Home >> Madhya Gujarat >> Ahmedabad District >> Bavla
 • બાવળાતાલુકાના સરલા ગામમાં ગઈ સરપંચની ચૂંટણીમાં મત નહીં આપવા બાબતે ઘરની આગળથી નહીં નીકળવા બાબતે અને ગામના બોર ઉપર ન્હાવા બાબતે બંને પક્ષો સામ સામે તીક્ષ્ણ હથિયારો, લાકડીઓ સાથે આવી મારા મારી કરી પથ્થરમારો કરતા સાત વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. બંને પક્ષોએ બગોદરા પોલીસમાં સામ સામે ફરિયાદ નોંધાવતા બગોદરા પોલીસે ચાલુ સરપંચ સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળા તાલુકાના સરલા ગામમાં થયેલી મારામારીમાં બગોદરા પોલીસમાં સામસામે ફરિયાદ થવા પામી છે....
  02:40 AM
 • બાવળાતાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિશ્વક્ષય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ક્ષય રોગ એટલે અતિચેપી માઈક્રો બેક્ટેરિયન ટ્યૂબરક્લોસિસ નામના બેક્ટેરિયાને કારણે થતો રોગ છે. તે શરીરના કોઈ પણ ભાગ ઉપર અસર કરે છે. તેમ તાલુકા હેસ્થ ઓફિસર ડો. અલ્પેશ ગાંગાણીએ ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું. પ્રસંગે બાવળા એસ.ટી.એસ. દિવ્યેશ પટેલ, કાવીઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રાકેશ મહેતા, તાલુકાની તમામ આશા બહેનો, આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
  March 27, 03:35 AM
 • બાવળાતાલુકાના ભામસરા ગ્રામપંચાયતના સરપંચ અને આઠ વોર્ડના સભ્ય માટેની ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાં ગામમાં ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. ગામના સરપંચ માટે સામાન્ય સ્ત્રી અનામત બેઠક છે જેથી બાવળા મામલતદાર કચેરી ખાતે સરપંચ અને વોર્ડના સભ્યોના ફોર્મ ભરવા માટે ગામલોકો પોતાના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં સરપંચપદ માટે 13 સ્ત્રી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે જ્યારે આઠ વોર્ડના સભ્યો માટે 17 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી...
  March 27, 03:35 AM
 • બોરસદ-વાસદચોકડી પાસેથી વાહનચેકીંગ દરમિયાન પોલીસને એક ટ્રકમાંથી 10 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે શખ્સની પૂછપરછ કરતા શખ્સે તેનું નામ નાનુ ભગવાન ગોહેલ હોવાનું તેમજ તે બાવળાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રક સહિત વિદેશી દારૂ મળી તેની ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.
  March 25, 02:00 AM
 • બાવળા | ગુજરાતરોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો લગ્ન પસંદગી મેળો ટાગોર હોલ ખાતે મે મહિનામાં યોજાશે. પસંદગી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવાર પોતાનો બાયોડેટા, બે ફોટા અને જન્મના પુરાવા સાથે નિયમ ફોર્મ ભરી 31મી માર્ચ સુધીમાં સંસ્થાના કાર્યાલય ખાતે મોકલી આપવા માટે સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ ચૌહાણે જણાવ્યું છે. ઉપરાંત સંસ્થા દ્વારા વર્ષે સમાજના ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મફત ચોપડા વિતરણનું પણ આયોજન કરાયું છે. વધુ માિહતી માટે 9825385485, 9998098459 પર સંપર્ક કરી શકાય છે. રોહિત સમાજ દ્વારા લગ્ન પસંદગી મેળો...
  March 24, 02:00 AM
 • બાવળા | બાવળાતાલુકાના રજોડા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પીવાનું
  બાવળા | બાવળાતાલુકાના રજોડા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી નિસ્વાર્થ ફાઉન્ડેશન દ્વારા આર.ઓ. પ્લાન્ટ તથા તમામ વિદ્યાર્થીઓને હેલ્થ કીટ અપાઇ હતી. ઉપરાંત રજોડામાં આવેલી રામદેવ દૂધ ઉત્પાદક મંડળી દ્વારા 80 હજાર રૂપિયાની કિંમતનું વોટર કુલર શાળાને આપવામાં આવ્યું હતું. પ્રસંગે રામદેવ દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન વિષ્ણુસિંહ ગોહિલ, ડેરીના સેક્રેટરી અને ગામના સરપંચ બળવંતસિંહ ચાવડા, માધવસિંહ ચાવડા, પ્રતાપસિંહ ગોહિલ, એસ.એમ.સી.ના સભ્યો અને ગ્રામજનો...
