Home >> Madhya Gujarat >> Ahmedabad District >> Dhanduka
 • ધંધુકા | ધંધુકાતાલુકાના રંગપુર ગામની પ્રાથમિક શાળામા એક શૈક્ષણિક કાર્યક્રમનું
  ધંધુકા | ધંધુકાતાલુકાના રંગપુર ગામની પ્રાથમિક શાળામા એક શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્ય હતું. કાર્યક્રમમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી કેમ્પસ,ગાંધીનગરનાં ડાયરેક્ટર ડો.વિણાબેન પટેલ (પી.એચ.ડી) દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષકોને અને વાલી મિત્રોને જીવનમાં શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમાં રંગપુર, વનાળા, છારોડીયા અને છસીયાણાના ગામનાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. રંગપુર ગામમાં શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન
  02:00 AM
 • ધંધુકા રાયણવાળા મેલડી માતાના મંદિરનો 13મો પાટોત્સવ યોજાયો
  ધંધુકાખાતે આવેલ રાયણુવાળા મેલડી માતાજી મંદિરનો 13મો પાટોત્સવ આગામી તા.2-4-2017 સોમવારના રોજ યોજાશે. ધાર્મિક કાર્યક્રમોમાં તા.2-4ના રોજ નવરંગ માંડવો થાંભલી રોપણ વિધિ તથા ડાક ડમ્મરનો કાર્યક્રમ યોજાશે. તા. 3-4 સોમવારના રોજ નવચંડી યજ્ઞ તથા પાટોત્સવ વિધિ યોજાશે. પાટોત્સવના મુખ્ય યજમાન કૃણાલસિંહ હાલુભા ચુડાસમા છે. નવચંડી યજ્ઞના યજમાન રીટાબા રૂપસંગભાઈ બારડ તથા રૂપસંગભાઈ મેરૂભા બારડ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાયલુ વાળા મેલડી માતાનું મંદિર વિકાસનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. મેલડી માતાના મંદિરે...
  March 29, 02:05 AM
 • હડમતાળામાં રાણપુર પ્રાંતકક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ
  ગુજરાતસરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સેવાસેતુ યોજના અંતર્ગત રાણપુર તાલુકાનો પ્રાંત કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી જ્યશ્રીબેન જરૂના અધ્યક્ષ સ્થાને હડમતાળા પ્રાથમિકશાળામાં સવારના થી કલાક દરમીયાન યોજાયો હતો. કાર્યક્રમની શરુઆત જ્યશ્રીબેન જરૂ પ્રાત અધિકારી બરવાળા,લાલજીભાઈ મેર ધારાસભ્ય ધંધુકા, મહાવીરસિંહ ઝાલા મામલતદાર બરવાળા, એચ.એમ ભાસ્કર ટી.ડી.ઓ રાણપુર, નજમાબેન સી.ડી.પી.ઓ, ધરાબેન ત્રીવેદી, કનેકબેન સાપરા,લક્ષ્મણભાઈ મેટાલીયા, ભરતસિંહ ડોડીયા, જગદીશભાઈ દલવાડી દ્રારા દિપ...
  March 27, 03:45 AM
 • ધંધુકાના રોજકા ગામ પાસે દારૂ ભરેલી કાર પલટી ખાઇ જતા ચાલકનું મોત
  ધંધુકાતાલુકાના રોજકા ગામ નજીક ધંધુકા ધોલેરા રોડ ઉપર દારૂ ભરેલી કાર પલટી ખાઇ જતા કાર ચાલક શૈલસિંગ મગંલસિંગ રાઠોડ રહે. સાવરડા તા. સિવાડા જી. બાડમેરનું ઘટના સ્થળે મૃત્યુ નિપજયુ હતુ. તેની સાથે રહેલા સતીષભાઈ ગોહેલ (કો. પટેલ )ને સાધારણ ઈજા થઈ હતી. ધંધુકા પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર કારમાં ગેરકાયેદર રીતે 78400નો વિદેશી દારૂ રાજસ્થાન તરફથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો. કાર ધંધુકા થઈ ધોલેરા ત્રણ રસ્તા થઈ ધોલેરા તરફ જઈ રહ્યો હતો. કારચાલકે કાર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી રોંગ સાઈડમાં ગાડી રોજકા ગામ નજીક...
