટની સલાહ લઇને તે મુજબના ડાયટ પ્લાનને ફોલો કરતા હોય છે. ત્યારે આજે divyabhaskar.com તમને અમદાવાદની એક યુવતિ વિશે જણાવશે જેના ભારેખમ શરીરને લઇને સતત સમાજમાં થતા મિત્રવર્તુળમાં મજાક...
  March 19, 09:26 PM
 • દેશનું આ સ્થળ બન્યું ગુજરાતીઓનું નવું 'TRAVEL DESTINATION', જુઓ નજારો
  અમદાવાદ: દક્ષિણ ભારતના ઉતરી કર્ણાટકમાં આવેલું હમ્પી પ્રાચીન સ્થળ છે. વર્ષો પુરાણા વિજયનગર સામ્રાજ્યના અસંખ્ય મંદિરોથી ઘેરાયેલું આ સ્થળ વિદેશીઓમાં જોવાલાયક પ્રખ્યાત સ્થળોમાંનું એક છે. તુંગભદ્રા નદીનો કિનારો, કિનારા પર આવેલું વિરુપક્ષા મંદિરનો નજરો અતિ નયનરમ્ય છે. તો હાલમાં અહી ગુજરાતના પ્રવાસીઓની પણ ભારે ભીડ જામતી જોવા મળી રહી છે. ગુજરાતના અલગ અલગ સ્થળોથી લોકો રજાના સમયે કર્ણાટકમાં ઉમટી પડ્યા હોય તે જોવા મળી રહ્યું છે. હમ્પીનું મુખ્ય આકર્ષણ વિજયનગર સામ્રાજ્ય દ્વારા બાંધવામાં...
  March 18, 07:58 PM
 • 7 પાસ ગુજ્જુ બોલે છે અંગ્રેજીમાં LIVE કોમેન્ટ્રી, જાણો કેવી રીતે બન્યું શક્ય
  પાલનપુર: ક્રિકેટનાં ગ્રાઉન્ડ પર ખમીશ અને અઢીવતો (ધોતી) પહેરવેશ, માથે પાઘડી અને પગમાં ચાંચવાળી મોજડીને ધારણ કરનાર વ્યક્તિને રીચી બેનોર્ડ, ટોની ગ્રેગ, સુનિલ ગાવસ્કર, હર્ષ ભોગલે, રવિ શાસ્ત્રીની જેમ હિન્દી અને અંગ્રેજીમાં ક્રિકેટ ટુર્નામેન્ટની લાઈવ તે પણ આગવી ફાંકડી અદામાં કોમેન્ટ્રી આપતાં જોઈએ ભલભલા લોકો દંગ રહી જાય છે. જોકે, ગુજરાતનાં રિચી બેનોર્ડ તરીકે ઓળખાતા દેવજીભાઇ હેગડેએ ગુજરાતી શાળામાં માત્ર સાત ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે. સરહદી વિસ્તારે ખેતરમાં કામ કરતાં-કરતાં રેડિયો...
  March 18, 05:42 PM
 • બાઇક રાઇડીંગ હોય કે હક્કની લડાઇ, ગુજરાતની આ 8 મહિલાઓએ ઉભી કરી આગવી ઓળખ
  અમદાવાદ: 8 માર્ચે જગતભરમાં વાજતે ગાજતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજના યુગમાં મહિલાઓ એટલી સક્ષમ બની ગઇ છે કે તે દરેક ક્ષેત્રે પુરૂષો સાથે ખભા સાથે ખભો મીલાવી કામ કરી રહી છે. તેમ છતાં આપણા દેશની કમનસીબી છે કે આજે પણ સ્ત્રીઓને પૂરતુ પ્રાધાન્ય કે અગ્રીમતા આપવામાં આવતી નથી. આજે પણ સ્ત્રીને નબળી, અબળા અને પુરૂષ પર નિર્ભર ગણવામાં આવી રહી છે. તેમ છતાં મહિલાઓ આજે સ્ત્રી શક્તિ તરીકે સમાજમાં દરેક ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ જમાવી રહી છે. તા. 8 માર્ચના રોજ વિશ્વભરમાં ઠેર ઠેર એનજીઓ, સામાજિક સંસ્થાઓ...
