Home >> Gujarat >> Power & People
 • અંદરથી આવી દેખાય છે 500 Cr.ની હોસ્પિટલ, 32 મહિનામાં આમની ટીમે પાર પાડ્યું કામ
  અમદાવાદ: સુરતમાં 500 કરોડથી વધુના ખર્ચે માત્ર 32 મહિનામાં તૈયાર થયેલી કિરણ હોસ્પિટલનું નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન કર્યું હતું. સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્રારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલનું નિર્માણનું કાર્ય ડેવલપમેન્ટ 2020 કંપનીને સોંપવામાં આવ્યું હતું. પાટીદારોની સાથે માત્ર 32 મહિનામાં આવી અત્યાધુનિક ફેસિલિટી સાથેની હોસ્પિટલ તૈયાર કરનાર ડેવલપમેન્ટ 2020 કંપનીનો ફાળો પણ આ કામમાં મહત્વનો માની શકાય તેમ છે. ડેવલપમેન્ટ 2020 કંપનીના ફાઉન્ડર નિમિત્ત કારિયા અને તેમના પત્ની તન્વી કારિયા...
  May 15, 10:24 PM
 • ‘1 લાખ કમાઈ ગામ આવજે’, માતાની શિખામણથી આ ગુજરાતી બન્યો કરોડોનો માલિક
  અમદાવાદ: માતાનો પ્રેમ દરેક વ્યક્તિના જીવનમાં અમૂલ્ય હોય છે, 14 મેના દિવસની મધર્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. માતાના આદર્શ અને તેના દ્વારા મળેલી સમજણને જીવનમાં ઉતારી સફળતા મળે તેમાં કોઈ બે મત નથી. વડાપ્રધાન મોદી સહિત અનેક બિઝનેસમેનો ઘણી વાર પોતાની માતાના આદર્શ અને ત્યાગ વિશેની વાત કરતા હોય છે. સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયા પણ આમાના એક છે. નાનપણમાં મોટો અને પૈસાદાર માણસ બનવાના સપના જોતા સવજીભાઈને તેમની માતા ફુલીબાએ આપેલી શિખામણથી આજે તેઓ કરોડોના માલિક બન્યા છે. નાનપણમાં ભણતરથી બચી...
  May 13, 05:49 PM
 • આ ગુજરાતી ફરે છે સેકન્ડ હેન્ડ કારમાં, ધારે તો ખરીદી શકે 1 લાખ જેટલી BMW
  અમદાવાદ: વ્યક્તિ જેમ ધનવાન બનતો જાય તેમ તેના જીવન, વ્યવહાર અને રહેણી-કરણીમાં અનેક મોટા તફાવતો જોવા મળે છે. પણ ગુજરાતના અનેક બિઝનેસમેન એવા છે જેઓ કરોડોના માલિક હોવા છતા ડાઉન ટુ અર્થ રહેવાનું પસંદ કરે છે. એમાંનુ ઉત્તમ ઉદાહરણ એટલે ભારતના ચોથા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ અને વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજી. તમને જાણીને નવાઈ લાગશે કે 96,400 કરોડ રૂપિયાના માલિક હોવા છતા તેઓ સેકન્ડ હેન્ડ મર્સિડીઝ અથવા તો ટોયોટાની કોરોલા કાર દ્વારા ઓફિસે પહોંચે છે. જો કે અઝીમ પ્રેમજી ધારે તો 1 કરોડ રૂપિયા પ્રતિ કારની...
  May 13, 11:23 AM
 • આ છે 12 પાવરફુલ પટેલ પરિવાર: ગુજરાતભરમાં વાગે છે આમનો ડંકો
  અમદાવાદ: એક સમયે ખેતીને પોતાનો વ્યવસાય માનતા ઘણા પટેલ પરિવારો આજે મોટું બિઝનેસ એમ્પાયર ધરાવે છે. માત્ર ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો ડાયમંડ-જ્વેલરી સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જીનીયરિંગ ક્ષેત્રે પટેલ બિઝનેસમેનનો ડંકો વાગે છે. એટલુ જ નહીં વિદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ સૌથી વધારે પટેલ સમાજના લોકો હોવાનું કહેવાય છે. સુરત, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં રહેતા ઘણા પટેલ પરિવારોએ ગુજરાતથી શરૂ કરેલો બિઝનેસ દરિયાપાર પહોંચ્યો છે. divyabhaskar.com ગુજરાતના એવા જ કેટલાક પટેલ પરિવારો વિશે જણાવી રહ્યું છે, જેના...