  March 26, 02:00 AM
 • કેનાલના નબળા કામ કોઇ કરે, પરિણામ ભોગવે ખેડૂતો
  નર્મદાનીવલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ થતા કેનાલમાં ગાબડા પડતા કેનાલનું નબળુ કામ થયુ હોવાનું બહાર આવ્યુ હતુ જેને લઈ ખેડૂતોને કેનાલમાં ગાબડા પડવાની ચિંતા સતાવી રહી છે. નર્મદાની વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પાણીબંધ થતા ખાલી કેનાલમાં ઠેર ઠેર ગાબડી દેખાય આવતા કેનાલનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા નબળી અને હલકી કક્ષાનું થયું હોવાનું બહાર આવતા કેનાલ ભવિષ્યમાં ગાબડુ પડવાની શકયતાઓને લઈ ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી ફરી વળવાની ભીતી શેવાઈ રહી છે કેનાલ રાણપુર ધંધુકા રોડ ઉપર પાટણા ગામ પાસેથી...
  March 21, 02:00 AM
 • પ્રોત્સાહક ગ્રાંટના ચેકોનું વિદ્યાર્થીઓને વિતરણ થયુ
  કોયબામાં ખેડૂત સૂતા રહ્યાં, તસ્કરો 3.18 લાખ ચોરી ફરાર દેત્રોજમાં શાંતિભર્યા વાતાવરણ માટે વેપારી મંડળ દ્વારા પોલીસને આવેદન દેત્રોજમાંમોબાઈલની દુન ધરાવતા રબારી યુવક સાથે દરબારી સમાજની મોબાઈલ કલીપીંગ બાબતે દરબારી યુવક માથે તકરાર થઈ હતી. બનાવ અંગેની પોલીસ ફરિયાદ દરબારી યુવક દ્વારા રબારી યુવક માગે નોંધાવા પામી હતી. પોલીસે રબારી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે રવિવારના રોજ દેત્રોજ વેપારી મહાજન દ્વારા દેત્રોજ પો.સ્ટે.માં આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. દેત્રોજ બજારમાં શાંતિ સુલેહ...
  March 20, 02:05 AM
 • ધંધુકામાં કરાર આધારિત કર્મીઓનું TDOને આવેદન
  ધંધુકાઅને ધોલેરા તાલુકાપંચાયતના ૧૧ માસના કરાર વાળા કર્મચારીઓએ સમાન વેતન-સમાન કામની માંગણી સાથેનું આવેદનપત્ર ટી.ડી.ઓને આપ્યું હતુ. ધંધુકા અને ધોલેરાની સરકારી ઓફીસોમા ૧૧ માસના કરારથી કામ કરતા કર્મચારીઓ નરેગા યોજના, ઈન્દીરા આવાસ યોજના (આર.એ.વાય), સ્વચ્છ ભારત મીશન (એસ.ડી.એમ), વોટરસેડ અને મિશન મંગલમ યોજના ના કર્મચારીઓ દ્વારા ધંધુકા ટી.ડી.ઓ. આર.એમ.વાળંદ અને ધોલેરા ટી.ડી.ઓ. એમ.સી.વસાવાને સમાનવેતન અને સમાન કામ ની માંગણી સાથેનુ આવેદનપત્ર તાલુકા પંચાયત કચેરી ધંધુકા ખાતે આપવામા આવ્યું હતું. સમાન...
  March 18, 02:00 AM
 • ધંધૂકામાં 96 આવાસનું લોકર્પણ, હજુ વધુ 264 આવાસો બનાવાશે
  ધંધુકાનગરપાલિકા વિસ્તારમાં એફડેબલ હાઉસિંગ મિશન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રુપિયા 3 કરોડ લાખના ખર્ચા ગરીબો માટે બંધાયેલ 96 જેટલા આવાસોનું લોકાર્પણ ગુજરાત રાજ્યના કૃષિ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વલ્લભભાઈ વી વઘાસીયાના હસ્તે થયુ હતું. પ્રસંગે ઘંઘુકા વિસ્તારના ધારાસભ્ય બાલાજીભાઈ મેર, ધંધુકા નગરપાલિકાના પ્રમુખ ધીરુભાઈ રાસમીયા, સી.ઓ. નીતાબેન પાંડવ, એપીએમસીના ચેરમેન મહાદેવસિંહ ગોહિલ, ડીડી સાકરીયા, જગદીશ ભાઈ સોની, ભરતભાઈ ખાદી, તેમજ ભાજપ સંગઠનના...
