Home >> Saurashtra >> Bhavnagar District >> Botad
 • બોટાદજિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પુરવઠા નિરીક્ષકોની ટીમ સાથે ગઢડા તાલુકાના પીપળીયા ગામે આવેલ શ્રી સુરેશભાઈ ધરોળીયાની સસ્તા અનાજની દુકાનની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. જેમાં તપાસણી સમયે જુદા જુદા પ્રકારની ગેરરિતિઓ ક્ષતિઓ અને અનિયમીતતાઓ ધ્યાને આવતા ઘઉં, ચોખા, ખાંડ અને કેરોસીનનો કુલ રૂપિયા 3850/- નો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. તપાસમાં ગામના નાગરિકો દ્વારા અપુરતો જથ્થો આપતા હોવાની, બિલ આપતા હોવાની, સમયસર દુકાન ખોલવામાં આવતી હોવા જેવી જુદા જુદા પ્રકારની ફરીયાદો કરવામાં આવેલ જે અંગે...
  March 25, 03:00 AM
 • વિવિધ કાર્યક્રમ }વિપશ્યના સામૂહિક સાધના જૂનાસાધકો માટે સવારે 7 થી 8 નવા સાધકો માટે સવારે 8 થી 8-30 તા. 26 ને રવિવારે પી.એન.મહેતા, આરાધના ટાવર, મેઘાણીસર્કલ પાસે યોજાશે. }હાડકા,શરીરના સાંધા માટે નિદાન-સારવાર સત્યસાંઇ મેડિકલ સેન્ટર શિવશકિતહોલ, ક્રેસન્ટ પાસે, તા. 26 ને રવિવારે સવારે 10 થી 12 ગરીબ અને આર્થિક રીતે નબળા લોકો માટે હાડકાના તેમજ શરીરના સાંધાના દુ:ખાવાના દર્દીઓને નિદાન સારવાર એકસ-રે વ. ઓર્થો. સર્જન ડો. સંજીવ રવિસાહેબ ફ્રીમાં કરી આપશે. દર્દીઓએ જુના રીપોર્ટ એકસ-રે વ. સાથે લાવવા }હૃદયરોગનામફત...
  March 25, 03:00 AM
 • ગઢડા(સ્વામીના) માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડીંગના મીની વેકેશન જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને તા.24/3 થી તા.2/4 સુધી રજા રાખવામા આવેલ હોય ખરીદ તથા વેચાણ વિગેરે હરરાજીની કામગીરી બંધ રાખવામાં આવશે. તા.3/4ને સોમવારથી રાબેતા મુજબ માર્કેટ યાર્ડની કામગીરી શરૂ કરવામાં આવશે. જેની દરેક ખેડૂત તથા વેપારી ભાઇઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
  March 23, 03:55 AM
 • ગઢડાતાલુકાના જલાલપુર ગામે રહેતા અસ્લમ કાળુભાઇ ફકીર અને મનો મીઠાભાઇ પટેલે જાહેરમાં બથમબથી કરી ગાળાગાળી કરી બબખેડો કરી સુલેહ શાંતનો ભંગ કરતા મળી આવતા પોલીસે પકડી ઢસા પોલીસમાં બંને વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે.
  March 22, 03:00 AM
 • ક્રાઇમ રિપોર્ટર | ઊના ગીરગઢડાના વડવીયાળા ગામના તાલુકા પંચાયતના ભાજપના સભ્ય ભરત રૂપાલા તેમજ ગીરગઢડા મામલતદાર કચેરીના રેવેન્યુ સર્કલ ઓફીસર ભીખા રામ મેરને વડવિયાળા ગામના પરસોત્તમભાઇ ગોહીલના મકાનને રેગ્યુલરાઇઝ કરવા બાબતે મામલતદાર ઓફીસ ગીરગઢડા ખાતે રૂ. 15 હજારની લાંચમાં એસીબીની ટીમે રંગે હાથે જડપેલા ભાજપના તા.પં.ના સભ્ય ભરત રૂપાલાને આજે એસીબી ટીમના અધિકારી ઓએ ઊના અદાલતમાં રજુ કરેલ હતો અને અદાલતે જામીન નામંજૂર કરી જેલ હવાલે કરવા જણાવ્યું. ઊના લાંચ પ્રકરણમાં 2નાં જામીન રદ
  March 22, 03:00 AM
 • સોખડા અને ગુંદાળામાં મેડિકલ કેમ્પમાં ચામડી, ફેફસા, આંખનાં દર્દી વધુ દેખાયા
  પોરબંદરમાં સાડા સાત લાખની લોન નહીં ભરનાર મહિલાની મિલકત સીઝ પતિ, સાસુ અને નણંદ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ દિકરી બીમાર હોવાથી પતિને વહેલા આવવાનું કહેતાં મહિલાને માર માર્યો ટેકાના ભાવે ઘઉં ખરીદીમાં માત્ર 61 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું ધો.12 સા.પ્રવાહની પરીક્ષાની તારીખમાં ફેરફાર, 28 માર્ચે પેપર લેવામાં આવશે ઊનાનાંસોખડા તેમજ ગુંદાળા ગામમાં એક પણ એલપીજી કનેક્શન હોય અને વર્ષોથી બન્ને ગામની મહીલાઓ ચુલ્લામાં બળતણ નાખી રસોઇ બનાવે છે. અને સરકારની ઉજ્જવલા યોજના બન્ને ગામ સુધી પોહચીતો નથી અને...