  March 16, 03:31 AM
 • ગુજરાતમાં અહીં છે અજીબોગરીબ પંરપરા: ઇચ્છા પૂર્ણ થાય તો લગાડે છે જંગલને આગ!
  અમદાવાદ: ગુજરાતએ વૈવિધ્યતાથી ભરપૂર રાજ્ય છે. ગુજરાતમાં દરેક પ્રકારના લોકો રહે છે અને પોતાની આગવી સંસ્કૃતિ ધરાવે છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં એક આદિવાસી પ્રજા રહે છે તેની પરંપરા ખૂબ જ અજીબોગરીબ છે. તેઓની પરંપરા મુજબ તેમની કોઇ ઇચ્છા પૂર્ણ થાય તો તે લોકો જંગલને આગ લગાડે છે. ગુજરાતના દક્ષિણે આવેલ નર્મદા જિલ્લો મોટાભાગનો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. ત્યાંના આદિવાસી લોકો હજુ પણ જૂની માન્યતાઓ પર વિશ્વાસ રાખે છે અને તેઓની પરંપરાઓને અનુસરે છે. તેવી જ એક પરંપરા છે જંગલને આગથી નવડાવવાની. આ...
  March 15, 07:42 PM
 • ગુજરાતના આ સ્થળોની ખાસ લેવાય છે મુલાકાત, જુઓ અદભૂત નજારો
  અમદાવાદ: ગુજરાતમાં ગણા એવા સ્થળો છે જ્યાં એકવાર તો જવુ જ જોઇએ, અહિ આવેલા એતિહાસિક સ્થળોની તો વાત જ કઇક અલગ છે. હજારો વર્ષોથી ટકી રહેલી ઇમારતો, વિશાળ જંગલો, ધોધ, દરિયા કિનારા જેવી ગણી અદભૂત જગ્યાઓ ગુજરાતમાં આવેલી છે. અને એજ કારણે અહિયા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. તો આજે તમને ગુજરાતની એવી જ ઐતિહાસિક જગ્યાઓ વિશે જણાવીશું, જો તમે એક દિવસના પ્રવાસનો પ્લાન કરી રહ્યા હોય તો આ સ્થળો તમારા માટે બેસ્ટ છે. આગળ ક્લિક કરીને જુઓ દક્ષિણ ગુજરાતના અદભૂત સ્થળો...
  March 15, 03:24 PM
 • ભવ્ય છે મધ્ય ગુજરાત, સહેલાણીઓને આકર્ષિત કરે છે આ સ્થળો
  અમદાવાદ: અમદાવાદ શહેર જે ગુજરાતના હ્રદય સમાન છે. ઇતિહાસના કેટલાક તથ્યો અનુસાર ઇ.સ 1410માં અહમદશા બાદશાહે અમદાવાદ શહેરને વસાવેલું. આ ઐતિહાસિક શહેરમાં ઘણા એવા સ્થળો છે જે લોકોને જોવા માટે આકર્ષિત કરે છે. તો divyabhaskar.com વાચકો સમક્ષ આવા કેટલાંક અમદાવાદમાં જોવા લાયક સ્થળો વિશે જણાવી રહ્યું છે. કાંકરિયા તળાવઃ આ તળાવ અમદાવાદ શહેરનાં મણિનગર વિસ્તારમાં આવેલું છે. કાંકરિયા તળાવ એ અમદાવાદનું સૌથી મોટું તળાવ છે. જે આશરે ૨.૩ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું છે. કાંકરિયા તળાવ પ્રવાસીઓનું ફરવા અને ખાણીપીણી...
  March 14, 01:20 AM
 • પટોળા માટે જાણીતું છે ગુજરાતનું આ શહેર, જાણો કેવી રીતે બનાવાય છે
  અમદાવાદ: છેલાજી રે... મારા હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો... ગુજરાતના આ પ્રખ્યાત લોકગીત જેમાં પત્ની તેના પતિને કહે છે કે, મારા માટે તમે પાટણથી કિંમતી પટોળા લેતા આવજો. ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત જિલ્લામાં આવેલા પાટણ શહેરમાં આ પટોળા બનાવવામાં આવે છે. પટોળા એટલે સામાન્ય રીતે રેશમમાંથી વણાટ કરીને બનાવવામાં આવતી સાડી છે. પટોળા એ બહુવચન શબ્દ છે, જ્યારે એકવચનમાં પટોળું કહેવામાં આવે છે. આ રેશમી વસ્ત્રમાંથી બનાવવામાં આવતા પટોળા તે સોલંકી વંશના રાજવી અને ઉચ્ચ કુટુંબોમાં પહેરવામાં આવતા હતા. પટોળા...