  March 18, 02:00 AM
 • પાલિકા તંત્રની બલિહારી, નવો રસ્તાે તૂટ્યો તો દોષ પ્રજાને આપ્યો
  બોટાદનગરપાલિકા ના વોર્ડ નં. 6 છત્રીવાળો ખાંચો પરા વિસ્તારમાં તાજેતરમાં બનાવવામા આવેલ સીસી રોડતૂટી જવા પામ્યો છે. માત્ર એકમાસ પહેલા બનાવવામાં આવેલ આરસીસી રોડ તુટી જતાં કોન્ટ્રાક્ટરની પોલ ખુલી ગઇ છે. હજી તો એકાદ માસ પહેલા છત્રીવાળા ખાંચા પાસે 145 મીટરની લંબાઇ તથા 4.5 મીટરની પહોળાઇ મુજબ નો રીકાર્પેટ રોડ બનાવવાનો 4,28,000નો ટેન્ડર મુજબ ધંધુકાની એમ એચ એસ કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ હજી તો એકાદ માસ થયો અને સીસી રોડ તુટી જતાં હાલમાં રોડ બીજી વખત બનાવવાનું શરૂ કરેલ છે. કોન્ટ્રાક્ટરને હાલમાં...
  March 17, 02:00 AM
 • આકરુ ગામે અકસ્માતમાં બરવાળાના યુવકનું મોત
  ધંધુકાતાલુકાના આકરુ ગામ પાસે આઇસર અને મોટર સાયકલ વચ્ચે અકસમાત સર્જાતા મોટર સાઇકલ ચાલક મિસ્ત્રી યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધંધુકા તાલુકાના આકરુ સોઢી રોડ ઉપર આકરુ ગામ પાસે તા. 16/3/17ના સવારના ટ્રક અને મોટર સાઈકલ ધડાકાભેર ટકરાતા મોટર સાઈકલ ચાલક બરવાળાના મિસ્ત્રી યુવક હિતેશ વિનુભાઈ સિદ્ધપુરા (ઉ. 28)નું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. ઘટનાની જાણ થતા લોકોએ ઘટના સ્થળે પહોંચી જઈ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવાનને પીએમ માટે ધંધુકાની...
  March 17, 02:00 AM
 • ધોલેરાતાલુકાના વાલીન્ડા ગામે જુગાર રમતા 18 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પી.આઈ. ડી.વી. ડોડીયા ધોલેરા પો.સ.ઈ એચ.વી. પટેલ તથા ધોલેરા પોલીસ સ્ટાફે વાલીન્ડા ગામે જુગાર અંગે રેડ પાડતા એક મકાનની ઓસરીમાં જાહેરમાં જુગાર રમતા 18, શખ્સોને ઝડપી પાડ્યા હતાં. પોલસે જુગારના સ્થળેથી 47200 રોકડા, મોટરસાયકલ -2 કીમંત રૂ. 60000 તથા 16 મોબાઈલ કીંમત રૂ. 20000 મળી કુલ રૂ. 127200ની માલમત્તા જપ્ત કરી છે. જુગાર રમતા પકડાયેલ 18 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. જુગાર રમતા શખ્સોમાં વિપુલ હરીરામ, ભચલાભા દેવજીભાઈ, ઘનશ્યામભાઈ નારુભાઈ,...