  March 24, 02:00 AM
 • ચોરીનાસાત ગુનાની કબૂલાત પકડાયેલાઆરોપીઓએ એક મહિના દરમ્યાન બાવળા તાલુકાના મેમર ગામની સીમમાં બોટાદ જીલ્લાના સેંથળી, લાખીયાણી, જમરાળા ગામમાં, ગઢડાની સીમની વાડીમાંથી, ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના લાખણકા ગામમાં, બગદાણા પો.સ્ટે.ના ભગુડા ગામમાંથી રાત્રિ દરમ્યાન મકાનો તથા રોડના ગરનાળા બનતાં હોય ત્યાંથી સેન્ટીંગના સાધનો, કપાસની ગાંસડીઓની ચોરી કર્યાની કબુલાત કરી જે પૈકી હાલ સુધીમાં બે ગુનાની બગોદરા અને બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલીની હકીકત જાણવા મળી છે. ગુનોકરવાની પધ્ધતિ...
  March 24, 02:00 AM
 • જિલ્લા ગ્રામ્ય LCBએ સેન્ટીંગના સાધનોની ચોરી કરતી ગેંગના ચાર આરોપીને ઝડપ્યા
  બાવળાતાલુકાના મેમર ગામની સીમમાં આવેલી બિલ્ડીંગ સાઈટ ઉપરથી 19 તારીખે સેન્ટીંગના સામાનની ચોરી થવા પામી હતી. જેની બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવતા ચોરોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જીલ્લા ગ્રામ્ય એલસીબીની ટીમે હાઈ-વે ઉપરના સીસીટીવી કેમેરાની મદદથી ચોરી કરતી ગેંગના ચાર સભ્યોને ધીંગડા ગામના પાટીયા પાસેથી 28,500 રૂપિયાના ચોરીના મુદ્દામાલ અને પીકઅપ ડાલા સાથે ઝડપી લઈ સાતથી વધુ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. બાવળા તાલુકાના મેમર ગામની સીમમાં આવેલી ક્રિસ્ટલ સાઈટર ઉપરથી 19-3-2017ના રોજ સેન્ટીંગનો...
  March 24, 02:00 AM
 • બાવળા| બાવળામાંઆવેલી અનંતા સ્કુલમાં વિશ્વવાર્તા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
  બાવળા| બાવળામાંઆવેલી અનંતા સ્કુલમાં વિશ્વવાર્તા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે બાળકોને શિક્ષકો દ્વારા વાર્તા કહેવામા આવી હતી તથા બાળકો પાસેથી પણ વાર્તાઓ સાંભળવામાં આવી હતી. કોઈ વાત વાર્તા થકી જો સમજવામાં આવે તો આપણે ‘શીરો જેમ ભોજન’માં તેમ ‘વાર્તા થકી માનસ’માં સરળતાથી ઉતારી શકાય છે તેમ અનંતા સ્કુલના મેનેજિંગ ડિરેક્ટર અનિરૂદ્ધસિંહ પઢેરીયાએ જણાવ્યું હતું. બાવળાની અનંતા સ્કુલમાં વિશ્વવાર્તા દિવસની ઉજવણી
  March 21, 02:00 AM
 • બાવળામાં કરાર આધારીત કર્મીઓનું ટીડીઓને આવેદન
  બાવળાતાલુકા પચાયતમાં 11 માસના કરાર આધારિત કર્મચારીઓએ સમાન કામ, સમાન વેતન, સમાન નોકરીની સુરક્ષા ની માંગણી સાથેનું બાવળાના ટી.ડી.ઓ. ને આવેદનપત્ર આપ્યું હતું. બાવળાની તાલુકામાં સરકારી ઓફીસોમાં તાલુકા પંચાયતમાં 11 માસના કરાર આધારીત કામ કરતાં નરેગા યોજના, ઈન્દીરા આવાસ યોજના, સ્વચ્છ ભારત મીશન, વોટર સેડ અને મિશન મંગલમ યોજનાના કર્મચારીઓએ બાવળાના તાલુકા વિકાસ અધિકારી એન. આર.ડોડીયા ને સમાન કામ સમાન વેતન અને સમાન નોકરીની સુરક્ષાની માંગણી સાથેનું આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપવા બ્રિજેશ મહેતા,...
  March 19, 02:45 AM
 • બાવળાના બળીયાદેવ વિસ્તારમાં ગટરો ઉભરાઇ
  બાવળાનગરપાલિકા વિસ્તારના બળીયાદેવ વિસ્તારમાં ઘણા સમયથી ગટરો ઉભરાઈ છે. તેનુ ગંદુપાણી રોડ રસ્તાઓ ઉપર ફરી વળ્યું છે. ગટરો તેમજ રોડ- રસ્તાની સાફ- સફાઈ થતી નથી. જેથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થવા પામી છે. પાલીકા તંત્ર દ્વારા કોઈ ઉકેલ નહીં લાવતાં વિસ્તારની મહીલાઓએ પાલીક કચેરી ધસી જઈ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને 20 સુધી નિકાલ નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. બાવળા નગરપાલિકા હદ વિસ્તારના વોર્ડ નંબર 3ના બળીયાદેવ વિસ્તારની ચારેય બાજુ ગંદકી ફેલાયેલી છે. ભૂગર્ભ ગટરો ઉભરાઈ છે. લોકોએ...
