Home >> Gujarat >> Div-Daman City
 • ગેંગ રેપ: પીડિતા માટે મહિલાઓની લાગી લાઇન, સાંસદ પર ઉઠી આંગળી
  દમણ: કચીગામમાં બે દિવસ પહેલા એક વિકલાંગ મહિલા પર 6 ઇસમો દ્વારા દુષ્કર્મ આચરવની ઘટનાના વિરોધમાં દમણ દીવ યુથ કોંગ્રેસ પ્રમુખ મયંક પટેલે શુક્રવારે યુથ કોંગ્રેસ અને મહીલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે કાઢી વિરોધ પ્રદર્શન કરતા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું અને આ ઘટનામાં સામેલ સાંસદ લાલુભાઈ પટેલના માણસોની વહેલી તકે ધરપકડ કરવાની માગ કરી હતી. દમણ દીવ યુથ કોંગ્રેસ પ્રમુખ મયંક પટેલ અને મહિલા કોંગ્રેસ દ્વારા સામુહિક દુષ્કર્મની ઘટનાના વિરોધમાં શુક્રવારે વિશાળ કાર્યકરતાઓ સાથે હાથમાં...
  03:48 AM
 • દમણ: ગૌશાળા માટે સરકારી જમીન આપો નહી તો કિલ્લામાં ગાય છોડી મુકાશે
  દમણ:સામાજીક સંગઠન વોઇસ ઓફ દમણ એન્ડ દિવ ગ્રુપ અને દમણ ગૌ રક્ષા મંચની એક સંયુકત બેઠક રવિવારે મળી હતી. આ બેઠક રાખવાનું ઉદ્દેશ્ય દમણમાં રખડતા ઢોરવાઓ અને ગાયોને અકસ્માત્ દરમ્યાન પહોંચતી ગંભીર ઇજાઓ અને તેની સાર સંભાળ, દેખરેખ અને જરૂરી સારવારની અભાવે ઘણીવાર ગાયો મૃત્યુ પામે છે. ગાય માતા છે અને માતાને રસ્તા પર રખડતા જોઇ, પીડાતા જોઇને આજે ગૌરક્ષકો ભેગા થઇને સમસ્યાના સમાધાનના ભાગરૂપે ઉકેલ લાવવા એકજુટ થયા હતા. જેમાં ગૌશાળા માટે સરકારી જમીનની સર્વપ્રથમ માંગણી તેજ કરવામાં આવશે, ગાયોને ઉચકવા માટે...
  October 17, 02:44 AM
 • દીવને થાઇલેન્ડ કરતા પણ વધુ સુંદર બનાવી દેવાશે : પ્રશાસક
  દીવ: દીવની 5 દિવસની મુલાકાતે આવેલા દમણ-દીવનાં પ્રશાસક પ્રફુલ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં એવું જણાવ્યુ હતુ કે આગામી સમયમાં દીવને થાઇલેન્ડ કરતા પણ વિશેષ બનાવી દેવામાં આવશે. તેવી નેમ વ્યકત કરી હતી. દીવ-દમણનાં પ્રશાસક પ્રફુલ પટેલે દીવની પોતાની પાંચ દિવસની મુલાકાત દરમ્યાન ગ્રામસભાથી લઇ વિવિધ તબક્કે લોકોને મળ્યા હતા. આ ઉપરાંત તેઓએ હાલ દીવનાં પ્રોજેકટમાં ફેરફાર કરવાનાં સુચનો પણ આપ્યા હતા. સાથે પોતાનાં દિલની વાત વ્યકત કરતા તેઓએ જણાવ્યું હતુ કે મને દીવ પ્રત્યે આકર્ષણ પણ હતુ અને તેને જાણવાની...
  October 7, 12:28 AM
 • દમણ: ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય, ડે.કલેકટરને રજૂઆત કરાઇ
  દમણ:આતંકવાદીઓને પોષી રહેલા પાકિસ્તાનને મદદરૂપ થઇ રહેલા ચાઇનાના વિરોધમાં બુધવારે દમણ ખાતે સામાજીક સંસ્થા વોઇસ ઓફ દમણ એન્ડ દીવ વોટ્સઅેપ ગ્રુપ દ્વારા નાની દમણની એક હોટલ ખાતે બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં ચાઇના બનાવટની વેચાણ થઇ રહેલી તમામ ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ આગામી રવિવારે સાંજે નાની દમણ બસ સ્ટોપ ખાતે ચાઇનીઝ બનાવટની ચીજ વસ્તુઓની જાહેરમાં હોળી કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. ચાઇનાનો વિરોધ અને સ્વદેશી અભિયાનને જાગૃત કરવા યોજવામાં આવેલી...