  March 15, 02:55 AM
 • બરવાળા| બરવાળાશહેર અને તાલુક ભાજપ દ્વારા બરવાળા કમલમ હોલ ખાતે
  બરવાળા| બરવાળાશહેર અને તાલુક ભાજપ દ્વારા બરવાળા કમલમ હોલ ખાતે તા. ૧૨-૦૩-૨૦૧૭ના રોજ ભાજપની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમા બોટાદ જિલ્લાના પક્ષના તમામ હોદ્દેદારો ધંધુકા ધારાસભ્ય લાલજીભાઈ મેર, પ્રદેશ કિશાન મોરચા પ્રમુખ બાબભાઈ જેબલીયા સહીત ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બરવાળા શહેર-તાલુકા ભાજપ સમીક્ષા બેઠક યોજાઇ
  March 13, 04:05 AM
 • ખારવા નાનકેરાળામાર્ગને મુખ્યમંત્રી સડક યોજનામાં સમાવવા માંગ કરાઈ
  વઢવાણતાલુકાના નાનકેરાળા ગામથી ખારવા ગામને જોડતો રાજાશાહી ગાડામાર્ગ છે. રસ્તો વઢવાણ, ખારવા, નાનાકેરાળા, અને રઇ ગામના લોકોને ઉપયોગી છે. આથી ગાડામાર્ગને મુખ્યમંત્રી ગ્રામસડક યોજનામાં સમાવેશ કરવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે. વઢવાણ તાલુકાના અનેક ગામોને જોડતા રસ્તઓના નવિનીકરણની કાર્યવાહી હાથ ધરાઇ છે. પરંતુ નાનાકેરાળા થી ખારવા ગામને જોડતો રાજાશાહી ગાડા માર્ગનો સમાવેશ થયો નથી. અંગે ગ્રામજનોએ અનેકવાર રજૂઆતો કરી છે. પરંતુ રજૂઆતને કચરા ટોપલીમાં ફેંકી દેવાતા રસ્તો ચાલવા યોગ્ય બનાવાયો નથી....
  March 12, 02:05 AM
 • સાળંગપુરમાં ફૂલદોલ ઉત્સવની તડામાર તૈયારીઓ
  તીર્થભૂમિસાળંગપુરમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી ઉત્સવ ખૂબ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો છે. તેમણે અનેક વાર ફૂલદોલ ઉત્સવ કરી સાળંગપુર ગામને તીર્થત્વ આપ્યું છે. તે સમયે પણ ગામોગામથી હરિભક્તો ઉત્સવમાં લાભ લેવા પધારતા હતા. શ્રીહરિ પોતે સંતો-ભક્તો સાથે રંગે રમીને બધાને અલૌકિક સુખ આપતા હતા. પ્રાસાદિક ભૂમિમાં આજે પણ ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ પરંપરાને તેમના આધ્યાત્મિક અનુગામી મહંતસ્વામી મહારાજે જીવંત રાખી છે. હરિભક્તોને પણ અવસરે રંગાવાનો અનેરો ઉત્સાહ હોય છે. એટલા માટે વિશ્વના દરેક...
  March 11, 02:15 AM
 • સાળંગપુર સેંથળી રોડ પર રોડનું કામ ચાલુ હોય બનેલ બનાવ.
  સાળંગપુર સેંથળી રોડ પર રોડનું કામ ચાલુ હોય બનેલ બનાવ. સાળંગપુર રોડ સેંથલી ગામે રોડનું ચાલતું હોય ત્યાંથી આજે વહેલી સવારે જીજે-04 એટી 8046 નંબરનો ટ્રક સિમેન્ટ ભરેલો વેરાવળથી ધંધૂકા તરફ જતો હતો ત્યારે સેંથળી ગામે ટ્રક અચાનક પલટી ખાઈ ગયેલ સદનસીબે કોઈ જાન માનહાનિ સર્જાયલ નથી. તસવીર-ગૌરાંગવસાણી સારંગપુર- સેંથળી રોડ પર ટ્રક પલટી ગઇ
  March 9, 02:10 AM
 • ધંધુકાએસ.વી.એસ. (વલ્લભ સંકુલ)ના કન્વીનર ગીતાબેન કે. દવેએ ધો.10 તથા ધો.12ની પરીક્ષાના કેન્દ્રની વિસ્તૃત માહિતી તેમની સાથેની મુલાકાતમાં આપી હતી. તા.15-3થી શરૂ થનાર ધો.10 તથા ધો.12ની પરીક્ષા માટે કુલ 4044 વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપશે. જેમાં ધંધુકા કેન્દ્રમાં ધો.10માં 2856 વિદ્યાર્થી ભાઈ-બહેન, ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં 90 વિદ્યાર્થી ભાઈ-બહેન તથા ધો.12 સામાન્ય પ્રવાહના 1098 વિદ્યાર્થી ભાઈનો સમાવેશ થાય છે. બિરલા હાઈસ્કૂલ, ડી.એ. વિદ્યામંદિર, જાદવ ગર્લ્સ હાઈસ્કૂલ, મોર્ડન હાઈસ્કૂલ, વિમળમાતા સ્કૂલ, ધંધૂકા આગાખાન ઇંગ્લિશ...