  May 12, 06:12 PM
 • આ છે અમદાવાદના નવ પૈસાદાર પરિવાર, ફેલાવ્યું છે અબજો રૂપિયાનું સામ્રાજ્ય
  અમદાવાદ: ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવતી ધનિક ભારતીયોની યાદી જોતા જ અંદાજ આવી જાય કે ગુજરાતીઓનો દબદબો તમામ જગ્યા છે. આજના સમયમાં ગુજરાતીઓ દરેક ક્ષેત્રે પોતાનો હિસ્સો ધરાવે છે. પણ આજે આપણે અહીં વાત કરવાની છે મેગાસિટી અમદાવાદના ધનિક પરિવારો વિશે. આમ તો છેલ્લા થોડા સમયમાં અમદાવાદે ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રમાં સારી એવી નામના મેળવી છે. અદાણી, કેડિલા, નિરમા જેવા ઉદ્યોગના કારણે આ શહેરનું નામ અનેક રીતે ખ્યાતિ પામ્યુ છે. હજારો નહીં પણ કરોડો રૂપિયામાં ટર્નઓવર કરતી ઘણી ઉદ્યોગ જગતની હસ્તીઓ...
  May 12, 05:21 PM
 • 10 એરક્રાફ્ટની માલિક છે આ ગ્લેમરસ ગુજરાતી, ધરાવે છે કરોડોનું સામ્રાજ્ય
  અમદાવાદ: પ્રાઈવેટ જેટ અને મોંઘી કાર્સના માલિકોની લક્ઝુરીયસ લાઈફ સૌને અચંબામાં મુકી દેતી હોય છે. એમાંય ગુજરાતીઓની તો વાત જ અલગ છે. દેશમાં અને વિદેશમાં પોતાનો બિઝનેસ ફેલાવી ચૂકેલા અનેક ગુજરાતીઓ આજે પોતાના એરક્રાફ્ટ ધરાવે છે. 150 વર્ષ જૂની થાઈલેન્ડની મૂળ ગુજરાતી કંપની ગંગજી પ્રેમજી એન્ડ કો.(G Premjee)ના ચેરમેન કિરીટ શાહે 2007માં MJetsના નામે જોઈન્ટ વેન્ચરમાં બે એરક્રાફ્ટ દ્વારા એર સર્વિસ શરૂ કરી હતી. GP ગ્રૂપની કંપની Mjets લિમિટેડ પાસે આજે 10 એરક્રાફ્ટનો કાફલો છે અને એર એમ્બ્યુલન્સ સહિતની સર્વિસ પૂરી પાડે...
  May 10, 03:13 PM
 • પિતાના બિઝનેસ પર ભાઈએ કર્યો કબ્જો, આ ગુજરાતીએ ઉભી કરી કરોડોની કંપની
  અમદાવાદ: પારિવારીક બિઝનેસમાં ઘરના તમામ સંતાનોનો સરખો ભાગ મળતો હોય છે. પણ કેટલાક કિસ્સામાં ઘરના મોટા સંતાન આ બિઝનેસ પર પોતાનો હક્ક જમાવીને સંપૂર્ણ બિઝનેસ હસ્તગત કરી લેતા હોય છે. તેવું જ કંઈક આજે દેશ-વિદેશમાં ફેલાયેલી નિતિન ફાયર પ્રોટેક્શન ઈન્ડસ્ટ્રીઝના માલિક નિતિન શાહ સાથે બન્યું હતું. નાનપણથી અભ્યાસ સાથે પિતાની ફાયર સાધનો અને મેન્યુફેક્ચરિંગની નાની દુકાનમાં મદદ કરતા નિતિન શાહના મોટભાઈએ પિતાના બિઝનેસ પર હક્ક જમાવી લીધો. પણ અહીંથી હાર માને તો તે નિતિન શાહ નહીં. પોકેટમાં માત્ર 20 રૂપિયા...