  October 6, 02:50 AM
 • દમણ પ્રશાસન સુરક્ષાને લઈ સતર્ક: દરિયામાં કોસ્ટલ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ
  દમણ:ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઈક પછી દેશ પર આતંકવાદી હુમલાની સંભાવના વધી ગઇ છે.જેને લઇને દમણ પ્રશાસન સતર્ક બન્યુ છે અને કોસ્ટલ પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યુ છે.આ પેટ્રોલિંગ હેઠળ કાલય તળાવથી કડૈયા સુધીના દરિયાઈ વિસ્તારમાં સ્પીડબોટ દ્વારા દરિયામાં દેખાતી તમામ બોટ ઉપર નજર રાખવામાં આવી રહી છે. સશસ્ત્ર જવાનો સાથે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દમણ કોસ્ટલ પોલીસ દ્વારા દરિયામાં 12 નોટીકલ માઈલ વિસ્તારમાં સુરક્ષાને...
  October 5, 02:38 AM
 • દાનહના બિન્દ્રાબીન નજીક ટેમ્પો પલ્ટી જતા બેના મોત, સાત ઘાયલ
  સેલવાસ: દાદરા નગર હવેલીના ટિનોડા ગામ બિન્દ્રાબિન નજીક શનિવારના રોજ સાંજે એક ટેમ્પો પલ્ટી જતા એમાં સવાર લોકોમાંથી 2ના મોત થયા હતા અને 7ઘાયલ થયા હતા.પ્રાપ્ત વિગત અનુસાર દાદરા નગર હવેલીના ખાનવેલ ગામે દર શનિવારે હાટ બજાર ભરાય છે.આ બજારમાં સેલવાસના કેટલાક વેપારીઓ ગયા હતા. અને ટેમ્પો નંબર ડીએન09-8729માં સવાર થઇ સાંજે 4વાગ્યાના સુમારે પરત સેલવાસ તરફ આવી રહ્યા હતા.આ ટેમ્પોમાં અંદાજે 16લોકો સવાર હતા. ટેમ્પોમાં માલસામાન નીચે બે યુવાનો દબાઇ ગયા હતા ટેમ્પો જયારે ટિનોડા ગામ પાસે પહોંચ્યો ત્યારે...
  October 2, 01:07 AM
 • સેલવાસની બે કંપની સાથે રૂ.45 લાખની ઠગાઇ કરનારા ત્રણ ઝડપાયા
  સેલવાસ: સેલવાસ પોલીસ ચોકીમાં 28જૂનના રોજ સામરવરણીના બીકેલોન સિન્થેટિક પ્રા લી.ના સુભાષસિંહ અરુણકુમાર દ્વારા મુંબઈની સાંઈનાથ માયુર્ષ પ્રા લી.ટ્રાન્સપોર્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એમણે આરોપ લગાવ્યો હતો કે ગત 24જૂને કુલ 24,88,173 રૂપિયાનો 20718.144કિલો પોલીસ્ટર ટેકસરાઈઝિંગ યાર્ન બીકલોન કંપનીમાંથી નવશિવા જેએનપીટી માટે ટ્રેલર નંબર ડીએન09-ઈ-9420માં લોડ કરવામાં આવ્યો હતો પરંતુ આ વાહન ચાલકે ઉપરોક્ત માલ જગ્યા પર ન પહોંચાડી છેતર પિંડી કરી હતી. દાનહ પોલીસે એક ટીમ બનાવી યુપીથી આરોપીઓને ઝડપ્યા આના...
  September 30, 01:05 AM
 • પાકિસ્તાન જેલમાં સબડતા દીવનાં 51 માછીમારોને મુકત કરાવવા માંગણી
  દીવઃ દીવ જિલ્લાનાં પણ 51 ખલાસીઓને પાક જેલમાંથી વહેલી તકે મુકતકરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. પ્રશાસન દ્વારા પરિવારજનોને 200 રૂપિયા દૈનિક સહાય અપાય છે, કલેકટર અને ફિશરીઝ અધિકારીને રજુઆત દીવ જિલ્લામાં આશરે 51 જેટલા માછીમારો પાક જેલમાં છેલ્લા એક વર્ષથી કેદ છે અને તેમનાં પરિવારજનો તેમને વહેલીતકે મુકત કરવામાં આવે તેવી રજુઆતો ઉચ્ચ કક્ષાએ કરી રહ્યા છે અને માછીમારોનાં પરિવારજનો એવું પણ જણાવી રહ્યા છે કે ત્યાંથી મળતા પત્રમાં તેમને ખુબ જ ત્રાસ આપવામાં આવતો...