  March 22, 03:00 AM
 • વડવીયાળાતા.પં.નાં ભાજપના સભ્ય ભરત રૂપાલા તેમજ ગીરગઢડા મામલતદાર કચેરીના રેવેન્યુ સર્કલ ઓફીસર ભીખા રામ મેરને પરસોત્તમભાઇ ગોહીલના મકાનને રેગ્યુલરાઇઝ કરવા બાબતે 15 હજારની લાંચમાં એસીબીએ રંગે હાથે ઝડપી લીધા બાદ બંનેને કોર્ટમાં રજૂ કરાતા જામીન ફગાવી દઈ જેલમાં મોકલી દેવાયા હતા.
  March 22, 03:00 AM
 • ગઢડા : ગઢડા (સ્વામીના) મુકામે નગરપાલીકા દ્વારા મોહનનગર સોસાયટી ખાતે રૂપિયા 45 લાખના ખર્ચે નિર્માણ કરવામા આવેલ ફાયર સ્ટેશનનો લોકાર્પણ સમારો યોજવામાં આવ્યો હતો. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મોડલ ટાઉન ઘટક ફાયર સ્ટેશનનું લોકાર્પણ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય આત્મારામભાઇ પરમારના હસ્તે નગરપાલિકા ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું.
  March 20, 03:50 AM
 • પોસ્ટ ઓફિસની કનડગત, કુંવરબાઇનાં મામેરાની રકમ મેળવવા જૂનાગઢનો ધક્કો કોડીનાર,ઉના, ગીરગઢડા તાલુકામાં કુવરબાઇનાં મામેરામાં અપાયેલ 3000 કિશાન વિકાસ પત્રો વટાવવા જૂનાગઢ પોસ્ટ ઓફીસથી રકમ મળી શકશે. તેવું તમામ તાલુકાની પોસ્ટ ઓફીસેથી જણાવી દેતા આવી પાકી ગયેલી રકમ જૂનાગઢ ઓફીસમાં અટકી પડી છે. વિગત જાણે એમ છે કે વર્ષ 2007-08 દરમિયાન લગ્નગ્રંથીથી જોડાયેલા ગરીબ પરીવારની દીકરીઓને ગુજરાત સરકાર દ્વારા રૂ.3000 કુવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત 8 વર્ષ અને 7 માસની મુદતવાળા કીશાન વિકાસ પત્રોનાં રૂપમાં આપવામાં આવ્યા...
  March 18, 03:00 AM
 • ગીર-સોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારીએ સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
  કોડીનારનાં ડોળાસામાં 3.5 કરોડનાં ખર્ચે નવી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે કોડીનારતાલુકાનાં ડોળાસા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યાએ સામુહિક આરોગ્ય કેન્દ્ર ફાળવવા વર્ષોથી રજુઆતો બાદ ગત વર્ષથી ડોળાસા ગામને સીએચસી મંજુર કરી દેવાયુ હતુ. છેલ્લા એક મહીનાથી ડોળાસા ખાતે વિધીવત સીએચસી ચાલુ કરી દેવાયું છે. અનુસંધાને જિલ્લા આરોગ્ય અધિકારી આચાર્યએ ડોળાસા ખાતેનાં સામુહીક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. ડોળાસા ખાતે છેલ્લા લાંબા સમયથી ડોળાસા ગામની સામુહિક આરોગ્ય કેન્દ્ર આપવાની...
