Home >> Gujarat >> Div-Daman City
 • દીવમાં 56માં મુકિતદિનની ભવ્ય ઉજવણી, હોડી સ્પર્ધામાં સ્પર્ધકો ઉમટયાં
  દીવ: સંઘ પ્રદેશ દીવમાં 56માં મુકિત દીનની શાનદાર ઉજવણી કરાઇ રહી છે. જે અંતર્ગત દીવ ફેસ્ટીવલ-2016નાં બીજા દિવસે પદ્મભુષણ સ્પોર્ટ કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ખાતે રાત્રીનાં મેગા ઇવેન્ટમાં સિંગર શન્ની જાદવ, અલપી કંસારા તેમજ અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાનનાં ડુપ્લીકેટ જુનીયર આર્ટીસ્ટો દ્વારા પ્રખ્યાત આલબમ અને બોલીવુડનાં પ્રખ્યાત ગીતો રજુ કરેલ. જયારે ટીવી શો ધ ગ્રેટ લાફટર ચેલેન્જથી પ્રસિધ્ધ થયેલ કલાકાર નવીન પ્રભાકરે જોકસ કરી પ્રેક્ષકોને ભરપેટ હસાવ્યા હતા. આ મેગા ઇવેન્ટમાં દીવ-દમણનાં પ્રશાસક...
  December 22, 03:01 AM
 • કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી એરફોર્સનું વિમાન લઇને દમણ આવતા વિવાદ
  દમણ: કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી હંસરાજ આહીર ગત 17 ડિસેમ્બરે દમણની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ એર-ફોર્સનું વિમાન લઇને દમણના કોસ્ટ ગાર્ડ એરપોર્ટ પર ઉતર્યા હતા. આ વાતને લઇને દેશની સુરક્ષા વ્યવસ્થાનેનેવે મુકીને પોતાના પદનો દુરુપયોગ કર્યો હોવાનું જણાવી દમણ-દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે આ બાબતે સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ અંગે કમિટીરચીને ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરી કસુરવાર મંત્રી સામે પગલા ભરવાની રજુઆત કરી છે. મંત્રીએ સુરક્ષા વ્યવસ્થાનેનેવે મુકીદીધી મુકી હતી: કેતન...
  December 22, 12:37 AM
 • કોસ્ટલ સુરક્ષા માટે તાત્કાલિક ખાલી પદો ભરીને સર્તક રહેવાની જરૂર છે
  દમણ: નાની દમણ કડૈયા ખાતે આવેલા દરિયા કિનારે શનિવારે કોસ્ટલ પોલીસ મથકનંુ કેન્દ્રીય ગુહરાજયમંત્રી હંસરાજ આહીર દ્વારા પ્રશાસક પ્રફુલભાઇ પટેલ અને સાંસદ લાલુભાઇ પટેલની હાજરીમાં ઉધ્ઘાટન કરવામાં આવ્યું હતું. પડોશી દેશ આતંક ફેલાવા દરિયાઇ માર્ગનો ઉપયોગ કરે છે કેન્દ્રિય ગૃહરાજ્યમંત્રી હંસરાજ આહિર દમણની મુલાકાતે હંસરાજ આહીરે કહયુ કે દમણમાં બે કોસ્ટલ પોલીસ મથક બનાવામા આવ્યા છે.બે કોસ્ટલ બોટ છે અને બે જેટી છે. હવે જરુર છે કે પોલીસ વિભાગ અને પ્રશાસક તાત્કાલીક કોસ્ટલ સુરક્ષા અંગે ખાલી પદોને...
  December 18, 01:58 AM
 • ‘આઇલેન્ડ સ્કાય શીપ’ દીવના દરિયા કાંઠે, સુંદરતાથી આકર્ષાયા વિદેશીઓ
  દીવ: આઇલેન્ડ સ્કાય શીપ ઓમાનનાં સુરબંદરથી નિકળી પોરબંદર પહોંચ્યા બાદ દીવથી 15 નોટકલ માઇલ દુર શીપને લાંગરવામાં આવ્યું હતું. જેમાં યુકેનાં 75 તેમજ ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસએ સહિત 93 વિદેશી પર્યટકો સામેલ હોય નાની હોડી મારફત દીવ જેટીએ આવ્યાં હતાં જયાં પોર્ટ ઓફિસર દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ બસ દ્વારા ચર્ચ, મ્યુઝિયમ સહિતની મુલાકાત કરાવી હતી. તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો.....
  December 17, 09:22 AM
 • દેશની 70 ટકા પ્લાસ્ટિક પ્રોડક્ટ દમણમાં બને છે: પ્રફુલ પટેલ
  દમણ: દમણના દેવકામાં આવેલી મીરા સોલ હોટલમાં પ્લાસ્ટિવિજન ઈન્ડિયા 2017 પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને સંબોધિત કરતા દમણ દીવ પ્રશાસક પ્રફુલભાઇ પટેલે કહ્યુ કે, આખા દેશ માં ઉત્પાદિત પ્લાસ્ટિક પ્રોટકટનું 70 ટકા ઉત્પાદન દમણમાં થાય છે જે આપણા માટે ગર્વ ની વાત છે. એમણે ઉદ્યોગપતિઓને ખાતરી આપી હતી કે, દમણના ઔદ્યોગિક વિકાસ માટે પ્રશાસન દરેક સંભવ સહયોગ અને સુરક્ષા આપશે. ઉદ્યોગોના વિકાસ માટે પ્રશાસન દરેક સંભવ પ્રયાસ કરશે કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે વધુમાં...
  December 17, 12:32 AM
 • દમણ: બુધવારે દમણમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર પાડોશીએ બળાત્કાર ગુજારતાં હોબાળો મચ્યો હતો. પાડોશીએ બાળકીને ચોકલેટ આપવાને બહાને લઈ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. મોડી સાંજે બનેલી આ ઘટના બાદ પીડિત બાળકીને લોહીલૂહાણ હાલતમાં સારવાર માટે સિવિલ લઈ જવામાં આવી હતી. લોકોએ માસૂમ બાળકીને લઈને ફરી રહેલા યુવકને રંગેહાથ પકડ્યો હતો. બીજી બાજુ પોલીસની શંકાસ્પદ કામગીરીથી ગુસ્સે ભરાયેલા લોકોએ હોબાળો મચાવતાં પોલીસ હરકતમાં આવી હતી. ત્યારે બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આ અંગેની વિગતો એવી છે કે, માસૂમ...
  December 15, 03:45 PM
 • શ્રધ્ધાંજલીઃ 71ના યુદ્ધમાં INS ખુકરી સહિત 194 જવાનોએ જળસમાધી લીધી હતી
  દીવઃ INS ખુકરી એ ભારતીય નેવીના ઇતિહાસમાં સૌથી મોટા નુકસાન તરીકે જોવાય છે. જોકે, એમ છતાં જ INS ખુકરીના કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લાએ દર્શાવેલા અભૂતપૂર્વ શોર્ય બદલ તેમને મરણોપરાંત મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. કેપ્ટન ક્યારેય જહાજ ના છોડે એ પરંપરાને અનુસરતા મહેન્દ્ર મુલ્લાએ INS ખુકરી સાથે જળ સમાધી લીધી હતી. દીવમાં નેવી વિકની ઉજવણી અંતર્ગત 1971નાં ભારત પાક.યુધ્ધમાં ડુબેલી ભારતીય નૌસેનાની આઇએનએસ ખુકરી નેવીનાં શહિદ જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ સ્વાતંત્ર સેનાનીઓનું સન્માન...
  December 12, 03:07 AM