  September 28, 02:11 AM
 • દમણ: પર્યટન સ્થળો પર ફ્રી વાઇ-ફાઇની સુવિધા ઉપલબ્ધ થશે
  દમણ: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડીજીટલ ઇન્ડીંયા યોજના અંતર્ગત દમણ-દિવ આઇટી વિભાગ દ્વારા પ્રદેશને વાઇ-ફાઇ સીટી બનાવાના ઉદેશયથી આગામી ૩૧મી ઓક્ટોબરથી દમણ અને દિવના મોટા ભાગના પર્યટન સ્થળો પર પર્યટકો અને પ્રદેશવાસીઓને ફ્રી વાય ફાયની સુવિધા ઉપલબ્ધ થશે.તેવી માહિતી પર્યટન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દમણમાં હોટલ સંચાલકો અને ઉદ્યોગપતિઓના સહયોગથી મુશાફરોને સવલત મળશે દમણ-દિવ પર્યટન વિભાગના ઉપ નિદેશક ચાર્મીમી પરીખ દ્વારા આજે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યુ કે પ્રથમ ચરણમાં દમણ...
  September 28, 01:29 AM
 • દીવમાં દરીયાઇ સુરક્ષાનાં નામે છીંડા, ઘોર બેદરકારી સામે આવી
  દીવઃ દીવમાં દરીયાઇ સુરક્ષા સામે ગંભીર દેરકારી સામે આવી છે. ભારત સરકાર કરોડોનો ખર્ચ કરી પેટ્રોલીંગ બોટો ખરીદે છે. પરંતુ તેનો ઉપયોગ થતો નથી. થોડા સમય પહેલા દીવનાં દરીયામાં આતંકવાદ સામે કેવી રીતે લડવુ તેનું મોકડ્રીલ યોજાઇ હતી અને 2008માં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ સમુદ્ર માર્ગે મુંબઇમાં ઘુસેલ અને અંધાધુધ આતંક ફેલાવેલ જે બોટનો ઉપયોગ આતંકવાદીઓએ કરેલ તે બોટનો ટંડેલ દીવનો રહેવાસી હતો. પરંતુ હાલ બોટો કાંઠે જ ધૂળ ખાઇ રહી છે. દરીયાઇ સુરક્ષા મહત્વની કે ટ્રાફિક વ્યવસ્થા ? દરીયાઇ સુરક્ષાનાં...
  September 25, 12:54 AM
 • સેલવાસમાં પંચાયત માર્કેટની દુકાનો ગેરકાયદે લાખો રૂપિયામાં વેચાય છે
  સેલવાસ: સેલવાસ પંચાયત માર્કેટમાં 347 જેટલી દુકાનો અને અનેક લારીઓ આવેલી છે. કેટલાક લોકો પંચાયતે ફાળવેલી આ દુકાનો અને જગ્યાઓ ગેરકાયદે લાખો રૂપિયામાંલે- વેચ કરી રહ્યા છે. પંચાયતના આ ભાડૂતો પંચાયતમાં નજીવું ભાડું ભરી હજારો રૂપિયા મહિને પેટા ભાડું ઉઘરાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ બાબતથી પાલિકાતંત્ર સાવ નિંદ્રામાં હોય એમ જણાય રહ્યુ છે.આ બાબતે સેલવાસની એક સામાજીક સંસ્થાએ કલેક્ટરથી માડી પાલિકાના અધિકારીને આવેદપત્ર આપી તપાસ માગી છે પાલિકાને રૂ.225 ભાડૂ ચૂકવી પેટા ભાડૂત લાખો કમાય...
  September 20, 01:22 AM
 • મોદીને શુભેચ્છાના પોસ્ટરથી દમણ ભાજપમાં આંતરિક વિખવાદ સપાટીએ
  દમણ: 17 સપ્ટેમ્બર પ્રધાન મંત્રી નરેંદ્ર મોદીનો જન્મદિન,આ દિવસને સેવા દિવસ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે દમણ દીવ પ્રદેશ ભાજપ દ્વારા દમણ શહેરી વિસ્તારોમાં ઠેક ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ પોસ્ટરના કારણે ભાજપમાં મોટો વિવાદ ઉભો થયો છે. પોસ્ટર વોર ગણાતા આ મુદ્દાને લઇને ભાજપમાં પ્રવર્તતો આંતરિક કલહસપાટીપર આવ્યો છે. આ પોસ્ટરો માં સંગઠનના મુખ્ય હોદ્દેદારોના ફોટા ન છાપી તેઓસાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનું ભાજપના કેટલાક પાયાના કાર્યકરો દબાતા સૂરે જણાવી રહ્યા છે,...