  March 16, 02:00 AM
 • બાવળાતાલુકાના નાનોદરામાં 20 વર્ષની પરણિતાએ પોતાના પતિએ લાજ કેમ કાઢતી નથી અને ખુલ્લા મોંઢે બીજા સાથે કેમ વાતો કરે છે તેમ કહી શંકા રાખી શારીરિક-માનસિક ત્રાસ આપતા ઘરમાં બપોરે કેરોસીન છાંટીને સળગી મરતાં બાવળા પોલીસે તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળા તાલુકાના નાનોદરા ગામમાં રહેતા રણજિતભાઈ પ્રહલાદભાઈ રાવળના લગ્ન આજથી દોઢ વર્ષ પહેલાં મહેસાણામાં આવેલી મોઢેરા ચોકડી પાસે રહેતાં પ્રહલાદભાઈ રામજીભાઈ રાવળની પુત્રી કાજલબેન સાથે જ્ઞાતિના રીત-રિવાજ મુજબ લગ્ન થયાં...
  March 16, 02:00 AM
 • બાવળામાં છેલ્લાં દિવસે ધૂળેટીની ખરીદીમાં ભીડ
  બાવળાશહેરમાં હોળી-ધૂળેટીનો તહેવારની શાનદાર ઉજવણી થશે. ઉજવણી પ્રસંગે બાવળાની બજારમાં છેલ્લા દિવસે ખજૂર, ધાણી, મમરા, હાઇડો, સીંગ તેમજ પીચકારીઓ અને કાતરની ખરીદી માટે ભારે ભીડ જામી હતી. વર્ષે બજારમાં અવ-નવી પીકચારીઓ જોવા મળી હતી. 20 રૂપિયાથી માંડીને એકહજાર રૂપિયાની પીચકારીઓ વેચાઈ હતી. નાના બાળકોએ અવનવી પિચકારીઓ અને કલર ખરીદી કરીને તેમનામાં ઉત્સાહ જોવા મળતો હતો. આજે સાંજે બાવળામાં અને તાલુકામાં હોળીનો ઉત્સવ ઉજવાશે. ઠેર-ઠેર જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવશે. જેમાં લોકો ખજુર, ધાણી શ્રીફળ નાંખી...
  March 13, 03:50 AM
 • બાવળા તા. પ્રા. શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ
  બાવળાતાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ત્રણ વર્ષની ટર્મ પૂરી થતા પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ, સહમંત્રી અને 11 કારોબારીસભ્ય માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બે પેનલના સભ્યો ઉભા રહ્યા હતા. ચૂંટણી બસ સ્ટેશન સામે આવેલી નગર પ્રાથમિક શાળામાં ચૂંટણી અધિકારી પ્રવિણભાઈ પટેલની અધ્યક્ષતામાં બપોરે 12થી 4 વાગ્યા સુધીમાં યોજાઈ હતી. બાવળા તાલુકા 568 શિક્ષકોમાંથી 542 શિક્ષકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પૂરી થયા પછી સાંજના સ્થળ ઉપર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે બચુભાઇ એમ મકવાણાને 274 મત...
  March 12, 02:00 AM
 • બાવ‌ળામાં ટેન્ડર મુજબ કામ થતાં લોકોનો વિરોધ, કોન્ટ્રાક્ટરે કામ બંધ કરી દીધું
  બાવળામાંસ્વામિનારાયણ મંદિરથી ગર્લ્સ સ્કુલ સુધીના નગરના હાદસમા રોડને 63 લાખના ખર્ચે સીસીરોડ બનાવવાનો કોન્ટ્રાકટર આપી દઈ રોડ બનાવવાનું ચાલુ કરતાં કોન્ટ્રાકટર દ્વારા ટેન્ડર મુજબ કામ નહીં થતું હોવાથી તેમજ રોડ પર આવેલી સોસાયટીઓ કરતાં ઉંચો બનતો હાવાથી રહીશોએ કામ અટકાવી દીધું હતું. જેથી કોન્ટ્રાકટર કામ પડતું મુકીને જતો રહેતો લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. બાવળા નગરપાલિકા દ્વારા સ્વામિનારયણ મંદિરથી ગર્લ્સ હાઈસ્કૂલ સુધીના રોડને સીસીરોડ વચ્ચે ડિવાઈડર સાથે અને પહોળો બનાવવા માટે 63 લાખ...