  March 18, 03:00 AM
 • ગઢડા | ગઢડાના રાયપર ગામની સીમમાં જમીનના ભાગ પાડવા બાબતે થયેલ મારામારી દરમિયાન આરોપી વિસુભાઇ ભૂરાભાઇ વગેરે 4 શખ્સોએ તકરાર કરી ફરિયાદી માણસીભાઇ નાગભાઇને કુહાડી તથા લાકડી વડે માર મારવા બાબતે ગત તા.23/8/2011ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.જે અંગે પોલીસે આરોપી�ઓને અટકાયત કરી કોર્ટમાં રજુ કરાતા અદાસતે સરકારી વકીલ એસ.એન.ગોહિલની દલીલો ને ધ્યાને રાખી આરોપી વિસુભાઇને બે વર્ષની સખત કેદની સજા અને રૂ.3000/-નો રોકડ દંડ ફટકાર્યો હતો.જયારે અન્ય ત્રણ આરોપી�ઓને નિર્દોષ છોડી મુકયા હતા.
  March 15, 02:55 AM
 • ગઢડા(સ્વામીના) તાલુકાના ઢસા ગામ નજીક આવેલા મોટી કુંડળ ગામની સીમમાં ખેતરમાં બકરા ચરાવવા બાબતે દીયરે ભાભી ઉપર કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી.આ બનાવમાં પોલીસે આરોપીને ગણતરીની કલાકોમા ઝડપી લઇ કોર્ટમાં રજુ કરતા અદાલતે તેને જેલ હવાલે કરવા હુકમ કરતા પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો હતો. બનાવ અંગે મળતી વિગતો મુજબ મોટીકુંડળ ગામની સીમમાં રૂપાબેન લાલજીભાઇ વાઘેલા દે.પૂ. (ઉ.વ.35 - રહે. મોટી કુંડળ)સાથે બકરી ચરાવવા બાબતે જીલુ લખમણભાઇ વાઘેલા (દે.પૂ.રહે.મોટીકુંડળ) સાથે થયેલી બોલાચાલી દરમિયાન આરોપીએ...
  March 15, 02:55 AM
 • તીર્થધામ સારંગપુરમાં ત્રિદિવસીય 
 પૂષ્પદોલોત્સવનો ભવ્ય પ્રારંભ
  સ્વામિનારાયણસંપ્રદાયનું દિવ્ય તીર્થધામ અને ભગવાન સ્વામિનારાયણની ચરણરજથી અંકિત સારંગપુર ગામમાં વર્ષોથી પુષ્પદોલોત્સવનો ભવ્ય ઉત્સવનું ઉજવાય છે. હોળી ઉત્સવનો આધ્યાત્મિક શુદ્ધ સ્વરૂપ એટલે પુષ્પદોલોત્સવ, જેમાં દર વર્ષે દેશ-પરદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો પ્રગટ ગુરુહરિના રંગે રંગાવા પધારે છે. છેલ્લા ત્રણ-ચાર દાયકાથી ઉત્સવ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાતો આવ્યો છે. તેઓના ધામગમન બાદ વર્ષે ઉત્સવ તેમના આધ્યાત્મિક અનુગામી મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ...
  March 12, 02:40 AM
 • બોટાદ | રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથીએ બોટાદ જુના માર્કેટીંગ યાર્ડ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃિત સંસ્થાન દ્વારા ‘મેઘાણી વંદના’ કસુંબલ લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં ખ્યાતનામ કલાકારો ઝવેરચંદ મેઘાણી રચિત સંપાદિત ગીતો-ભજનો અને સાહિત્યો રજૂ કરી શ્રદ્ધાંજલી અર્પી હતી.
  March 12, 02:40 AM
 • તાજેતરમાંનોટબંધી પછી ઉભી થયેલી કપરી પરિસ્થિતિના કારણે હજુ પણ મોટા વેપારીઓને આર્થિક લેવડ દેવડ માટે ભારે મુશ્કેલી જણાઇ રહી છે. અનુસંધાને જીનીંગ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા રોકડ નાણાની ઉપાડની મર્યાદામાં દરેક બેંક દ્વારા અલગ અલગ માપદંડ રાખવાના કારણે ભેદભાવની નીતિ દુર કરવા માંગણી કરવામાં આવેલ છે. કપાસ અને જીનીંગ વ્યવસાયમાં મોટા પ્રમાણમાં રોકડ વેપાર જરૂરી છે. જે માટે કડી અને વિજાપુર વિગેરે વિસ્તારમાં બેંકો તરફથી રોકડ ઉપાડ રૂપિયા 5 લાખ આપવામાં આવે છે. જયારે સૌરાષ્ટ્રના અન્ય...