  September 18, 01:41 AM
 • દમણની સેફરોન હોટલમાંથી કૂટણખાનું ઝડપાયુ, 3 લલના સહિત10ની ધરપકડ
  દમણ: નાનીદમણના સોમનાથ વિસ્તારમાં આવેલી સેફરોન હોટલમાં દેહવ્યપાર ચાલી રહ્યો હોવાની બાતમી નાની દમણ પોલીસને મળી હતી.બાતમી આધારે પોલીસે શુક્રવારની મોડી રાત્રે ટીમ બનાવીને ઉપરોક્ત હોટલમાંરેડ પાડતા હોટલમાંથી 2 દલાલ, 5 ગ્રાહક અને 3 લલનાઓ મળી આવી હતી. પોલીસે આ તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રાહકો પાસેથી 9 મોબાઇલ, બાઇક અને એક કાર કબજે લીધી શુક્રવારે રાત્રે 12 કલાકે નાની દમણ પોલીસ એક ટીમ બનાવી હોટલ સેફરોનમાં રેડ પાડી હતી.જે રેડમાં આરોપી સુનિલ સુરેશ ચંદ્ર નંદવાણા રહે મશાલ ચોક...
  September 18, 01:33 AM
 • સોમનાથની કંપનીમાં લૂંટ કરનારા 4ની ઘાતક શસ્ત્રો અને કોપર વાયર સાથે ધરપકડ
  દમણ: દમણમાં ગઇ તા.27ઓગસ્ટે સોમનાથ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક કંપનીમાં મળસ્કે 5 કલાકે આઠથી દશલૂટારૂઓ ત્રાટક્યા હતા જેમણે ઘાતક હથિયારોની અણીએ આજુબાજુની કંપનીના કામદારોને બાનમાંલઇને કંપનીમાંથી 3800 કીલોગ્રામ કોપર વાયરની લૂંટ કરી નાશી ગયા હતા.આ બનાવમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી રૂપિયા ૩ લાખના કોપર વાયર, ઘાતક હથિયારો, 5 વાહનો એક ટેમ્પો, સ્વિફ્ટ કાર, 3બાઇક અને સ્કોર્પિયો કબજે લીધી છે. 27 ઓગસ્ટે નેશનલ કંડક્ટર્સ કંપનીમાં 3800 કિલો કોપરવાયરની લૂંટ કરી હતી પોલીસે આ 4 આરોપીઓની...
  September 13, 01:15 AM
 • દમણમાં જેટીથી લઇને લાઇટ હાઉસ સુધી પ્રોટેકશન વોલ બનાવાશે
  દમણ: મોટી દમણ જેટીથીલઇને લાઇટ હાઉસ સુધીના દરિયા કિનારામાં ભરતીના સમયે તોફાની મોજા ઉછળે છે. જેને લઇને આ દરિયા કિનારાની જમીનનું ધોવાણ થઇ રહ્યુ છે. મોટી ભરતીના સમયે કિલ્લાને અડીને બનાવવામાં આવેલા રસ્તાનું પણ ધોવાણ થાય છે. આવા સંજોગોમાં આ વિસ્તારમાં પ્રોટેકશન વોલનું નિમાર્ણ કરવા અને જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેને નુકસાન ન થાય તેની પણ વ્યવસ્થા કરવા અંગે ગુરૂવારે મોટી દમણ સચિવાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બેઠક બાદ પ્રશાસનના અધિકારીઓ અને જન પ્રતિનિધિઓએ સ્થળ નિરીક્ષણ પણ...
  September 9, 01:44 AM
 • દમણ બિભત્સ ક્લિપિંગ કેસ: આરોપી ટયુશન શિક્ષકને આજીવન કેદની સજા
  દમણ:મોટી દમણની પીએચસી હોસ્પિલટલમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા એક યુવાને હોસ્પિટલના એક કમ્પ્યૂટરમાં પોતાની કેટલીક વિદ્યાર્થિનીઓ સાથેની બિભત્સ ક્લિપિંગ સ્ટોર કરી રાખી હતી. જે ક્લિપિંગ સ્ટાફે જોતા આરોગ્ય નિર્દેશક ને જાણ કરતા તેમણે આ બાબતે મોટી દમણ કોસ્ટલ પોલીસ મથકમાં તા.25 માર્ચ 2013ના રો જ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવાનની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી. સાડા ત્રણ વર્ષ બાદ બુધવારે દમણની સેશન્સ કોર્ટના જજે આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. વિદ્યાર્થિનીઓને...