  May 9, 07:29 PM
 • આવા છે વાડીલાલનાં જાયન્ટ પ્લાન્ટ, ઓટોમેટિક મશીનમાં બને છે કેન્ડી-આઈસક્રીમ
  અમદાવાદ: ઉનાળો શરૂ થતા જ લોકો રાત્રે આઈસક્રીમ અને બરફનો લ્હાવો લેવા પહોંચી જતા હોય છે. એમાંય વાડીલાલ તો લગભગ ભારતના દરેક એરિયામાં સ્ટોર ધરાવે છે. ગુજરાતી માલિકની કંપની વાડીલાલ ભારતની મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ ઉપરાંત દેશનો સૌથી મોટો ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટ ધરાવે છે. 50થી વધારે ફ્લેવર અને 250 જેટલા અલગ અલગ આઈસ્ક્રીમ પેક ફોર્મ ધરાવતી વાડીલાલ સાથે 800થી વધારે ડીસ્ટ્રીબ્યુટર્સ અને 50 હજારથી વધારે રિટેલર્સ જોડાયેલા છે. ગ્રાહકોની માગને પહોંચી વળવા માટે વાડીલાલ ગુજરાત અને યુપીમાં બે મોટા જાયન્ટ...
  May 9, 10:54 AM
 • મોંમા 'BJPનો સિમ્બોલ' લઈને ફરે છે આ મિસ વર્લ્ડ યોગીની, મોદી પણ કરે છે વખાણ
  અમદાવાદ: ભારત તો ઠીક પણ આજના સમયમાં દેશ-વિદેશમાં યોગનું મહત્વ દિવસેને દિવસે વધતું જાય છે, ત્યારે આ ક્ષેત્રમાં પણ ગુજરાતીઓ કેમ પાછળ રહે. યોગામાં 3 વાર વર્લ્ડ ચેમ્પિયન, મિસ વર્લ્ડ યોગીની, મિસ યોગીની ઓફ ઈન્ડિયા, યોગા સમ્રાજ્ઞી સહિત યોગામાં નેશનલ અને ઈન્ટરનેશનલ સ્પર્ધામાં 35 વધુ ગોલ્ડ અને 7 જેટલા સિલ્વર મેડલ મેળવી ચૂકેલી આણંદની દિવ્યા પરમારની સિદ્ધીને નરેન્દ્ર મોદી પણ સલામ કરે છે. નરેન્દ્ર મોદી સહિત ગુજરાત સરકાર દ્વારા અનેક વાર સન્માન મેળવી ચૂકેલી દિવ્યા પોતાના મોં દ્વારા કમળ બનાવી શકે છે,...
  May 8, 03:49 PM
 • આ પટેલ યુવતી સામે ખૂંખાર ડફેર પણ મુકી દે છે હથિયાર, બનવા માંગતી’તી IAS
  અમદાવાદ : સમાજસેવાની વાત આવે એટલે મોટી-મોટી સંસ્થા અને મોટા મોટા હોર્ડિંગનો આભાસ થવા લાગે, પણ મૂળ મહેસાણાની અને આઈએએસ બનવાના સપના સાથે અમદાવાદ આવેલી મિત્તલ પટેલની સમાજસેવાની વાત જરા હટકે છે. VSSM(વિચરતા સમુદાય સંમર્થન સંઘ) નામની સંસ્થા તળે વિચરતી જાતિ માટે અનેક સેવાકીય પ્રવૃતિ કરતી મિત્તલ પટેલ સામે આજે ભલભલા ડફેરે પણ હથિયાર હેઠા મુકી સારી કામગીરીમાં જોતરાઈ ગયા છે. એટલુ જ નહીં સતત આમથી તેમ ભટકીને મિત્તલ પટેલે સંસ્થા દ્વારા વિચરતી જાતિના લોકોના બાળકો અને મહિલાઓને શિક્ષિત કરવાનું પણ બીડું...