  March 11, 02:40 AM
 • ગઢડા(સ્વામીના) મુકામે કંચનગૌરી રતિલાલ વિઠલદાસ ગોસલીયા કન્યા વિદ્યાલય (નૂતન કન્યા વિદ્યાલય) છેલ્લા 50 વર્ષથી કાર્યરત છે. સંસ્થાને આગામી દિવસોમાં 50 વર્ષ પૂર્ણ થવામાં હોય શાળા પરિવાર દ્વારા ભવ્ય સ્વર્ણિમ સ્મૃતિ મહોત્સવ ઉજવણીનુ આયોજન કરવામાં આવેલ છે. પ્રસંગે શાળામાં અભ્યાસ કર્યો હોય તેવી બહેનોને કાર્યક્રમમાં જોડાવા માટે અને ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓના સંસ્મરણો યાદ કરવા માટે અનુરોધ કરવામાં આવેલ છે. ફોન નં.02847-252164 પર શાળાનો સંપર્ક કરવો
  March 10, 02:45 AM
 • બોટાદ | રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 70મી પુણ્યતિથિ 9 માર્ચને ગુરૂવારે રાત્રે 9 કલાકે એમની કર્મ નિર્વાણ ભુમિ બોટાદ (જુનુ માર્કેટ યાર્ડ પાળીયાદ રોડ) ખાતે મેઘાણી વંદના કસુંબલ લોકડાયરાનું ભવ્ય આયોજન ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પાૈત્ર પિનાકી નાનકભાઇ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયુ છે. બોટાદ નગરપાલિકા તથા બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.નો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. પિનાકી મેઘાણી તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી સતત સાતમા...
  March 7, 02:50 AM
 • બોટાદ | રાજ્યના વહિવટમાં પારદર્શિતા વધે, લોકોની વ્યકિતગત રજુઆતોની સાથે સામુહિક રજુઆતોના ઝડપી ઉકેલ માટે સમગ્ર રાજ્યમાં સેવાસેતુ અને પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે ત્યારે બોટાદ જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને બોટાદ અને બરવાળા પ્રાંતના બે પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયા હતાં. જિલ્લાના બોટાદ અને બરવાળા પ્રાંતના સામુહિક રજુઆતોમાં 187 ગામોના લોકોની 849 જેટલી સામુહિક રજુઆતો કાર્યક્રમમાં રજુ થઇ હતી જેમાંથી 667 નું સ્થળ ઉપર નિરાકરણ કરાયું હતું. બાકીની જિલ્લાની અન્ય કચેરીઓની 12 નિતીવિષયક, 83...
  March 5, 03:00 AM
 • બોટાદ | સૌમ્યમુર્તિ ગુરૂણી બા.બ્ર.પ.પુ.પ્રફુલ્લાબાઇ મહા સતીજીની માસિક પુણ્યતિથી શાસન સમ્રાટ ગુરૂદેવ પ.પુ.જયેશચંદ્રજી મહારાજના સાનિધ્યમાં સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ઉત્સાહપુર્વક તપ-જપ-ત્યાગથી ઉજવણી કરવામાં આવશે તેમજ તા. 4-5-6 માર્ચ ત્રિદિવસીય સળંગ આયંબિલ સંઘના રસોડે આયોજન કરવામાં આવેલ છે. તા. 4 અને 5 માર્ચ બે દિવસ પ્રવચન બાદ નવકાર મહામંત્રના જાપ તથા તા. 6 માર્ચના રોજ સવારે વ્યાખ્યાન અને જાપ ભક્તિ મહોત્સવ બપોરે 3 થી 5 જૈનભુવનમાં રાખેલ છે. મહાસતીજીના ભક્ત વૃંન્દ તરફથી તમામ આયોજનમાં ઉદાર અનુમોદના...
  March 5, 03:00 AM
 • અમરેલીનાવરસડા ગામે દલિત સરપંચ જયસુખભાઇ માધડની ઘાતકી હત્યાના ગુનામા નાસતા ફરતા બાકીના બંને આરોપીઓને પણ અમરેલી એલસીબીએ બોટાદ તાલુકાના સાળંગપુર ખાતેથી ઝડપી લીધા હતા. બંને શખ્સો અહી મંદિરે દર્શન કરી મુંબઇ તરફ નાસી જવાની તૈયારીમા હતા. રસડાના સરપંચ જયસુખભાઇ કાનજીભાઇ માધડ (ઉ.વ.30)ની હત્યામા સંડોવાયેલ ત્રણેય આરોપીઓ પોલીસના સકંજામા આવી ગયા છે. બનાવના ચોવીસ કલાકમા પોલીસે મુખ્ય સુત્રધાર દિપ આપાભાઇ ધાધલની ધરપકડ કરી લીધી હતી.
  March 5, 03:00 AM