  September 8, 02:08 AM
 • 'ધી કપિલ શર્મા શો'ના 'ડો.ગુલાટી'એ લીધી દમણની મુલાકાત, કર્યું બુકનું વિમોચન
  દમણ:દમણ દીવ અને દાદરા નગર હવેલી અને ગોવાના ઈતિહાસની ઘણી બાબતોને એકત્રિત કરતા દમણના કે.સી.સેઠી દ્વારા એક કોફી ટેબલ બુક લખવામાં આવી છે. આ બુકની એક ડમી કોપીને સોની ટીવી ના પ્રખ્યાત શો ધી કપિલ શર્મા શો ના હાસ્ય કલાકાર ડૉ.ગુલાટી અને કોમેડી વીથ કપિલ શર્મામાં ગુથ્થીનો રોલ ભજવતા સુનિલ ગ્રોવર મંગળવારે દમણ આવ્યા હતા. સુનીલ ગ્રોવરના મામા દમણ ખાતે રહે છે. જેમણે ઉપરોકત પુસ્તક લખેલી છે. જેનું વિમોચન કરવામાં આવ્યુ હતુ. સુનીલ ગ્રોવરે મિડીયાને જાણકારી આપતા કહ્યુ કે, તેના મામા કે.સી.સેઠી આ પ્રદેશ અને...
  September 8, 02:03 AM
 • સેલવાસ:ભારતીય જનતા પાર્ટી દ્વારા શનિવારના રોજ મુંબઈ ખાતે ભાજપા કાર્યાલય સ્મૃતિ ભવનમાં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત મધ્ય પશ્ચિમ ક્ષેત્રીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દાદરા નગર હવેલી અને દમણ-દિવના બેટી બચાવો બેટી પઢાવોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય સાહાસરાબુંધે, રાષ્ટ્રીય સંગઠન સહમહામંત્રી વી.સતીશ અને બેટી બચાવો બેટી પઢાવોના રાષ્ટ્રીય...
  September 5, 02:34 AM
 • દમણ: તબીબી બેદરકારીથી મોત સબંધે યુથ કોંગ્રેસનું આવેદનપત્ર, કલેક્ટરે આપી ન્યાયની ખાતરી
  દમણ:ગત 26 જુલાઇના રોજ દમણના આદિવાસી યુવાન વિવેક ધોડીનું મરવડ સરકારી હોસ્પિટલમાં તબીબી બેદરકારીના કારણે મોત નિપજ્યું હોવાનો મૃતક યુવાનના પરિવારજનો અને સંબંધીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો. આ બાબતે પછીથી ભારે હોબાળો થયો હતો અને સામાજીક સંસ્થાના અગ્રણીઓ અને રાજકીયપક્ષોના આગેવાનોએ પણ મૃતક યુવાન વિવેકના પરિવારજનોને ન્યાય અપાવવા મેદાનમાં ઉતર્યા હતા અને પ્રશાસકથી માડી સંબંધિત અધિકારીઓને ફરિયાદ કરી હતી.છતા કોઇ કાર્યવાહી ન થતા કે, મૃતક યુવાનના પરિવારજનોને ન્યાન ન મળતા શનિવારે દમણ...
  September 4, 02:23 AM
 • દમણ:દમણ ગૌરક્ષા મંચના પ્રમુખ મનોજ બગાન તેમના સભ્યો સાથે ગુરૂવારે ગૌવંશની કતલ બાબતે આપેલી મંજુરી સામે આપેઆવેદન પત્ર આપવા કલેકટર પાસે ગયા હતા ત્યારે કલેકટરે ગુજરાતી ભાષામાં લખેલા આવેદનપત્ર સામે વાંધો ઉઠાવીને તેઓની વાત સાંભળ્યા વિના સમય ન હોવાનુ કહીંને રીતસર ગૌરક્ષામંચના સભ્યોનું અપમાન કર્યુ હોવાનો રોશ મંચ દ્વારા વ્યકત કરવામાં આવ્યો છે. દમણ ગૌરક્ષા મંચ દ્વારા પ્રશાસકને ટાંકીને એક આવેદનપત્ર તૈયાર કરવામાં આવ્યુ હતુ જેમાં મુસ્લીમ એસોસિએશન દમણ દ્વારા બકરી ઈદના તહેવારને અનુલક્ષી...
  September 2, 02:15 AM