  March 8, 02:05 AM
 • ધંધુકા | ધંધુકામાંઆવેલ સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા વિજ્ઞાનની જુદી
  ધંધુકા | ધંધુકામાંઆવેલ સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા વિજ્ઞાનની જુદી જુદી કૃતિઓ બનાવવામાં આવી હતી. કુલ 17 કૃતિઓ બનાવવામાં આવી હતી. જાહેર જનતાને વિજ્ઞાનની ઊંડી સમજ માહિતી મળી રહે તે માટે સ્વામીનારાયણ ગુરુકુળ દ્વારા ધંધુકા દિવાની કોર્ટ તથા ખોડિયાર માતાજીના મંદિર પાસે જાહેરમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાતા નગરજનોએ મોટી સંખ્યામાં વિજ્ઞાન પ્રદર્શન નિદર્શનનો લાભ લીધો હતો. ધંધુકા સ્વામિ. ગુરુકુળ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
  March 8, 02:05 AM
 • ધોલેરા પોલીસે 15 લાખ 91 હજારનો વિદેશી દારૂ પકડ્યો
  ધોલેરાપોલીસના જણાવ્યા અનુસાર ધોલેરા પોલીસને મળેલ બાતમીના આધારે ધોલેરા પો.સ.ઈ. એમ.વી. પટેલ, પો.કો. મહેશભાઈ ગોરધનભાઈ, પો.કો. હરદીપસિંહ, પો.કો. અજીતસિંહ, પો.કો. નરેશભાઈ તેમજ હે.કો. બલદેવભાઈએ ધોલેરા તાલુકાના દેવપરા ગામની સીમમાં દારૂ અંગે રેડ પાડી દારૂ ભરીને જઈ રહેલ ત્રણ ગાડી તથા એક પાયલોટીંગ ગાડી પકડી પાડી હતી. ગાડી સાથે રહેલા 7 વ્યક્તિઓ પૈકી 5ને પકડી પાડ્યા હતા જ્યારે 2 આરોપી નાસી છૂટ્યા હતા. ધોલેરા પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલ ફોરવ્હીલ ગાડી ત્રણમાંથી 180 એમ.એલ. દારૂની બોટલ નંગ 1392...
  March 8, 02:05 AM
 • ધંધુકા | કેરલનાકન્નુર જિલ્લામાં આર.એસ.એસ. અને ભાજપના કાર્યકર્તાઓની નિર્દયતાપૂર્વક થયેલ
  ધંધુકા | કેરલનાકન્નુર જિલ્લામાં આર.એસ.એસ. અને ભાજપના કાર્યકર્તાઓની નિર્દયતાપૂર્વક થયેલ હત્યાના વિરોધમાં ધંધૂકા તાલુકા ભાજપ દ્વારા એક આવેદનપત્ર ધંધૂકા મામલતદારશ્રીને આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં માગણી કરવામાં આવી છે કે જીવલેણ હુમલાઓ પાછળ સીપીઆઈ(એમ)ના કાર્યકર્તાઓનો હાથ છે. તેઓની વિરુદ્ધ કેરલ સરકારે કડક હાથ કામ લઈ લોકશાહી બચાવવી જોઈએ. કેરલમાં RSSના કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં આવેદનપત્ર
  March 7, 03:45 AM
 • ધંધુકા| નવજીવનકેળવણી મંડળ ધંધુકા સંચાલિત ગંગાબા આર. જાદવ ગર્લ્સ હાઈસ્કૂલમાં
  ધંધુકા| નવજીવનકેળવણી મંડળ ધંધુકા સંચાલિત ગંગાબા આર. જાદવ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ધો. 10 તથા ધો. 12ની વિદ્યાર્થિનીઓને વિદાય-શુભેચ્છા પાઠવવાનો સમારંભ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.એમ. રાજ્યગુરુના મુખ્ય મહેમાનપદે યોજાયો હતો. પ્રસંગે શાળાના નિયામક નારણભાઈ પટેલ, તેમજ ડી.બી. દવે કીર્તીભાઈ દવે, તેમજ શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગંગાબા ગર્લ્સ હાઈસ્કૂલમાં છાત્રોનો વિદાય સમારંભ
  March 7, 03:45 AM