  May 6, 05:58 PM
 • ગુજરાતીઓને થેપલા વગર ના ચાલે! પ્લેનમાં પણ મોજથી લહેજત માણતા ગુજ્જુઓ
  અમદાવાદ: ફૂડ અને ગુજરાતીઓનો નાતો જ કંઈક અલગ છે. એમાંય થેપલા, ફાફડા, ગાંઠીયા અને ઢોકળાની વાત આવે એટલે તરત ગુજરાતીઓની યાદ આવે. પણ થેપલા-ફાફડા ખાતા ગુજરાતીઓ આજે વિશ્વના દરેક ખૂણે વ્યવસાય કરી પોતાનું નામ ઉજાગર કરી રહ્યાં છે. ગુજરાતીઓ પોતાના રહેણી-કરણીથી અન્ય લોકો વચ્ચે પોતાની છાપ અલગ ઉભી કરે છે. વિદેશમાં વસતા કે વિદેશના પ્રવાસે જતા મોટાભાગના ગુજરાતીઓ એરપોર્ટ પર કે પ્લેનમાં થેપલા-ફાફડા ખાતા જોવા મળે છે. પ્રવાસ દરમ્યાન ફાઈવસ્ટાર હોટેલના ફૂડને અવગણી થેપલાની મજા માણી પોતે ગુજરાતી હોવાનો ગર્વ...
  May 5, 02:08 PM
 • પતિના બિઝનેસને પહોંચાડ્યો નેક્સ્ટ લેવલે, આજે ગુજરાતભરમાં ધરાવે છે 78 સ્ટોર્સ
  અમદાવાદ: બહેનોએ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી કંઈક કામ કરવું જોઈએ આ શબ્દો છે કભી-બીના બે સ્ટોર્સમાંથી આજે ગુજરાતભરમાં 78 સ્ટોર્સ ફેલાવનારા વૈદેહી ચોખાનીનાં. પરિવાર, બાળકો અને બિઝનેસને એકસાથે સારી રીતે મેનેજ કરી તનતોડ મહેતન દ્વારા પતિના બિઝનેસ નેક્સ્ટ લેવલ સુધી પહોચાડવા સફળ થયેલા વૈદેહી ચોખાનીથી કદાચ તમે અજાણ હશો, પણ અમદાવાદ સહિત ગુજરાતના અન્ય શહેરોમાં તમને જોવા મળતી કભી-બી શોપથી સારી રીતે પરિચીત હશો. મહિલા શક્તિ કે વુમન એમ્પાવરની વાતો નહીં પણ કામ કરીને સાબિત કરવામાં માનતી વૈદેહી ચોખાની...
  May 4, 04:52 PM
 • ફિલ્મમાં એક્શન સીન કરતી જોવા મળશે કિંજલ દવે, બાળપણમાં પણ હતી Cute
  અમદાવાદ: મારા વીરા તને લાડી લઈ દઉ, ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં સોન્ગ દ્વારા યુવાઓ સહિતના લોકોના હ્યદયમાં જગ્યા બનાવી લેનાર કિંજલ દવેએ પોતાના સૂરીલા અવાજથી પ્રસિદ્ધી મેળવી છે. જો કે કિંજલ દવે હવે સિંગીગની સાથે ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતી પણ જોવા મળશે. સિંગીગ ક્ષેત્રે કિંજલને મળેલી લોકચાહના તેને ગુજરાતી ફિલ્મ સુધી ખેંચી ગઈ હતી. કિંજલે પોતાના ચાર ચાર બંગડી વાળી ગાડી સોન્ગ પહેલા દાદા હો દીકરી નામનું ગુજરાતી ફિલ્મ સાઈન કર્યું હતું. ધોરણ બારની પરીક્ષા બાદ સિંગીગ કાર્યક્રમના વ્યસ્ત શિડ્યુલ...