  March 11, 02:05 AM
 • બાવળા | બાવળામાંબસ સ્ટેશન સામે આવેલી કોર્ટ ખાતે બાવળા મહિલા વિકાસ સંગઠન અને કોર્ટ દ્વારા વિશ્વ મહિલાદીનની ઉજવણી અંતર્ગત સર્વને સમાન ન્યાય વિષય ઉપરની મહિલાઓની મિટિંગ યોજાઈ ગઈ. પ્રસંગે બાવળા કોર્ટના જજ બાવીસી, જજ જોષી, મહિલા વિકાસ સંગઠનના હંસાબેન, સુમિત્રાબહેન, વકીલો, મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મિટિંગમાં જાગૃતિ ્ંગેની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મહિલાઓને કાયદાકીય માહિતી, કાયદામાં થયેલા સુધારા, નવા કાયદા બહાર આવ્યા તે મહિલાના અધિકાર, સ્ત્રી જમીન માલિકી વગેરે બાબતોની સવિસ્તૃત...
  March 11, 02:05 AM
 • પિતાએએક વર્ષથી તેના સાથે બળજબરીથી દુષ્કર્મ કરતાં હતા. સાવકા પિતાએ તેના પતિ સાથે છુટાછેડા પણ એક લાખ રૂપિયા લઈને કરાવી દીધા હતા. તા. 4-3-17ના રોજ રાત્રે દુષ્કર્મ કરીને બાબુભાઈએ કહ્યું કે હું તને મુકીને ગામડે રહેવા જતો રહેવાનો છું. જેથી પરણીતાએ સવારે ઘરેથી ભાંગીને જઈને નરોડામાં રહેતા તેના માસીના ઘરે જઈને સઘળી બનેલી હકીકતો જણાવીને વકીલને સાથે રાખીને મીઠાખળી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા ગયા હતા. જ્યાંથી તેમને મકરબા મહીલા પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને ત્યાંથી બાવળામાં મોકલી આપતાં બાવળા પોલીસ...
  March 9, 02:05 AM
 • કેરલનાકન્નુર અને પાલઘાટ જિલ્લામાં આરએસએસ અ્ને ભાજપના કાર્યકર્તાઓ ઉપર અને તેમના મકાનો ઉપર હુમલાઓ કરી આગ ચાંપી દેવામાં આવી હતી. જેમાં બે વ્યક્તિનાં મોત થયા હતા. અને અસંખ્ય આરએસએસ અને ભાજપ કાર્યકર્તાઓ ઘાયલ થયેલા છે. અન્ય ઘટનામાં એક મહિલાનું પણ મોત થવા પામ્યું છે. કેરલમાં કાયદો અને વ્યવસ્થા જળ‌વાઈ રહે અને શાંતિ સ્થાપિત થાય કોઈ ભેદભાવ વગર ગુનેગારોને પકડવામાં આવે તે માટે બાવળા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહી બાવળાના મામલતદાર એ.જી. સોલંકીને...
  March 7, 03:40 AM
 • બાવળા| બાવળા- સરખેજ હાઈવે ઉપર આવેલા ચાચરવાડી વાસણા ખાતે બાવળામાં આવેલી ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઝાયડસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પીરામીડ ઝેડ સેઝ દ્વારા પ્રાથમિક શાળામાં અને રામદેવપીરના મંદિરે સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાંતિભાઈ મકવાણા, પ્રોજેક્ટ કો. ઓર્ડિનેટર અલ્પાબેન મહેતા, ઝાયડસના એચ.આર. મેનેજર ભાવેશભાઈ ઠાકર, હંસાબેન મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચાચરવાડી વાસણમાં સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ
  March 6, 03:40 AM
 • બાવળામાં દેવી ભાગવત કથા અંતર્ગત પોથીયાત્રા નીકળી
  બાવળામાંજી.ઈ.બી.ની પાછળ આવેલી આલોકસીટી સોસાયટીના આલોકનાથ મહાદેવમાં શ્રીમદ્દ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે દેવી ભાવગત કથા શુક્રવારથી શરૂ થવા પામી છે. તે નિમિત્તે સૌભાગ્ય સોસાયટીમાં રહેતા પ્રભાતસિંહ કે પરમારના ઘરેથી બેન્ડવાજાની ભકિત મય ધૂન સાથે પોથી યાત્રા ધામધૂમથી નીકળી હતી પોથીયાત્રામાં કુંવારીકા બહેનોએ માથે જવારા કળશ શ્રી ફળ લઈને ભાગ લીધો હતો. કથાની શરૂઆત પહેલા કથાના વક્તા રામભાઈ રાવળ નાનોદરા અરજમલજીનો વિસામોના ભગવાનદાસ બાપુ અને આંમત્રિત મહાનુભાવો ના હસ્તે દિપ...
  March 5, 02:00 AM