  March 13, 10:48 PM
 • ગુજરાતના આ ગામે ધુળેટી પર્વે હજારો ભાવિક ખજૂર ખાય છતાં ઠળિયો જોવા ન મળે
  ગારિયાધાર: ગારીયાધારના વીરડી ગામે હિન્દુ-મુસ્લિમ સમાજ માટે આસ્થાના પ્રતિકરુપ જગતપીરબાપાની જગ્યાનો અનેરો મહીમા છે. ધુળેટીના દિવસે અસંખ્ય શ્રદ્ધાળુઓ બાપાની જગ્યાએ માનતા લઇને આવે છે. ધુળેટીના દિવસે શ્રધ્ધાઓની ભારે ભીડ ગારીયાધાર તાલુકા વીરડી ગામની વાડીમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતીક જગતપીરબાપાની જગ્યા આવેલી છે. અહીં ધુળેટી તહેવારના દિવસે હજારો હિન્દુ મુસ્લિમ ભાવિકો માનતાઓ લઇને આવે છે અને ખજુર દાદાને ચડાવે છે. અહીં હજારો ભાવિકો પ્રસાદના રૂપમાં ખજુર આરોગે છે તેમ છતા...
  March 13, 08:54 PM
 • જાણો ગુજરાતની આ જગ્યાઓએ થાય છે અનોખી રીતે હોળીની ઉજવણી
  અમદાવાદ: રંગોનો તહેવાર તરીકે ઓળખાતી હોળી દેશભરમાં મનાવવામાં આવે છે. અસત્ય પર સત્યની જીતનો આ તહેવાર દેશના દરેક રાજ્ય, જિલ્લા અને શહેરોમાં ઉજવવામાં આવે છે. ત્યારે અમે તમને ગુજરાતના એવા શહેરો અને ગામો વિષે જણાવી રહ્યાં છીએ કે, જ્યાં લોકો હોળી નથી મનાવતા તો કેટલીક જગ્યાએ પરંપરાગત ખાસડા યુદ્ધનું આયોજન કરે છે તો ક્યાંક પરંપરાગત હોળીના દિવસે રાનો વરઘોડો કાઢવાની પ્રથા છે. જાણો ગુજરાતમાં કેવા પ્રકારની અને કઇં રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. વિસનગરમાં ખાસડાયુદ્ધ યોજી કરે છે ધૂળેટીની ઉજવણી...
  March 13, 01:40 AM
 • જાણો શા માટે ગુજરાતના આ ગામમાં 200 વર્ષથી નથી પ્રગટાવાતી હોળી
  અમદાવાદ: રંગોનો તહેવાર તરીકે ઓળખાતી હોળી દેશભરમાં મનાવવામાં આવે છે. અસત્ય પર સત્યની જીતનો આ તહેવાર દેશના દરેક રાજ્ય, જિલ્લા અને શહેરોમાં ઉજવવામાં આવે છે. ત્યારે અમે તમને એક એવા ગામ વિષે જણાવી રહ્યાં છીએ કે, જ્યાં પાછલા 200 વર્ષથી હાળી પ્રગટાવવામાં આવી નથી. આ ગામના સ્થાનિક લોકો રંગોનો તહેવાર એટલે કે હોળીના નામથી જ ભયભીત થઇ જાય છે. અહીં પાછલા 200 વર્ષથી હોળીની ઉજવણી કરવામાં આવી નથી. ચાલો આ ગામની મુલાકાતે જઇએ..... રામસણ નામથી ઓળખાતુંરામેશ્વર ગામ ગુજરાત રાજ્યના બનાસંકાઠા જિલ્લાના ડીસા તાલુકામાં...
  March 12, 05:04 AM