  May 4, 04:13 PM
 • આ છે ગોપાલ નમકીનનો ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટ, અહીં રોજ તૈયાર થાય છે હજારો પેકેટ
  અમદાવાદ: ગોપાલ નમકીનના નામથી કદાચ આજે ગુજરાતભરમાં કોઈ અજાણ નહીં હોય. 1990માં રાજકોટમાં ઉછીના પૈસાથી શરૂ કરેલા નમકીનના બિઝનેસને કરોડોના ટર્નઓવર સુધી પહોંચાવામાં કંપનીના ફાઉન્ડર બિપીન હદવાણીએ સમય સાથે પરિવર્તન કર્યું છે. ગૃહ ઉદ્યોગ તરીકે રાજકોટના 400sq.Yardમાંથી શરૂઆત કરનાર બિપીન હદવાણી આજે 20 હજાર Sq.Mtr. વિસ્તારમાં અત્યાધુનિક ઓટોમેટેડ પ્લાન્ટ ધરાવે છે. જો કે એક સમયે એક બે પ્રોડક્ટ સાથે શરૂ થયેલી ગોપાલની સફર આજે અનેક પ્રોડક્ટ સુધી પહોંચી છે. (આગળ તસવીરો સાથે વાંચો કેવો છે ગોપાલ નમકીનનો પ્લાન્ટ)
  May 1, 05:50 PM
 • ઓસ્ટ્રેલિયામાં કર્યું છે સ્ટડી, સૂરથી સ્ટેજ પર ‘આગ’ લગાવે છે ગુજરાતી ઈશાની દવે
  અમદાવાદ: વારસામાં મળેલા ગુણોને કારણે જ પરિવારના પુત્ર-પુત્રી આગળ વધતા હોય છે. તેવી જ રીતે સિંગર પ્રફુલ દવેની પુત્રી અને પુત્ર પણ પિતા દ્વારા વારસામાં મળેલા સંગીતને લઈને આજે આ ક્ષેત્રમાં સારૂ નામ ધરાવે છે. અમદાવાદમાં ધોરણ બાદ સુધીના અભ્યાસ બાદ ઓસ્ટ્રેલિયાથી સંગીતનો અભ્યાસ કરીને આવેલી પ્રફુલ દવેની પુત્રી ઈશાની આજે સ્ટેજ શો સહિતના કોન્સર્ટમાં પોતાના સૂરથી ધમાલ મચાવે છે. divyabhaskar.com સાથેની ઈશાની દવેએ પોતાની સંગીત કરિયર વિશે વિગતે વાતચીત કરી હતી. (આગળ વાંચો ઈશાની દવેની સંગીત સફર વિશે)
  May 1, 02:40 PM
 • ઔદ્યોગિક ક્ષેત્રે પણ ગુજરાત નથી પાછળ, આ રહ્યાં ટોચના પ્લાન્ટ અને પોર્ટ
  અમદાવાદ: ગુજરાત રાજ્યએ છેલ્લા થોડા સમયમાં ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસમાં અન્ય રાજ્યો કરતા હરણફાળ ભરી છે. વાઈબ્રન્ટ સમિટ દ્વારા પણ ગુજરાતનો ઔદ્યોગિક ક્ષેત્રે સારો વિકાસ થયો છે. જો કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટાટા કેમિકલ્સ જેવી મૂળ ગુજરાતી કંપનીઓએ રાજ્યનું નામ વિશ્વ લેવલ પર ગુંજતુ કર્યું છે. પહેલી મેના રોજ ગુજરાત દિવસના અનુસંધાને divyabhaskar.com ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો આપતા પ્લાન્ટ અને પોર્ટ વિશેની માહિતી આપી રહ્યું છે. જે જાણીને ગુજરાતી તરીકે તમે પણ ગર્વ લઈ શકશો. (આગળ વાંચો ગુજરાતના...
  April 30, 02:07 PM
 • આ 20 વસ્તુઓમાં વાગે છે ગુજરાતનો ડંકો, ભારતમાં ધરાવે છે નંબર-1નું સ્થાન
  અમદાવાદ: વિકાસમાં અગ્રેસર રહેલા ગુજરાત રાજ્યને ગુજરાતીઓએ ભારતના નકશામાં અલગ જ ઓળખ અપાવી છે. ગુજરાતની નીડર પ્રજાએ પોતાની આવડતથી ભારત જ નહીં પણ વિશ્વ લેવલે પણ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ખેતી પ્રધાન રાજ્ય ગુજરાત માત્ર ખેતી જ નહીં પણ અન્ય બાબતે પણ દેશભરમાં પ્રભુત્વ ધરાવે છે. ખેતી ઉપરાંત કેમિકલ્સ, જેવેલરી, ફાર્મા સહિતના અનેક સેક્ટરમાં દેશભરમાં ગુજરાતનો ડંકો વાગે છે. 1લી મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસના અનુસંધાને divyabhaskar.com ગુજરાત કઈ વસ્તુના ઉત્પાદનમાં ભારતમાં નંબર વનનું સ્થાન ધરાવે છે તે...
  April 29, 06:27 PM
 • કપિલ શર્મા પણ બીરદાવે છે આ ગુજરાતીની કોમેડી, સેલિબ્રિટી પાઠવે છે આમંત્રણ
  અમદાવાદ: સેરેબ્રલ પાલ્સી જેવી લાઈલાજ બીમારી હોવા છતા પોતાની આગવી અદા અને હાસ્ય રજૂ કરવાની શૈલીથી નાની વયે અનેક હિન્દી ગુજરાતી ચેનલો પર પર્ફૉર્મન્સ આપી ચૂકેલા રાજકોટના જય છનીયારા આજે હાસ્ય કલા ક્ષેત્રે આગવું નામ ધરાવે છે. ભારતના યુવા ડીસેબલ સ્ટેન્ડ અપ કોમેડીયન તરીકે સાત જુદા જુદા વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર જય છનીયારાની સિદ્ધીને કપીલ શર્મા પણ સલામ કરે છે. કોમેડી નાઈટ્સના સેટ પર કપિલ શર્માએ જયને આમંત્રણ પાઠવી તેની સિદ્ધીઓને બીરદાવી હતી. એટલુ જ નહીં હિન્દી ચેનલ પરના અનેક સિરિયલ્સમાં...
  April 29, 05:05 PM
 • ફ્રાન્સમાં ક્રુઝ પર યોજાયા ગુજરાતીના ભપકાદાર લગ્ન, આવો હતો 4 દી'નો જલ્સો
  ફ્રાન્સઃગુજરાતી લોકો ગુજરાતમાં રહેતા હોય કે વિદેશમાં તેઓ પોતાનો લગ્નનો પ્રસંગ યાદગાર બનાવવા માટે મન મૂકીને પૈસા વાપરે છે. તાજેતરમાં જ 6થી 9 એપ્રિલ સુધી દુબઈમાં એક ગુજરાતી બિઝનેસમેનના પુત્રના યોજાયેલા લગ્નમાં પણ ધરખમ ખર્ચો કરવામાં આવ્યો. UAEમાં વસતા વિખ્યાત મૂળ ગુજરાતી Danube Groupના માલિક રિઝવાન સાજનના દીકરા અદેલના ક્રુઝમાં ભવ્ય લગ્ન યોજાયા. Mediterranean સુમદ્રમાં યોજાયેલા આ લગ્નમાં 50 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મેરેજ Costa Fascinosa(ક્રુઝશીપ)માં દિલ ધડકને દો થીમ પર યોજાયા હતા બોલિવૂડ...
  April 28, 05:33 PM
 • ડોલરથી માંડીને બેસ્ટ કાર્સ: ગુજરાતની આ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે World
  અમદાવાદ : ઉદ્યોગ સાહસિકતાના જોરે ઘણા ગુજરાતીઓએ પોતાના બિઝનેસને નંબર વન બનાવ્યો છે. જેના કારણે વિશ્વ સામે ગુજરાતની એક અલગ જ છબી ઉપસી આવી છે. ગુજરાતમાં બનતી કે ગુજરાતીઓ દ્વારા બનાવાતી એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ ગુજરાતને ગર્વ અપાવે તેવી જગ્યાએ કરવામાં આવે છે. 1લી મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસના અનુસંધાને divyabhaskar.com ગુજરાતીઓની વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ વિશે માહિતી આપી રહ્યું છે. જેના દ્વારા તમને પણ ગુજરાતી તરીકે ગર્વ થશે. (આગળ વાંચો ગુજરાતની અન્ય વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ વિશે)
  April 27, 05:32 PM